લખાણ પર જાઓ

આમિર ખાન

વિકિપીડિયામાંથી
આમિર ખાન
જન્મ૧૪ માર્ચ ૧૯૬૫ Edit this on Wikidata
ઇસ્લામાબાદ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • St. Anne's High School, Bandra
  • નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ Edit this on Wikidata
વ્યવસાયProducer Edit this on Wikidata
જીવન સાથીKiran Rao Edit this on Wikidata
બાળકોIra Khan Edit this on Wikidata

આમિર ખાન (આમિર હુસૈન ખાન ૧૪ માર્ચ ૧૯૬૫) એક ભારતીય ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. ખાનો સંખ્યાબંધ વિવેચનાત્મક અને વ્યાપારીક રીતે સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની જાતને હિન્દી સિનેમાના એક આગળ પડતા અભિનેતા તરીકે સ્થાપિત કરી છે.[][] તેઓ આમિર ખાન પ્રોડક્શન્સના સ્થાપક અને માલિક પણ છે.

તેમના કાકા નાસિર હુસૈનની ફિલ્મ યાદો કી બારાત (1973)માં એક બાળ કલાકાર તરીકે પોતાની કારકીર્દિનો પ્રારંભ કરનાર, ખાને તે પછીના 11 વર્ષો બાદ હોલી ફિલ્મ (1984)થી પોતાની વ્યાવસાયિક કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમના પિતરાઇ ભાઈ મન્સુર ખાનની ફિલ્મ કયામત સે કયામત તક (1988)માં તેમને પ્રથમ વખત વ્યાપારી સફળતા પ્રાપ્ત થઇ હતી, જેના માટે તેમણે ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબૂ પુરસ્કાર પણ જીત્યો હતો. 1980 અને 1990ના દાયકાના અગાઉના સાત નામાંકનો દરમિયાન, ખાને ભારે કમાણી કરનાર રાજા હિન્દુસ્તાની (1996)માં ભૂમિકા બદલ તેમનો પ્રથમ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર મેળવ્યો હતો.[]

2001માં તેમણે એકેડમી પુરસ્કાર માટે નામાંકિત થયેલી લગાન ફિલ્મ સાથે ફિલ્મના નિર્માણની શરૂઆત કરી હતી. ખાન તે ફિલ્મમાં આગવી ભૂમિકા બજાવી હતી અને તે કામગીરી બદલ દ્વિતીય ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર જીત્યો હતો. અભિનયમાં ચાર વર્ષના વિરામ બાદ ખાને કેતન મહેતાની ફિલ્મ Mangal Pandey: The Rising (2005)દ્વારા પુનરાગમન કર્યું હતું, અને બાદમાં રંગ દે બસંતી (2006)માં પોતાના અભિનય બદલ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનય બદલ ક્રિટીક્સ પુરસ્કાર જીત્યો હતો. 2007માં, તેમણે તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) સાથે દિગ્દર્શનની શરૂઆત કર હતી, જેના માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો પુરસ્કાર મળ્યો હતો. ત્યાર બાદ તેમણે ગજિની (2008)માં અભિનય કર્યો, જે તે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ હતી. 2009માં ખાન વ્યાપારી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ 3 ઇડિઅટ્સ માં દેખાયા હતા, જે અત્યાર સુધીની બોલિવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, અલબત્ત તે ફૂગાવાથી પર હતી.[]

પૂર્વજીવન

[ફેરફાર કરો]

ખાન બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલ, મુંબઇ, ભારતમાં, મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા, જે ઘણા દાયકાઓથી ભારતીય મોશન પિક્ચર ઉદ્યોગમાં છે. તેમના પિતા, તાહિર હુસૈન, ફિલ્મ નિર્માતા હતા, જ્યારે તેમના મૃત્યુ પામેલા કાકા, નાસિર હુસૈન, ફિલ્મ નિર્માતા તેમજ દિગ્દર્શક અને અભિનેતા હતા. તેઓ મુસ્લિમ વિદ્વાન અને રાજકારણી મૌલાના અબ્દુલ કલામ આઝાદ[]ના વંશજ છે અને રાજ્ય સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો.નજમા હેપ્તુલ્લાહના બીજા પિતરાઇ છે.

