લખાણ પર જાઓ

રતન તાતા

વિકિપીડિયામાંથી
રતન તાતા (પારસી ઉચ્ચારણમાં ટાટા)
જન્મની વિગત
રતન નવલ તાતા

(1937-12-28)28 December 1937
બોમ્બે, બોમ્બે પ્રાંત, બ્રિટીશ ભારત
(વર્તમાન મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત)
મૃત્યુ9 October 2024(2024-10-09) (ઉંમર 86)
બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
શિક્ષણ સંસ્થાકોર્નેલ યુનિવર્સિટી (બેચલર ઓફ આર્કિટેક્ચર)
વ્યવસાય
  • ઉદ્યોગપતિ, પરોપકારી
પદચેરમેન એમેરિટસ, ટાટા સન્સ અને ટાટા ગ્રૂપ[]
પદ અવધિ
  • 1991–2012
  • 2016–2017
પુરોગામીજે. આર. ડી. તાતા
અનુગામી
  • સાયરસ મિસ્ત્રી (૨૦૧૨–૨૦૧૬)
  • નટરાજન ચંદ્રશેખરન (૨૦૧૭–વર્તમાન)
માતા-પિતા
  • નવલ તાતા (પિતા)
સંબંધીઓતાતા પરિવાર
પુરસ્કારો
  • ઓર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા (૨૦૨૩)
  • આસામ વૈભવ (૨૦૨૧)
  • ઓનરરી નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (૨૦૧૪)
  • પદ્મવિભૂષણ (૨૦૦૮)
  • મહારાષ્ટ્ર સન્માન (૨૦૦૬)
  • પદ્મભૂષણ (૨૦૦૦)

રતન તાતા કે રતન ટાટા (૨૮ ડિસેમ્બર ૧૯૩૭ - ૯ ઓક્ટોબર ૨૦૨૪) એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે ૧૯૯૦થી ૨૦૧૨ સુધી તાતા ગ્રુપ અને તાતા સન્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.[][] ભારત સરકારે વર્ષ ૨૦૦૦માં તેમને પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્માન એનાયત કર્યાં હતા.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં, એક પારસી જરથોસ્તી પરિવારમાં થયો હતો.[] તેઓ નવલ તાતાના પુત્ર હતા, જેમનો જન્મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્યા હતા.

તાતાએ ૮મા ધોરણ સુધી કેમ્પિયન સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનોન સ્કૂલ, શિમલાની બિશપ કોટન સ્કૂલ અને ન્યૂયોર્ક સિટીની રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે ૧૯૫૫માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતો.[][][] સ્નાતક થયા બાદ, તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાંથી તેમણે ૧૯૫૯માં આર્કિટેક્ચરમાં સ્નાતકની પદવી મેળવી હતી. કોર્નેલમાં હતા ત્યારે તેઓ આલ્ફા સિગ્મા ફી ફેટરટી ((ΑΣΦ))ના સભ્ય બન્યા હતા. ૨૦૦૮માં, તેમણે કોર્નેલને ૫ કરોડ યુએસ ડોલરની ભેટ આપી હતી, જે યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય દાન ભંડોળ હતું.[]

તેઓએ જમશેદજી તાતા દ્વારા સ્થાપિત બહુશાખીય કંપની સમૂહ તાતા જૂથના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. પોતાના ૭૬મા જન્મદિવસે તેમણે જૂથનું ચેરમેનપદ છોડીને સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું.[] અલબત્ત તેમને જૂથનાં માનદ્ ચેરમેનપદે ચાલુ રાખવામાં આવ્યા હતા.

અંગત જીવન

[ફેરફાર કરો]

તાતાએ ક્યારેય લગ્ન કર્યા ન હતા અને તેમને કોઈ સંતાન નહોતું. ૨૦૧૧માં એક મુલાકાતમાં રતન તાતાએ જણાવ્યું હતું કે, "હું ચાર વખત લગ્ન કરવાની નજીક પહોંચ્યો હતો અને દરેક વખતે મેં ડરથી અથવા એક યા બીજા કારણસર પીછેહઠ કરી હતી."[૧૦]

ઉંમર સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ મુંબઇની એક હોસ્પિટલમાં સઘન સંભાળ હેઠળ હતા.[૧૧]

૮૬ વર્ષની ઉંમરે ૯ ઑક્ટોબર ૨૦૨૪ની મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું હતું.[૧૨]

સન્માન અને પુરસ્કાર

[ફેરફાર કરો]
વર્ષ ૨૦૦૮માં રાષ્ટ્રપતિ ભવનમાં રતન તાતાને પદ્મ વિભૂષણ સન્માન અર્પણ કરતાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ.

રતન તાતાને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યા હતા, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ત્રીજા અને બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન છે.[૧૩] તાતાને ૨૦૦૬માં મહારાષ્ટ્રમાં જાહેર વહીવટમાં તેમના કાર્ય માટે 'મહારાષ્ટ્ર ભૂષણ' અને આસામમાં કેન્સરની સંભાળને આગળ ધપાવવામાં તેમના યોગદાન બદલ ૨૦૨૧માં 'આસામ વૈભવ' જેવા વિવિધ રાજ્ય નાગરિક સન્માનો પણ પ્રાપ્ત થયા છે.[૧૪]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Tata.com. "Tata Sons Board replaces Mr. Ratan Tata as Chairman, Selection Committee set up for new Chairman via @tatacompanies". મૂળ માંથી 24 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 October 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Ratan Tata is chairman emeritus of Tata Sons". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 11 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 January 2016. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. Masani, Zareer (5 February 2015). "What makes the Tata empire tick?n;". The Independent (UK). મૂળ સંગ્રહિત માંથી 1 June 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2016. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. Hollar, Sherman. "Ratan Tata". Encyclopedia Britannica. મૂળ સંગ્રહિત માંથી 12 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 12 September 2018. {{cite encyclopedia}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. "Ratan Tata goes back to school". The Times of India. 31 March 2009. મૂળ માંથી 25 July 2013 પર સંગ્રહિત. મેળવેલ 31 March 2012. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. Philip, Handler; Maddy, Handler (June 2009). "Ratan Tata '59: The Cornell Story". Cornell University. મૂળ સંગ્રહિત માંથી 13 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. "QUAD Spring 2010". Issuu. મેળવેલ 12 March 2018. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  8. "Ratan Tata, '62, Becomes Cornell University's Biggest International Donor – C-Suite Spotlight". 2 December 2020. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  9. "તાતા ગ્રૂપની કંપનીઓ ફરી આત્મખોજ કરે : રતન તાતા". સંદેશ-વર્તમાનપત્ર. ૨૮ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી જાન્યુઆરી 2, 2013 પર સંગ્રહિત. મેળવેલ December 29, 2012. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  10. "Came close to getting married four times: Ratan Tata". The Times of India. 14 April 2011. મૂળ સંગ્રહિત માંથી 30 August 2018 પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  11. "Ratan Tata in critical condition at Mumbai Hospital, says report". The Times of India. 9 October 2024. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  12. "દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન:86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, 2 દિવસ પહેલાં પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા". દિવ્ય ભાસ્કર. ૧૦ ઓક્ટોબર ૨૦૨૪. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૨૪. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  13. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  14. "Assam CM Announces 'Assam Baibhav' Award To Industrialist Ratan Tata". The Sentinel. 12 December 2021. મૂળ સંગ્રહિત માંથી 18 December 2021 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]