એલિસ ઇન ચેઇન્સ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Alice in Chains
Alice In Chains.jpg
Alice in Chains in September 2007. From left to right: William DuVall, Sean Kinney, and Jerry Cantrell.
પાશ્વ માહિતી
મૂળસિએટલ, વોશિંગ્ટન, અમેરિકા
શૈલીGrunge, heavy metal, Alternative Metal
સક્રિય વર્ષો૧૯૮૭–૨૦૦૨, ૨૦૦૫–હાલ સુધી
રેકોર્ડ લેબલColumbia, Virgin/EMI
સંબંધિત કાર્યોClass of '99, Comes with the Fall, Mad Season, Spys4Darwin, Ozzy Osbourne, Heart
વેબસાઇટwww.aliceinchains.com
સભ્યોWilliam DuVall
Jerry Cantrell
Mike Inez
Sean Kinney
ભૂતપૂર્વ સભ્યોLayne Staley
Mike Starr

એલિસ ઇન ચેઇન્સ એ અમેરિકન રોક બેન્ડ છે, જેની રચના ૧૯૮૭માં સિએટલ, વોશિંગ્ટન ખાતે ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલ અને મૂળ મુખ્ય ગાયક લેન સ્ટેલી દ્વારા કરવામાં આવી હતી. ગ્રન્જ સંગીત સાથે સંકળાયેલા હોવા છતાં બેન્ડના સંગીતમાં હેવી મેટલ અને એકોસ્ટિક તત્વોનું સંયોજન જોવા મળતું. રચના થઈ ત્યારથી એલિસ ઇન ચેઇન્સે ચાર સ્ટુડિયો આલ્બમ, ત્રણ ઇપી, બે લાઇવ આલ્બમ, ચાર કમ્પાઇલેશન્સ અને બે ડીવીડી રિલીઝ કરી છે. આ બેન્ડ તેની વિશિષ્ટ ગાયકીને કારણે જાણીતું છે, જેમાં ઘણી વખત સ્ટેલી અને કેન્ટ્રેલની જુગલબંદીના ગીતોનો સમાવેશ થાય છે.

૧૯૯૦ના દાયકામાં ગ્રન્જની ચળવળ થઈ ત્યારે સિએટલના નિર્વાણ, પર્લ જેમ અને સાઉન્ડગાર્ડન જેવા અન્ય બેન્ડ્સની સાથે એલિસ ઇન ચેઇન્સને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. ૧૯૯૦ના દાયકામાં ભારે સફળતા મેળવનારા મ્યુઝિકલ બેન્ડ્સમાં એલિસ ઇન ચેઇન્સનો પણ સમાવેશ થતો હતો. તે દાયકામાં વિશ્વભરમાં તેનાં આલ્બમની ચાર કરોડથી વધુ નકલો વેચાઈ હતી[૧] અને એકલા યુએસમાં જ ૧.૬ કરોડ નકલો વેચાઈ હતી.[૨] બેન્ડના બે આલ્બમ જાર ઓફ ફ્લાઇઝ અને એલિસ ઇન ચેઇન્સ બિલબોર્ડ ૨૦૦ના ચાર્ટમાં પ્રથમ ક્રમે આવ્યા હતા, તેનાં ૧૪ ગીતો મેઇનસ્ટ્રીમ રોક ટ્રેક્સની ટોપ ટેનની યાદીમાં સ્થાન પામ્યા હતા અને ગ્રેમી એવોર્ડમાં સાત નામાંકનો મળ્યાં હતાં.

સત્તાવાર રીતે કદી બેન્ડ વિખેરવાની જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં કેટલાંક કારણોસર અને આખરે ૨૦૦૨માં લેન સ્ટેલીના મૃત્યુને કારણે એલિસ ઇન ચેઇન્સ નિષ્ક્રિય થઈ ગયું હતું. ૨૦૦૫માં નવા મુખ્ય ગાયક વિલિયમ ડુવોલ સાથે એલિસ ઇન ચેઇન્સ બેન્ડ ફરી ગઠિત થયું અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ ૧૪ વર્ષમાં તેમનું પ્રથમ સ્ટુડિયો આલ્બમ બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ પ્રકાશિત કર્યું.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

રચના (૧૯૮૬-૮૯)[ફેરફાર કરો]

ગાયક લેન સ્ટેલી.સ્ટેલીએ ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલ સાથે મળીને એલિસ ઇન ચેઇન્સની રચના કરી હતી.