ફિલ્મ કારકીર્દિ

[ફેરફાર કરો]

અભિનેતા

[ફેરફાર કરો]

ખાને પોતાની ફિલ્મ કારકીર્દિનો પ્રારંભ હોમ પ્રોડક્શનમાં નાસિર હુસૈન દ્વારા બનાવવામાં આવેલી યાદોં કી બારાત (1973) અને મદહોશ (1974)માં બાળ કલાકાર તરીકે કર્યો હતો. 11 વર્ષો બાદ તેમણે પુખ્ત વયે સૌપ્રથમ વખત કેતન મહેતાની હોલી (1984) ફિલ્મમાં અભિનય કર્યો હતો, જે ભૂમિકાને બહુ ધ્યાનમાં લેવાઇ ન હતી.

ખાને 1988ની ફિલ્મ કયામત સે કયામત તક માં પ્રથમ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જેનું દિગ્દર્શન તેના પિતરાઇ ભાઈ અને નાસિર હુસૈનના પુત્ર મન્સુર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પ્રગતિશીલ વ્યાપારી સફળતા હતી, અને ખાનની આગવા અભિનેતા તરીકેની કારકીર્દિની અસરકારક રજૂઆત હતી. વિશિષ્ટ પ્રકારના 'ચોકલેટ હીરો' જેવા દેખાવને લીધે તેઓ કિશોર વયના પ્રતિક તરીકે જાણતા બન્યા હતા. વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ રાખ માં પણ તેમણે અભિનય કર્યો હતો, જેના માટે તેમને સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર માટે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યાર બાદ, 1980ના અંતમાં અને 1990ના પ્રારંભમાં તેમણે વિવિધ ફિલ્મોમાં દેખા દીધી હતી : દિલ (1990), જે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી,[] દિલ હૈ કી માનતા નહી (1991), જો જિતા વોહી સિકંદર (1992), હમ હે રાહી પ્યાર કે (1993) (જેના માટે તેમણે પટકથા પણ લખી હતી), અને રંગીલા (1995). આમાંની મોટા ભાગની ફિલ્મો વિવેચનાત્મક રીતે અને વ્યાપારી રીતે સફળ થઇ હતી.[][][] અન્ય સફળતાઓમાં અંદાજ અપના અપના નો સમાવેશ થાય છે, જેમાં સહ અભિનેતા સલમાન ખાન હતા. તેની રજૂઆત સમયે ફિલ્મની ટીકાકારો દ્વારા તેની તરફેણ કરવામાં આવી ન હતી, પરંતુ વર્ષો વીતતા તેણે આદર ભાવ પ્રાપ્ત કર્યો હતો.[૧૦]

ખાને વર્ષમાં ફક્ત એક અથવા બે ફિલ્મોમાં અભિનય કરવાનું જ ચાલુ રાખ્યું હતું, જે હિન્દી સિનેમાની મુખ્ય વિચારધારા ધરાવતા અભિનેતામાં અસાધારણ લક્ષણ હતું. 1996માં ધર્મેશ દર્શન દ્વારા દિગ્દર્શીત વ્યાપારીક બ્લોકબસ્ટર ફિલ્મ રાજા હિન્દુસ્તાની રૂપે એક માત્ર ફિલ્મ રજૂ થઇ હતી, જેમાં તેમણે કરિશ્મા કપૂર સાથે જોડી બનાવી હતી. આ ફિલ્મે અગાઉના સાત નામાંકન બાદ તેમને તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અપાવ્યો હતો અને આ ફિલ્મ તે વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી, તેમજ 1990ના દાયકાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી.[૧૧] આ સમયે ખાનની કારકીર્દિ એવા તબક્કે હતી જેમાં વધારો થવાનો અવકાશ ન હતો અને તે પછીના થોડા વર્ષો સુધી જે ફિલ્મો આવી તેને સામાન્ય સફળતા પ્રાપ્ત થઇ હતી. 1997માં, તેમણે ફિલ્મ ઇશ્ક માં અજય દેવગણ સાથે સહ અભિનય કર્યો હતો અને જુહી ચાવલા સાથે જોડી બનાવી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી. 1998માં, ખાને સાધારણ સફળતા પ્રાપ્ત કરેલી ફિલ્મ ગુલામ માં દેખા દીધી હતી, જેના માટે તેમણે પ્લેબેક સીંગીંગ પણ કર્યું હતું.[૧૨] જોહ્ન મેથ્યુ મેટહનની સરફરોશ (1999) ખાનની વર્ષ 1999ની પ્રથમ રજૂઆત હતી, જેણે બોક્સ ઓફિસ પર સરેરાશથી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. સમીક્ષકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી અને ખાનની ભૂમિકાને પ્રમાણિક અને ભ્રષ્ટાચાર વિનાના પોલીસ અધિકારી કે જે સરહદી આતંકવાદ સામે લડાઇમાં વ્યસ્ત હતા તેવી દર્શાવવામાં આવી હતી અને ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, આવી જ ભૂમિકા તેમણે દીપા મહેતાની આર્ટ હાઉસ ફિલ્મ અર્થ માં બજાવી હતી. નવી સહસ્ત્રાબ્દીમાં તેમની પ્રથમ રજૂઆત મેલા હતી, જેમાં તેમણે તેમના સગા ભાઈ ફૈઝલ ખાન સાથે ભૂમિકા બજાવી હતી, જે બોક્સ ઓફિસ અને વિવેચનાત્મક દ્રષ્ટિએ બોમ્બ સાબિત થઇ હતી.[૧૩]

