સૈફ અલી ખાન

વિકિપીડિયામાંથી
સૈફ અલી ખાન
જન્મ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • The Lawrence School, Sanawar Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata

સૈફ અલી ખાન (હિંદી: सैफ़ अली ख़ान, બંગાળી: সাইফ আলি খান, ઉર્દૂ: سیف علی خان, ઉચ્ચાર: sɛf əli xɑn) જે ન્યૂ દિલ્હી, ભારત માં 16 ઓગષ્ટ 1970 માં જન્મ્યો હતો) બોલીવુડ ફિલ્મોમાં ભારતીય અભિનેતા છે. તે પટૌડીના નવાબ, મન્સુર અલી ખાન પટૌડી, અને અભિનેત્રી શર્મિલા ટાગોર ના પુત્ર છે. તેને બે બહેનો છે; અભિનેત્રી સબા અલી ખાન અને સોહા અલી ખાન. તે ભોપાલ અને પટૌડી બંને શાહી ઘરાનાના તાજના વારસ છે.

સૈફે 1992 માં હિન્દી ફિલ્મ પરંપરા સાથે તેનો પ્રથમ પ્રવેશ કર્યો. તેઓએ 1994 માં મૈં ખિલાડી તુ અનાડી અને યે દિલ્લગી ફિલ્મો સાથે તેમની પ્રથમ મુખ્ય સફળતા મેળવી હતી. 1990 ના દશકામાં ઘણા વર્ષોની પડતી પછી, દિલ ચાહતા હૈ (2001) માં તેની કામગીરી સાથે તે નામાંકિત રીતે ઉપર આવ્યા, જેણે તેઓની વ્યાવસાયિક નિર્ણયાત્મકતા અંકિત કરી.[૧] તેઓના નિખિલ અડવાણી ના કલ હો ના હો (2003) ના અભિનયે તેઓને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ નો વિજેતા બનાવ્યા હતા અને તેઓને હમ તુમ (2004) ના તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેઓને ત્યારપછી સલામ નમસ્તે (2005), રેસ (2008) અને લવ આજ કલ (2009), જેવી ફિલ્મો સાથે વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત થઇ હતી અને તેમણે પરિણિતા (2005) અને ઓમકારા (2006) જેવા આલોચનાત્મક પ્રોજેક્ટ્સમાં અભિનય કર્યો હતો.[૨] આ સફળતાઓએ તેઓને ઉદ્યોગમાં સૌથી સફળ અભિનેતાઓની હરોળમાં મુકી દીધા હતા[૩] 2009 થી ખાને ફિલ્મ નિર્માણ શરુ કર્યું છે. તે તેઓની નિર્માણ કંપની, ઇલ્યુમિનાટી ફિલ્મ્સના સ્થાપના કરનાર-માલિક છે. તેમને ભારત સરકાર દ્વારા ૨૦૧૦ માં પદ્મ શ્રી નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પહેલાંનું જીવન[ફેરફાર કરો]

