ઈથેન

વિકિપીડિયામાંથી

ઈથેન એક રાસાયણીક સંયોજન છે જેનું રાસાયણીક સૂત્ર C2H6 છે. બે કાર્બન ધરાવતું આ એકમાત્ર આલ્કેન અર્થાત એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. વાતાવરણના સામાન્ય તાપ અને ઉષ્ણતામાને આ વાયુ રંગ અને ગંધ રહિત વાયુ છે. ઈથેનને મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસમાંથી અને પેટ્રોલિયમ તેલના શુદ્ધિકરણની આડ પેદાશ તરીકે છૂટો પાડવામાં આવે છે. આનો મુખ્ય ઉપયોગ ઈથિલીનના ઉત્પાદનમાં પૂરક રસાયણ તરીકે છે.