૧૯૮૬માં લેન સ્ટેલીનું સ્લીઝ બેન્ડ વિખેરાઈ ગયું, ત્યારે તેણે એલિસ એન ચેઇન્સની રચના કરી. આ બેન્ડ વિશે તેનું કહેવું હતું, “ડ્રેસ્ડ ઇન ડ્રેગ એન્ડ પ્લેડ સ્પીડ મેટલ”.[૩] નવા બેન્ડમાં ગિટારિસ્ટ નિક પોલોક, બાસિસ્ટ જ્હોની બાકોલસ અને ડ્રમર જેમ્સ બર્જસ્ટ્રોમનો સમાવેશ થતો હતો, સિએટલ તથા તેના આજુબાજુના વિસ્તારમાં તેઓ સ્લેયર અને આર્મર્ડ સેઇન્ટ કવર્સ જેવી રચનાઓ વગાડતા હતા.[૪] સ્ટેલી મ્યુઝિક બેન્ક રિહર્સલ સ્ટુડિયોમાં કામ કરતો હતો, ત્યારે તેની મુલાકાત ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલ સાથે થઈ હતી, આ દરમિયાન બંને સ્ટ્રગલર સંગીતકારો રુમમેટ તરીકે તેઓ જ્યાં રિહર્સલ કરતા હતા તે સ્થળે જ સાથે રહેવા માંડ્યા. ટૂંક સમયમાં જ એલિસ એન ચેઇન્સ બેન્ડ વિખેરાઈ ગયું અને સ્ટેલી ફન્ક બેન્ડ સાથે જોડાયો, તે બેન્ડને પણ તે સમયે ગિટારિસ્ટની જરુર હતી. સ્ટેલીએ કેન્ટ્રેલ સમક્ષ સહાયક તરીકે જોડાવાની ઓફર મૂકી. કેન્ટ્રેલે ઓફર સ્વીકારી પણ સામે સ્ટેલીને પણ કેન્ટ્રેલના બેન્ડ ડાયમન્ડ લાઇમાં જોડાવાની શરત મૂકી. તે બેન્ડમાં તે સમયે ડ્રમર સિન કિની અને બાસિસ્ટ માઇક સ્ટારનો સમાવેશ થતો હતો. આખરે ફન્ક પ્રોજેક્ટ પડી ભાંગ્યો અને ૧૯૮૭માં સ્ટેલી પૂરા સમય માટે કેન્ટ્રેલ સાથે જોડાયો. ડાયમન્ડ લાઇ પેસિફિક ઉત્તરપશ્ચિમ પાસે આવેલી ક્લબોમાં કાર્યક્રમો પીરસતું હતું, ઘણી વખત ૧૫ મિનિટનો કાર્યક્રમ ૪૫ મિનિટ સુધી ચાલતો. આખરે બેન્ડનું નામ બદલીને એલિસ ઇન ચેઇન્સ કરવામાં આવ્યું.[૩][૫]

સ્થાનિક પ્રમોટર રેન્ડી હોઝર એક કોન્સર્ટ દરમિયાન બેન્ડના પરિચયમાં આવ્યા અને ડેમો રેકોર્ડિંગ્ઝ માટે રકમ ચૂકવવાની ઓફર મૂકી. જોકે, બેન્ડ વોશિંગ્ટનના મ્યુઝિક બેન્ક સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાનું હતું તેના એક દિવસ પહેલાં પોલીસે રાજ્યના ઇતિહાસમાં ગાંજાનો સૌથી મોટો છાપો માર્યો અને સ્ટુડિયોને તાળા લગાવી દીધાં.[૩] આખરી ડેમોને ધ ટ્રીહાઉસ ટેપ્સ નામ અપાયું હતું અને મ્યુઝિક મેનેજર કેલી કર્ટિસ અને સુઝાન સિલ્વરને તે દર્શાવવામાં આવ્યો. આ મ્યુઝિક મેનેજર્સ સિએટલ સ્થિત અન્ય બેન્ડ સાઉન્ડગાર્ડનની કામગીરી પણ સંભાળતા હતા. કર્ટિસ અને સિલ્વરે તે ડેમો કોલમ્બિયા રેકોર્ડિંગ્ઝ એ એન્ડ આરના પ્રતિનિધિ નિક ટેર્ઝોને મોકલ્યો, જેમણે લેબલના પ્રમુખ ડોન ઇનર સાથે એપોઇન્ટમેન્ટ ગોઠવી આપી. ધ ટ્રીહાઉસ ટેપ્સ (૧૯૮૮ની ડેમો ટેપ બેન્ડે શોમાં વેચી દીધી હતી)ના આધારે ઇનરે 1989માં કોલમ્બિયામાં એલિસ ઇન ચેઇન્સને સાઇન કર્યું.[૩] બેન્ડે ૧૯૮૯માં ત્રણ મહિનાના ગાળામાં બીજો અનામી ડેમો પણ રેકોર્ડ કર્યો. આ રેકોર્ડિંગ ગેરકાયદેસર રિલીઝ થયેલી સ્વીટ એલિસ માં સમાવિષ્ટ છે.[૬]

ફેસલિફ્ટ અને સેપ (૧૯૯૦-૯૨)[ફેરફાર કરો]

એલિસ ઇન ચેઇન્સ ટૂંક સમયમાં જ તે લેબલ માટે મહત્વનું બેન્ડ બની ગયું. જુલાઈ 1990માં તેમણે બેન્ડનું પ્રથમ સત્તાવાર રેકોર્ડિંગ, પ્રમોશનલ ઇપી વી ડાઇ યંગ બહાર પાડ્યું. ઇપીનું મુખ્ય ગીત “વી ડાઇ યંગ”ને મેટલ રેડિયો ઉપર હિટ રહ્યું હતું. તેની સફળતા બાદ લેબલે નિર્માતા ડેવ જર્ડન સાથે મળીને એલિસ ઇન ચેઇન્સના પ્રથમ આલ્બમનું નિર્માણકાર્ય હાથમાં લીધું.[૭] કેન્ટ્રેલ એવી ટિપ્પણી કરી હતી કે તે આલ્બમ "મૂડી ઓરા" (ગમગીની તરફ લઈ જનારો) હતો, જે "સિએટલના ચિંતનશીલ વાતાવરણ અને અનુભૂતિનું સીધું પરિણામ હતું".[૮]