સૈફ અલી ખાન, પટૌડી ના નવાબો ના મુસ્લિમ પઠાણ કુટુંબ અને બંગાળ ના બંગાળી ટાગોર પરિવારના સંયોજનમાં જન્મ્યા હતા. તેઓના દાદા, ઇફ્તિખાર અલી ખાન પટૌડી પટૌડી ના નવાબ તેમ જ એક ખ્યાતનામ ક્રિકેટર હતા જે ઇંગ્લેન્ડ અને ત્યાર પછી ભારત તરફથી કેપ્ટન તરીકે રમતા હતા. તેઓના દાદી હતા સાજિદા સુલ્તાન, ભોપાલના બેગમ અને તેના મોટા કાકા પાકિસ્તાની જનરલ નવાબઝાદા શેર અલી ખાન પટૌડી હતા. તેઓના પિતા મન્સુર અલી ખાન પટૌડી, જે પટૌડી ના આઠમાં નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા. સૈફ ને બે બહેનો, સબા અલી ખાન અને સોહા અલી ખાન છે. સૈફ ની માતા શર્મિલા ટાગોર, એક બંગાળી ભારતીય ફિલ્મ અભિનેત્રી અને બંગાળના ટાગોર પરિવારની સભ્ય છે. તે ભારતીય ફિલ્મ સેન્સ્સરશીપ બોર્ડની[૪] અધ્યક્ષ અને નોબેલ વિજેતા રબિંદ્બિરનાથ ટાગોર ની પૌત્રી-ભત્રીજી પણ છે.[૫] તેના સૈફ ના પિતા સાથેના લગ્ન પછી, શર્મિલા ટાગોર હિન્દુ માંથી ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેમનું નામ બદલીને બેગમ આયેશા સુલ્તાના રાખ્યું. સૈફે તેમનું બાળપણ મુસ્લિમ વાતાવરણમાં, તેના દાદી જે ધાર્મિક શિક્ષણના કેન્દ્રમાં હતા તેમની સાથે કુરાન વાંચીને વિતાવ્યું. સૈફ કહે છે કે "મારા ઉછેરમાં ઘર્મે મોટો ફાળો ભજવ્યો છે."[૬]

પ્રારંભમાં સૈફ લોરેન્સ સ્કુલ સાનવર[૭] માં જતાં હતા પરંતુ પછી તેઓ લોકર્સ પાર્ક પ્રેપ સ્કુલમાં જતા હતા. ત્યારબાદ તેઓ તેમના પિતાની માફક વિનચેસ્ટર કોલેજ, જે યુકે સ્થિત છોકરાઓ માટેની એક સ્વતંત્ર સ્કુલ છે, તેમાં હાજરી આપી હતી. ખાન તેની ભાતૃભાષા હિન્દી અને બંગાળી તેમ જ અંગ્રેજી સારી રીતે બોલી શકે છે.[૮]

કારકીર્દી[ફેરફાર કરો]

અભિનેતા તરીકે[ફેરફાર કરો]

1993 માં તેઓ આશિક આવારા માટે શ્રેષ્ઠ પ્રારંભ પુરુષનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. તેમની નામાંકિત ભૂમિકા 1994 માં યેહ દિલ્લગી માં આવી હતી જેમાં તેઓએ કાજોલ અને અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું જે તેઓની પ્રથમ મોટી હિટ હતી.[૯] ખાને પછી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ ના થઇ. તેઓને મલ્ટિ સ્ટારર હિટ્સમાં જ સફળતા મળી જેમ કે મેં ખિલાડી તુ અનાડી (1994), ઇમ્તિહાન (1995),[૧૦] કચ્ચે ધાગે (1999) અને Hum Saath-Saath Hain: We Stand United (1999).[૧૧] બોક્સ ઓફિસ પર કેટલીક નિષ્ફળતા પછી તેઓએ ક્યા કહેના (2000) ફિલ્મ હિટ આપી.[૧૨]

તેમની અભિનેતાની કારકીર્દીમાં 2001 સુધી લગભગ પડતી આવી, જ્યારે તેઓને ફરહાન અખતર ના સમકાલિન નાટ્ય દિલ ચાહતા હે માં અભિનેતા તરીકે લેવામાં આવ્યા.[૧૩] તેઓને તેમની સમીર નામની ભૂમિકા માટે ખૂબ પ્રસંશા મળી અને ફિલ્મ ટીકાકાર તરણ આદર્શે તેને તેઓની કારકીર્દીના સૌથી શ્રેષ્ઠ અભિનય તરીકે જણાવ્યો.[૧૪] આ ફિલ્મની સફળતાએ સૈફને ઉદ્યોગના સૌથી ભરોસાપાત્ર અભિનેતા તરીકે મજબૂત રીતે સ્થાપિત કર્યા.[૩]