2001માં તેઓ લગાન માં દેખાયા હતા. આ ફિલ્મને વિવેચનાત્મક અને વ્યાપારીક રીતે ભારે સફળતા પ્રાપ્ત થઇ હતી, [૧૪] અને 74માં એકેડેમી પુરસ્કાર ખાતે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ તરીકે નામાંકન પ્રાપ્ત થયું હતું. વધુમાં, વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં વિવેચનાત્મક પ્રશંસા પ્રાપ્ત કરી હતી, તેમજ અસંખ્ય ભારતીય પુરસ્કાર પ્રાપ્ત કરવાની સાથે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા હતા. ખાને પોતે તેમનો બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો.


લગાન માં મળેલી સફળતા તે વર્ષના પાછળના ભાગમાં આવેલી ફિલ્મ દિલ ચાહતા હૈ સુધી સતત રહી હતી, જેમાં ખાને અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન સાથે સહ અભિનય કર્યો હતો, તેમજ પ્રિતી ઝીન્ટાએ તેમની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન તે સમયમાં નવા આવેલા ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. સમીક્ષકોના મતે, ફિલ્મે ભારતીય શહેરી યુવાનોને આજના સમયમાં ખરેખર છે તેવા દર્શાવીને તમામ નવા આયામો તોડ્યા હતા. તેમાં જે પાત્રો દર્શાવવામાં આવ્યા હતા તે આધુનિક, વિવેકી અને સર્વદેશી હતા. આ ફિલ્મે સાધારણ સારી કામગીરી બજાવી હતી અને મોટે ભાગે તમામ શહેરોમાં સફળ થઇ હતી.[૧૪] ખાને ત્યાર બાદ અંગત સમસ્યાઓ દર્શાવીને ચાર વર્ષનો વિરામ લીધો હતો અને 2005માં કેતન મહેતાની Mangal Pandey: The Rising ફિલ્મમાં વાસ્તવિક જીવનના હિન્દી લશ્કરી સિપાઇ અને શહીદની મુખ્ય ભૂમિકા બજાવીને 2005માં પુનરાગમન કર્યું હતું, જેણે 1857ના ભારતીય બળવા અથવા 'ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ'માં ચિનગારી ચાંપી હતી.

રાકેશ ઓમપ્રકાશ મેહરાની પુરસ્કાર જીતેલી ફિલ્મ રંગ દે બસંતી , ખાનની 2006ની સૌપ્રથમ રજૂઆત હતી. તેમની ભૂમિકાને વિવેચનાત્મક રીતે વખાણવામાં આવી હતી,[૧૫] જેણે તેમને શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મફેર ક્રિટીક્સ પુરસ્કાર જીતાડી આપ્યો હતો અને વિવિધ શ્રેષ્ઠ અભિનેતા માટેના નામાંકન પ્રાપ્ત થયા હતા. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી,[૧૬] અને તેની પસંદગી ઓસ્કરમાં ભારતના સત્તાવાર પ્રવેશ તરીકે થઇ હતી. ફિલ્મને નોમિનીની ટૂંકી યાદીમાં સ્થાન આપવામાં ન આવ્યું હોવા છતાં, તેણે બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકે ઇંગ્લેંડમાં બાફ્ટા પુરસ્કારોમાં નામાંકન પ્રાપ્ત કર્યું હતું. તેના પછીની ફિલ્મ, ફના (2006)માં પણ ખાનના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી,[૧૭] અને તે ફિલ્મ 2006ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ સાબિત થઇ હતી.[૧૬]