ફેસલિફ્ટ આલ્બમ 21 ઓગસ્ટ, 1990માં રિલીઝ થયો અને 1991ના ઊનાળામાં બિલબોર્ડ 200 ની યાદીમાં તેને 42મો ક્રમ મળ્યો.[૯] ફેસલિફટ ને જોકે તાત્કાલિક સફળતા નહોતી મળી. એમટીવીએ “મેન ઇન ધ બોક્સ”નું રોજિંદા ધોરણે નિયમિત પ્રસારણ ચાલુ ન કર્યું ત્યાં સુધી રિલીઝ થયાના પ્રથમ છ મહિનામાં તેની 40,000થી પણ ઓછી નકલો વેચાઈ હતી.[૧૦] મેઇનસ્ટ્રીમ રોક ચાર્ટસની યાદીમાં તેનું સિંગલ 18મા ક્રમે આવ્યા પછી આલ્બમ પછીનું સિંગલ, “સી ઓફ સોરો” 27મા ક્રમે પહોંચ્યું,[૧૧] અને છ સપ્તાહમાં અમેરિકામાં ફેસલિફ્ટ ની 4,00,000 નકલો વેચાઈ.[૧૦] આલ્બમને વિવેચકો તરફથી પણ સારો પ્રતિસાદ સાંપડ્યો. ઓલ મ્યુઝિકના સ્ટિવ હુવેએ ફેસલિફ્ટ ને ગ્રન્જ અને વૈકલ્પિક રોક માટે ઓડિયન્સ ઊભું કરનારી સૌથી અગત્યની રેકોર્ડ પૈકીની એક ગણાવી.[૧૨]

રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ અમેરિકાએ ફેસલિફ્ટ આલ્બમને ગોલ્ડથી પ્રમાણિત કર્યું. 1990ના અંત સુધી બેન્ડ તેના ઓડિયન્સ સાથે હજી મેળ બેસાડી રહ્યું હતું, તે દરમિયાન ઇગી પોપ,[૧૩] વાન હેલેન, પોઇઝન,[૮] અને એક્સ્ટ્રિમ જેવા કલાકારો ઊભરી રહ્યા હતા.[૧૦] 1991ના પ્રારંભમાં ક્લેશ ઓફ ધ ટાઇટન્સની એન્થ્રેક્સ, મેગાડેથ અને સ્લેયર વચ્ચેની સ્પર્ધા માટે તેણે પોતાનું પ્રથમ સ્થાન ખાલી કરી આપ્યું.[૧૪] 1992ના ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સની કેટેગરીમાં એલિસ ઇન ચેઇન્સનું “મેન ઇન ધ બોક્સ” માટે નામાંકન થયું હતું, પરંતુ આ એવોર્ડ વાન હેલેનને તેમના 1991ના “ફોર અનલોફૂલ કાર્નલ નોલેજ ” માટે મળ્યો.[૧૫]

ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલ બેન્ડનો સહ-સ્થાપક છે.બેન્ડના નોંધપાત્ર સાઉન્ડનું સર્જન કરવામાં સ્ટેલીની સાથે કેન્ટ્રેલનું પણ મહત્વનું પ્રદાન છે.

ટૂર બાદ એલિસ ઇન ચેઇન્સે સ્ટુડિયોમાં તેના આગામી આલ્બમ માટે ડેમો રેકોર્ડ કરવાની કામગીરી હાથ ધરી, પરંતુ તેના બદલે પાંચ એકોસ્ટિક ગીતો રેકોર્ડ કર્યા.[૧૦] સ્ટુડિયોમાં હતા તે દરમિયાન ડ્રમર સિન કિનીને “સેપ નામનું ઇપી બનાવવાનું” સપનું આવ્યું હતું.[૧૩] બેન્ડે નિયતિથી વિપરિત નહીં જવાનો નિર્ણય કર્યો અને 21 માર્ચ, 1992ના રોજ એલિસ ઇન ચેઇન્સે તેનું બીજું ઇપી સેપ રિલીઝ કર્યું. નિર્વાણનું નેવરમાઇન્ડ બિલબોર્ડ 200ની યાદીમાં ટોચ પર હતું, તે સમયે ઇપી રિલીઝ થયું, જેના પરિણામે સિએટલ સ્થિત બેન્ડ્સ અને ગ્રન્જ મ્યુઝિકની લોકપ્રિયતા વધતી ચાલી.[૧૦] સેપ ને ટૂંક સમયમાં જ ગોલ્ડથી પ્રમાણિત કરવામાં આવ્યું. ઇપીમાં હાર્ટ બેન્ડની એન વિલ્સને પણ કંઠ આપ્યો હતો. "બ્રધર", "એમ આઇ ઇનસાઇડ" અને "લવ સોંગ"ના કોરસમાં તે સ્ટેલી અને કેન્ટ્રેલ સાથે જોડાઇ હતી. ઇપીમાં મડહનીના માર્ક આર્મ અને સાઉન્ડગાર્ડનના ક્રિસ કોર્નેલને પણ સામેલ કરાયા હતા, જેઓ “રાઇટ ટર્ન” ગીતમાં સાથે દેખાયા હતા. ગીતની લાઇનર નોટ્સમાં “એલિસ મડગાર્ડન”ને ક્રેડિટ અપાઈ હતી.[૧૬] 1992માં કેમેરોન ક્રોની ફિલ્મ સિંગલ્સ માં એલિસ ઇન ચેઇન્સ બેન્ડ "બાર બેન્ડ" તરીકે જોવા મળ્યું હતું.[૧૭] ફિલ્મના સાઉન્ડટ્રેકમાં બેન્ડે "વૂડ?" નામના ગીતમાં પણ પ્રદાન આપ્યું હતું. જે ફિલ્મનો સાઉન્ડટ્રેક હતો અને તેના વિડીયોએ 1993ના એમટીવી મ્યુઝિક એવોર્ડસનો બેસ્ટ વિડીયો ફ્રોમ અ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.[૧૮]

