ઉસ્તાદ વિલાયતખાં

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઉસ્તાદ વિલાયતખાં
Vilayat Inayat Khan Cello.jpg
જન્મની વિગત ઓગસ્ટ ૨૮, ૧૯૨૮
Gauripur, India Edit this on Wikidata
મૃત્યુની વિગત માર્ચ ૧૩, ૨૦૦૪
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાય સંગીતકાર edit this on wikidata

ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરા મુજબના જાણીતા સિતારવાદક 'ઉસ્તાદ વિલાયતખાંનો જન્મ ઇ. સ. ૧૯૨૮ના વર્ષમાં ગૌરીપુર (વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં આવેલું છે.) ખાતે એક સંગીતજ્ઞ પરિવારમાં થયો હતો. એમના પિતા, પ્રખ્યાત સિતાર વાદક ઉસ્તાદ ઇનાયત હુસૈન ખાં, યુવાન વયે અવસાન પામ્યા બાદ એમણે પોતાના નાના અને મામા પાસે સિતાર વગાડવાનું શિક્ષણ મેળવ્યું હતું. [૧]આઠ વર્ષની નાની ઉમરમાં પહેલી વાર એમના સિતારવાદનનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. એમણે પાંચ દસકાઓથી પણ અધિક સમય સુધી એમના સિતારનો જાદૂ પ્રસરાવ્યો હતો. ઉસ્તાદ વિલાયત ખાંની પાછલી કેટલીય પેઢીઓ સિતાર વાદનના હુન્નર સાથે જોડાયેલી રહી છે અને એમના પિતા ઇનાયત હુસૈન ખાં કરતાં પહેલાંના ઉસ્તાદ ઇમદાદ હુસૈન ખાં પણ જાણીતા સિતારવાદક હતા. ઉસ્તાદ વિલાયત ખાંના બન્ને પુત્રો, સુજાત હુસૈન ખાં અને હિદાયત ખાં તથા એમના ભાઈ ઇમરાત હુસૈન ખાં અને ભત્રીજા રઈસ ખાં પણ જાણીતા સિતાર વાદક રહ્યા છે.

તેઓ સંભવતઃ ભારત દેશના એવા પહેલા સંગીતકાર હતા, જેમણે ભારત દેશને આઝાદી મળ્યા બાદ ઇંગ્લેંડ જઈને સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. ઉસ્તાદ વિલાયત ખાં એક વર્ષમાં આઠ મહીના વિદેશમાં વિતાવતા હતા અને અમેરિકા ખાતે ન્યૂજર્સી શહેરમાં એમનું બીજું ઘર બની ગયું હતું. વિલાયત ખાંએ સિતાર વાદનની પોતાની અલગ શૈલી, ગાયકી શૈલી, વિકસિત કરી હતી જેમાં શ્રોતાઓ પર ગાયનનો અહેસાસ થતો હતો. એમની આ સંગીત કલાના સમ્માનમાં તે સમયના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે એમને આફ઼તાબ - એ - સિતાર તરીકે સમ્માનિત કર્યા હતા અને આ સમ્માન મેળવનાર તેઓ એકમાત્ર સિતારવાદક હતા. જો કે ઉસ્તાદ વિલાયત ખાંએ ઇ. સ. ૧૯૬૪ના વર્ષમાં પદ્મશ્રી અને ઇ. સ. ૧૯૬૮ના વર્ષમાં પદ્મવિભૂષણ સમ્માન એમ કહીને ઠુકરાવી દિધા હતાં કે ભારત સરકારે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં એમના યોગદાનનું સમુચિત સમ્માન નથી કર્યું. એમના પરિવારમાં એમની બે પત્નીઓ, બે પુત્રો અને બે પુત્રીઓ છે.

૧૩મી માર્ચ, ૨૦૦૪ના દિવસે એમનું અવસાન થયું હતું. એમના ફેફસાંમાં કેન્સર થયું હતું, જેનો ઇલાજ કરાવવા માટે તેઓ જસલોક હોસ્પિટલમાં ભર્તી થયા હતા. એમનું મોટા ભાગનું જીવન કોલકાતા શહેરમાં વીત્યું અને એમનો અંતિમ સંસ્કાર પણ એમના પિતાની કબરની સમીપ દફ઼નાવીને કરમાં આવ્યો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).