2007ની તેમની ફિલ્મ, તારે ઝમીન પર નું નિર્માણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ, કે જે આમિર ખાન પ્રોડક્શન્સ ની બીજી રજૂઆત હતી, તેમાં ખાને શિક્ષક તરીકે સહાયક ભૂમિકા બજાવી હતી, જે ડિસ્લેક્સિક (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર) ધરાવતા બાળકના મિત્ર બની જઇ તેની મદદ કરે છે. તેને સમીક્ષકો અને જનતાએ સહર્ષ રીતે આવકારી હતી. ખાનની કામગીરીને પણ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો, જોકે ખાસ કરીને તેમના દિગ્દર્શનને લીધે તેમના વખાણ કરવામાં આવ્યા હતા.

2008માં, ખાને ફિલ્મ ગજિની માં અભિનય કર્યો હતો. ફિલ્મને ભારે વ્યાપારી સફળતા પ્રાપ્ત થઇ હતી[૧૮] અને તે બોલિવુડની વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મમાં તેના અભિનય બદલ, ખાનને વિવિધ પુરસ્કાર સમારંભોમાં શ્રેષ્ઠ અભિનેતા માટે તેમજ પંદરમા ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા માટેના નામાંકનો મળ્યા. 2009માં ખાને વ્યાપારી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ 3 ઇડિઅટ્સ માં ભૂમિકા અદા કરી. ખાનની રણછોડદાસ ચાંચડ તરીકેની ભૂમિકાની પ્રેક્ષકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.[૧૯]

નિર્માતા

[ફેરફાર કરો]

2001માં ખાને આમિર ખાન પ્રોડક્શન્સ તરીકે જાણીતી પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી. તેની પ્રથમ ફિલ્મ લગાન હતી. આ ફિલ્મ 2001માં રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાને અગ્રણી નાયકની ભૂમિકા બજાવી હતી. આ ફિલ્મની પસંદગી 74માં એકેડમી પુરસ્કારોમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ભારતના સત્તાવાર પ્રવેશ તરીકે થઇ હતી. તે કેટેગરીમાં તેની પસંદગી થઇ હતી અને નામાંકિત થઇ હતી, પરંતુ નો મેન્સ લેન્ડ સામે તે પરાજિત થઇ હતી. ફિલ્મે ફિલ્મફેર અને આઇફા જેવા ઘણા ભારતીય પુરસ્કાર સમારંભોમાં સંખ્યાબંધ પુરસ્કારો જીત્યા હતા, અને નેશનલ ફિલ્મ પુરસ્કાર ફોર મોસ્ટ પોપ્યુલર ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો, આ પુરસ્કાર ખાન અને ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકર વચ્ચે વહેંચવામાં આવ્યો હતો.[૨૦] ખાને બાદમાં લગાન ની ઓસ્કર ખાતેની હાર અંગે ટિપ્પણી કરી હતી: "ખરેખર અમે નિરાશ થયા છીએ. સમગ્ર દેશ અમારી સાથે હતો તે બાબત અમને ઉત્સાહમાં રાખતી હતી".

2007માં તેમણે ફિલ્મ તારે ઝમીન પર રજૂ કરી હતી, જેમાં તેમણે સૌપ્રથમ વખત દિગ્દર્શન કર્યું હતું. ખાને આ ફિલ્મમાં સહાયક ભૂમિકા પણ ભજવી હતી, જેમણે બાળ અભિનેતા દર્શીલ સફારી સાથે કામ કર્યું હતું. ફિલ્મનો પ્રારંભિક રીતે કલ્પના અને વિકાસ પતિ અને પત્ની અમોલ ગુપ્તે અને દીપા ભાટીયાની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. તે નાના બાળતની વાર્તા હતી, જે તેના શિક્ષણ જ્યાં સુધી તેને ડિસ્લેક્સિક (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર) તરીકે ઓળખી કાઢતા નથી, ત્યાં સુધી તે બાળક પીડાતુ રહે છે. આ ફિલ્મના વિવેચનાત્મક રીતે વખાણ કરવામાં આવ્યા હતા,[૨૧] તેમજ બોક્સ ઓફિસ પર પણ સફળતા પ્રાપ્ત થઇ હતી. તારે ઝમીન પર એ 2008નો ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો તેમજ અસંખ્ય અન્ય ફિલ્મફેર અને સ્ટાર સ્ક્રીન પુરસ્કારો પણ જીત્યા હતા. ખાનની કામગીરીએ તેને ફિલ્મફેરમાં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કારો જીતાવી આપ્યા હતા, જેણે બોલિવુડમાં એક સક્ષમ ફિલ્મનિર્માતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. 2008માં, ખાને તેમના ભત્રીજા ઇમરાન ખાનને ફિલ્મ જાને તુ યા જાને ના માં સૌપ્રથમ વખત તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ ભૂમિકા આપી હતી. આ ફિલ્મને ભારતમાં ખૂબ સફળ થઇ હતી, અને ખાનને ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ ફિલ્મ માટે ફરી નામાંકન મળ્યું હતું.[૨૨]