ત્યાર પછી તેઓને ઘણી બોક્સ ઓફિસ સફળતાઓ મળી, નિખિલ અડવાણી ના ડ્રામા કલ હો ના હો (2003), થી શરુ કરીને જેમાં તેઓના સહ અભિનેતા હતા શાહરૂખ ખાન અને પ્રિતિ ઝિંટા. આ ફિલ્મ ન્યૂયોર્ક સ્થિત છે, જેમાં સૈફએ રોહિતની ભૂમિકા ભજવી હતી જે ઝિંટાના ખાસ દોસ્તની હતી પછી તેને ખબર પડે છે કે તે તેને પ્રેમ કરે છે.[૧૫] આ ફિલ્મ તે વર્ષની બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી અને ખાનના અભિનયની ટીકાકારો દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી. તેઓએ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ તેમ જ બીજા એવોર્ડ સમારંભોમાં આ કક્ષા માટે એવોર્ડ્સ જીત્યા. ખાને ત્યારપછી કુણાલ કોહલી ની રોમાંટિક કોમેડી હમ તુમ (2004) માં અગ્રણી ભૂમિકા ભજવી હતી, જે તેનું યશ રાજ ફિલ્મસ સાથેનું પહેલું કામ હતું આ ફિલ્મ બે મુખ્ય પાત્રોના પ્રસંગો પર કેન્દ્રિત છે જેઓ ઘણા વર્ષો અને ઘણી મુલાકાતો પછી દોસ્ત બને છે અને છેવટે પ્રેમમાં પડે છે. ખાને, કરણ કપૂરની એક યુવાન કાર્ટુનિસ્ટ અને વુમનાઇઝરની ભૂમિકા ભજવી હતી, જેનો રિઆ પ્રકાશ, જે રાણી મુખરજી દ્વારા ભજવવામાં આવ્યો હતો, તેની સાથેના સંબંધથી, સ્ત્રી અને જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાય છે.[૧૬] ખાનની ભૂમિકા, પ્રેક્ષકો અને ટીકાકારો, બંને દ્વારા વખાણવામાં આવી હતી. તેઓ ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ કોમેડિયન નો એવોર્ડ જીત્યા અને તેઓને 2005 માં પ્રખ્યાત શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો રાષ્ટ્રિય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૧૭] ખાનનો યશ રાજ ફિલ્મસ પ્રોડકશન સાથેનો બીજો પ્રોજેક્ટ, સલામ નમસ્તે (2005), ભારતની આંતરરાષ્ટ્રિય બજારોની સૌથી વધુ કમાનારી ફિલ્મ બની. ફિલ્મ, જે આખી ઓસ્ટ્રેલિયામાં ફિલ્માંકન થયેલ પ્રથમ ભારતીય ફિલ્મ હતી, તેમાં ખાન અને પ્રિતિ ઝિંટા, એક સમકાલિન, સાથે રહેતા ભારતીય યુગલની ભૂમિકામાં હતા.[૧૮][૧૯] તેઓની, રામ ગોપાલ વર્મા ની એક હસિના થી (2004) ની તેઓની નેગેટિવ ભૂમિકાની અને તેઓની પ્રદિપ સરકાર ની પરિણિતા (2005), જે 1914 ની બંગાળી નવલિકા, સરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ની પરિણિતા પર આધારિત હતી, તેમાં શેખર રાયની ભૂમિકાની નોંધ લેવાઇ હતી.[૨૦]

