ઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search


ઉબુન્ટુ
ઉબુન્ટુ લોગો
Ubuntu 11.10 Final.png
ઉબુન્ટુ ૧૧.૧૦ (Oneiric Ocelot)
કંપની/ડેવલપર Canonical Ltd. / Ubuntu Foundation
ઓ.એસ. ફેમેલી Unix-like
સ્થિતી ચાલુ
સ્રોત પ્રકાર ઓપન સોર્સ
શરૂઆત ૨૦/૧૦/૨૦૦૪
તાજેતરમાં થયેલ પ્રકાશન ૧૩.૦૪ (રેરીંગ રીંગટેઇલ) / ૨૫/૦૪/૨૦૧૩[૧]
Latest unstable release ૧૩.૧૦ (સોસી સાલામેન્ડર) / કાર્યરત્
ઉપલબ્ધ ભાષાઓ ૫૫ થી વધારે ભાષાઓમાં
એપડેટેડ મેથડ APT (front-ends available)
પેકેજ મેનેજર dpkg (front-ends like Synaptic available)
સપોર્ટેડ પ્લેટફોર્મ i386, AMD64, ARM[૨][૩]
કર્નલનો પ્રકાર મોનોલિથિક (લિનક્સ કર્નલ)
યુઝરલેન્ડ GNU
મૂળભૂત યુઝર ઇન્ટરફેસ 11.10: Unity shell on top of GNOME 3.x
સોફ્ટવેર લાયસન્સ Mainly the GNU GPL and various other free software licenses
અધિકૃત વેબસાઇટ http://www.ubuntu.comઉબુન્ટુ (અંગ્રેજી:Ubuntu) એ કોમ્પ્યુટરની એક મફ્ત ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ ડેબિયન આધારીત લિનક્ષ જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેનું નામ દક્ષીણી આફ્રિકી ભાષાનો શબ્દ ઊબુન્ટુ (અન્ય તરફની માનવતા) ની પાછળ રાખવામાં આવ્યું છે. ઉબુન્ટુ મુખ્યત્વે વ્યક્તિગત કોમ્પ્યુટરો પર વાપરવા માટે રચાયેલ છે, જોકે તેની સર્વર આવૃત્તિ પણ અસ્તિત્વમાં છે.

૨૦૧૨ માં થયેલ સર્વે અનુસાર ઉબુન્ટુ એ સૌથી લોકપ્રિય ડેસ્કટોપ/લેપટોપ માંવપરાતી લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ છે . જે સર્વર અને કલાઉડ કોમ્પુટીંગ માં પણ લોકપ્રિય છે .ઉબુન્ટુ એ દક્ષિણ આફ્રિકન ઉદ્યોગસાહસિક માર્ક શટ્ટલવર્થની યુ.કે.-સ્થિત કંપની કેનોનિકલ લિ. દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. કેનોનિકલ ઉબુન્ટુ સંબંધિત ટેક્નીકલ સેવાઓના વેચાણ દ્વારા આવક પેદા કરે છે, જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ સંપૂર્ણપણે મફ્ત છે. ઉબુન્ટુ પ્રોજેક્ટ મુક્ત સોફ્ટવેર વિકાસ સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.

ઉબુન્ટુનો ડેબિયન પ્રોજેક્ટ "કોડ્બેસ" નીચે પ્રારંભ થયેલો.

વર્ઝન ૧૩.૦૪ માં નવું શું શું છે?[ફેરફાર કરો]

  1. નવા આઇકોન્સ
  2. નવા વિન્ડો એનિમેશ્ન્સ
  3. નવી કર્નલ અને નવું યુનીટિ UI ૭

વર્ઝન ૧૨.૦૪ [એલ. ટી. એસ]માં નવું શું શું છે?[ફેરફાર કરો]

  1. એલ. ટી. એસ.: ૧૦.૪ પછી હવે વર્ઝન ૧૨.૦૪ એલ. ટી. એસ. વર્ઝન છે એટલેકે "દીર્ઘ સમય પુષ્ટિકૃત" વર્ઝન છે. આનો અર્થ એ છે કે ૨૦૧૭ સુધી કેનોનિકલ ઉબુન્ટુના આ વર્ઝનને અદ્યતન બનાવતુ રહેશે.
  2. એચ. યુ. ડી.: કોઇ મેનુ કમાંડ ક્યા છે એ શોધવા માથુ નીચે કરીને મેન્યુઅલ વાચવાની જરૂર નથી. ઉબુન્ટુના આ વર્ઝનનું એચ. યુ. ડી. ફીચર આપને જરૂરી મેનુ કમાંડ શોધવામાં મદદ કરશે. માથુ ઉચુ રાખીને આસાનીથી શોધો.
  3. ગુજરાતી સહિત જગતની બીજી ૫૪ ભાષાઓ માં ઉપ્લબ્ધ.
  4. લીબ્રે ઓફીસ સ્યુટનું અદ્યતન સંસ્કરણ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "૧૩.૦૪ (રેરીંગ રીંગટેઇલ)". Ubuntu-News. ૨૫/એપ્રિલ/૨૦૧૩. Retrieved ૨૫ એપ્રિલ ૨૦૧૩. 
  2. "Ubuntu 11.10 will support arm processors to take on red hat". The Inquirer. Retrieved 2011-10-20. 
  3. "Ubuntu Linux bets on the ARM server". ZDNet. Retrieved 2011-10-20.