ટી.વી કારકિર્દી

[ફેરફાર કરો]

આમીર ખાન પહેલીવાર ટીવી ના પડદે 6 મે 2012 ના રોજ આવીયો . સામજિક ઘટના ને આધારિત એક વાર્તાલાપ કાર્યક્રમ "સત્ય મેવ જયતે " થી શરૂઆત કરી અને આ કાર્યક્રમ ખૂબજ લોકપ્રિય થયો હતો . કાર્યક્રમ નું પ્રસારણ સ્ટાર પ્લસ પર કરવામાં આવ્યું હતું .

અંગત જીવન

[ફેરફાર કરો]

કયામત સે કયામત તક ના વર્ષો દરમિયાન ખાન રીના દત્તાને પરણ્યા હતા. તેમને જુનેદ નામનો પુત્ર અને ઇરા નામની પુત્રી એમ બે બાળકો હતા. રીનાએ લગાન ના નિર્માતા તરીકે કામ કર્યું ત્યારે સંક્ષિપ્ત રીતે ખાનની કારકીર્દિ સાથે સંકળાયેલી હતી. ડિસેમ્બર 2002માં, ખાને છૂટાછેડાની અરજી કરી હતી અને 15 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો અને રીનાએ તેમના બન્ને બાળકોનો હવાલો લીધો હતો. 28 ડિસેમ્બર, 2005ના રોજ, લગાન ના ફિલ્માંકન દરમિયાન આશુતોષ ગોવારિકરની સહાયક દિગ્દર્શક કિરણ રાવ સાથે તેણે લગ્ન કર્યા હતા.[૨૩]આમિર ખાનની ઊંચાઇ 5.5 ફૂટ છે. અનેક વખત નામાંકિત થવા છતાં, "ભારતીય ફિલ્મ પુરસ્કારોમાં વિશ્વસનિયતાનો અભાવ હોય છે" તેવું માનતા હોવાથી ખાન કોઇ પણ ભારતીય ફિલ્મ પુરસ્કાર સમારંભોમાં હાજર રહ્યા નથી.[૨૪] 2007માં, ખાન તેમના નાના ભાઈ ફૈઝલ માટે તેમના પિતા તાહીર હુસૈન સામે પાલન લડાઇ હારી ગયા હતા.[૨૫]

2007માં, ખાનને લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાનું મીણનું પુતળું પ્રદર્શનમાં મુકવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.[૨૬] જોકે, ખાને એવું કહીને ના પાડી હતી કે, "તે મારા માટે અગત્યનું નથી...જો લોકોને જોવી હશે તો લોકો મારી ફિલ્મ જોશે. તેમજ, હું એક સાથે ઘણા કામ કરી શકુ નહીં. મારી આટલા કામ માટે જ ક્ષમતા છે."[૨૭] 2009માં એક મુલાકાતમાં, ખાને જણાવ્યું હતું કે તે ફિલ્મનિર્માણના વિશ્વને સ્વતંત્ર વિચારશરણીથી જોવા માગે છે અને તે "અલગ કામ નહીં, પણ કામ અલગ પદ્ધતિથી કરે છે. હું માનુ છું કે દરેક વ્યક્તિએ તેના/તેણીના સ્વપ્નોને અનુસરવા જોઇએ અને પ્રયત્ન કરવો જોઇએ અને ઉપયોગિતાને આધારે સિદ્ધ કરવા માટે ક્ષમતા સર્જનને શક્ય બનાવવું જોઇએ." તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓને અંતિમ પરિણામ કરતા ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં વધુ રસ છે: "મારા માટે, પ્રક્રિયા વધુ અગત્યની છે, વધુ આનંદકારક છે. મને પ્રથમ તબક્કાથી જ પ્રક્રિયા પર પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રીત કરવાનું ગમશે." તેમના રોલ મોડેલ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, "ગાંધીજી એક એવા વ્યક્તિ છે, જે મને પ્રેરણા આપે છે!."[૨૮]ઢાંચો:Irrel

