ઉત્તમ કુમાર

વિકિપીડિયામાંથી
ઉત્તમ કુમાર
Uttam Kumar Indrani (1958).png
જન્મની વિગત
અરૂણ કુમાર ચેટરજી

સપ્ટેમ્બર ૩, ૧૯૨૬
અહિરિટોલા, કોલકોતા
મૃત્યુજુલાઇ ૨૪, ૧૯૮૦
ટોલીગંજ, કોલકોતા, પશ્ચિમ બંગાળ
વ્યવસાયઅભિનેતા
નિર્માતા
દિર્ગદર્શક, સંગીત નિર્માતા, ગાયક
સક્રિય વર્ષો૧૯૪૮–૧૯૮૦
ઉંચાઇ5 ft 11 in (1.80 m)
જીવનસાથીગૌરી ચેટર્જી
સંતાનોગૌતમ ચેટર્જી
વેબસાઇટhttp://www.mahanayak.com/

ઉત્તમ કુમાર (બંગાળી: উত্তম কুমার)(સપ્ટેમ્બર ૩ ૧૯૨૬ - જુલાઇ ૨૪ ૧૯૮૦), જેમનું જન્મનું નામ અરૂણ કુમાર ચેટરજી હતું; તેઓ પ્રસિધ્ધ બંગાળી અભિનેતા હતા. તેઓ બંગાળી ચલચિત્ર જગતનાં મહાનાયક ગણાતા. તેમનો જન્મ કોલકોતામાં થયેલો.

અભિનય[ફેરફાર કરો]

તેઓએ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક તરીકે કાર્ય કરેલું. આ સાથે તેઓએ સત્યજીત રેની બે બંગાળી ફિલ્મો, "નાયક" અને "ચિડિયાખાના" (જેમાં તેમણે બંગાળનાં જાણીતા જાસૂસ 'વ્યોમેશ બક્ષી'નો પાઠ ભજવેલો) માં પણ કામ કરેલું. તે ઉપરાંત "છોટીસી મુલાકાત", "અમાનુષ", આનંદ આશ્રમ", "કિતાબ" અને "દુરીયાં" જેવી કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કરેલો.

અવસાન[ફેરફાર કરો]

જુલાઇ ૨૪ ૧૯૮૦ ના રોજ, ૫૩ વર્ષની ઉંમરે, કોલકોતાનાં ટોલિગંજમાં તેઓનું અવસાન થયું.