લખાણ પર જાઓ

એમપીથ્રી

વિકિપીડિયામાંથી
MPEG-1 or MPEG-2 Audio Layer III
Filename extension.mp3[૧]
Internet media typeaudio/mpeg,[૨] audio/MPA,[૩] audio/mpa-robust[૪]
Initial release1993 (1993)[૫]
Type of formatAudio compression format, audio file format
Standard(s)ISO/IEC 11172-3,[૫]
ISO/IEC 13818-3[૬]

ચેતવણી: મેં જગ્યા ઓછી થાય એ માટે અને ફેરફાર કરવાની સરળતા માટે કોપી પેસ્ટ કર્યું છે. લીંક અને રેફરન્સ પછીથી પણ ઉમેરી શકાય છે. પ્લીસ આને ડીસ્ટર્બ ન કરો.

એમ્પેગ-૧ અથવા એમ્પેગ-૨ અવાજ થર ૩ સામાન્યપણે એમપીથ્રી ના નામે ઓળખાય છે. એમપીથ્રી રીત અવાજને કંપ્યુટરમાં નાખવાની એક સાંકેતિક પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઈજારો મેળવવામાં આવ્યો છે. એમપીથ્રી રીત કંપ્યુટરના કે કંપ્યુટર જેવા અવાજ સાંભળવાના ઉપકરણના સ્મૃતિપટમાં ઓછી જગ્યા રોકવા માટે અવાજનો અમુક ભાગ જવા દે છે. એમપીથ્રી રીત અવાજ લેણદેણ કરવાની એક પદ્ધતિ પણ છે.

એમપીથ્રી રીત મુવિંગ પિક્ચર એકસ્પર્ટસ્ ગ્રુપના એમ્પેગ-૧ માંનકનો એક ભાગ હતી અને પછી એમ્પેગ-૨ ના માનકનો ભાગ પણ બની.

એમપીથ્રી રીત અવાજનો અમુક ભાગ જવા દેવાની એવી રીત છે કે અવાજનો ઘણો ભાગ જવા દેવા છતાં પણ મોટાભાગના લોકોને જાણે એમ જ લાગે છે કે તેઓ અસલ સંગીત સાંભળી રહ્યા છે. એમપીથ્રી રીતથી બનાવેલો ૧.૨૮ લાખ બીટ પ્રતિ સેકંડના ગતિનો સંગ્રહ સંગીતની સીડી કરતા કંપ્યુટરમાં લગભગ ૧૧ ગણી ઓછી જગ્યા રોકે છે. એમપીથ્રી રીત વત્તોઓછી ગતિ લઈને, વત્તીઓછી ગુણવત્તા વાળો અને કંપ્યુટરમાં વત્તીઓછી જગ્યા રોકતો આપણી જરૂરીયાત પ્રમાણેનો સંગ્રહ બનાવી શકે છે.

એમપીથ્રી રીત કંપ્યુટરમાં વપરાતી જગ્યાની બાબતમાં ઘણી કાર્યક્ષમ છે. ટુંકાણમાં એમપીથ્રી રીત આપણી અવાજ સંભાળવાની માનસિક અને શ્રાવ્ય પ્રતિકૃતિ બનાવી, અવાજમાંથી અમુક ભાગો ઓછા કરી કે કાઢી નાખી એ ખાલી જગ્યામાં બીજા અવાજો મૂકી, જગ્યાનો પુરેપુરો ઉપયોગ કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

એમપીથ્રી રીત કેવી રીતે આવી એ વિકાસની ગાથા[ફેરફાર કરો]

એમ્પીથ્રી રીત આપણા બધાની સંભાળવાની એક એવી ક્ષતિ પર આધારિત છે કે જેને આપણે 'શ્રાવ્ય મુખવટો' કહી શકીએ. ૧૮૯૪ માં આલ્ફ્રેડ માર્શલ મેયરે બતાવ્યું કે ઓછા કંપનવાળા અવાજનો એક ભાગ વધારે કંપનવાળા અવાજના બીજા ભાગને પુરેપુરો અશ્રાવ્ય કરી શકે છે, જાણે કે એ અવાજ પર મુખવટો મૂકી દીધો હોય. ૧૯૫૯ માં રીચાર્ડ એહમરે આ ક્ષતિને પુરેપુરી રીતે બતાવતા ગ્રાફો જાહેર કર્યા. અર્ન્સ્ટ ટેર્હાટ અને એના સાથીઓએ આ ક્ષતિને કંપ્યુટરમાં વાપરી શકાય એવી રીત બતાવી. આ પછી ઘણા લેખકોના ઘણા અહેવાલો આવ્યા અને એને લીધે આ ક્ષતિનુ પ્રમાણ અને રંગપટ આપણને મળ્યા.