2006 માં ખાને અંગ્રેજી-ભાષાની ક્લાત્મક ફિલ્મ, બિઇંગ સાયરસ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓની સાયરસ તરીકેની ભૂમિકાને સારી સમિક્ષા મળી હતી. તે જ વર્ષમાં તેઓને શેક્સપિયર ની ઓથેલો ના ભારતીય સંસ્કરણ, ઓમકારા માં તેઓની લંગડા તરીકેની ભૂમિકા માટે ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. Rediff.com એ કહ્યું હતું કે, "ઓમકારા તે સૈફની અભિનયની બારિકાઇના પ્રથમ પગલાં તરીકે રજૂઆત કરે છે અને અમે તેને આનંદપૂર્વક વધાવીએ છીએ".[૨૧] વેરાયટી ના ફિલ્મ ટીકાકાર ડેરેક એલી તેઓની ભૂમિકાને "શક્તિશાળી" કહે છે અને વધુમાં લખ્યું કે, "આ ફિલ્મ, તેના કઠોર, નિયંત્રિત દુષ્ટતાની ભૂમિકામાં છેક થી છેક સુધી ખાનની જ છે જે તેની પહેલાંની "બિઇંગ સાયરસ" ની બહારના ગોઠવણીબાજની ભજવણીની સ્ક્રિન પર દેખાતી છબીમાં ગમે તેવા ખાસ મિત્રની છે. તે એક સ્માર્ટ ભૂમિકા સોંપણી છે, જેને સરસ રીતે ભજવવામાં આવી છે."[૨૨] તેના કામ માટે ખાનને સ્ટાર સ્ક્રિન, ફિલ્મફેર, ઝી સીને અને આઇઆઇએફે (ઇઈફા) એવોર્ડ્સમાં નિષેધાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.[૨૩][૨૪][૨૫]

ખાને પછી Eklavya: The Royal Guard (2007) માં કામ કર્યું, જેમાં તેઓએ આશિક આવારા (1993) પછી બીજી વખત તેઓની માતા સાથે કામ કર્યું. આ ફિલ્મ ભારતની ઓસ્કાર માટેની અધિકૃત એન્ટ્રી હતી, અને હર્ષવર્ધન તરીકે ખાનની ભૂમિકાને ટીકાકારોએ પસંદ કરી હતી. તરણ આદર્શે કહ્યું કે, "આશ્ચર્યચકિત ચોક્ક્સતા સાથે તેને ભાવનાત્મક ભૂમિકામાં જોતા તમને ખ્યાલ આવે છે કે તેઓ અભિનેતા તરીકે કેટલાં આગળ વધ્યા છે".[૨૬] તે ત્યાર પછી રાણી મુખરજી સાથે પારિવારિક ડ્રામા તા રા રમ પમ (2007) માં દેખાયા હતા. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી.[૨૭][૨૮]

2008 માં ખાને પ્રથમ અબ્બાસ મસ્તાન ની થ્રિલર રેસ માં કમા કર્યું હતું જે બોક્સ ઓફિસ પર સફળ નિવડી હતી.[૨૯] આના પછી યશ રાજ ફિલ્મસ દ્વારા નિર્મિત બે પ્રોજેક્ટસ, ટશન અને થોડા પ્યાર થોડા મેઝિક માં કામ કર્યું હતું, જે બંને સફળ રહ્યાં ન હતા.[૨૯]

2009 માં ખાને લવ આજ કલ નું નિર્માણ કર્યું અને તેમાં ભૂમિકા ભજવી. આ ફિલ્મ જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી દ્વ્રારા કરવામાં આવ્યું હતું તે આલોચ્નાત્મક અને વ્યાવસાયિક રીતે સફળ થઇ હતી.[૩૦] તેઓએ થ્રિલર કુરબાન માં પોતાના સાચા જીવનની સ્ત્રી મિત્ર કરિના કપુર સાથે ભૂમિકા ભજવી હતી જેમાં તેઓએ આતંકવાદીની ભૂમિકા ભજવી હતી. 2010 માં ખાનને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ચોથો સૌથી મોટો બિનલશકરી પુરસ્કાર છે.

નિર્માતા તરીકે[ફેરફાર કરો]

ખાને જ્યારે તેઓની નિર્માણ કંપની ઇલ્યુમિનાટી ફિલ્મ્સ 2009 માં સ્થ્પિત કરી ત્યારે તેઓ નિર્માતા બન્યા. તેઓની પ્રથમ ફિલ્મ લવ આજ કલ જેમાં તેઓની વિરુદ્ધ સ્ત્રીની ભૂમિકામાં દિપિકા પાદુકોણે ભજવી હતી અને જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી દ્વારા કરવામાં આવ્યું હતું તે આલોચ્નાત્મક દ્રષ્ટિએ અને વ્યાવસાયિક રીતે સફળ રહી હતી. સૈફની બીજી નિર્માણ ફિલ્મ જેનું નામ છે એજન્ટ વિનોદ , તેનું શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશન કરવામાં આવશે. બંને ફિલ્મો સૈફની નિર્માણ કંપની દ્વારા બનાવવામાં આવશે અને તેને યુકે માં લંડન સ્થિત ઇરોસ ઇન્ટરનેશનલ દ્વારા રજૂ કરવામાં આવશે.[૩૧]