ડર્ટ (૧૯૯૨-૯૩)[ફેરફાર કરો]

ફેબ્રુઆરી, ૧૯૯૨માં બેન્ડ સ્ટુડિયોમાં પરત ફર્યું. નવા ગીતો મુખ્યત્વે રોડ ઉપર લખાયા અને તેનું મટિરિયલ ફેસલિફ્ટ કરતાં પ્રમાણમાં વધારે ગમગીન હતા. આલ્બમના કુલ 12 ગીતોમાંથી છ ગીતો વ્યસન ઉપર હતા.[૧૯] “આ આલ્બમ પાછળ અમે ઘણું આત્મમંથન કર્યું હતું. તેમાં ઘણી ઊંડી લાગણી સંકળાયેલી છે.”[૧૯] કેન્ટ્રેલના જણાવ્યા પ્રમાણે, “અમે સંગીત દ્વારા અમારી અંદરના દુષ્ટ તત્વોનો સામનો કરીએ છીએ. દિવસ દરમિયાન જે પણ ઝેર અમારામાં એકત્ર થયું હોય, તે સંગીત વગાડવાથી નષ્ટ થઈ જાય છે.”[૫]

૨૯ સપ્ટેમ્બર, 1992ના રોજ એલિસ ઇન ચેઇન્સે તેનો બીજું આલ્બમ ડર્ટ રિલીઝ કર્યું. બિલબોર્ડ 200ના ચાર્ટમાં તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું અને આરઆઇએએએ તેને ચારગણું પ્લેટિનમ પ્રમાણિત કર્યું.ડર્ટ એ એલિસ ઇન ચેઇન્સ બેન્ડનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાયેલું આલ્બમ છે.[૩][૭] આલ્બમને ભારે સફળતા મળી હતી. સ્ટીવ હુએએ આલ્બમની પ્રશંસા કરતાં તેને “કલાકારોના હૃદયને સ્પર્શે તેવા તેમણે સાંભળેલા ગીતો પૈકીનું અદભુત ગીત” ગણાવ્યું હતું.[૨૦] ગિટાર વર્લ્ડ ના ક્રિસ ગિલ એ ડર્ટ ને ‘વિશાળ અને ભાવિનું સૂચક, તેમ છતાં વિચિત્ર અને નિકટનું’ અને ‘ભવ્ય રીતે ગમગીન, તથા નિર્દયીપણે પ્રામાણિક’ ગણાવ્યું હતું.[૧૦] ડર્ટ ના પાંચ ગીતોને ટોપ 30 સિંગલ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું, જેમાં “રુસ્ટર”, “ધેમ બોન્સ” અને “ડાઉન ઇન અ હોલ”નો સમાવેશ થાય છે અને આ સિંગલ્સ લગભગ એક વર્ષ સુધી ચાર્ટમાં રહ્યા હતા.[૯][૨૧] ઓઝી ઓસ્બોર્નની નો મોર ટિયર્સ ટૂરમાં એલિસ ઇન ચેઇન્સ ઓપનર તરીકે ઉમેરવામાં આવ્યું હતું. ટૂર શરુ થવાના થોડા દિવસો અગાઉ એટીવી અકસ્માતમાં લેન સ્ટેલીના પગને ઈજા પહોંચી, જેના કારણે તેણે ક્રચીઝ સાથે સ્ટેજ પર આવવું પડ્યું હતું.[૧૦] ટૂર દરમિયાન સ્ટારે બેન્ડ છોડી દીધું અને તેના સ્થાને ઓઝી ઓસ્બોર્નનો બાસિસ્ટ માઇક ઇનેઝ આવ્યો.[૨૨] 1993માં બેન્ડે ઇનેઝ સાથે લાસ્ટ એક્શન હિરો સાઉન્ડટ્રેક માટે “વ્હોટ ધ હેલ હેવ આઇ” અને “એ લિટલ બિટર” બે ગીતો રેકોર્ડ કર્યા.[૨૩] 1993ના ઊનાળા દરમિયાન એલિસ ઇન ચેઇન્સે વૈકલ્પિક મ્યુઝિક ફેસ્ટિવલ લોલાપેલૂઝા ટૂર કરી, જે સ્ટેલી સાથેની આ બેન્ડની છેલ્લી ટૂર હતી.[૨૪]

જાર ઓફ ફ્લાઇઝ (૧૯૯૩-૯૪)[ફેરફાર કરો]

