દિવેલી
Appearance
(એરંડો થી અહીં વાળેલું)
દિવેલી | |
---|---|
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Phylum: | સપુષ્પી |
Class: | મેગ્નોલિયોપ્સીડા |
Order: | મૈલ્પીજિએલ્સ |
Family: | યૂફોર્બિયેસી |
Subfamily: | એકેલીફોઇડી |
Tribe: | એકેલીફી |
Subtribe: | રિસિનિની |
Genus: | રિસિનસ (Ricinus) |
Species: | કૉમ્મ્યુનિસ (communis) |
દ્વિનામી નામ | |
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis) |
દિવેલી અથવા એરંડિયો અથવા દિવેલા (અંગ્રેજી: Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર રિસિનસ કૉમ્યુનિસ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- એરંડીયાની ખેતી વિશે માહિતી
- Ricinus communis L. at Purdue University
- Castor beans at Purdue University
- Ricinus communis (castor bean) at Cornell University