અંગત જીવન[ફેરફાર કરો]

53 માં વાર્ષિક ફિલ્મ ફેર એવોર્ડ્સમાં કરિના કપુર સાથે ખાન (2008).

ખાને અભિનેત્રી અમ્રિતા સિંઘ સાથે ઓકટોબર 1991 માં લગ્ન કર્યા હતા.[૩૨] તેર વર્ષના લગ્ન અને બે બાળકો પછી, યુગલે 2004 માં છૂટાછેડા લીધા. તેના બાળકો તેની માતા સાથે રહે છે.[૩૩] ખાન અત્યારે અભિનેત્રી કરિના કપુર સાથે ડેટિંગ કરી રહ્યાં છે.[૩૪]

1998 માં, ખાન પર કનકનીમાં તેના સહ અભિનેતાઓ, સલમાન ખાન, તબુ, સોનાલી બેન્દ્રે અને નીલમ સાથે, હમ સાથ સાથ હે ના ફિલ્માંકન વખતે બે કાળિયાર નો શિકાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો .[૩૫] ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવતા તે આક્ષેપો પાછા ખેંચી લેવામાં આવ્યાં હતાં.[૩૬]

18 ફેબ્રુઆરી 2007 ના રોજ, તે રાત્રિના યોજાનારા સ્ટારડસ્ટ એવોર્ડ્સ માં પોતાના અભિનયના રિહર્સલ વખતે છાતીમાં દુખાવો અનુભવવાના કારણે, ખાનનેલીલાવતી હોસ્પિટલ, મુંબઇ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.[૩૭] હોસ્પિટલમાં દાખલ થયા પછી તેઓએ કહ્યું હતું કે તેઓ ધુમ્રપાન છોડી દેશે.[૩૮]

જવાબદારીઓ[ફેરફાર કરો]

2005 માં, અન્ય બોલિવુડ અભિનેતાઓ સાથે ખાને હેલ્પ (HELP)! ટેથેલોન કોન્સર્ટ ખાતે, 2004 ભારતીય મહાસાગરના ભૂકંપ ના અસરગ્રસ્તો માટે નાણા એકઠા કરવામાં મદદ કરવા માટે ભૂમિકા કરી હતી.[૩૯]

ખાને બે મોટી વિશ્વ યાત્રાઓમાં ભાગ લીધો હતો. તે એ જૂથના એક ભાગ હતા જેમાં શાહરૂખ ખાન, રાણી મુખરજી, પ્રિતિ ઝિંટા, અર્જુન રામપાલ અને પ્રિયંકા ચોપરા સામેલ હતા, જેઓ ટેમપ્ટેશન્સ 2004 વિશ્વ યાત્રા પર ગયા હતા.

2006 માં ખાને ફરી યાત્રા કરી, જેમાં તેઓએ, અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા, સુસ્મિતા સેન અને સેલિના જેટલી સાથે સમગ્ર વિશ્વમાં હીટ 2006 કોન્સર્ટમાં ભાગ લીધો અને ભજવણી કરી .[૪૦]

2006 માં ખાન વિવિધ બોલિવૂડના અભિનેતાઓ સાથે 2006 કોમનવેલ્થ રમતો ના મેલબોર્ન ખાતેના સમાપન સમારોહમાં, દિલ્હી ખાતે યોજાનાર 2010 કોમનવેલ્થ રમતો તરફથી, ભારતીય સંસ્કૃતિ દર્શાવતી ભજવણીના ભાગરૂપે, રાણી મુખરજી, અને ઐશ્વર્યા રાય સાથે દેખાયા હતા.[૪૧]

