લખાણ પર જાઓ

ચાતક

વિકિપીડિયામાંથી

ચાતક
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: કોકિલાકાર
Family: કોકિલ કુળ
Genus: 'Clamator'
Species: ''C. jacobinus''
દ્વિનામી નામ
Clamator jacobinus
Boddaert, 1783

કદ અને દેખાવ

[ફેરફાર કરો]

કાબર જેવું પણ લાંબી પૂંછડી અને માથા પર ચોટલી ધરાવે છે.પાંખમાં ધોળા પદમ હોય છે.તેનું કદ ૩૩ સે.મી.હોય છે.ચાતક કલરમાં બે જાતનાં થાય છે,એક ઉપરનાં(પીઠનાં) ભાગે કાળું અને પેટાળ સફેદ તથા બીજી જાતમાં સંપૂર્ણ કાળું પણ પાંખમાં સફેદ પદમ ધરાવતું હોય છે.જ્યારે બન્ને જાતનાં બચ્ચાં પીઠ પર કથ્થાઇ અને પેટાળે પીળાશ પડતો સફેદ રંગનાં હોય છે.

વિસ્તાર

[ફેરફાર કરો]

યાયાવર પક્ષી આફ્રીકાના પૂર્વ કિનારેથી ભારત,શ્રીલંકા અને બર્મા/મ્યાનમાર માં ઉનાળો ઉતરતાં અને ચોમાસાની શરૂઆતમાં આવે છે,અને દિવાળી પહેલાં પરત જતાં રહે છે.તે મોટા ભાગે ભીની અને વાવેતર વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે.

ચાતક વિવિધ પ્રકારની જીવાત અને ઇયળોનો ખોરાક લે છે.

આ પક્ષી પણ માળો બાંધવાને બદલે પોતાનાં ઇંડા સેવવાનું કામ લલેડાંને સોંપી દે છે.બચ્ચા જ્યારે પોતાની મેળે ખોરાક લેતા થાય ત્યારે કોઇ કુદરતી પ્રેરણાથી તે પણ પોતાના મૂળ વતન તરફ પ્રયાણ કરે છે.

કવિતાઓ માં

[ફેરફાર કરો]

ચાતક પક્ષિનો રુપક તરીકે ઉપયોગ અનેક કવિઓ દ્વારા થતો જોવા મળે છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષિનો બહુધા ઉલ્લેખ આવે છે.

લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે