લખાણ પર જાઓ

કાજોલ

વિકિપીડિયામાંથી
કાજોલ
જન્મ૫ ઓગસ્ટ ૧૯૭૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મીઠીબાઈ મહાવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
જીવન સાથીઅજય દેવગણ Edit this on Wikidata
બાળકોન્યસા દેવગણ Edit this on Wikidata
સહી

કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ: ૫ ઓગસ્ટ ૧૯૭૪), કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે.[][]

કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. અભિનેતા અજય દેવગણ સાથે કાજોલ ના લગ્ન થયા છે.

કાજોલે ૧૯૯૨ની બેખુદી ફિલ્મથી અભિન્યની શરુઆત કરી હતી. ૧૯૯૩ની બાઝીગર ફિલ્મ સાથે તેને સફળતા મળી હતી. તેણીએ શાહરૂખખાન સાથે જોડી જમાવી હતી. આ જોડીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), કુછ કુછ હોતા હૈ(૧૯૯૮), ક્ભી ખુશી ક્ભી ગમ(૨૦૦૧) અને માઇ નેમ ઇઝ ખાન(૨૦૧૦) જેવી સફળ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. આ ચારેય ફિલ્મોમાં અભિનય માટે કાજોલ ને ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો "ફિલ્મફેર પુરસ્કાર" મળ્યો હતો. કભી ખુશી કભી ગમના નિર્માણ બાદ તેણે ફિલ્મ અભિનયમાંથી પાંચ વર્ષ માટે વિરામ લીધો હતો. તેણે કુણાલ કોહલીની ફના ફિલ્મ સાથે ૨૦૦૬માં અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું, અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો "શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર" મળ્યો હતો. પાંચ વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતીને તે પોતાના મરહૂમ માસી નૂતન સાથે સૌથી વધુ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતવાનો વિક્રમ ધરાવે છે. ૨૦૧૧માં ભારત સરકારે તેણીને ફિલ્મ ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતા.[]

પરિવાર અને પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

કાજોલનો જન્મ મુંબઈ ખાતે મરાઠી-બંગાળી પરિવારમાં થયો હતો. તેમનાં માતા તનુજા એક અભિનેત્રી છે, જ્યારે તેમના સ્વર્ગસ્થ પિતા શોમૂ મુખરજી એક ફિલ્મ દિગ્દર્શક અને નિર્માણકર્તા હતા. સ્વર્ગસ્થ અભિનેત્રી નૂતન તેના માસી થાય, જેમની સાથે કાજોલ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર સૌથી વધુ વખત જીતવાનો (પાંચ વખત) વિક્રમ ધરાવે છે. તેમના નાની શોભના સમર્થ અને વડનાની રતન બાઈ પણ હિંદી સિનેમા સાથે જોડાયેલ હતા.

તેમના કાકા જોય મુખરજી અને દેબ મુખરજી બંને ફિલ્મ નિર્માતા છે. તેમના દાદા સાશાધર મુખરજી, એક દિગ્દર્શક હતા. તેમના દાદી સતીરાની દેવી અશોક કુમાર, અનૂપ કુમાર અને કિશોર કુમારના બહેન હતાં. કાજોલનાં પિત્રાઈ રાની મુખર્જી, શરબાની મુખરજી અને મોનીશ બેહલ પણ બોલિવુડ અભિનેતા છે; જ્યારે તેમનો પિત્રાઈ અયાન મુખરજી એક દિગ્દર્શક છે. કાજોલની નાની બહેન તનીષા મુખરજી પણ એક અભિનેત્રી છે.

કાજોલે ફેબ્રુઆરી ૨૪, ૧૯૯૯ના રોજ બોલિવુડ અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યાં. દંપતિને બે બાળકો છે, એક ન્યાસા (૨૦૦૩માં જન્મ) નામની દીકરી અને યુગ (૨૦૧૦માં જન્મ) નામનો દીકરો.[]

કાજોલના પિતા હ્રદયરોગનો હુમલો આવતાં એપ્રિલ ૧૦, ૨૦૦૮ના રોજ સ્વર્ગવાસી થયા. તેમની અંતિમક્રિયા તે જ દિવસે રાખવામાં આવી અને અનેક બોલિવુડ હસ્તીઓએ હાજરી આપી.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