એલિસ ઇન ચેઇન્સની 1993ની વ્યાપક વર્લ્ડ ટૂર બાદ સ્ટેલીએ કહ્યું કે બેન્ડ “થોડા સમય માટે એકોસ્ટિક ગિટાર્સ સાથે સ્ટુડિયોમાં જવા માંગે છે અને શું થાય છે તે જોવા માંગે છે”.[૨૫] “સંગીતનું સર્જન કરતી વખતે અમે કદી તેને રિલીઝ કરવા વિશેનો વિચાર નહોતા કરતા.” પરંતુ રેકોર્ડ લેબલે આ સાંભળ્યું અને તેમને ખરેખર તે ગમ્યું. અમારા માટે તો તે ચાર વ્યક્તિઓ સ્ટુડિયોમાં ભેગી થઈને થોડું સંગીત તૈયાર કરવાનો અનુભવ માત્ર હતો.” [૨૫]

પબ્લિક રિલીઝનો આશય ન રાખતાં કોલમ્બિયા રેકોર્ડસે એલિસ ઇન ચેઇન્સનું બીજું એકોસ્ટિક આધારિત ઇપી જાર ઓફ ફ્લાઇઝ 25મી જાન્યુઆરી, 1994ના રોજ રિલીઝ કર્યું. જાર ઓફ ફ્લાઇઝ એક સપ્તાહમાં જ લખાયું અને રેકોર્ડ કરાયું હતું.[૨૬] બિલબોર્ડ 200ના ચાર્ટમાં તે પ્રથમ ક્રમે રહ્યું હતું. તે સાથે જ ચાર્ટમાં ટોચ પર પહોંચનાર તે ઇપી અને એલિસ ઇન ચેઇન્સની પ્રથમ રિલીઝ બની હતી.[૯] રોલિંગ સ્ટોન ના પૌલ ઇવાન્સે ઇપીને “ગમગીન રીતે ભવ્ય” ગણાવ્યું હતું[૨૭] અને સ્ટિવ હુવેએ જણાવ્યું હતું કે, “જાર ઓફ ફ્લાઇઝ એક સાથે આંચકો આપનાર, દુઃખદ રીતે ભવ્ય અને પીડાદાયક રીતે ગમગીન છે.”[૨૮] જાર ઓફ ફ્લાઇઝ નું "નો એક્સક્યુઝીસ" એ મેઇનસ્ટ્રીમ રોક ચાર્ટસમાં પ્રથમ ક્રમે પહોંચનારું એલિસ ઇન ચેઇન્સનું પ્રથમ ગીત બની રહ્યું. બીજું ગીત "આઇ સ્ટે અવે" મેઇનસ્ટ્રીમ રોક ચાર્ટસમાં દસમા ક્રમે પહોંચ્યું અને છેલ્લું ગીત "ડોન્ટ ફોલો" 25મા ક્રમે પહોંચ્યું.[૯] જાર ઓફ ફ્લાઇઝ ની રિલીઝ પછી લેન સ્ટેલી હેરોઇનની લતથી છૂટવા માટે રિહેબમાં દાખલ થયો.[૨૯] બેન્ડ 1994ના ઊનાળામાં મેટેલિકા અને સ્યુસાઇડલ ટેન્ડેન્સીઝ સાથે ટૂરનું આયોજન કર્યું, પરંતુ ટૂર માટેના રિહર્સલ દરમિયાન સ્ટેલીએ ફરીથી હેરોઇન લેવાનું શરુ કર્યું.[૨૯] સ્ટેલીની પરિસ્થિતિને કારણે બેન્ડના અન્ય સભ્યોએ ટૂર શરુ થવાના એક દિવસ અગાઉ તેમના તમામ શિડ્યૂલ રદ કરવા પડ્યા, જેના કારણે તમામ સભ્યો નિષ્ક્રિય થઈ ગયા.[૩૦]

એલિસ ઇન ચેઇન્સ (૧૯૯૫-૯૬)[ફેરફાર કરો]

1995 દરમિયાન એલિસ ઇન ચેઇન્સ સક્રિય નહોતું ત્યારે સ્ટેલી “ગ્રન્જ સુપરગ્રૂપ” મેડ સિઝનમાં જોડાયો, જેમાં પર્લ જામ ગિટારિસ્ટ માઇક મેકક્રેડી, ધ વોકઅબાઉટ્સના જ્હોન બેકર સોન્ડર્સ અને સ્ક્રિમીંગ ટ્રીઝના ડ્રમર બેરેટ માર્ટિનનો સમાવેશ થતો હતો. મેડ સિઝને એક આલ્બમ અબોવ રિલીઝ કર્યું, જેનો સ્ટેલી મુખ્ય ગાયક હતો. આલ્બમમાં બીજા નંબરના સિંગલ “રિવર ઓફ ડિસીટ”નો સમાવેશ થતો હતો તથા લાઇવ એટ ધ મૂર નો હોમ વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો.[૨૧] એપ્રિલ 1995માં એલિસ ઇન ચેઇન્સે નિર્માતા ટોબી રાઇટ સાથે સિએટલમાં બેડ એનિમલ્સ સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો, જે અગાઉ કોરોઝન ઓફ કન્ફર્મિટી અને સ્લેયર સાથે કામ કરી ચૂક્યા હતા.[૩૧] સ્ટુડિયોમાં કામગીરી ચાલુ હતી તે દરમિયાન “ગ્રાઇન્ડ” ગીતનું નાનું વર્ઝન રેડિયોમાં લિક થઈ ગયું અને મોટાપાયે તેનું પ્રસારણ થયું.[૩૨] 6 ઓક્ટોબર, 1995ના રોજ બેન્ડે તે ગીતનું સ્ટુડિયો વર્ઝન રેડિયો પર રિલીઝ કર્યું.

