લખાણ પર જાઓ

ઓમ શાંતિ ઓમ

વિકિપીડિયામાંથી
ઓમ શાંતિ ઓમ
ચિત્ર:Omshantiom.jpg
પોસ્ટર
દિગ્દર્શકફરાહ ખાન
લેખકTopper Alam
Abbas Tyrewala
નિર્માતાગૌરી ખાન
કલાકારોશાહરૂખ ખાન
દીપિકા પદુકોણે
કિરણ ખેર
શ્રેયસ તલપડે
અર્જુન રામપાલ
યુવિકા ચૌધરી
છબીકલાV. Manikandan
સંપાદનShirish Kunder
સંગીતવિશાલ-શેખર
વિતરણRed Chillies Entertainment
Eros Labs
રજૂઆત તારીખો
નવેમ્બર ૯, ૨૦૦૭
અવધિ
૧૭૦ મિનિટ
દેશભારતભારત
ભાષાહિંદી
બજેટરૂપિયા ૩૫,૦૦,૦૦,૦૦૦

ઓમ શાંતિ ઓમ (હિંદી: ओम शान्ति ओम)એ ૨૦૦૬ની ફરાહ ખાન દ્વારા દિગ્દર્શિત અને નૃત્ય-દિગ્દર્શિત બોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે નાયક-નાયિકા તરીકે મુખ્ય ભૂમિકામાં છે જયારે શ્રેયસ તલપડે, અર્જુન રામપાલ અને કિરણ ખેર સહાયક કલાકારોની ભૂમિકામાં છે. ફિલ્મમાં અર્જુન રામપાલ વિરોધી, ખલનાયકની ભૂમિકામાં છે. આખી ફિલ્મ દરમ્યાન ૪૨થી વધુ જાણીતા બોલિવુડ કલાકારો જોવા મળે છે પણ તેમાંથી ૩૦ (ફિલ્મના મુખ્ય પાત્રો સિવાયના) તો માત્ર એક ગીતમાં જ જોવા મળે છે.

વિષયવસ્તુ

[ફેરફાર કરો]

ઓગણીસ્સો સિત્તેરના દાયકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાયક ઓમ પ્રકાશ મખીજા (શાહરુખ ખાન) એક જુનિયર કલાકાર હોય છે. તે અને તેનો દોસ્ત પપ્પુ (શ્રેયસ તલપડે) મુખ્ય કલાકારો તરીકે ભૂમિકા મેળવવાના અને તેમાં સફળ થવાના પ્રયત્નો કરતા હોય છે. ઓમની માતા, બેલા મખીજા (કિરણ ખેર), પોતે એક જુનિયર કલાકાર હોય છે, જે પોતાના દીકરાને સફળતા મેળવવા માટે હંમેશાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતી હોય છે. ઓમ ફિલ્મ અભિનેત્રી શાન્તિ પ્રિયા (દીપિકા પાદુકોણે)ના પ્રેમમાં હોય છે.

એક દિવસ સાંજે, ઓમ પોતે અભિનેતા મનોજ કુમાર હોવાનો દાવો કરીને શાંતિ પ્રિયાની પહેલી ફિલ્મ ડ્રીમી ગર્લના પ્રિમિઅમ શોમાં ઘૂસી જાય છે. અહીં ઓમ શાંતિ ઓમના પડદા પર જૂની બોલિવુડ ફિલ્મોના દશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે પોતાને મુખ્ય અભિનેતાની ભૂમિકામાં કલ્પે છે અને ડ્રીમી ગર્લ શરૂ થાય તે પહેલાં અને તે દર્શાવાય છે તે દરમ્યાન શાંતિ પ્રિયાની સાથે તેની આંખ મળતી દર્શાવાય છે. આગળ જતા એ દિવસે રાત્રે, ઓમ દારૂના નશામાં ચકચૂર થાય છે અને પપ્પુ તથા કેટલાક સ્થાનિક બાળકો સામે પોતે એક પ્રખ્યાત અને ધનવાન ફિલ્મ સ્ટાર તરીકે ભાષણ આપે છે. તેના આ ભાષણ દરમ્યાન, તેને આકર્ષણના નિયમનો સંદર્ભ લેતા અને સિદ્ધાન્ત પ્રસ્થાપિત કરતો દર્શાવવામાં આવે છે જેનો પાછળથી સમગ્ર ફિલ્મ દરમ્યાન વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

બીજા એક સમયે, ઓમ માત્ર એક વધારાના કલાકાર તરીકે નજીવી ભૂમિકા ભજવી રહ્યો હોય છે તેવી એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે શાંતિને આગની વચ્ચોવચ સપડાયેલી જુએ છે, ત્યારે આગ લાગવાના દશ્યનું શૂટિંગ થઈ રહ્યું હોય છે પણ હવે આગ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હોય છે. પટકથામાં લખાયા મુજબ ફિલ્મના નાયકે તેને બચાવવાની હોય છે, પણ તે પોતે ડરી જાય છે અને તેના બદલે ઓમ શાંતિને બચાવે છે. ત્યારથી બંને મિત્રો બને છે. શરૂઆતમાં તે પોતાની ફિલ્મો જાતે બનાવતો એક પ્રખ્યાત અભિનેતા હોવાનું નાટક કરીને શાંતિને ભરમાવવાનો પ્રયત્ન કરે છે, પણ છેવટે તે કબૂલ કરી લે છે અને આવા પ્રયત્નનો કોઈ અર્થ/જરૂર નથી એવું સ્વીકારે છે. એ રાત્રે, ઓમ અને પપ્પુ શાંતિને ફિલ્મના સેટ પર આમંત્રિત કરે છે, જયાં પપ્પુની મદદથી ઓમ જુદા જુદા ફિલ્મ શૂટિંગમાં વપરાતાં ઉપકરણો અને પૃષ્ઠભૂમિઓનો ઉપયોગ કરીને ખૂબ સુંદર વાતાવરણ ઊભું કરે છે, અને ત્યારે એક રોમાંટિક ગીત મૂકવામાં આવ્યું છે.

એ પછીના દિવસે, ઓમ ફિલ્મના સેટ પર શાંતિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે તેની તરફ સદંતર દુર્લક્ષ સેવે છે. ઓમ તેની પાછળ પાછળ ડ્રેસિંગ-રૂમ સુધી જાય છે જયાં તે શાંતિ અને ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ મહેરા (અર્જુન રામપાલ) વચ્ચે એક ફિલ્મ બનાવવા માટે જોઈતા પૈસાના બદલામાં મુકેશના એક ઉદ્યોગપતિની દીકરી સાથે પરણવાના વચન અંગે થતી બોલાચાલી સાંભળે છે (માત્ર દર્શકો જ ઓમને જોઈ શકે છે, બીજું કોઈ નહીં). અહીં એ રહસ્યોદ્ઘાટ થાય છે કે શાંતિ તો ગુપ્ત રીતે મુકેશ સાથે પરણી ચૂકી છે અને હવે શાંતિના ગર્ભમાં મુકેશનું બાળક ઉછરી રહ્યું છે. શાંતિ સાથેનો સંબંધ બહાર આવશે તો તેના ભવિષ્યના બધાં આયોજનો પર પાણી ફરી જશે એવી દલીલથી મુકેશ શાંતિને પોતાનો સંબંધ ગુપ્ત રાખવા આગ્રહ કરે છે પણ શાંતિ જાહેરમાં પરણવાની જીદ કરે છે. જયારે તે પોતે ગર્ભવતી હોવાનું કહે છે ત્યારે મુકેશ કૂણો પડી જાય છે. ઓમ ત્યાંથી ભગ્નહૃદયે પાછો વળે છે અને થોડા દિવસ ખૂબ દુઃખી રહે છે.