કાજોલે પોતાની પંચગીની ખાતેની સેંટ. જોસેફ શાળા છોડી અને ૧૭ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મ ૧૯૯૨માં આવેલી બેખૂદી હતી જે એક નિષ્ફળ ફિલ્મ હતી.[] ૧૯૯૩માં દિગ્દર્શક જોડી અબ્બાસ-મસ્તાનની બાઝીગર ફિલ્મથી તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયાં; જે તેમની બીજી ફિલ્મ હતી. ફિલ્મમાં તેમના સહકલાકાર શાહરૂખ ખાન હતા જેમની સાથે આગળ જતાં કાજોલે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની જોડીએ આપેલ તમામ ફિલ્મો સફળ પૂરવાર થઈ.[]

૧૯૯૪નાં વર્ષની તેમની પ્રથમ ફિલ્મ ઉધાર કી ઝીંદગી નિષ્ફળ રહી હતી.[] પણ ફિલ્મમાં તેમના અભિનયને કારણે તેમને બીએફજેએ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. તેમની આગામી ફિલ્મ યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત યે દિલ્લગી હતી. આ ફિલ્મમાં તેમના સપના, એક મજબૂત મનોબળવાળી કલ્પનાશીલ છોકરી જે પોતાના માબાપને છોડીને મોટા શહેરમાં પોતાના ભવિષ્ય માટે જાય છે; તરીકેના અભિનય માટે તેમને પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન થયું.

૧૯૯૫નાં વર્ષમાં કાજોલે ભારતની તે વર્ષની સૌથી સફળ બે ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની પ્રથમ ફિલ્મ રાકેશ રોશનની કરન અર્જુન હતી. ફિલ્મ જે પુનર્જન્મ સાથે સંકળાયેલ હતી તેણે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરી.[] જોકે તેમની તે વર્ષની આગામી ત્રણ ફિલ્મો નિષ્ફળ રહી, પરંતુ આદિત્ય ચોપરાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માત્ર તે વર્ષની જ સૌથી સફળ ફિલ્મ નહોતી પરંતુ હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું.[] ૨૦૦૮માં તે ફિલ્મ મુંબઈના ફિલ્મ થિયેટરોમાં તેના ૧૨મા વર્ષમાં પ્રવેશી અને તેણે ૧૦ અબજ રૂપિયાની કમાણી કરી. જે બોલીવુડના ઈતિહાસમાં સૌથી વધુ છે.[] દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ ખૂબ જ મોટી સફળતા મેળવી હતી અને તે દસ ફિલ્મફેર એવોર્ડ જીતી. કાજોલનું યુવા એનઆરઆઈ તરીકેનું પાત્ર જે શાહરૂખ ખાનના પ્રેમમાં પડે છે તેની ખૂબ જ સરાહના થઈ અને તેના માટે કાજોલને પ્રથમ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૨૦૦૫માં ઈન્ડિયાટાઈમ્સે તેને ૨૫ જોવા જેવી ફિલ્મોમાં સ્થાન આપ્યું અને તેને "તે પ્રકારની ફિલ્મો માટે ચીલો ચાતરનાર" ગણાવી.[૧૦] તે જ વર્ષે રેડિફ દ્વારા પાછળથી કરવામાં આવતી સમીક્ષામાં જણાવ્યું કે આદિત્ય ચોપરાએ બુદ્ધિપૂર્વક સિમરનના પાત્ર માટે કાજોલને પસંદ કરેલ, શરૂઆતની વધુ પડતી વિનયી અને આનાકાની કરતી સિમરન કરતાં કાજોલે સાચા જીવન જેવી જીંદાદિલી અને ભોળપણ ભરેલ અભિનય આપ્યો. અહિં પડદા પર જમાવટ ધરાવતી જોડી જે દંતકથા સમાન છે તેનો ઉલ્લેખ કરવો જ રહ્યો.[૧૧]

