એર એશિયા ઇન્ડિયા
![]() | ||||
| ||||
Founded | 28 March 2013 | |||
---|---|---|---|---|
Commenced operations | 12 June 2014 | |||
Operating bases |
| |||
Fleet size | 2 | |||
Destinations | 4 | |||
Company slogan | Now Everyone Can Fly | |||
Parent company |
| |||
Headquarters | Chennai, India.[૧]All matters on AirAsia's India operations resolved: AjitAirAsia all set for big bang landing in India in June | |||
Key people |
| |||
Website | www.airasia.com |
એર એશિયા ઇન્ડિયા[૨] ભારતીય-મલેશિયન દ્વારા ન્યુંમ્તમ મૂલ્યની વાહક સેવા છે.[૩] આ એર એશિયાની સયુંકત સેવા છે જે એશિયાની સૌથી મોટી ઓછા મુલ્યો વાળી સેવા છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એવી ઘોષણા કરવામાં આવી છે કે, આ એર લાઈનનું સંચાલન ટાટા સન્સ અને એર એશિયા દ્વારા સયુંકત રૂપમાં કરવામાં આવશે, જેમાં એર એશિયાની માલિકીનો ભાગ ૪૯% રહેશે અને ટાટા સન્સની માલિકીનો ભાગ ૩૦% રહેશે તદુપરાંત બાકીના શેષ ૨૯% ભાગની માલિકી અમિત ભાટિયાની રહેશે. આ સયુંકત કાર્ય ટાટાના ઉડ્ડયન ઉદ્યોગમાં ૬૦ વર્ષ પછી પુનરાવર્તનના રૂપમાં જોવા મળી શકશે.[૪][૫] એર ઇન્ડિયા પ્રથમ એવી વિદેશી એર લાઇન છે જેના સયુંકત સેવાના કાર્યની સ્થાપના ભારતમાં કરવામાં આવી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ એર લાઈનની શરૂઆત ઓક્ટોબર ૨૦૧૨ થી થઇ છે, જ્યારે એર એશિયા ભારતની બહાર આવી કામગીરી માટે બહુ જ આતુર હતી જેમાં કે ઉડાનનું વાતાવરણ હોય, સાથે સાથે કર માળખું સાનુકુળ અને મૈત્રીપૂર્ણ હોય તથા ઓછા દર વાળી હોય. ભારત સરકારના ‘એક વિદેશી ફર્મને ૪૯% થી વધારે કિંમત લગાવવાની અનુમતિ’ ની પછી થી, એર એશિયાએ ફેબ્રુઆરી ૨૦૧૩ની અંદર ભારતમાં સંચાલન માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસે પોતનો પ્રસ્તાવ મંજુર કરવા માટે દરખાસ્ત કરી.
ટાટા ઇન્ડિયાએ એવી ઘોષણા કરી કે, આ ટાટા સન્સ અને ટેલેસટ્રા ટ્રેડ પ્લેસની સાથે એમની સયુંકત સેવા હશે. ટાટા સન્સ પોતાના બે નોન - એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ની સાથે પોતાનું પ્રતિનિધિત્વ કરશે. એર ઇન્ડિયા પોતાના સંચાલનમાં ઘણા શહેરોને સમાવવાનો વિચાર કરી રહ્યું છે, જેમાં ચેન્નાઈ ઈન્ટરનેશનલ હવાઈ મથક ને સંચાલનનું મુખ્ય કેન્દ્ર બનાવવાની સાથે સાથે બીજા ઘણા ૨ ટીયર અને ૩ ટીયર શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે પી એમ જી મુજબ એર એશિયાની શરૂઆત અન્ય એક ‘ચલણ સંબંધી યુદ્ધ’ ની પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. ઉદાહરણ સ્વરૂપે, ભાડામાં ઘટાડો થશે તો યાત્રીઓની સંખ્યામાં પણ ચોક્કસપણે વૃદ્ધિ થશે. જેના પરિણામ સ્વરૂપે એર ટ્રાફિકમાં પણ ધીમે ધીમે વધારો થતો જશે, અંતઃ ભારતીય ઉડાન ક્ષેત્રોમાં પણ નાનાં મોટા સુધારા થઇ શકવાની સંભાવના છે.