૧૯૭૯ માં માંન્ફ્રેડ શ્રોડર અને એના સાથીઓએ બેલ લેબ્સ મરે હીલ ન્યુ જર્સીમાં અને એમ. એ. ક્રાસ્નરે બંનેએ અમેરિકામાં સ્વતંત્ર રીતે 'શ્રાવ્ય મુખવટા'ને વાપરી કમ્પુટરમાં અવાજને નાખવા અને કાઢવાની રીતની દરખાસ્ત કરી હતી. ક્રાસ્નરે 'શ્રાવ્ય મુખવટા' ને વાપરી એવું યંત્ર બનાવ્યું કે જે બોલીને (સંગીતને નહીં) કમ્પુટરમાં નાખી શકે. એ એવો પહેલો વૈજ્ઞાનિક હતો કે જેણે આવું યંત્ર બનાવ્યું. પણ ક્રાસ્નરે એની જાહેરાત એક ખાસ જાણીતા નહીં એવા લિંકન લેબોરેટરી ટેકનીકલ રીપોર્ટમાં કરી અને એ કારણસર 'શ્રાવ્ય મુખવટો' વૈજ્ઞાનિકો માટે સામાન્ય રીત બનતા થોડા વખત માટે રહી ગયો. માંન્ફ્રેડ શ્રોડર ઘણો જાણીતો વૈજ્ઞાનિક હતો પણ એની જાહેરાત પણ બીજા કોઈ નકારાત્મક પરિણામને લીધે વધારે લોકપ્રિય થતા રહી ગઈ. શ્રોડર અને ક્રાસ્નરે એબર્હાર્ડ ઝ્વીકરની અવાજનાં રંગપટમાંથી ચૂંટવાની અને મુખવટો આપવાની રીત આગળ વધારી. અને ઝ્વીકરે, હારવી ફ્લેચરે અને એના બેલ લેબ્સમાં સાથીઓએ કરેલા કામને આગળ વધાર્યું. પછી આઈ ત્રીપલ ઇ ના જર્નલ ઓન સિલેક્ટેડ એરીઆસ ઇન કામુનીકેશનસ્માં મુખવટો વાપરીને અવાજને સંકોચવાની ઘણી રીતો પ્રગટ થઇ. ફેબ્રુઆરી ૧૯૮૮ના આ પ્રકાશને મુખવટો વાપરીને અવાજને સંકોચાનની ઘણી રીતો અને ઘણા ઝડપી યંત્રો જાહેર કર્યા.

એમપીથ્રી રીતના નિકટતમ પૂર્વજો "કંપનના ક્ષેત્રને અનુસરી અવાજને કંપ્યુટરમાં નાખવાની સારામાં સારી રીત" (ઓસીએફ), અને 'શ્રાવ્ય ગ્રહણશક્તિ જોઈ અવાજનું તે પ્રમાણે રૂપાંતર કરી કંપ્યુટરમાં નાખવાની રીત' (પીએક્ષએફએમ) છે. આ બે રીતો અને થોમસન-બ્રાન્ડ્ટની અવાજનો જથ્થાને ફેરબદલ કરવાની રીત લઈ, તેમનુ મિશ્રણ કરી એક 'આસ્પેક્' નામની રીત બનાવવામાં આવી. આ રીતને એમ્પેગને સોંપવામાં પણ આવી અને આ રીતે ગુણવત્તાનું ઇનામ પણ જીત્યું પણ 'બહુ જટિલ છે' એવી ભૂલભરેલી માન્યતાને કારણે તરછોડવામાં આવી. ઓસીએફ રીતનું પહેલું વ્યહવારિક યંત્ર મોટોરોલાની ૫૬૦૦૦ 'વીજળીમાં ઢાળેલા સંદેશાઓને લઇ એના આંકડા બનાવી એની પર વિવિધ ક્રિયાઓ કરવાની સીલીકોન ચીપ' (ડીએસપી) ને લઈને બનાવવામાં આવ્યું. ક્રાસ્નરનું યંત્ર વ્યહવારિક ઉપયોગ માટે ઘણું જટિલ અને ધીમું હતું એટલે એને છોડી દેવામાં આવ્યું.