૧૯૯૬માં કાજોલની બમ્બઈ કા બાબુ નામે એક જ ફિલ્મ જાહેર થઈ. જેમાં તેણી સૈફ અલી ખાન વિરુદ્ધ હતી અને તે નિષ્ફળ ફિલ્મ રહી હતી.[૧૨] ૧૯૯૭માં કાજોલ ગુપ્ત નામની ફિલ્મમાં ચમકી જેમાં સાથી કલાકાર તરીકે બોબી દેઓલ અને મનીષા કોઈરાલા હતા. ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી.[૧૩] તે સિવાય, તેણીનો અભિનય બોલીવુડની મહિલા અભિનેત્રીઓ માટે નોંધપાત્ર ઘટના હતા, તેણી નકારાત્મક પાત્ર માટેનો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કલાકાર હતી. તે વર્ષે તેણીની આગામી ફિલ્મ હમેશા હતી. કરન અર્જુનની જેમ તેમાં પણ પુનર્જન્મની કથા હતી પણ તે નિષ્ફળ સાબિત થઈ હતી.[૧૩] તેની આગામી ફિલ્મ મીન્સારા કનાવૂ હતી જે તેણીની પ્રથમ તામિલ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે કાજોલને તેમનો દક્ષિણના ફિલ્મફેર પુરસ્કારનો એકમાત્ર ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર (દક્ષિણ) મળ્યો. તે વર્ષની તેણીની આખરી ફિલ્મ ઈશ્ક નામની ભાવનાત્મક ફિલ્મ હતી. તે ફિલ્મમાં તેણે તેના ત્યારના ભાવિ પતિ અજય દેવગણ સાથે જોડી જમાવી હતી. તે સફળ ફિલ્મ રહી હતી.[૧૩]

કાજોલને વધુ સફળતા ૧૯૯૮ દરમિયાન મળી, કારણ કે તે વર્ષની સૌથી સફળ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતી.[૧૪] તે શરૂઆતમાં સલમાન ખાન સાથે રમૂજી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં ચમકી. આ ફિલ્મ તે વર્ષની ચોથી સૌથી સફળ ફિલ્મ હતી. તેની આગલી ફિલ્મ સંજય દત્ત સાથેની દુશ્મન હતી અને તે મધ્યમ સફળ રહી હતી. તે ફિલ્મમાં બેવડી ભૂમિકામાં હતી અને આ માટે તેણીને પ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો સ્ટાર સ્ક્રિન પુરસ્કાર મળ્યો. તેની ત્યારપછીની ફિલ્મ અજય દેવગણ સાથેની પ્રેમકથા પ્યાર તો હોના હી થા હતી, જે તે વર્ષની બીજા ક્રમની સૌથી સફળ ફિલ્મ હતી. જોકે તે વર્ષની સૌથી સફળ ફિલ્મ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ હતી, જેમાં તેણી શાહરૂખ ખાન સાથે હતી અને તે ફિલ્મ ભારત અને વિદેશમાં સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી.[૧૫] તેણીએ અંજલી નામની એક કોલેજની યુવા વિદ્યાર્થિનીનો પાઠ ભજવ્યો જે પોતાના સૌથી નજીકના મિત્રને છૂપી રીતે પ્રેમ કરે છે, ઘણા વર્ષોથી વિખૂટા પડી ગયા બાદ તેના મિત્રની પત્નીના અવસાન બાદ તેમનો ફરીથી મેળાપ થાય છે. આ માટે તેણીનો બીજો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

૧૯૯૯માં કાજોલની પ્રથમ ફિલ્મ દિલ ક્યા કરે હતી. તેણે નંદીતા રાય નામના સહાયક પાત્રનો ભાગ ભજવ્યો હતો જેનાં ઘણા વખાણ થયાં હતાં. તેણીની બીજી ફિલ્મ હમ આપ કે દિલ મેં રહેતે હૈં સફળ રહી હતી. તેમાં તેણીએ અનિલ કપુર સાથે કામ કર્યું હતું, જેના માટે તેને ફરી એક વાર ફિલ્મફેર પુરસ્કારમાં નામાંકન મળ્યું હતું.[૧૬]

૨૦૦૦નું વર્ષ તેણીને માટે નિષ્ફળ રહ્યું હતું. રાજુ ચાચા તેણીની એકમાત્ર ફિલ્મ નિષ્ફળ રહી હતી.[૧૭]