ફિલ્મની સફર

[ફેરફાર કરો]

અભિનેતા

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિકા નોંધ
૧૯૭૩ યાદો કી બારાત યુવાન રતન
૧૯૭૪ મદહોશ બાળ કલાકાર
૧૯૮૪ હોલી મદન શર્મા
૧૯૮૮ કયામત સે કયામત તક રાજ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ પુરૂષ પ્રવેશક પુરસ્કાર
નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૧૯૮૯ રાખ આમિર હુસૈન નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
લવ લવ લવ અમિત
૧૯૯૦ અવ્વલ નંબર સન્ની
તુમ મેરે હો શિવા
દિલ રાજા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
દિવાના મુઝ સા નહીં અજય શર્મા
જવાની જિંદાબાદ શશી
૧૯૯૧ અફસાના પ્યાર કા રાજ
દિલ હૈ કી માનતા નહી રઘુ જેટલી નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
ઇસી કા નામ જિંદગી છોટુ
દૌલત કી જંગ રાજેશ ચૌધરી
૧૯૯૨ જો જીતા વોહી સિકંદર સંજયલાલ શર્મા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૧૯૯૩ પરંપરા રણવીર પૃથ્વી સિંઘ
હમ હે રાહી પ્યાર કે રાહુલ મલ્હોત્રા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૧૯૯૪ અંદાજ અપના અપના અમર મનોહર નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૧૯૯૫ બાઝી ઇન્સ્પેક્ટર અમર દામજી
આતંક હી આતંક રોહન
રંગીલા મુન્ના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
અકેલે હમ અકેલે તુમ રોહિત
૧૯૯૬ રાજા હિન્દુસ્તાની રાજા હિન્દુસ્તાની વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૧૯૯૭ ઇશ્ક રાજા
૧૯૯૮ ગુલામ સિદ્ધાર્થ મરાઠે નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
ફિલ્મફેર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કારમાં નામાંકન
૧૯૯૯ સરફરોશ અજય સિંહ રાઠોડ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
મન દેવ કરન સિંહ
અર્થ (૧૯૪૭ ) દિલ નવાઝ
૨૦૦૦ મેલા કિશન પ્યારે
૨૦૦૧ લગાન ભુવન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
દિલ ચાહતા હૈ આકાશ મલ્હોત્રા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૨૦૦૫ Mangal Pandey: The Rising મંગલ પાંડે નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૨૦૦૬ રંગ દે બસંતી દલજિત સિંહ 'ડીજે' વિજેતા , ફિલ્મફેર વિવેચક પુરસ્કાર: શ્રેષ્ઠ પ્રદર્શન
નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
ફના રેહાન કાદરી
૨૦૦૭ તારે ઝમીન પર રામ શંકર નિકુંભ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
૨૦૦૮ ગજિની સંજય સિંઘાનિયા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
૨૦૦૯ લક બાય ચાન્સ પોતે વિશેષ કલાકાર
3 ઇડિઅટ્સ રણછોડદાસ શામલદાસ
ચાંચડ (રેંચો)/
ફુન્સુખ વાંગડુ
૨૦૧૦ દિલ્હી બેલી મહેમાન કલાકાર
૨૦૧૦ ધોબી ઘાટ નિર્માણ બાદ [૨૯]
બોમ્બે વેલ્વેટ નિર્માણ પહેલા [૩૦]
અંદાજ અપના અપના ૨ ઘોષિત [૩૧]
૨૦૧૨ તલાશ ઇન્સ્પેકટર સુરજ સિંહ શેખાવત
2013 બૉમ્બે ટૉકીઝ હિમસેલ્ફ ગીતમાં ખાસ દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ"
2013 રૂબરૂ હિમસેલ્ફ ડોક્યુમેન્ટરી ફાઈલ
2013 ધૂમ 3 સાહિર ખાન / સમર ખાન [છઠ્ઠી]
2014 પીકે પીકે શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2015 દિલ ધડકને દો પ્લુટો મેહરા
2016 દંગલ મહાવીરસિંહ ફોગટ