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

ફિલ્મની સફર[ફેરફાર કરો]

અભિનેતા[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિસ્ટરા અન્ય વિગતો
1992 પરંપરા પ્રતાપ સિંઘ
1993). આશિક આવારા જીમી/રાકેશ રાજપાલ વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ પૂરુષ પ્રવેશક પુરસ્કાર
પહેચાન કરણ વર્મા
1994 ઇમ્તિહાન વિકી
યે દિલ્લગી વિક્રમ "વિકી" સઇગલ
મેં ખિલાડી તું અનાડી દિપક કુમાર નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
યાર ગદ્દાર જય વર્મા
આઓ પ્યાર કરે. રાજા
1995 સુરક્ષા અમર/રાજ કુમાર વિજય
1996 એક થા રાજા સન્ની
બમ્બઇ કા બાબુ વિક્રમ (વિકી)
તુ ચોર મે સિપાહી રાજા/કિંગ
દિલ તેરા દિવાના રવિ કુમાર
1997 હમેશા રાજા/રાજુ
ઉડાન રાજા
1998 Keemat: They Are Back અજય
હમસે બઢકર કૌન સન્ની
1999 યે હૈ બમ્બઇ મેરી જાન રાજુ તારાચંદ
કચ્ચે ધાગે ધનંજય "જય" પંડિત નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
આરઝૂ અમર
બીવી નંબર.1 દિપક વિશેષ કલાકાર
Hum Saath-Saath Hain: We Stand United વિનોદ
૨૦૦૦ ક્યા કહેના રાહુલ મોદી
2001 લવ કે લિયે કુછ ભી કરેગા રાહુલ કપુર
દિલ ચાહતા હૈ સમીર વિજેતા, ફિલ્મફેર બેસ્ટ કોમેડીયન એવોર્ડ
રહેના હૈ તેરે દિલ મેં રાજીવ "સેમ" સામરા
2002 ના તુમ જાનો ના હમ અક્ષય
2૦૦3. ડરના મના હૈ અનિલ મનચંદાની
કલ હો ના હો રોહિત પટેલ બે વખત વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર &
ફિલ્મફેર મોટોરોલા "વર્ષનો મોટો દેખાવ"
LOC કારગીલ કેપ્ટ.અનુજ નાય્યર
2004 એક હસીના થી કરણ સિંઘ રાઠોડ પ્રથમ ખલનાયક ભૂમિકા
હમ તુમ કરણ કપુર વિજેતા, ફિલ્મફેર બેસ્ટ કોમેડીયન એવોર્ડ
વિજેતા , શ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
2005 પરિણીતા શેખર રાઇ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા સમારંભ
સલામ નમસ્તે નિખિલ "નિક" અરોરા
2006 બીઇંગ સાયરસ સાયરસ મિસ્ત્રી પ્રથમ અંગ્રેજી ભાષાની ફિલ્મ
ઓમકારા ઇશ્વર "લંગડા" ત્યાગી વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર
2007 Eklavya: The Royal Guard હર્ષવર્ધન ભારતની ઓસ્કાર્સમાં જનારી અધિકૃત એન્ટ્રીસ
નેહેલે પે દહેલા જીમી
તા રા રમ પમ રાજવીર સિંઘ (RV)
ઓમ શાંતિ ઓમ પોતે દીવાનગી દીવાનગી ગીતમાં વિશેષ કલાકાર
2008). રેસ રણવીર "રોની" સિંઘ
ટશન જીમી ક્લિફ
વુડસ્ટોક વિલા પોતે વિશેષ કલાકાર
થોડા પ્યાર થોડા મેજિક રણબીર તલવાર
રોડસાઇડ રોમિયો રોમિયો (voice) પ્રથમ એનિમેટેડ ફિલ્મ માટે અવાજ આપ્યો
2009 લવ આજ કલ જય વર્ધન સિંઘ / યંગ વીર સિંઘ
કુરબાન એહસાન ખાન / ખાલિદ
2011 આરક્ષણ દીપક કુમાર
2012 એજન્ટ વિનોદ એજન્ટ વિનોદ
કોકટેલ ગૌતમ કપૂર
2013 રેસ 2 રણવીર "રોની" સિંઘ
બૉમ્બે ટૉકીઝ Himself
Go Goa Gone બોરિસ
Bullett Raja રાજા મિશ્રા
2014 Humshakals અશોક સિંઘાનિયા
Lekar Hum Deewana Dil Producer
Happy Ending Yudi Jaitely
2015 Dolly Ki Doli પ્રિન્સ કુંવર આદિત્ય સિંહ
ફેન્ટમ Daniyal Khan