કાજોલની માત્ર બે ફિલ્મ ૨૦૦૧માં જાહેર થઈ. કુછ ખટ્ટી કુછ મીઠીમાં તેણે બેવડી ભૂમિકા ભજવી હતી જે નિષ્ફળ રહી હતી. જોકે તેણીએ સફળતા કરન જોહર દિગ્દર્શિત ફિલ્મ કભી ખુશી કભી ગમ દ્વારા પાછી મેળવી હતી. તે ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હતી અને વિદેશમાં ૨૦૦૬ સુધી તેણે સૌથી વધુ કમાણીનો વિક્રમ સ્થાપિત કર્યો હતો.[૧૮] કાજોલનું પાત્ર અંજલી દિલ્હી ખાતે ચાંદની ચોકમાં વસતી એક પંજાબી યુવતીનું હતું, જે પૈસાપાત્ર રાહુલના પ્રેમમાં પડે છે જે પાત્ર શાહરુખ ખાન દ્વારા ભજવાયું હતું. તેણીના અભિનયના પ્રતાપે તેને ઘણા પુરસ્કારો મળ્યા. તેમાં તેણીનો ત્રીજો ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર અને બીજો સ્ટાર સ્ક્રિન શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર સામેલ છે. વિવેચક તરણ આદર્શે લખ્યું કે, "કાજોલ પરંપરાગત રીતે ચાંદની ચોકમાં વસતા લોકોના પાત્રમાં સર્વોચ્ચ છે. તેણીની પંજાબી બોલીએ ખૂબ જ પ્રસંશા મેળવી."[૧૯] ધ હિન્દુ જણાવે છે કે wrote, "Kajol -- in only her second appearance this year, the first one being in a double role in ``Kajol ... steals the thunder from under very high noses indeed. With her precise timing and subtle lingering expression, she is a delight all the way."[૨૦] This was Kajol's last collaboration with Khan until they would be cast again by Johar as a lead pair in early 2010.

Following the success of Kabhi Khushi Kabhie Gham, Kajol took a sabbatical from full-time acting for five years. She gave birth to her daughter Nysa in 2003. She made a successful comeback in 2006 with Kunal Kohli's drama Fanaa, one of the highest grossing films of the year.[૨૧] Portraying a blind Kashmiri girl who falls in love with a Kashmiri terrorist (played by Aamir Khan) in the film, she won her fourth Filmfare Best Actress Award.

U, Me aur Hum, which released on 11 April 2008, marked her husband Ajay Devgan's directorial debut. For her performance in the film, she received her tenth Filmfare Best Actress Award nomination. Raja Sen wrote in his review, "... Kajol ... can span through happy-breezy with her eyes closed, and so the first half doesn't even pose her a challenge, but when Alzheimer's strikes Piya and she begins to forget all that matters in her life, Kajol raises the bar strikingly high."[૨૨]

Kajol was recently seen alongside Shahrukh Khan in Karan Johar's drama My Name Is Khan, which is based on a true story, against the backdrop of perceptions on Islam post 11 September. Filming commenced in December 2008 in Los Angeles and ended in October 2009. Upon release, the film received positive reviews from critics and became the highest-grossing Bollywood film of all time in the overseas market. Kajol's portrayal of a single mother who marries a Muslim autistic man was well-received, with Rajeev Masand writing, "Bringing emotional depth to what is essentially Rizwan's story, Kajol is immensely likeable as Mandira, using her eyes to convey volumes, topping the performance off with a powerful breakdown scene that literally puts her through the wringer."[૨૩] Kajol won her fifth Best Actress award at the Filmfare, a record which she shares with her late aunt, actress Nutan.

She next starred alongside Kareena Kapoor and Arjun Rampal in We Are Family, an Indian adaptation of the Hollywood movie Stepmom (1998). Directed by Siddharth Malhotra, Hindustan Times critic Mayank Shekhar stated, "The premise is stuff dry tissues are made for. Yet, the pathos here is produced not from moments, but from performances alone: a stunning Kajol’s in particular. She appears superior to Susan Sarandon, I suspect."[૨૪] Her next film, Toonpur Ka Superhero, a live-action/animated film, was released in December 2010.[૨૫]

માધ્યમોમાં

[ફેરફાર કરો]

૨૦૦૫માં તેણીએ અમિતાભ બચ્ચન દ્વારા ચલાવાતા ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. તેણે પતિ અજય દેવગણ સાથે જોડી બનાવી હતી. તેઓ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા અને તેને ચેન્નઈ ખાતેની કેન્સર હોસ્પિટલમાં દાનમાં આપ્યા હતા. કાજોલ ઈન્ડિયન આઈડોલની પહેલી તેમજ બીજી સિશનમાં મહેમાન નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા.[૨૬]

તેણીએ કરન જોહરના કાર્યક્રમ કોફી વીથ કરનમાં શાહરૂખ ખાન સાથે પ્રથમ હપ્તામાં ભાગ લીધો હતો. તેણીએ પ્રથમ સિશનના અંતિમ હપ્તામાં પણ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે હાજરી આપી હતી. આ જ કાર્યક્રમની બીજી સિશનનો પ્રથમ હપ્તાની શરૂઆત કુછ કુછ હોતા હૈના કલાકારોના પુનઃમિલનથી થયો હતો. પોતાના દિગ્દર્શક તરીકેની શરૂઆતના એક દાયકા બાદ કરન જોહરે તેણીને શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે આમંત્રિત કર્યા હતા.

