ઋતુ-પ્રવાસ

વિકિપીડિયામાંથી

કેટલાક પ્રાણીસૃષ્ટીના સભ્યો ઋતુ પ્રમાણે લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રાણીઓને ઋતુ-પ્રવાસી કે યાયાવર કહે છે અને આ પ્રકારના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. અલગ અલગ પ્રાણીઓમાં ઋતુ-પ્રવાસ કરવા પાછળનો હેતુ અલગ અલગ જોવા મળે છે. ઋતુ-પ્રવાસ કરવા પાછળના મોટા પરીબળ તરીકે નીચે મુજબના કારણો હોય છે.

  1. અતિશય ઠંડીથી બચવા માટે
  2. પ્રજનન કરવા સાનુકૂળ પરિસ્થિતી તરફ જવા માટે
  3. અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાકની શોધ માટે

અતિશય ઠંડીથી બચવા માટે[ફેરફાર કરો]

વિશ્વના ઠંડાગાર પ્રદેશોમાં રહેતા પ્રાણીસૃષ્ટીના સભ્યો અતિ શિતળ વાતાવરણથી બચવા માટે પ્રમાણમાં હુંફાળા વિસ્તારો તરફ પ્રવાસ કરે છે. ગુજરાતમાં આ પ્રકારનાં યાયાવરનું ખુબ જાણીતું ઊદાહરણ છે વૈયા નામનાં મેના કુટુંબના પક્ષીઓ. આ પક્ષીઓ પોતાના મુળવતન ગણાતા રશીયા, સાઈબીરીયા, માઈનર અને યુરોપના દેશો તરફથી દક્ષીણ દિશાના દેશોમાં શિયાળો ગાળવા આવે છે.

પ્રજનન કરવા સાનુકૂળ પરિસ્થિતી તરફ જવા માટે[ફેરફાર કરો]

પ્રાણીસૃષ્ટીના કેટલાક સભ્યોને પોતે જ્યાં રહેતા હોય તે વિસ્તારોમાં એક કરતા વધુ કારણોને લીધે પ્રજનન માટે અનુકુળ વાતાવરણ મળતું નથી. ગુજરાતમાં આ પ્રકારના ઋતુ-પ્રવાસનું ઊદાહરણ લીલો દરીયાઇ કાચબો અને ઓલીવ રીડલી દરિયાઇ કાચબો છે. પક્ષીઓમાં આ પ્રકારનું ઊદાહરણ છે ચાતક નામનું પક્ષી જે આફ્રીકા ખંડનાં પુર્વ કિનારેથી લલેડા કુટુંબનાં પક્ષીઓનાં માળામાં ઈંડા મુકવા માટે ભારતની મુલાકાતે ચોમાસા દરમ્યાન આવે છે.

અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાકની શોધ માટે[ફેરફાર કરો]

ભારતમાં આ પ્રકારનાં ઋતુ-પ્રવાસનું ઊદાહરણ જોવા મળતું નથી પરંતું મધ્ય આફ્રિકાનાં ઘાસિયા મેદાનોમાં થતો બિલ્ડબિસ્ટ અને ઝેબ્રા નામનાં પ્રાણીઓનો ઋતુ-પ્રવાસ આ પ્રકારનાં પ્રવાસનું ઊત્તમ ઊદાહરણ છે.