એન્ટિગુઆ એન્ડ બાર્બુડાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એન્ટિગુઆ એન્ડ બાર્બુડા
Flag of Antigua and Barbuda.svg
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોફેબ્રુઆરી ૨૭, ૧૯૬૭
રચનાકાળી પાશ્ચાતભૂમિમાં ઉગતો સૂર્ય તથા લાલ, સફેદ અને બ્લુ રંગો છે.
રચનાકારસર રૅજીનાલ્ડ સેમ્યુઅલ

એન્ટિગુઆ એન્ડ બાર્બુડાનો રાષ્ટ્રધ્વજ કાળી પાશ્ચાતભૂમિમાં ઉગતો સૂર્ય તથા લાલ, સફેદ અને બ્લુ રંગો ધરાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ઉગતો સૂર્ય નવયુગનાં પ્રભાતનું ચિહ્ન છે. રંગોના ઘણા અર્થ છે પરંતુ સર્વમાન્ય અર્થ જોઈએ તો, કાળો રંગ આફ્રિકન પૂર્વજોનું, બ્લુ આશાનું, લાલ લોકોની ઊર્જા કે ગતિશીલતાનું પ્રતિક છે. પીળો, બ્લુ અને સફેદ રંગ ઊષાકાળના સમયનાં સૂર્ય, [આકાશ અને સમૂદ્રતટની રેતીનું પ્રતિક પણ છે. બ્લુ રંગ કેરેબિયન સાગરને પણ દર્શાવે છે. તે ઉપરાંત ધ્વજમાં આ રંગોની વી (V) આકારે ગોઠવણી વિજયની નિશાનીરૂપે પણ મનાય છે.