એ તો આપણે જોયું કે ઓસીએફ અને પીએક્ષએફએમ એમપીથ્રી રીતના પૂર્વજો છે. એમપીથ્રી રીતના પિતાઓ કાર્લ્હૈાઈન્ઝ બ્રાન્ડનબર્ગ, જે પી.એચ.ડી. પછી કામ કરતા હતા, અને જેમ્સ ડી જ્હોનસ્ટન (જેજે) બેઉ બેલ લેબ થી છે. એમણે ફ્રોનહોફર સોસાયટી ફોર ઇન્ટીગ્રેટેડ સરકીટસ્, એરલાન્ગન સાથે મળી આ રીત બનાવી. એમ્પીટુ રીતનો આમાં બહુ ઓછો ફાળો છે.

કાર્લ્હૈાઈન્ઝ બ્રાન્ડનબર્ગ જર્મનીની એરલાન્ગન-ન્યુરેમ્બર્ગ યુંનીવર્સીટીના પી.એચ.ડી. વિદ્યાર્થી હતા અને ૧૯૮૦ ના શરૂઆતના વષોથી અવાજને સંકોચવાની રીતો પર કામ કરતા હતા, એમની મુખ્ય જિજ્ઞાસા અવાજને લોકો કેવી રીતે સંભાળે એ હતી. ૧૯૮૯ માં એમણે પી.એચ.ડી. પૂરું કર્યું. અને એરલાન્ગન-ન્યુરેમ્બર્ગ યુંનીવર્સીટીમાં આસીસ્ટંટ પ્રોફેસર બન્યા. એમનું અવાજના સંકોચનનું કામ તો ફ્રોનહોફર સોસાયટી સાથે મળી ચાલુ જ હતું. ૧૯૯૩ માં એ ફ્રોનહોફર ઇન્સટીટયુટમાં જોડાયા.

એમપીથ્રી બધા માટે[ફેરફાર કરો]

આઈએસઓ એમ્પેગ ઓડીઓ કમિટીએ (૧૯૯૧-૧૯૯૬) માં કંપ્યુટરની સી ભાષામાં લખેલો અધિકૃત પ્રોગ્રામ બનાવ્યો. આને પછીથી આઈએસઓ-૧૧૧૭૨-૫ નામ આપવામાં આવ્યું. આ પ્રોગ્રામે એમ્પેગ થર ૧, થર ૨ અને થર ૩ લઈને સંકોચન કરવાની અધિકૃત રીતો બતાવી. It was approved as a committee draft of ISO/IEC technical report in March 1994 and printed as document CD 11172-5 in April 1994.[34] It was approved as a draft technical report (DTR/DIS) in November 1994,[35] finalized in 1996 and published as international standard ISO/IEC TR 11172-5:1998 in 1998.[36] The reference software in C language was later published as a freely available ISO standard.[37] Working in non-real time on a number of operating systems, it was able to demonstrate the first real time hardware decoding (DSP based) of compressed audio. Some other real time implementation of MPEG Audio encoders were available for the purpose of digital broadcasting (radio DAB, television DVB) towards consumer receivers and set top boxes. On July 7, 1994, the Fraunhofer Society released the first software MP3 encoder called l3enc.[38] The filename extension .mp3 was chosen by the Fraunhofer team on July 14, 1995 (previously, the files had been named .bit).[1] With the first real-time software MP3 player Winplay3 (released September 9, 1995) many people were able to encode and play back MP3 files on their PCs. Because of the relatively small hard drives back in that time (~ 500–1000 MB) lossy compression was essential to store non-instrument based (see tracker and MIDI) music for playback on computer.

  1. "Happy Birthday MP3!". Fraunhofer IIS. 2005-07-12. મેળવેલ 2010-07-18.
  2. "The audio/mpeg Media Type - RFC 3003". IETF. November 2000. મેળવેલ 2009-12-07.
  3. "MIME Type Registration of RTP Payload Formats - RFC 3555". IETF. July 2003. મેળવેલ 2009-12-07.
  4. "A More Loss-Tolerant RTP Payload Format for MP3 Audio - RFC 5219". IETF. February 2008. મેળવેલ 2009-12-07.
  5. ૫.૦ ૫.૧ "ISO/IEC 11172-3:1993 - Information technology -- Coding of moving pictures and associated audio for digital storage media at up to about 1,5 Mbit/s -- Part 3: Audio". ISO. 1993. મેળવેલ 2010-07-14.
  6. "ISO/IEC 13818-3:1995 - Information technology -- Generic coding of moving pictures and associated audio information -- Part 3: Audio". ISO. 1995. મેળવેલ 2010-07-14.