એક રાત્રે, ઓમ મુકેશને શાંતિને લઈને તેમની નવી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના સેટ પર જતો જુએ છે. સેટ પર પહોંચીને મુકેશ શાંતિને પોતે આ ફિલ્મ બનાવવી માંડી વાળશે અને તેમના લગ્નને લોકો સમક્ષ જાહેર કરશે અને આ જ ભવ્ય સેટ પર તેમનો ભવ્ય લગ્ન-સમારંભ યોજાશે તેવું કહે છે. પણ થોડી જ વારમાં તેની આ મીઠી વાતો આ ફિલ્મ અને તેની આવક પર પાણી ફેરવવા માટે શાંતિને જવાબદાર ઠેરવતી કડવાશમાં બદલાઇ છે અને આ સેટમાં શાંતિને પૂરી દઈ, તે સેટને આગ લગાડે છે. ઓમ શાંતિને બચાવવા કોશિશ કરે છે, પણ મુકેશના માણસો તેની પર હુમલો કરે છે. મુકેશના માણસો જતા રહે છે તે પછી ઓમ સેટમાં પ્રવેશી શકે છે પણ એક ભયાનક વિસ્ફોટના કારણે તે શાંતિ આંખો સામે હોવા છતાં તેને બચાવી શકતો નથી.

જીવલેણ ઘાયલ થયેલો ઓમ વિસ્ફોટથી ઉછળીને દૂર રસ્તા પર ફંગોળાય છે અને પોતાની પત્ની(અસાવરી જોશી)ને પ્રસૂતિ માટે દવાખાને લઈ જતા જાણીતા અભિનેતા રાજેશ કપૂર (જાવેદ શેખ)ની ગાડી સાથે અથડાય છે. રાજેશ કપૂર ઓમને પણ પોતાની સાથે હોસ્પિટલ લઈ જાય છે પણ ઓમ બચી શકતો નથી. થોડીક જ ક્ષણો બાદ, રાજેશ કપૂરની પત્નીને દીકરો અવતરે છે, જેનું નામ ઓમ રાખવામાં આવે છે, જે ઓમ પ્રકાશનો પુનર્જન્મ સૂચિત કરે છે. ફિલ્મના પડદા પર પછી સીધો જુવાન ઓમ બતાવવામાં આવે છે. આ જુવાન ઓમ ખૂબ લોકપ્રિય ફિલ્મ-અભિનેતા હોય છે જે અત્યંત વૈભવશાળી અને સગવડતાઓથી ભરપૂર જીવન જીવતો હોય છે. તેને આગની ભીતિ લાગતી હોય છે અને તેનો આ નવો અવતાર તેના જૂના અવતાર કરતાં એકદંરે વધુ જુવાન, વધુ અધીરો, તોછડો અને ભાવનાત્મક રીતે થોડો ઓછો પરિપકવ બતાવવામાં આવ્યો છે. ઓમ પ્રકાશની કેટલીક સ્મૃતિઓ તેનામાં અજાગૃતપણે સંગ્રહાયેલી પડી છે તેવું કેટલાંક દશ્યોથી દર્શાવવામાં આવે છે.

ઓમ કપૂર, તેની ભપકાદાર જીવનશૈલી અને તેના હુલામણા નામ "ઓ.કે." સાથે દર્શકો હળવા બને તે પછી પોતાની નવી ફિલ્મ માટે જયારે ઓમ કપૂર પોતાના ફિલ્મ સાથીઓ સાથે, ઓમ પ્રકાશનું મૃત્યુ માટે જવાબદાર પેલા સેટ પાસેની જગ્યાએ આવે છે ત્યારે દર્શકો તેને ઓમ પ્રકાશની સ્મૃતિઓ પ્રત્યે સભાન થતો જુએ છે.

અહીં ઓ.કે.ને શાંતિ પ્રિયા સાથેનો મુકેશનો આખો આખરી સંવાદ દેખાય છે પરંતુ જેવો એક સાથી તેને બોલાવે છે કે તત્ક્ષણ એ બધું અદશ્ય થઈ જાય છે. પાછળથી, અત્યારની જાણીતી અને કેટલીક કાલ્પનિક બોલિવુડ ફિલ્મો અને ફિલ્મ હસ્તીઓ (નીચે યાદીમાં આપ્યા મુજબ) દર્શાવતા એક સમારંભમાં ઓ.કે.ને "શ્રેષ્ઠ અભિનેતા"નો એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ સ્વીકારતી વખતે, ઓ.કે.ને અજાણતા જ ઓમ પ્રકાશે દારૂના નશામાં પપ્પુ સામે કરેલું પેલું ભાષણ યાદ આવે છે, જે એ ત્યારે ત્યાં ભેગી થયેલી હસ્તીઓ સમક્ષ ફરીથી કરે છે. પપ્પુ, ટીવી પર તેના આ ભાષણને સાંભળે છે અને બેલાની જેમ તેને પણ ખાતરી થઈ જાય છે કે ઓ.કે. અને ઓમ પ્રકાશ એક જ વ્યક્તિ છે. તેને એવોર્ડ મળ્યાની ખુશીમાં યોજાયેલી પાર્ટીમાં (જેમાં ફરીથી અનેક બોલિવુડ ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓને દર્શાવાય છે), ઓ.કે.ના પિતા તેને છેલ્લાં ત્રીસ વર્ષોથી હોલિવુડમાં ફિલ્મો બનાવતા મુકેશ મહેરા સાથે મેળવે છે. તેને જોતાંની સાથે જ, ઓ.કે.ને ઓમ પ્રકાશની તમામ સ્મૃતિઓ યાદ આવી જાય છે. એ વખતે તે મુકેશના ભૂતકાળ વિષે પોતે જાણે છે એવો ખ્યાલ આવવા દેતો નથી પણ પાછળથી બેલા અને પપ્પુને મળે છે. તેમની સાથે મળીને તે શાંતિ પ્રિયાના ખૂનનો બદલો લેવા માટે અને મુકેશને ડરાવીને તેનો ગુનો કબૂલ કરાવવા માટે કાવતરું ઘડે છે.