દૂરદર્શન [ફેરફાર કરો સ્રોત]

શીર્ષક વર્ષ સર્જક (ઓ) નોંધો સંદર્ભ.

48 ફિલ્મફેર એવોર્ડ 2003 સિનેયુગ દૂરદર્શન ખાસ [65]

49 ફિલ્મફેર એવોર્ડ 2004 સિનેયુગ દૂરદર્શન ખાસ [66]

50 મી ફિલ્મફેર એવોર્ડ 2005 સિનેયુગ દૂરદર્શન ખાસ [66]

53 ફિલ્મફેર એવોર્ડ 2008 સિનેયુગ દૂરદર્શન ખાસ [67]

55 ફિલ્મફેર એવોર્ડ 2010 સિનેયુગ દૂરદર્શન ખાસ [68]

58 મા ફિલ્મફેર એવોર્ડ્સ 2013 મૂળસ્ત્રોત એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ખાસ [67]

નિર્માતા[ફેરફાર કરો]

વધુ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bose, Derek (24 May 2008). "Playing Saif". The Tribune. મેળવેલ 2009-07-21. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  2. "shaadi.com". Saif Ali Khan's career summary. મેળવેલ 5 April 2007.
  3. ૩.૦ ૩.૧ "boxofficeindia.com". Saif Ali Khan's box office ratio. મૂળ સંગ્રહિત માંથી 15 ઑક્ટોબર 2006 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2006. Check date values in: |archive-date= (મદદ)
  4. Press Trust of India (20 October 2004). "Heading Censor Board is a challenge: Sharmila". Indian Express. મેળવેલ 12 January 2010.[હંમેશ માટે મૃત કડી]
  5. Lawrence Van Gelder (9 November 1990). "At the movies". New York Times. મેળવેલ 12 January 2010.
  6. ‘રિલિજિયન પ્લેડ અ મેજર રોલ ઇન માય અપબ્રિંગિંગ’ સબરંગ કોમ્યુનિકેશન્સ એન્ડ પબ્લિશિંગ પ્રા. લિ.
  7. બોર્ડિંગ સ્કુલ: એક અલગ કક્ષા-પટના-શહેરો-ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
  8. "uq.net.au". Saif Ali Khan's education facts. મેળવેલ 19 December 2006.
  9. "boxofficeindia.com". Yeh Dillagi does well at the box office. મૂળ સંગ્રહિત માંથી 8 એપ્રિલ 2006 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  10. "boxofficeindia.com". Box office analysis for Saif's films. મેળવેલ 26 January 2007.[હંમેશ માટે મૃત કડી]
  11. "boxofficeindia.com". Box office analysis for 1999. મૂળ સંગ્રહિત માંથી 2 એપ્રિલ 2004 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  12. "boxofficeindia.com". Box office analysis for 2000. મૂળ સંગ્રહિત માંથી 12 ફેબ્રુઆરી 2006 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  13. "boxofficeindia.com". Dil Chahta Hai works at the box office. મૂળ સંગ્રહિત માંથી 12 ફેબ્રુઆરી 2006 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  14. "indiafm.com". Taran Adarsh: Saif delivers his career's best performance. મેળવેલ 26 January 2007.
  15. "boxofficeindia.com". Kal Ho Naa Ho is a hit at the box office. મૂળ સંગ્રહિત માંથી 12 ફેબ્રુઆરી 2006 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  16. "boxofficeindia.com". Another hit for Saif. મૂળ સંગ્રહિત માંથી 27 ઑક્ટોબર 2004 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007. Check date values in: |archive-date= (મદદ)
  17. "timesofindia.indiatimes.com". Saif Ali Khan wins National Award!. મેળવેલ 19 December 2006.
  18. "boxofficeindia.com". Box office success for Parineeta and Salaam Namaste. મૂળ સંગ્રહિત માંથી 12 ફેબ્રુઆરી 2006 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2006.