ચિત્ર:Laynemtv.JPG
એલિસ ઇન ચેઇન્સની 1996ની એમટીવી અનપ્લગ્ડ કોન્સર્ટ લેન સ્ટેલી (તસ્વીરમાં દર્શાવેલ) સાથેના બેન્ડના અંતિમ પર્ફોર્મન્સ પૈકીની એક હતી.

7 નવેમ્બર, 1995ના રોજ કોલમ્બિયા રેકોર્ડસે એલિસ ઇન ચેઇન્સ નામથી આલ્બમ રિલીઝ કર્યું,[૩૧] જે બિલબોર્ડ 200ના ચાર્ટમાં પ્રથમ ક્રમે પહોંચ્યું અને તેને ડબલ પ્લેટિનમ પ્રમાણિત કરવામાં આવ્યું.[૯] આલ્બમના ચાર ગીત “ગ્રાઇન્ડ”, “અગેઇન”, “ઓવર નાઉ” અને “હેવન બિસાઇડ યુ”માંથી ત્રણમાં મુખ્ય અવાજ કેન્ટ્રેલનો હતો. રોલિંગ સ્ટોન ના જોન વિડરહોર્ને આ આલ્બમને “મુક્ત અને સંપન્ન, ગીતો આશ્ચર્યજનક અને અનુભવી શકાય તેવી અસર ઉપજાવનારા” હોવાનું જણાવ્યું હતું.[૩૩] “ગોટ મી રોંગ” ગીત તેની રિલીઝના ત્રણ વર્ષ બાદ અણધારી રીતે સેપ ઇપીના ચાર્ટમાં આવ્યું હતું. 1995માં ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ક્લર્કસ ના સાઉન્ડટ્રેક માટે આ ગીતને પુનઃ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન તે મેઇનસ્ટ્રિમ રોક ટ્રેક્સના ચાર્ટમાં સાતમા ક્રમે પહોંચ્યું હતું.[૩૪] બેન્ડે એલિસ ઇન ચેઇન્સ હેઠળ આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો, જેના કારણે બેન્ડ નશીલા દ્રવ્યો લેતું હોવાની અટકળોને વેગ મળ્યો.[૩૫][૩૬]

એલિસ ઇન ચેઇન્સ 10 એપ્રિલ, 1996ના રોજ ત્રણ વર્ષમાં તેમની પ્રથમ કોન્સર્ટ એમટીવી અનપ્લગ્ડ પ્રોગ્રામ માટે ફરી સક્રિય થયું.[૩૭][૩૮] આ પર્ફોર્મન્સમાં બેન્ડના “ડાઉન ઇન અ હોલ”, “હેવન બિસાઇડ યુ” અને “વૂડ?” સહિત ચાર્ટમાં સ્થાન પામેલા ગીતો અને એક નવા ગીત “ધ કિલર ઇઝ મી”નો સમાવેશ કરવામાં આવ્યો.[૧૧] બીજા ગિટારિસ્ટ સ્કોટ ઓલ્સનને ઉમેરતાં એલિસ ઇન ચેઇન્સ પાંચ સભ્યોનું બેન્ડ બન્યું.[૩૭] પર્ફોર્મન્સનું લાઇવ આલ્બમ જુલાઈ, 1996માં રિલીઝ થયું, જે બિલબોર્ડ 200ના ચાર્ટમાં ત્રીજા નંબર પર આવ્યું. તેની સાથે હોમ વીડીયો રિલીઝ કરવામાં આવ્યો. બંનેને આરઆઇએએ દ્વારા પ્લેટિનમથી પ્રમાણિત કરવામાં આવ્યા.[૯] 1996ની લોલાપેલૂ ઝા ટૂર એ ઓરિજિનિલ કીસ લાઇન-અપને ટેકો પૂરો પાડતી ટૂર હતી. તે ટૂર બાદ એલિસ ઇન ચેઇન્સે ચાર શોમાં પર્ફોર્મ કર્યું, જેમાં 3 જુલાઈ, 1996ના રોજ કેન્સાસ સિટી, મિસોરી ખાતેનો શો લેન સ્ટેલીનો અંતિમ લાઇવ શો હતો.[૩૯]

વિસર્જન અને લેન સ્ટેલીનું મૃત્યુ (૧૯૯૬-૨૦૦૨)[ફેરફાર કરો]

