ડેબિયન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Debian

Debian

ડેબિયન (pronounced એ કોમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ (OS) છે. તે સંપૂર્ણ રીતે ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર વડે બનેલ છે. તેનું મુખ્ય સ્વરૂપ, ડેબિયન ગ્નુ/લિનક્સ એ લોકપ્રિય અને અસરકારક લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન છે.[૧] ડેબિયનએ ઘણીરીતે વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ડેસ્કટોપ અથવા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વાપરી શકાય છે. ડેબિયન ઓપરેટિંગ સિસ્ટમમાં લીનક્સ કર્નલનો સમાવેશ થાય છે. ડેબિયનનો ઉપયોગ જાત જાતના સાધનોમાં થઇ શકે છે, જેમ કે ફોન, લેપટોપ, ડેસ્કટોપ, સર્વર, વગેરે. ડેબિયન સુરક્ષા અને સ્થિરતા પર વધારે ધ્યાન આપે છે. બીજા ઘણા ઓપરેટિંગ સિસ્ટમ ડેબિયન બેઝ પરથી બનેલા છે. ડેબિયન પરિયોજના ડેબિયન રચના અને સામાજિક કરાર દ્વારા ચલાવવામાં આવે છે જેનો મૂળ ઉદેશ્ય મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો છે. ડેબિયન લગભગ ૩૦૦૦ જુદા જુદા દેશોના સ્વયંસેવકો દ્વારા વિકસાવેલું છે અને તેને અન્ય બિન નફા સંસ્થાઓનો પણ સહયોગ મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]