તેના કાવતરા અનુસાર વેશપલટો અને માળખા અનુસાર, ઓ.કે. અને પપ્પુ, મુકેશને તેમના આયોજન સાથે બરાબર બંધ બેસે એ પ્રમાણે 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મ થોડા ફેરફાર સાથે ફરીથી બનાવવા માટે સહમત કરે છે. શાંતિ પ્રિયાનું ભૂત હજી પણ મુકેશની પાછળ પડ્યું છે એવી પ્રતીતિ મુકેશને કરાવવી, જેથી એ ડરીને શાંતિ પ્રિયાના ખૂનમાં પોતાની ભૂમિકા કબૂલ કરે એ તેમની યોજનાનો મુખ્ય હિસ્સો દર્શકો સામે હવે રજૂ થાય છે. આવું કરવા માટે, તેમને શાંતિ પ્રિયા જેવી દેખાતી, એટલી હદ સુધી કે જેને અચાનક દેખાતી અને અદશ્ય થતી જોઈને મુકેશ અચંબામાં પડી જાય તેવી અભિનેત્રીની જરૂર હતી, જેના માટે તેઓ ઓડિશન ગોઠવે છે. એવી કોઈ અભિનેત્રી શોધવામાં તો તેઓ નિષ્ફળ જાય છે પરંતુ ઓ.કે.ની સંધ્યા (ટૂંકમાં "સેન્ડી") નામની એક ચાહક છેવટે તેમને આ ભૂમિકા માટે એકદમ યોગ્ય લાગે છે. મુકેશને ખબર ન પડે એ રીતે, ઓ.કે. અને તેના સાથી કાવતરાખોરો સેન્ડીને શાંતિના ભૂત તરીકેની તાલીમ આપે છે. પણ અણઘડ સેન્ડી પર તેમની મહેનત ફળતી નથી. છેવટે તેમણે તેને પોતાની આખી યોજના અને તેની પાછળનું કારણ જણાવવું પડે છે. એ પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય છે. ફિલ્મના શૂટિંગો દરમ્યાન ઓ.કે. અને તેના સાથીઓ વારંવાર અકસ્માતો અને મુકેશને પોતાનો ગુનો યાદ કરાવે તેવી પરિસ્થિતિઓ સર્જે છે, કેટલાકમાં થોડીક પળો માટે સેન્ડી દેખાય છે અને એટલે મુકેશ ગભરાય છે. પોતાના ડરથી ખીજાયેલો મુકેશ તેમની સાથેના (મુખ્યત્વે ઓ.કે. સાથેના) સંવાદમાં લગભગ ગાંડપણની હદે પેશ આવે છે. જયારે મુકેશને એવી શંકા પડે છે કે આ લોકો તેને છેતરી રહ્યા છે ત્યારે તે તેમની ગોઠવણો તપાસવી શરૂ કરે છે અને તેથી તેમનું ધારેલું આયોજન આડાપાટે ચઢે છે. ફિલ્મની પૂર્ણાહુતિ માટે ગોઠવાયેલી ઉજવણી વખતે મુકેશ સેન્ડીનો પીછો કરે છે અને તેને લોહી નીકળે છે એવું જોઈને તે પોતાને મનાવે છે કે એ ભૂત ન હોઈ શકે.

ઉજવણી પછી, ઓ.કે. અને મુકેશ વચ્ચે સામસામી બોલાચાલી થાય છે, જેમાં બંને એકબીજા વિશેની પોતાની જાણકારી વ્યકત કરે છે. તેમની નજીકના દાદર પાસે જયારે એક આકૃતિ દેખાય છે, જેને તેઓ સેન્ડી ધારે છે, ત્યારે તેમની વાતચીતમાં વિક્ષેપ પડે છે. એ દિવસે રાત્રે ફિલ્મ સેટ સળગાવ્યા પછી અને પેલા વિસ્ફોટ પછી મુકેશ પાછો ફર્યો હતો, ત્યારે શાંતિ છેલ્લા શ્વાસો લઈ રહી હતી પણ હજી મરી નહોતી, એ વખતે મુકેશે તેને સેટની વચ્ચોવચ આ ઝુમ્મરની નીચે જીવતી દાટી દીધી હતી તે હકીકત આ યુવતી આગળ આવીને બયાન કરે છે. ઉજવણી દરમ્યાન ઢીલું પડી ગયેલું, એ જ જગ્યાએ લટકતું, એવું જ ઝુમ્મર મુકેશ પર ધસી આવે છે અને મુકેશ તેની નીચે કચડાઈને મૃત્યુ પામે છે. આ ઘટનાની થોડીક પળો બાદ, પપ્પુ અને સેન્ડી ઓ.કે. પાસે પહોંચે છે અને ત્યારે ખબર પડે છે કે મુકેશને જેણે પડકાર્યો તે સેન્ડી નહીં પણ ખરેખર શાંતિ પ્રિયાનું ભૂત હતું, જે તેમની તરફ સ્મિત વેરતી વેરતી સીડીઓ ચઢીને અદશ્ય થઈ જાય છે. ફિલ્મના કાર્યકરો પોતાની ફિલ્મના પ્રિમીઅરમાં આવ્યું હોય તેમ પડદા પરના તમામ કલાકારોને દર્શાવીને ફિલ્મ પૂરી થાય છે. જાણે હંમણાં જ આખો સેટ છૂટો કરવામાં આવ્યો હોય અને પહોંચ્યા હોય તેમ પડદા પર છેલ્લો ચહેરો દિગ્દર્શક ફરાહ ખાનનો બતાવવામાં આવે છે.

કલાકારો

[ફેરફાર કરો]

"દિવાનગી દિવાનગી" ગીતમાં વિશેષ હાજરી આપનારા કલાકારો (અંગ્રેજી બારાખડી પ્રમાણે)ઃ

વિશેષ ઉપસ્થિત અન્ય અભિનેતાઓ (અંગ્રેજી બારાખડી પ્રમાણે)

ક્રૂ (ફિલ્મના નિર્માણમાં સામેલ તમામ લોકો)

[ફેરફાર કરો]

નિર્માણ

[ફેરફાર કરો]

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર ના ગીતોને વિશાલ-શેખર ની સંગીત બેલડીએ સંગીતબદ્ધ કરીને આ ફિલ્મના સ્કૉર અને સાઉન્ડ ટ્રૅક બનાવ્યા છે. સંગીતના કોપીરાઈટ સંગીતકાર અને ગીતકાર સાથે વહેંચવા માટે ટી-સીરિઝ તૈયાર ન થતા સંગીતકાર એ.આર.રહેમાને આ ફિલ્મમાંથી બહાર રહેવું પસંદ કર્યુ હતું. []

આ ફિલ્મ પુનર્જન્મ ની કથા પર આધારિત છે. જાન્યુઆરી ૨૦૦૭માં ભારત નાં વિવિધ સ્થળો પર આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ટફલ્મના એક વિશિષ્ટ ગીતમાં એક સાથે બોલિવુડના ૩૧ સ્ટાર અભિનેતાઓ મહેમાન કલાકાર તરીકે જોવા મળે છે. []

૯ નવેમ્બર , ૨૦૦૭ ના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી.

આ પૂર્વે કદી ન સાંભળ્યું હોય તેટલી ૨૦૦૦ પ્રિન્ટ (આખા વિશ્વમાં) રીલિઝ કરવાનું નિશ્ચિત કરીને ઓમ શાંતિ ઓમફિલ્મે એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો હતો. આજની તારીખ સુધી કોઈ પણ ભારતીય ફિલ્મ માટે રીલિઝ કરાયેલી પ્રિન્ટનો (ડિજિટલ પ્રિન્ટ સહિત) આ સૌથી મહત્તમ આંકડો છે. []

આગોતરું (એડવાન્સ) બુકિંગ શરૂ થવાનું હતું તેના થોડાક દિવસ પહેલાં દેશની રાજધાની દિલ્હીની થિયેટર શ્રેણીમાં ૧૮,૦૦૦ ટિકિટોનું આગોતરાનું પણ આગોતરું (પ્રિ-એડવાન્સ) બુકિંગ કરીને ઓમ શાંતિ ઓમ ફિલ્મે નવા જ પ્રકારનો વિક્રમ સ્થાપ્યો હતો. []

સાઉન્ડ ટ્રેક

[ફેરફાર કરો]

૧૮ સપ્ટેમ્બર (September 18), ૨૦૦૭ (2007)ના ફિલ્મના સાઉન્ડ ટ્રેક[] રીલિઝ કરવામાં આવ્યા હતા. ઇન્ડિયાએફ.કોમે ઓમ શાંતિ ઓમના સંગીતને ૫માંથી ૪ સ્ટર આપીને કહ્યું હતું કે "વિશાલ-શેખરના સંગીત અને જાવેદ અખ્તરના ગીતોથી ઓમ શાંતિ ઓમ ખૂબ સહેલાઈથી સૌથી વધુ સંપૂર્ણ સ્કોર મેળવનારી ફિલ્મ બની છે."[]

ફિલ્મના ગીત "દિવાનગી દિવાનગી"માં કુલ ૩૧ જાણીતા કલાકારોએ અભિનય કર્યો છે.