તેણીએ અભિનેત્રી પ્રિતી ઝિંટા સાથે ફેશન વિક ૨૦૦૬માં મનીષ મલ્હોત્રાના ફેશન શો ફ્રીડમમાં મોડેલિંગ કર્યું હતું અને રેમ્પ પર વોક કર્યું હતું.[૨૭]

૨૦૦૬માં બોલિવુડના મહાન કલાકારોના નામ હેઠળ ચાર લઘુ મૂર્તિઓ રજૂ કરાઈ જેમાં પ્રિયંકા ચોપરા, ઋત્વિક રોશન અને શાહરૂખ ખાન સાથે ચોથી મૂર્તિ કાજોલની હતી.[૨૮]

૨૦૦૮માં તેણી, તેણીના પતિ અજય દેવગણ અને તેણીના માતા તનુજા ટીવી કાર્યક્રમ રોક એન' રોલ ફેમિલીમાં નિર્ણાયક મંડળના સભ્યો હતા.[૨૯]

ઓક્ટોબર ૨૦૦૯માં વોગ ઈન્ડિયાની ખાસ વર્ષગાંઠ આવૃત્તિમાં શાહરૂખ ખાન સાથે તેણીએ હાજરી આપી હતી.[૩૦]

સામાજિક કાર્યો

[ફેરફાર કરો]

બ્રિટન ખાતે આવેલ લૂમ્બા ટ્રસ્ટ કે જે વિધવાઓના બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે તેના ગુડવિલ એમ્બેસેડર હોવાની સાથે, કાજોલ શિક્ષા નામના બિનસરકારી સંગઠન સાથે પણ કામ કરે છે.[૩૧]

તેણીને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ કર્મવીર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જે એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે જે પોતાના વ્યવસાયથી અલગ અને આગળ પડીને સમાજીક સમસ્યાઓના નિવારણ માટે કાર્ય કરે છે.[૩૨]

પુરસ્કારો

[ફેરફાર કરો]