એર એશિયાએ શુરુઆતમાં આ એર લાયનમાં ૫૦ મિલિયન યૂ. એસ. ડોલરનું રોકાણ કર્યું હતું. ભારતમાં પોતાની કામગીરીની તૈયારી માટે, એર એશિયા સમગ્ર દેશભરમાં ટ્રાવેલ એજન્ટો સાથે ઓનલાઈન અને ઓફલાઈન સોદા કરવા લાગી ગયું. ૮ મે ૨૦૧૪ ના રોજ, એર એશિયા ઇન્ડિયાને ડી જી સી એ દ્વારા એર ઓપરેટર પરમીટ પ્રદાન કરવામાં આવી. ૩૦ મે ૨૦૧૪ ના રોજ, એર એશિયા ઇન્ડિયાએ બેંગલોર થી ગોવા માટે ટેક્સ સહિત રૂ. ૯૯૦ માં પોતાની પ્રથમ ઉડાનની ઘોષણા કરી. સેવા ૧૨ જૂન થી શરૂ થશે.
મેનેજમેન્ટ
[ફેરફાર કરો]એર લાયનના નિર્માણ પૂર્વ, ટોની ફર્નાન્ડીઝએ એવી ઘોષણા કરી કે, તેઓ ઈચ્છે છે કે રતન ટાટા આ એર લાયનના ચેરમેન બને. પરંતુ આ વિચારને માંડી વાળ્યો, જો કે પછી તે (રતન ટાટા) એર એશિયા ઇન્ડિયા મેનેજમેન્ટના મુખ્ય સલાહકાર બન્યાં. ૧૫ મે ૨૦૧૩ ના રોજ એર એશિયા ઇન્ડિયાએ મેનેજમેન્ટ સલાહકાર તરીકે મિત્તુ ચાંડીલ્યને સી. ઈ. ઓ. ની પદવીથી નિયુક્ત કર્યા.[૬]
સ્થળો
[ફેરફાર કરો]એર એશિયા ઇન્ડિયાએ ભારતમાં ૩ સ્થળોએ પ્રારંભિક કામગીરીની જાહેરાત કરી છે.
શહેર | આઈએટીએ | આઇસીએઓ | હવાઈ મથક |
---|---|---|---|
બેંગલોર | બી એલ આર | વી ઓ બી એલ | કેમ્પેગોવડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક |
ચેન્નઈ | એમ એ એ | વી ઓ એમ એમ | ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક |
ગોવા | જી ઓ આઈ | વી ઓ જી ઓ | ગોવા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક |
કોચી | સી ઓ કે | વી ઓ સી આઈ | કોચીન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (૨૦ જુલાઈ ૨૦૧૪ના રોજ શરૂ થશે) |
કાફલો
[ફેરફાર કરો]એર એશિયા એર બસ એ ૩૨૦ – ૨૨૦ એર ક્રાફ્ટ માટેની કામગીરીની યોજના બનાવી રહ્યું છે. એર લાયન પહેલા તો ૩ અથવા ૪ એ ૩૨૦ને સમાવવાની નિયુક્તિ કરશે અને ત્યારબાદ ઝડપથી તેના કાફલામાં વધારો કરશે.[૭]
એરક્રાફ્ટ | કાફલો | ઓર્ડર | યાત્રી |
---|---|---|---|
એર બસ એ ૩૨૦ – ૨૨૦ | - | ટી બી એ | ૧૮૦ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ratan Tata becomes chief advisor to AirAsia India". IB Times. મેળવેલ 21 June 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "AirAsia incorporates company for Indian venture". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ન્યુ દિલ્હી). પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ૩૧ માર્ચ ૨૦૧૩. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Does Low Cost Mean High Risk?". ધ ન્યુ યોર્ક ટાઈમ્સ. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૦.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ); no-break space character in|publisher=
at position 1 (મદદ) - ↑ "AirAsia to tie up with Tata Sons for new airline in India". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ); no-break space character in|publisher=
at position 1 (મદદ) - ↑ "Tata Sons, Telestra Tradeplace and Air Asia to form Air Asia India". ઇકોનોમિક ટાઈમ્સ (પ્રેસ રીલીઝ). મૂળ માંથી 2013-02-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ); no-break space character in|publisher=
at position 17 (મદદ) - ↑ "Singapore based Mittu Chandilya appointed CEO of Air Asia India". મૂળ માંથી 2015-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "એર એશિયા ઇન્ડિયા". ચ્લેઅર ટ્રીપ દોટ કોમ. મૂળ માંથી 2013-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)