૨૦૦૮માં હોંગ કોંગમાં યોજાયેલા બીજા એશિયન ફિલ્મ એવોર્ડ્સ (Asian Film Awards)માં ફિલ્મના સાઉન્ડ ટ્રેક માટે કમ્પોઝર[]ને શ્રેષ્ટ કમ્પોઝરનો એવોર્ડ એનાયત થયો.


ઢાંચો:Infobox Album

ગીત !ગાયકો અવધિ નોંધો
"અજબ સી" કે કે (K K), ગીતકારઃ વિશાલ દાદલાની (Vishal Dadlani) ૪.૦૧ આ ગીત શાહરુખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) પર ચિત્રિત કરવામાં આવ્યું છે.
"દર્દ-એ-ડિસ્કો" સુખવિન્દર સિંઘ (Sukhwinder Singh), મારિયાને, નિશા અને કારલિસા ૪.૩૦ શાહરુખ ખાન (Shahrukh Khan) પર ચિત્રિત કરવામાં આવ્યું છે.
"દિવાનગી દિવાનગી" ઉદિત નારાયણ (Udit Narayan), શાન (Shaan), સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan), શ્રેયા ઘોષલ (Shreya Ghoshal) અને રાહુલ સકસેના (Rahul Saxena) ૫.૫૪ ૩૧ કલાકારો પર ચિત્રિત કરવામાં આવ્યું છે.
"મૈં અગર કહૂં" સોનુ નિગમ (Sonu Nigam) અને શ્રેયા ઘોષલ (Shreya Ghoshal) ૫.૦૮ શાહરુખ ખાન (Shahrukh Khan), દીપિકા પાદુકોણે (Deepika Padukone) અને શ્રેયસ તલપડે (Shreyas Talpade) પર ચિત્રિત કરવામાં આવ્યું છે.
"જગ સૂના સૂના લાગે" રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan), રિચા શર્મા (Richa Sharma), પંજાબી ગીતકારઃ કુમાર ૫.૨૯ શાહરુખ ખાન (Shahrukh Khan), દીપિકા પાદુકોણે (Deepika Padukone), શ્રેયસ તલપડે (Shreyas Talpade) અને કિરણ ખેર (Kiron Kher) પર ચિત્રિત.
"ધૂમ તાના" અભિજિત (Abhijeet), શ્રેયા ઘોષલ (Shreya Ghoshal) ૬.૧૩ શાહરુખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) પર ચિત્રિત.
"દાસ્તાં-એ-ઓમ શાંતિ ઓમ" શાન (Shaan) ૭.૦૭ શાહરુખ ખાન (Shahrukh Khan), દીપિકા પાદુકોણે (Deepika Padukone) અને અર્જુન રામપાલ (Arjun Rampal) પર ચિત્રિત.
"દર્દ-એ-ડિસ્કો (રિમિકસ)" સુખવિન્દર સિંઘ (Sukhwinder Singh), મરિયાને (Marianne), નિશા અને કારલિસા ૪.૩૬
"દિવાનગી દિવાનગી (રેઈન્બો મિકસ)" ઉદિત નારાયણ (Udit Narayan), શાન (Shaan), સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan), શ્રેયા ઘોષલ (Shreya Ghoshal) અને રાહુલ સકસેના ૪.૪૮
"ઓમ શાંતિ ઓમ (મૅડિ્લ મિકસ)" સુખવિન્દર સિંઘ (Sukhwinder Singh), મરિયાને, નિશા, કારલિસા, ઉદિત નારાયણ (Udit Narayan), શાન (Shaan), સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan), શ્રેયા ઘોષલ (Shreya Ghoshal), રાહુલ સકસેના અને અભિજિત (Abhijeet) ૬.૦૬
"દાસ્તાન (ધ ડાર્ક સાઈડ મિકસ)" શાન (Shaan) ૬.૧૮
"ઓમ શાંતિ ઓમ (થીમ મ્યુઝિક)" વાદ્ય સંગીત ૦.૫૮ વાદ્ય સંગીત

સ્વાગત

[ફેરફાર કરો]

રેટિંગ્સ અને બોકસ ઑફિસ

[ફેરફાર કરો]

ભારત[]ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification) દ્વારા આ ફિલ્મને "યુ/એ" (અનરિસ્ટ્રીકટેડ વિથ એડલ્ટ એકંપનીડ- પુખ્ત વયની વ્યકતઓ સાથે અબાધિત) પ્રમાણપત્ર (rated) અને મોશન પિકચર એસોસિએશન ઓફ અમેરિકા (Motion Picture Association of America) દ્વારા પીજી-૧૩નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા (Australia) અને યુકે (UK) જેવા અન્ય દેશોમાં પણ આ જ પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. [૧૦][૧૧]


ઓમ શાંતિ ઓમ વિશ્વભરની બોકસ ઓફિસ પર ૪૫ મિલિયન ડોલર જેટલો અત્યાર સુધીમાં સૌથી વધુ નફો રળનારી હિન્દી ફિલ્મ છે એ બાબતને લંડનસ્થિત અગ્ર વિતરક, ઈરોઝ ઈન્ટરનેશનલે (Eros International) પુષ્ટિ આપી હતી. પણ અત્યારે, તે ૭મા સ્થાને છે. [૧૨]

ઓમ શાંતિ ઓમ આશરે ૮૭૮ સિનેમાગૃહો[૧૩]માં પ્રદર્શિત કરવામાં આવી અને બે અઠવાડિયાના સમયમાં તેણે ભારતમાં આશરે રૂ.૬૫,૬૫,૦૦,૦૦૦નો વિક્રમજનક વકરો કર્યો. [૧૪] યુ.એસ. બોકસ ઑફિસ પર, માત્ર ૧૧૪ સિનેમાગૃહોમાં પ્રદર્થિત થઈ હોવા છતાં, તેના પહેલા ત્રણ દિવસમાં જ તેણે ૧.૭ મિલિયન ડોલર વટાવી દઈને ફિલ્મ હિટ સાબિત થઈ હતી.[૧૫] યુનાઈટેડ કિંગડમ (United Kingdom)માં પણ કુલ ૯૭૨,૧૪૬ પાઉન્ડ (૧,૯૯૨,૧૧૮ યુએસ ડૉલર, રૂ. ૭૮,૧૫૦,૯૪૬)નો કુલ વકરો કરીને ઓમ શાંતિ ઓમ યુકેમાં ૨૦૦૭ની સૌથી હિટ બોલિવુડ (Bollywood) ફિલ્મ સાબિત થઈ હતી. [૧૬] આ ફિલ્મે પહેલા જ અઠવાડિયે વિશ્વભરમાંથી આશરે ૨૦ મિલિયનની આવક કરી, જેમાં ભારતમાંથી ૧૩.૫ મિલિયન, પાકિસ્તાનમાંથી ૫ મિલિયન અને ઉત્તર અમેરિકામાંથી આશરે ૨ મિલિયનની આવક કરી હતી. [૧૭] આ ફિલ્મે વિશ્વભરમાંથી કુલ ૩૯,૫૩૯,૫૧૭ ડૉલરની (રૂ. ૧૫૫,૭૮,૫૬,૯૬૯.૮)[૧૮] આવક કરીને ગજીની (Ghajini) પછી સૌથી વધુ કમાનાર બીજા નંબરની ફિલ્મ બની છે.