ફિલ્મોની યાદી

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા અન્ય નોંધ
૧૯૯૨ બેખૂદી રાધિકા
૧૯૯૩ બાઝીગર પ્રિયા ચોપરા
૧૯૯૪ ઉધાર કી ઝીંદગી સીતા
યેહ દિલ્લગી સપના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૧૯૯૫ કરન અર્જુન સોનિયા સક્સેના
તાકત કવિતા
હલચલ શર્મિલી
ગુંડારાજ રીતુ
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સિમરન સિંઘ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૧૯૯૬ બમ્બઈ કા બાબુ નેહા
૧૯૯૭ ગુપ્ત:ધ હિડન ટ્રુથ ઈશા દિવાન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર
હમેશા રાની શર્મા/રેશમા
મીનસારા કાણાવૂ પ્રિયા અમલરાજ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર દક્ષિણ
તામિળ ફિલ્મ
ઈશ્ક કાજલ
૧૯૯૮ પ્યાર કિયા તો ડરના ક્યા મુશ્કાન ઠાકુર
ડુપ્લિકેટ ખાસ હાજરી
દુશ્મન સોનિયા/નૈના સહેગલ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
પ્યાર તો હોના હી થા સંજના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
કુછ કુછ હોતા હૈ અંજલી શર્મા વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૧૯૯૯ દિલ ક્યા કરે નંદિતા રાય
હમ આપકે દિલ મેં રહેતે હૈં મેઘા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
હોતે હોતે પ્યાર હો ગયા પિન્કી
૨૦૦૦ રાજુ ચાચા અન્ના
2001 કુછ ખટ્ટી કુછ મીઠી ટીના/સ્વીટી ખન્ના જોડિયો અભિનય
કભી ખુશી કભી ગમ અંજલી શર્મા રાયચંદ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૦૩ કલ હો ના હો Maahi Ve ગીતમાં ખાસ હાજરી
2006 ફના ઝુની અલી બૈગ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
કભી અલવિદા ના કહેના Rock N Roll Soniye ગીતમાં ખાસ હાજરી
૨૦૦૭ ઓમ શાંતિ ઓમ પોતે Deewangi Deewangi ગીતમાં ખાસ હાજરી
2008 યુ, મી ઔર હમ પીયા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
હાલ-એ-દિલ Oye Hoye ગીતમાં ખાસ હાજરી
રબ ને બના દિ જોડી Phir Milenge Chalte Chalte ગીતમાં ખાસ હાજરી
૨૦૦૯ વિઘ્નહર્તા શ્રી સિદ્ધિવિનાયક પોતે ખાસ હાજરી
2010 માય નેમ ઈઝ ખાન મંદિરા ખાન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
વી આર ફેમિલી માયા
ટુનપુર કા સુપર હીરો પ્રિયા
2012 સ્ટુડન્ટ ઓફ ધ યર પોતાની ભૂમિકામાં ગીતમાં ખાસ દેખાવ "ડિસ્કો સોંગ"
2015 દિલવાલે મીરા દેવ મલિક શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Bollywood News Service (1 February 2008). "યુ, મી ઔર કાજોલ". The Hindu. મૂળ માંથી 2008-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  2. Indo-Asian News Service (25 August 2010). "પ્રથમ વખતના ફિલ્મ દિગ્દર્શક સાથે કામ કરતાં સૌ કોઈને શંકા હોય છે: કાજોલ". NDTV movies. NDTV. મૂળ માંથી 2012-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-06.
  3. http://www.bollywoodhungama.com/news/2011/01/26/15264/index.html
  4. "કાજોલ માટે પરિવારનો સમય". મૂળ માંથી 2010-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-05.
  5. Bollywood Hungama News Network (10 April 2008). "કાજોલના પિતાનું દેહાંત". IndiaFM. મેળવેલ 2008-03-12.
  6. "બોક્ષ ઓફિસ ૧૯૯૪". BoxOfficeIndia.Com. મૂળ માંથી 2013-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  7. "બોક્ષ ઓફિસ ૧૯૯૫". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-12.
  8. "સૌથી વધુ કમાણી કરનાર ફુગાવા મુજબ (ભારતીય રૂપિયામાં આંકડાઓ)". BoxOfficeIndia.com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-12.
  9. "'ડીડીએલજે' થિયેટરોમાં બારમા વર્ષમાં પ્રવેશી!". planetbollywood.com. મેળવેલ 14 January 2007.
  10. Kanwar, Rachna (3 October 2005). "૨૫ જોવા જેવી ફિલ્મો". The Times Of India. મૂળ માંથી 2008-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-21.
  11. Sen, Raja (2005-05-13). "ડીડીએલજે: દસ વર્ષ, સૌકોઈ દ્વારા ઉજવણી". Rediff.com. મેળવેલ 2011-01-25.
  12. "બોક્ષ ઑફિસ ૧૯૯૬". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-12.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ "બોક્ષ ઓફિસ ૧૯૯૭". BoxOfficeIndia.Com. મૂળ માંથી 2011-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  14. "બોક્ષ ઓફિસ ૧૯૯૮". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  15. "વિદેશમાં આવક (ભારતીય રૂપિયામાં આંકડા)". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-10.
  16. "બોક્ષ ઓફિસ ૧૯૯૯". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  17. "બોક્ષ ઓફિસ ૨૦૦૦". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  18. "બોક્ષ ઓફિસ ૨૦૦૧". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  19. Adarsh, Taran (11 December 2001). "કભી ખુશી કભી ગમ રીવ્યુ". indiaFM. મૂળ માંથી 2007-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-03.
  20. Us Salam, Ziya (2001-12-21). "Kabhi Khushi Kabhie Gham". The Hindu. મૂળ માંથી 2010-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-14.
  21. "Box Office 2006". BoxOfficeIndia.Com. મૂળ સંગ્રહિત માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
  22. http://www.rediff.com/movies/2008/apr/11hum.htm
  23. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-05.
  24. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-05.
  25. http://www.toonpur.com/
  26. http://www.bollywoodhungama.com/news/2006/04/12/6989/index.html
  27. "મલ્હોત્રાને તેની ફ્રીડમ મળી!". મેળવેલ 2007-12-03.
  28. http://www.bollywoodhungama.com/features/2006/09/18/1581/index.html
  29. http://www.bollywoodhungama.com/features/2008/04/01/3730/index.html
  30. http://www.bollywoodhungama.com/features/2009/09/26/5529/index.html
  31. www.bollywoodhungama.com/news/2008/10/06/11990/index.html
  32. http://www.bollywoodhungama.com/news/2008/11/25/12233/index.html

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]