  19. "boxofficeindia.com". Saif wins overseas box office. મૂળ સંગ્રહિત માંથી 23 ડિસેમ્બર 2005 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2006.
  20. "indiafm.com". Saif's negative role is praised. મેળવેલ 26 January 2007.
  21. "in.rediff.com". Review of Omkara from rediff.com. મેળવેલ 17 September 2006.
  22. Elley, Derek (1 August 2006). "Omkara". Variety. મેળવેલ 2009-10-17.
  23. "businessofcinema.com". Saif bags Star Screen Best Villain Award. મૂળ માંથી 26 જાન્યુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2007.
  24. "filmfare.indiatimes.com". Saif bags Filmfare Best Villain Award. મૂળ માંથી 5 એપ્રિલ 2007 પર સંગ્રહિત. મેળવેલ 5 April 2007.
  25. "indiafm.com". Saif bags Zee Cine Best Villain Award. મૂળ માંથી 24 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 5 April 2007.
  26. "indiafm.com". Eklavya review from indiafm.com. મેળવેલ 17 September 2007.
  27. "Boxofficeindia.com". Ta Ra Rum Pum is above average at box office. મેળવેલ 19 May 2007.
  28. "indiafm.com". Performances stand out. મેળવેલ 17 February 2007.
  29. ૨૯.૦ ૨૯.૧ "Boxofficeindia.com". Box Office 2008. મૂળ માંથી 25 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2009.
  30. "Boxofficeindia.com". Box Office Earnings 21/08/09-27/08/09 (Collections in Ind Rs). મૂળ માંથી 19 ઑગસ્ટ 2010 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2009. Check date values in: |archive-date= (મદદ)
  31. "bbc.co.uk". Saif Ali Khan turns producer. મેળવેલ 11 January 2009.
  32. "bollywoodblitz.com". Saif's profile. મેળવેલ 26 January 2007.
  33. "indiaglitz.com". Amrita speaks on her broken marriage. મેળવેલ 26 January 2007.
  34. લગ્નને હજી વાર છે: કરિના, સૈફ
  35. "Blackbuck case". Khan charged with poaching. Hindu.com. મૂળ માંથી 12 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2006. Check date values in: |archive-date= (મદદ)
  36. "Blackbuck case". Saif acquitted. News.sawf.org. મેળવેલ 17 September 2006.
  37. "news.bbc.co.uk". Saif Ali Khan admitted to hospital. 19 February 2007. મેળવેલ 5 April 2007.
  38. "bollywoodgate.com". Smoking was damaging my health: Saif. મૂળ માંથી 30 સપ્ટેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2007.
  39. "Bollywood unites to present caring face". Performs at HELP. 8 February 2007. મૂળ માંથી 18 જાન્યુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2005.
  40. "Saif in Heat concert: Bollywood New York Shows for Aron Govil Productions". Saif in the heat 2006 concert. 17 September 2007. મૂળ માંથી 23 માર્ચ 2006 પર સંગ્રહિત. મેળવેલ 16 March 2007.
  41. "melbourne2006.com". Bollywood's taste of Delhi 2010. મૂળ માંથી 28 એપ્રિલ 2006 પર સંગ્રહિત. મેળવેલ 22 April 2006.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:NationalFilmAwardBestActor ઢાંચો:FilmfareBestSupportingActorAward