દેશ (૨૦૦૭) કુલ આવક (વકરો)
ઓસ્ટ્રલિયા (Australia) ૩૮૭,૭૧૧ ડૉલર [૧૮]
બૅલ્જિયમ (Belgium) અને લુકસેમ્બોર્ગ (Luxembourg) ૨૬,૩૭૩ ડૉલર [૧૮]
ભારત (India) ૨૭,૬૭૮,૬૨૯ ડૉલર [૧૮] (રૂ. ૧૦૯,૦૫,૩૭,૯૮૩)
મલેશિયા (Malaysia) ૯૫,૩૩૯ ડૉલર [૧૮]
ન્યૂઝીલેન્ડ (New Zealand) ૧૧૩,૪૪૪ ડૉલર [૧૮]
સિંગાપોર (Singapore) ૨૨૦,૨૪૩ ડૉલર [૧૮]
યુનાઈટેડ કિંગડમ્ (United Kingdom) ૨,૬૨૨,૬૨૭ ડૉલર [૧૮]
યુનાઈટેડ સ્ટેટ્સ (United States) ૩,૫૯૭,૩૭૨ ડૉલર [૧૮]
આખા વિશ્વમાંથી ૩૯,૫૩૯,૫૧૭ ડૉલર[૧૮] (રૂ. ૧૫૫,૭૮,૫૬,૯૬૯.૮)

રીવ્યૂ (સમાલોચના)

[ફેરફાર કરો]

બીબીસી (BBC)ના તેજપાલ રોઠોડે ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર આપતાં લખ્યું, "આ મજાની ફિલ્મ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના હૃદયના ઊંડાણેથી આવી છે જે બોલિવુડને અંજલિ પણ અર્પે છે અને તેની ખિલ્લી પણ ઉડાવે છે, પણ ચોક્કસ જ તે દર્શકોને છેક અંત સુધી તેમની બેઠકમાં જકડી રાખશે." [૧૯] નેશનલ પોસ્ટ (National Post)ના માર્ક મેડ્લીએ ફિલ્મને ૩ સ્ટાર આપતાં લખ્યું, "આ ફિલ્મમાં તમામ બાબતોનો શંભુમેળો છે- કોમેડી છે, ડ્રામા છે, રોમાંસ છે, એકશન છે અને અલૌકિક તત્ત્વની હાજરી પણ છે. પણ ખરેખર તો તેની પટકથા બસ એક ડાન્સ/ગીતથી બીજા સુધી જવા માટેનું માત્ર એક સાધન જ છે."[૨૦] રેડીફ.કોમ (Rediff.com)ના રાજા સેને ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપતા લખ્યું, "ઓમ શાંતિ ઓમ બોલિવુડની ખૂબ મજાની, ભાવનાઓના આવેશવાળી, આનંદ આપતી ફિલ્મ છે, પણ જેમ દારૂની રેલમછેલ હોય તેવી મોટા ભાગની પાર્ટીઓમાં થાય છે તેમ તેમાં પણ ઘણી અતિમૂર્ખતાભરી બાબતો અને અત્યંત અપરિપકવ લાગે તેવી બાબતો છે. તમારે આ ફિલ્મી ગોટાઓ વચ્ચે શ્વાસ લેવા માટે થોડી મહેનત કરવી પડશે, તમારો કોલર ઊભો ચઢાવો અને પડદા પર ઘટતી ઘટનાઓમાંથી અર્થ તારવવાની મહેનત છોડી દો. મોટા ભાગના સંવાદો જૂની ફિલ્મોમાંથી લખાયેલા છે, એટલે તમારી બેઠકમાં આરામથી અઢેલો અને એ જૂના જાણીતા અભિનેતાને ઓળખવાની કોશિશ કરો. અથવા તો પછી બસ ખાનને સ્ક્રીન પર છવાઈ જતો જુઓ."[૨૧] ઇન્ડિયાએફના તરન આદર્શે (Taran Adarsh) ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર આપતા આ મુજબનું લખ્યું, "આવનારા દિવસોમાં આ ફિલ્મ બોકસ ઑફિસ પર નવા વિક્રમો સર્જશે, એટલું જ નહીં આ ફિલ્મ એસઆરકેની કારર્કિદીમાંની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની શકે તેવી સંભાવનાઓ ધરાવે છે."[૨૨] એઓએલ ઇન્ડિયાની નોયોન જયોતિ પરાસરાએ ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપતાં લખ્યું, "ભારતીય સિનેમાના "નવરત્ન" કહેવાતા તમામ તત્ત્વો આ ફિલ્મમાાં હાજર છે- આનંદથી લઈને દુઃખ સુધીના અને રોમાંસથી લઈને બદલો/વેર વાળવા સુધીના. અને દિગ્દર્શિકા તેને સરસ રીતે કમાણી માટેની ફિલ્મ બનાવી શકયા છે, જે ચોક્કસ જ હિટ (સફળ) થવાની છે." [૧] સર્ચઇન્ડિયા.કોમે ફિલ્મને અંગૂઠો નીચે બતાવતા લખ્યું, "પુનર્જન્મની અત્યંત સામાન્ય કથા લઈને અસંબદ્ધ, ટ્રેસિંગ પેપર જેટલી પાતળી પટકથા અને મુખ્ય અભિનેતાઓના હો-હા કરતાં અભિનય ધરાવતી ફિલ્મ સરવાળે એક મામૂલી ફિલ્મ બની રહે છે, જે માત્ર સુપરસ્ટાર શાહરુખ ખાનના ચાહકોને જ પસંદ પડી શકે."[૨૩] સીએનએન-આઈબીએન (CNN-IBN)ના રાજીવ મન્સાદ ઓમ શાંતિ ઓમને પાંચમાંથી ત્રણ સ્ટાર આપતાં કહે છે,"... આ ફિલ્મના ખૂબ સુંદર સંવાદોની વિશેષ નોંધ લેવી ઘટે. મોટા ભાગના સંવાદો જૂની બોલિવુડ ફિલ્મોમાંથી જ લેવાયા છે પરંતુ જે રીતે તેને ફિલ્મના પાત્રની રોજિંદી વાતચીતમાં વણી લેવાયા છે તે અભિનંદનને પાત્ર છે."