એલિસ ઇન ચેઇન્સ સત્તાવાર રીતે કદી વિખેરાયું નહોતું, પરંતુ 1996માં સ્ટેલીની એક્સ-ફિયાન્સી ડેમ્રી પેરોટનું બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસને કારણે મૃત્યુ થયા બાદ સ્ટેલી એકાંતવાસમાં રહેવા લાગ્યો.[૨૧] સ્ટેલીએ રોલિંગ સ્ટોન ને 1996માં કહ્યું હતું, “મેં વર્ષો સુધી ડ્રગ્ઝ લીધી છે, અને હવે તે મારી સામે થઈ રહી છે, હવે હું મોતના મુખમાં ધકેલાઈ રહ્યો છું.”[૩૬] એલિસ ઇન ચેઇન્સમાં આવેલા નવા ફેરફારો સાથે કદમ મીલાવવું શક્ય ન બનતાં કેન્ટ્રેલે 1998માં તેનું પ્રથમ સોલો આલ્બમ ‘બોગી ડેપો ’ રિલીઝ કર્યું, જેમાં સિન કિની અને માઇક ઇનેઝને પણ સામેલ કરાયા હતા.[૪૦] 1998માં સ્ટેલી ‘ગેટ બોર્ન અગેઇન’ અને ‘ડાઇડ’ એ બે નવા ગીતો રેકોર્ડ કરવા માટે ફરી એલિસ ઇન ચેઇન્સ સાથે જોડાયો. મૂળ કેન્ટ્રેલના સોલો આલ્બમ માટે લખાયેલા આ ગીતો 1999ના અંત ભાગમાં બોક્સ સેટ, મ્યુઝિક બેન્ક પર રિલીઝ કરવામાં આવ્યા. સેટમાં ડેમો, દુર્લભ રેકોર્ડિંગ અને ભૂતકાળના આલ્બમ ટ્રેક્સ સહિત 48 ગીતો હતા.[૩] બેન્ડે 15 ટ્રેકનું ક્મ્પાઇલેશન રિલીઝ કર્યું,Nothing Safe: Best of the Box જે મ્યુઝિક બેન્ક માટે સેમ્પલ બની રહ્યું અને બેન્ડનું પ્રથમ ગ્રેટેસ્ટ હિટ્સ કમ્પાઇલેશન બન્યું. બેન્ડની છેલ્લી સત્તાવાર રિલીઝમાં 5 ડિસેમ્બર, 2000ના રોજ રિલીઝ થયેલા લાઇવ આલ્બમ લાઇવ અને 2001માં ભારે સફળતા મેળવનાર બીજા સંકલિત ગ્રેટેસ્ટ હિટ્સ નો સમાવેશ થાય છે.[૪૧]

2002 સુધીમાં કેન્ટ્રેલે તેના બીજા સોલો આલ્બમ ડિગ્રેડેશન ટ્રિપ નું કામ પૂરું કર્યું. 1998માં લખાયેલા આ આલ્બમના ગીતો જે શૈલીમાં લખાયા હતા, તેને કેન્ટ્રેલે એલિસ ઇન ચેઇન્સનો અંત ગણાવ્યો. જોકે, તે વર્ષે માર્ચમાં કેન્ટ્રેલે એવી ટિપ્પણી કરી હતી કે, “અમે હજી પણ એકમેકના સંપર્કમાં છીએ, તેથી (એલિસ ઇન ચેઇન્સ) કોઇક દિવસ કશુંક કરે તેવી શક્યતા છે અને મને પૂરી આશા છે કે અમે ફરીથી ભેગાં થઈને કામ કરીશું.”[૪૨]

નશીલા દ્રવ્યના વ્યસનથી છૂટકારો મેળવવા એક દાયકા સુધી સંઘર્ષ કર્યા બાદ લેન સ્ટેલી 20 એપ્રિલ, 2002માં તેના નિવાસસ્થાનેથી મૃત હાલતમાં મળી આવ્યો.[૪૩] તેના ખાતામાંથી લાંબા સમયથી પૈસા ન ઉપાડાયા હોવાનું જાણમાં આવતાં એકાઉન્ટન્ટ્સે સ્ટેલીની માતા અને તેના સાવકા પિતાનો સંપર્ક સાધીને તેમને આ વાતની જાણ કરી હતી. પોલીસની સહાયથી તેમણે સ્ટેલીના ઘરમાં પ્રવેશીને તપાસ કરી. ઓટોપ્સીના રિપોર્ટમાં સ્ટેલીનું મૃત્યુ હેરોઇન અને કોકેઇનના મિશ્રણથી થયાનું માલૂમ પડ્યું હતું. તેના મિત્રોને એવી આશંકા હતી કે સ્ટેલીને કદાચ કોઈ એવી ચેપી બિમારી લાગુ પડી હતી, જેની સામે તેનું શરીર નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ટક્કર ઝીલી શક્યું નહોતું. મૃત્યુ બાદ બે સપ્તાહ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.[૪૩] મૃત્યુના અમુક મહિનાઓ પહેલાં તેણે આપેલી મુલાકાતમાં સ્ટેલીએ કબૂલ્યું હતું કે, “હું જાણું છું કે હું મૃત્યુની નજીક છું, મેં વર્ષો સુધી હેરોઇનનું સેવન કર્યું હતું. હું કદી મારા જીવનનો આવો અંત નહોતો ઈચ્છતો.”[૪૪] કેન્ટ્રેલે સ્ટેલીના મૃત્યુના બે મહિના બાદ 2002માં રિલીઝ કરેલું તેનું સોલો આલ્બમ સ્ટેલીની યાદને સમર્પિત કર્યું હતું.[૪૫]

પુનર્ગઠન (૨૦૦૫-૦૮)[ફેરફાર કરો]