પ્લેબેક સીંગીંગ

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર ગીત
૧૯૯૮ ગુલામ આતી ક્યા ખંડાલા
૨૦૦૦ મેલા દેખો ૨૦૦૦ જમાના આ ગાયા
૨૦૦૫ મંગલ પાંડે: ધ રાઇઝિંગ હોલી રે
૨૦૦૬ રંગ દે બસંતી લલકાર
ફના ચંદા ચમકે
૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) બમ બમ બોલે

નિર્માતા

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર દિગ્દર્શક નોંધ
૨૦૦૧ લગાન આશુતોષ ગોવારીકર વિજેતા , નેશનલ ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટે કે જે તંદુરસ્ત મનોરંજન પૂરું પાડે છે
વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર
૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) આમિર ખાન વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર
૨૦૦૮ જાને તુ યા જાને ના અબ્બાસ ટાયરવાલા નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર
૨૦૧૦ દિલ્હી બેલી [૩૨] અભિનય દેવ
ધોબી ઘાટ કિરણ આમિર ખાન નિર્માણ હેઠળ
પીપલી લાઇવ [૩૩] નિર્માણ હેઠળ

લેખક/દિગ્દર્શક

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર નોંધ
૧૯૮૮ કયામત સે કયામત તક વાર્તા લેખક
૧૯૯૩ હમ હૈ રાહી પ્યાર કે પટકથાકાર
૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) દિગ્દર્શક
વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કાર

આગળ વધુ વાંચો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "rediff.com: Readers' Picks: Top Bollywood Actors".
  2. "rediff.com: The Powerlist: Top Bollywood Actors".
  3. "The Aamir Khan Station". IBOS Network. મેળવેલ 16 January 2009.[હંમેશ માટે મૃત કડી]
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ સંગ્રહિત માંથી 2012-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-22.
  5. Kidwai, Rasheed (31 May 2004). "Badshah at durbar and dinner - I am really proud of you, Shah Rukh tells Sonia". The Telegraph. મૂળ માંથી 27 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 6 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  6. "Box Office 1990". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 22 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  7. "Box Office 1992". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 4 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007.
  8. "Box Office 1993". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 21 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  9. "Box Office 1995". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 29 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  10. "Planet-Bollywood - Film Review - Andaz Apna Apna". મૂળ માંથી 2009-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  11. "Box Office 1996". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 21 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  12. "Box Office 1998". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 30 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007.
  13. "Box Office 2000". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 20 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  14. ૧૪.૦ ૧૪.૧ "Box Office 2001". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 29 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007.
  15. "Rang De Basanti : Movie Review by Taran Adarsh".
  16. ૧૬.૦ ૧૬.૧ "Box Office 2006". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 25 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2007.
  17. "Fanaa : Movie Review by Taran Adarsh".
  18. "Ghajini Opens To A Phenomenal Response All Over". BoxOfficeIndia. 27 December 2008. મૂળ સંગ્રહિત માંથી 23 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 May 2009. Check date values in: |archive-date= (મદદ)
  19. "આર્કાઇવ ક .પિ". મૂળ સંગ્રહિત માંથી 2012-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-22.
  20. "Awards for Lagaan: Once Upon a Time in India". Internet Movie Database. મેળવેલ 23 January 2009.
  21. "Taare Zameen Par, Chak De top directors' pick in 2007". Economic Times. 29 December 2007. મૂળ માંથી 21 એપ્રિલ 2008 પર સંગ્રહિત. મેળવેલ 5 May 2008.
  22. "www.planetbollywood.com/displayArticle.php?id=n061008093720".
  23. "Grand reception for Aamir Khan-Kiran Rao wedding". મૂળ માંથી 2007-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  24. "Aamir Khan's defiant stand against Bollywood awards". London. મૂળ માંથી 15 જૂન 2011 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2009.
  25. "Aamir's family supports him against father-India-The Times of India".
  26. "Aamir declines Madame Tussauds- News-News & Gossip-Indiatimes - Movies". મૂળ માંથી 2010-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  27. "Aamir Khan turned down Madame Tussauds!".
  28. "Gandhiji inspires me, says Aamir".
  29. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  30. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  31. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2020-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.
  32. બોલિવુડ હંગામા
  33. "ટાઇમ્સ ઓફ ઇન્ડિયા". મૂળ માંથી 2009-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-03.

બાહ્ય લિન્ક્સ

[ફેરફાર કરો]