[૨૪].ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (The Times of India)ના નિખાત કાઝમીએ ફિલ્મને ૫માંથી ૩ સ્ટાર આપતાં લખ્યું કે આ ફિલ્મ પૂરેપૂરી પૈસા વસૂલ છે અને કર્જ (Karz)ને અપાયેલી સાચી અંજલિ છે. [૨૫] હિન્દુસ્તાન ટાઈમ્સ (Hindustan Times)ના ખાલિદ મહોમ્મદે ફિલ્મને ૪/૫ સ્ટાર આપતાં કહ્યું કે ઓમ શાંતિ ઓમ એ મગજ બાજુ પર મૂકીને માણવાલાયક સંપૂર્ણ મઝા છે.[૨૬]ધ હિન્દુ (The Hindu)ના સુદીશ કામનાથે લખ્યું, "તેના પ્રવાહ, નબળી રજૂઆત અને ગેરવ્યાજબીપણા છતાં ઓમ શાંતિ ઓમ હિન્દી સિનેમાને આપણે જે રીતે જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ તેને હળવા-હૃદયથી અપાયેલી અંજલિ છે. [...]તે સિવાય, કેટલીય બ્લોકબસ્ટર ફિલ્મોના અંશ-ટુકડાઓને હાસ્ય, ગીતો અને ડાન્સમાં સાથે પરોવીને આ ફિલ્મમાં જબરજસ્ત મિજબાનીરૂપ બની છે. એસઆરકે કેમ આપણા સમયનો રોક સ્ટાર કહેવાય છે તે તેણે આપણને બતાવ્યું છે. "[૨૭]

રીવ્યૂ એકત્રિત કરનાર રોટન ટોમેટોઝે (Rotten Tomatoes) ૬ રીવ્યૂ(૫ નવા અને ૧ જૂનો)-ના આધારે ઓમ શાંતિ ઓમને ૮૩%નું રેટિંગ આપ્યું છે. [૨૮]


જાણીતા જૂના અભિનેતા મનોજ કુમાર (Manoj Kumar)ને (ખરેખર એમની પ્રતિકૃતિને) ખરાબ રીતે દર્શાવવા બદલ ઓમ શાંતિ ઓમ વિવાદમાં સપડાઈ હતી.

ફિલ્મમાં શ્રેયસ તલપડે (Shreyas Talpade)નું પાત્ર (પપ્પુ) ફિલ્મના પ્રિમિઅરમાં પ્રવેશવા માટેના મનોજ કુમાર (Manoj Kumar)ના પાસ છાનામાના ગુપચાવી લે છે. જયારે ખરેખરા મનોજ કુમાર (તેમની પ્રતિકૃતિ) પ્રિમિઅરમાં આવે છે ત્યારે સંરક્ષકો તેમની પાસે ઓળખ માગે છે. મનોજ કુમાર તેમને પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ બતાવે છે, જેમાં તેમની જાણીતી અદા મુજબ ચહેરા પર હાથ ઢાંકેલો ફોટોગ્રાફ હોય છે. (તેમની જાણીતી અદાની અહીં ખિલ્લી ઉડાડવામાં આવી છે.) પણ સંરક્ષકો તેમને ઓળખી શકતા નથી એટલે તેમને ઢોંગી કહીને તેમને હાંકી કાઢે છે અને છેક થિયેટરની હદની બહાર સુધી તેમની પાછળ લાકડીઓ લઈને દોડે છે. [૨૯] બીજા એક દશ્યમાં શાહરુખ ખાન (ઓમ પ્રકાશ મખીજા)ને પણ દારૂ પીને એવોર્ડ સ્વીકારતી વખતનું ભાષણ આપવાનો ડોળ કરતો દર્શાવવામાં આવે છે, જેમાં પણ એ છેલ્લે કહે છે કે તે મનોજ કુમાર છે. [૨૯]

આ દશ્યોથી દુભાઈને મનોજ કુમારે ઓમ શાંતિ ઓમના નિર્માતાઓ પર દાવો કરવાનો વિચાર કરી લીધો હતો. એમણે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, "ભારતીય દર્શકોએ જ મનોજ કુમારને એક આદર્શ (આઈકન) બનાવ્યો હતો...

હવે એ આદર્શની ઠેકડી ઉડાડાઈ છે... કાયદાકીય કાર્યવાહી કરતાં નૈતિક કાર્યવાહી વધુ અગત્યની છે." તેમણે એવું પણ કહ્યું, "આ પ્રકારની ફિલ્મ બનાવનારા લોકો આદર અને શિષ્ટતાનો અર્થ જાણતા નથી. તેઓ ગુનેગારો છે. [૨૯] મનોજ કુમારે એ પણ ઉમેયુર્ં કે, "શું મુંબઈની પોલીસ એટલી મૂરખી છે કે તે મનોજ કુમારને ન ઓળખે અને ૭૦ના દાયકામાં જયારે તે સ્ટાર હતો ત્યારે તેના પર લાઠીચાર્જ કરે? [૩૦] શાહરુખ ખાન કોમી છે એવો આક્ષેપ પણ મનોજ કુમારે કર્યો. [૩૧]


પાછળથી, એક પ્રેસ કોન્ફરન્સમાં, શાહરુખ ખાન અને દિગ્દર્શિકા ફરાહ ખાને આ બાબત અંગે માફી માગી. શાહરુખ ખાને પોતાની ભૂલ કબૂલીને માફી માગતા કહ્યું, "એનાથી કોઈની લાગણી દુભાઈ પણ શકે છે એ ન વિચારવું એ ભૂલ હતી. મેં એમની ઠેકડી ઉડાડી છે એવું જેને પણ લાગ્યું હોય તે દરેક જણની હું દિલથી માફી ચાહું છું. પ્રામાણિકતાથી કહું તો મારો ઈરાદો કોઈને નકારાત્મક રીતે દર્શાવવાનો કે કોઈને નીચા બતાવવાનો બિલકુલ નહોતો."[૩૨] ફરાહ ખાને, મનોજ કુમાર જે દશ્યો દુભવતાં લાગતાં હોય તે ફિલ્મમાંથી કાપી નાખવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. અને ખાને કહ્યા મુજબ તેમણે કહ્યું હતું કે, "હું (ફરાહ ખાન) તેમની દીકરી જેવી છું. તેમણે કહ્યું, "બેટિયાં માફી નહીં માંગતી" (દીકરીઓથી માફી ન મંગાય). મેં તેમને કહ્યું કે તમે મને સીધી બોલાવીને ધમકાવી શકયા હોત." [૩૨]


પાછળથી મનોજ કુમારે કહ્યું હતું કે આ બનાવથી તેમને દુઃખ જરૂર થયું છે પણ તેઓ માફી આપીને, તેની ઉપેક્ષા કરીને આગળ વધવા માગે છે. તેમનું કહેવું હતું કે તેઓ "દરેકમાંના રામ (Ram)ને જોવાનું અને રાવણ (Ravana)ને અવગણવાનું વધુ પસંદ કરે છે." [૩૩]


છેવટે, ૨૦૦૮માં, સોની ટીવી પર ફિલ્મનું પ્રિમિઅર પ્રદર્શિત થતા પહેલાં પીઢ અભિનેતા મનોજ કુમારે (Manoj Kumar) ટેલિવિઝન પર ફિલ્મ પ્રદર્શનને અટકાવવા માટે મુંબઈ (Mumbai)ની સિવિલ કોર્ટમાં સ્ટેની અરજી કરી. ૮ ઑગસ્ટ, ૨૦૦૮ના તેમને "ઓમ શાંતિ ઓમ"માં તેમની પર દર્શાવાયેલાં વ્યંગાત્મક દશ્યો માટે કાયમી મનાઈ હુકમ મળી ગયો. કોર્ટે ફિલ્મના નિર્માતા અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન (Sony Entertainment Television)ને ૧૦ ઑગસ્ટ, ૨૦૦૮ના ટીવી પર પ્રસારિત કરતાં પહેલાં ફિલ્મમાંથી મનોજ કુમારને ટાંકતા કે તેમની સાથે સમાનતા ધરાવતાં દશ્યો કાપવા માટેનો આદેશ આપ્યો.

આ દશ્યો દૂર કર્યા સિવાય આ ફિલ્મ બીજા કોઈ પણ માધ્યમ ટીવી, ડીવીડી અથવા ઈન્ટરનેટ- પર દર્શાવી શકાશે નહીં એવું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું[૩૪][૩૫].


૧૨ ઑગસ્ટ (August 12), ૨૦૦૮ (2008)ના મનોજ કુમારે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન, તેના પ્રોડકશન હાઉસના ડાયરેકટર અને પત્ની ગૌરી ખાન તથા ફિલ્મના દિગ્દર્શિકા ફરાહ ખાન પર ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તેમની ઠેકડી ઉડાડવા વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા. પહેલો કેસ માનભંગ માટે હતો, જેમાં તેમણે નુકસાન પેટે રૂ.૧નું વળતર માગ્યું હતું અને બીજો કેસ ફિલ્મના પ્રસારણ પહેલાં એ દશ્યો દૂર કરવા અંગે તેમની અપાયેલી ખાતરીનો વચનભંગ કરવા વિરુદ્વ છેતરામણીનો દાવો હતો.[૩૬]


પ્લેજરિઝમ (બીજાનું પોતાના નામે ચડાવવું તે)

[ફેરફાર કરો]

૭ ઑગસ્ટ (August 7), ૨૦૦૮ (2008)ના, ફિલ્મના ટેલિવિઝન પ્રસારણ પહેલાં, મધુર ભંડારકર (Madhur Bhandarkar) માટે કોર્પોરેટ (Corporate) (૨૦૦૬) અને ફેશન (Fashion) (૨૦૦૮) જેવી ફિલ્મોની પટકથા લખી ચૂકેલા પટકથા લેખક અજય મોંગાએ પણ આ ફિલ્મની હાર્દરૂપ રૂપરેખા તેણે ૨૦૦૬માં શાહરુખને એક પટકથા ઈ-મેલ પર મોકલી હતી તેમાંથી ઉપાડવામાં આવી છે તેવા આક્ષેપ સાથે હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો. પિટિશનમાં લખ્યા અનુસાર, "મોંગા અને તેમના એક બીજા સાથી લેખક હેમંત હેગડેએ આ પટકથા સપ્ટેમ્બર ૨૦૦૫માં, સિને રાઈટર્સ એસોસિએશન (સીડબલ્યુએ)માં નોંધાવી હતી પછી ૨૦૦૬માં હું આ પટકથા રેડ ચીલીઝ પાસે લઈ ગયો. એ સમયે શાહરુખ ખાન મલેશિયામાં શૂટિંગ કરી રહ્યા હોવાથી, મેં તેમને ઈ-મેલ પર પટકથા મોકલાવી હતી, પણ પછી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. છેક છેવટે જયારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે મને અહેસાસ થયો કે આ ફિલ્મ તો સંપૂર્ણપણે મારી પટકથા પર આધારિત છે." જાન્યુઆરી ૨૦૦૮માં, એક વિશેષ વહીવટી સમિતિની બેઠકમાં સિને રાઈટર્સ એસોસિએશને (સીડબલ્યુએ) મોંગાની અરજી ફગાવી દીધી. ત્યારબાદ, તેમણે આ ફિલ્મને ટીવી પર પ્રસારિત થતા રોકવા માટે કોર્ટનો આશરો લીધો. જો કે કોર્ટે ફિલ્મના ટીવી પ્રસારણ પર સ્ટે માગતી મોંગાની અરજી માન્ય ન રાખતા, શાહરુખ ખાન (Shahrukh Khan), ફરાહ ખાન (Farah Khan) અને રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ (Red Chillies Entertainment), ગૌરી ખાન (Gauri Khan) (ડાયરેકટર, રેડ ચીલીઝ) અને ફિલ્મના સહ-લેખક મુસ્તાક શેખ એમ તમામ પક્ષોને ૨૯ સપ્ટેમ્બર (September 29), ૨૦૦૮ (2008)ના બીજા હિયરિંગ સુધીમાં તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું.[૩૭][૩૮][૩૯]


નવેમ્બર ૨૦૦૮માં, ઓમ શાંતિ ઓમ અને મોંગાની પટકથામાં ઘણી સામ્યતા મળી હોવાની બાબત ફિલ્મ રાઈટર્સ એસોસિએશને રેડ ચીલીઝ અને અજય મોંગાને જણાવી. ફિલ્મ રાઈટર્સ એસોસિએશન વતી આ કેસ પર તપાસ કરવા નિમાયેલી વિશેષ સમિતિના અધ્યક્ષ સૂની તારાપોરવાલા મુજબ આ સામ્યતાઓ યોગાનુયોગ હોવા કરતાં ઘણી વધુ હતી. [૪૦]


પ્લેજરિઝમ (plagiarism)નો બીજો આક્ષેપ મધુમતી (Madhumati)ના દિગ્દર્શક, સદ્ગત બિમલ રોય (Bimal Roy)ની પુત્રી રિંકી ભટ્ટાચાર્યે (Rinki Bhattacharya) કર્યો એટલું જ નહીં પણ ફિલ્મનો ઉત્તરાર્ધ તેમના પિતાની ફિલ્મ મધુમતી, જે પણ પુનર્જન્મ પર આધારિત હતી, તેની સાથે ઘણો મળતો આવતો હોવાથી તેમણે ઓમ શાંતિ ઓમના નિર્માતા-દિગ્દર્શક અને રેડ ચીલીઝ (Red Chillies Entertainment) વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની પણ ધમકી આપી. [૩૭][૩૮]


એવૉર્ડ્સ

[ફેરફાર કરો]
વર્ષ વિભાગ કાસ્ટ / ક્રૂ
૨૦૦૮ શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી (Best Female Debut) દીપિકા પાદુકોણે (Deepika Padukone)
૨૦૦૮ શ્રેષ્ઠ વિશેષ ઈફેકટસ રેડ ચીલીઝ વીએફએકસ (Red Chillies VFX)
વર્ષ વિભાગ કાસ્ટ / ક્રૂ
૨૦૦૮ શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone)
૨૦૦૮ શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શક ફરાહ ખાન (Farah Khan)
૨૦૦૮ જોડી નં.૧ (Jodi No. 1) શાહરુખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone)
વર્ષ વિભાગ કાસ્ટ / ક્રૂ
૨૦૦૮ સ્ટારડસ્ટ ડ્રીમ ડાયરેકટર એવૉર્ડ (Stardust Dream Director Award) ફરાહ ખાન (Farah Khan)
૨૦૦૮ નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal)
૨૦૦૮ નોંધનીય અભિનેતા (બ્રેકથ્રૂ પર્ફોમન્સ મેલ) શ્રેયસ તલપડે (Shreyas Talpade)
વર્ષ અભિનેતા ફિલ્મ
૨૦૦૮ નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (Best Actor in a Negative Role) અર્જુન રામપાલ (Arjun Rampal)
૨૦૦૮ શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી (Best Female Debut) દીપિકા પાદુકોણે (Deepika Padukone)
૨૦૦૮ શ્રેષ્ઠ નૃત્ય-દિગ્દર્શન ફરાહ ખાન (Farah Khan)
૨૦૦૮ શ્રેષ્ઠ વેશભૂષા મનીષ મલ્હોત્રા (Manish Malhotra), કરન જોહર (Karan Johar) અને સંજીવ મૂલચંદાની (Sanjiv Mulchandani)
૨૦૦૮ બેસ્ટ વિઝ્યુઅલ ઈફેકટ્સ (Best Visual Effects) રેડ ચીલીઝ વીએફએકસ (Red Chillies VFX)

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; mojoનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. "MITHUN,RAJNIKANT,GOVINDA,CHUNKY PANDEYget framed for a special song". DNA. મેળવેલ 2007-04-25.
  3. "SRK to release 2K prints of Om Shanti Om". TNN. મેળવેલ 2007-09-08.
  4. "Record Pre Advance Opening". Indiafm.com. મેળવેલ 2007-11-04.
  5. "Bollybreak.com: Exclusive Leak : Songs of Om Shanti Om with lyrics". DNA. મેળવેલ 2007-09-14.
  6. "Indiafm.com: Music review of Om Shanti Om". DNA. મેળવેલ 2007-04-25.
  7. "Asian Film Awards: Nominations & Winners". મેળવેલ 2008-03-19.
  8. "સાંવરિયા અને ઓમ શાંતિ ઓમ વિશે વધુ જાણકારી મેળવો- બોલિવુડ ન્યૂઝઃ glamsham.com". મૂળ માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  9. "ધ કલાસિફિકેશન બોર્ડ અને કલાસિફિકેશન રીવ્યૂ બોર્ડ". મૂળ માંથી 2008-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  10. ઓમ શાંતિ ઓમ (૨૦૦૭)- પેરેન્ટ્સ ગાઈડ
  11. "આખા વિશ્વમાં ઓમ શાંતિ ઓમે ૪૫ મિલિયન ડોલરનો વકરો રળ્યો". મૂળ માંથી 2015-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  12. "૦૯/૧૧/૦૭-૨૨/૧૧/૦૭ સુધીનો બોકસ ઑફિસ પરનો વકરો". મૂળ સંગ્રહિત માંથી 2007-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-03.
  13. "Om Shanti Om first week box office collections". 2007-11-17. મૂળ સંગ્રહિત માંથી 2007-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-19. Check date values in: |date= (મદદ)
  14. યાહૂ! મૂવીઝ વિકેન્ડ બોકસ ઓફિસ એન્ડ બઝ
  15. યુકે બોકસ ઑફિસઃ ઓમ શાંતિ ઓમ ૨૦૦૭ની ફિલ્મોમાં ૧નંબરના સ્થાને!
  16. ઓમ શાંતિ ઓમે આશરે ૧૯ મિલિયન ડોલર ભેગા કર્યા.
  17. ૧૮.૦૦ ૧૮.૦૧ ૧૮.૦૨ ૧૮.૦૩ ૧૮.૦૪ ૧૮.૦૫ ૧૮.૦૬ ૧૮.૦૭ ૧૮.૦૮ ૧૮.૦૯ મોજો ઈન્ટરનેશનલ બોકસ ઑફિસ પર ઓમ શાંતિ ઓમ
  18. Tajpal Rathore. "BBC: OSO Review".
  19. Mark Medley. "National Post: OSO Review". મૂળ માંથી 2007-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  20. Raja Sen. "Rediff: OSO Review".
  21. Taran Adarsh. "Indiafm.com: Movie review of Om Shanti Om". DNA. મેળવેલ 2007-11-06.
  22. [indiablogs.searchindia.com/2007/11/09/om-shanti-om-a-breath-of-stale-air/ "SearchIndia.com: Movie review of Om Shanti Om"] Check |url= value (મદદ). SearchIndia.com. મેળવેલ 2007-11-08.
  23. Rajeev Masand. "CNN-IBN: OSO Review". મૂળ માંથી 2007-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  24. Nikhat Kazmi. "The Times of India: OSO Review".
  25. Khalid Mehmood. "Hindustan Times Review". મૂળ માંથી 2009-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  26. Sudish Kamnath. "The Hindu: OSO Review". મૂળ માંથી 2007-11-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  27. http://www.rottentomatoes.com/m/om_shanti_om/
  28. ૨૯.૦ ૨૯.૧ ૨૯.૨ "Shahrukh Khan apologises to Manoj Kumar". CNN-IBN. 2007-11-16. મૂળ માંથી 2007-11-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-25.
  29. Deshpande, Swati (2007-11-16). "Hurt Manoj Kumar wants to sue SRK". The Times of India. મેળવેલ 2007-11-25.
  30. "મનોજ કુમારઃ શાહરુખ ખાન કોમી વ્યકિત છે". મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  31. ૩૨.૦ ૩૨.૧ "SRK apologises to Manoj Kumar". The Times of India. 2007-11-17. મેળવેલ 2007-11-25.
  32. Sharma, Purnima (2007-11-23). "Some shanti for Manoj". The Times of India. મેળવેલ 2007-11-25.
  33. મનોજ કુમારની અરજીથી ઓમ શાંતિ ઓમનું પ્રસારણ સ્થગિત સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન- હિન્દુસ્તાન ટાઇમ્સ (Hindustan Times), ૯ ઑગસ્ટ (August 9), ૨૦૦૮ (2008).
  34. કોર્ટઃ "ઓમ શાંતિ ઓમ"માંથી મનોજ કુમારને લગતાં દશ્યો દૂર કરો સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન રીયુટર્સ (Reuters), ૮ ઑગસ્ટ (August 8), ૨૦૦૮ (2008).
  35. (http://publication.samachar.com/pub_article.php?id=2463654&navname=Top%20Stories%20&moreurl=http://publication.samachar.com/hindustantimes/topstories/hindustantimes.php&homeurl=http://publication.samachar.comશાહરુખ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન અને ફરાહ ખાન વિરુદ્ધ મનોજ કુમારના બે કેસ દાખલ) હિન્દુસ્તાન ટાઈમ્સ (Hindustan Times), ૧૨ ઑગસ્ટ (August 12), ૨૦૦૮ (2008).
  36. ૩૭.૦ ૩૭.૧ અશાંતિ ઓમ શાંતિ ઓમનો પીછો નથી છોડતી સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન- મુંબઈ મિરર (Mumbai Mirror), ૭ ઑગસ્ટ (August 7), ૨૦૦૮ (2008).
  37. ૩૮.૦ ૩૮.૧ "શાહરુખ, ફરાહ પર દાવોઃ ઓમ શાંતિ ઓમની સ્ક્રિપ્ટ એસઆરકેએ ચોરાવી હોવાનો એક લેખકનો દાવો". મૂળ માંથી 2009-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
  38. એસઆરકે, ફરાહ વિરુદ્ધ હાઈકોર્ટમાં કાર્યવાહી- ધ ટ્રિબ્યુન (The Tribune), ૮ ઑગસ્ટ (August 8), ૨૦૦૮ (2008).
  39. (http://www.punemirror.in/index.aspx?page=article&sectid=19&contentid=200811222008112204184051347fa014d&sectxslt=&pageno=3"કેસ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન સ્ટડી" પુણે મિરર દેશમુખ, અશ્વિની ૨૦૦૮-૧૧-૨૨ (2008-11-22))

અન્ય લિન્ક

[ફેરફાર કરો]