સિન કિની 2006માંબેન્ડની શરુઆત થઈ, ત્યારથી કિની એલિસ ઇન ચેઇન્સનો ડ્રમર છે.
માઇક ઇનેઝ 2009માં

દક્ષિણ એશિયામાં સુનામી હોનારતનો ભોગ બનેલા પીડિતો માટે ફંડ એકઠું કરવા પરફોર્મ કરવાના આશય સાથે જેરી કેન્ટ્રેલ, માઇક ઇનેઝ અને સિન કિની ફરી એક થયા.[૪૬] બેન્ડમાં ડેમેજપ્લાન વોકલિસ્ટ પેટ લેચમેન સહિત વિશેષ અતિથિ તરીકે ટૂલના મેનાર્ડ જેમ્સ કીનન અને હાર્ટની એન વિલ્સનનો સમાવેશ થતો હતો.[૪૬][૪૭] 10 માર્ચ, 2006ના રોજ તત્કાલિન સભ્યોએ સિએટલના સાથી સંગીતકારો હાર્ટના એન અને નેન્સી વિલ્સનના બહુમાનમાં વીએચવનની ડિકેડ્ઝ રોક લાઇવ કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું. તેમણે “વૂડ?”, પેન્ટેરાના ગાયક ફિલ એન્ઝેલ્મો અને ગન્ઝ એન રોઝીસના ડફ મેકકેગન અને ડાઉન સાથે અને વેલ્વેટ રિવોલ્વર સાથે અને ત્યાર પછી કમ્સ વિથ ધ ફોલના ગાયક વિલિયમ ડૂવોલ અને એન વિલ્સન સાથે તેમણે “રુસ્ટર” ગાયું હતું.[૪૭] ત્યાર બાદ બેન્ડે યુનાઇટેડ સ્ટેટ્સની ટૂંકી ક્લબ ટૂર, યુરોપમાં તહેવારોની તારીખો દરમિયાન અને જાપાનની ટૂંકી ટૂરમાં કાર્યક્રમો આપ્યા. બેન્ડના પુનર્ગઠનની સાથે સોની મ્યુઝિક દ્વારા એલિસ ઇન ચેઇન્સના લાંબા સમયથી પાછું ઠેલાતું ત્રીજું કમ્પાઇલેશન ધ એસેન્શિયલ એલિસ ઇન ચેઇન્સ રિલીઝ કરવામાં આવ્યું. આ ડબલ આલ્બમમાં 28 ગીતો હતા.[૪૮]

બેન્ડના પુનર્ગઠન બાદની કોન્સર્ટ દરમિયાન ડૂવોલ મુખ્ય ગાયક તરીકે એલિસ ઇન ચેઇન્સમાં જોડાયો. વેલ્વેટ રિવોલ્વર અને ગન્સ એન રોઝીસનો ભૂતપૂર્વ બાસિસ્ટ ડફ મેકકેગન પણ રિયુનિયન ટૂર માટે બેન્ડમાં જોડાયો. તે પસંદગીના ગીતોમાં રિધમ ગિટાર વગાડતો હતો.[૪૭] ટૂર પહેલાં કિનીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેને નવા ગીતો લખવામાં રસ પડશે, પરંતુ એલિસ ઇન ચેઇન્સ માટે નહીં.[૪૯] જોકે, AliceinChains.com ના અહેવાલ પ્રમાણે બેન્ડે ડૂવોલને મુખ્ય ગાયક તરીકે લઈને નવા ગીતો લખવાનું શરુ કરી દીધું હતું.

બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યૂ (૨૦૦૮-અત્યાર સુધી)[ફેરફાર કરો]

Blabbermouth.netના સપ્ટેમ્બર 2008ના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે એલિસ ઇન ચેઇન્સ 2009ના ઊનાળામાં નવું આલ્બમ રિલીઝ કરવા માટે તે વર્ષના ઓક્ટોબર મહિનામાં સ્ટુડિયોમાં રેકોર્ડિંગ શરુ કરશે.[૫૦]

ઓક્ટોબર 2008માં એલિસ ઇન ચેઇન્સે નિર્માતા નિક રાસ્કુલિનેક્ઝ સાથે મળીને લોસ એન્જેલસના ફૂ ફાઇટર્સ સ્ટુડિયો 606 ખાતે તેના ચોથા સ્ટુડિયો આલ્બમનું રેકોર્ડિંગ શરુ કર્યું.[૫૧] રિવોલ્વર ગોલ્ડન ગોડ એવોર્ડસમાં જેરી કેન્ટ્રેલે કહ્યું હતું કે ગ્રૂપે માર્ચ 2009માં રેકોર્ડિંગ પૂરું કરી નાંખ્યું છે અને સપ્ટેમ્બરમાં રિલીઝ માટે તે હાલ તેનું મિક્સિંગ કરી રહ્યા છે.[૫૨] એપ્રિલ 2009માં અહેવાલ આવ્યા હતા કે એલિસ ઇન ચેઇન્સનું નવું આલ્બમ વર્જિન/ ઇએમઆઇ (EMI) દ્વારા રિલીઝ થશે,[૫૩] બેન્ડની 20થી વધુ વર્ષની કારકિર્દીમાં લેબલ બદલાયાની આ પ્રથમ ઘટના હતી. 11 જૂન, 2009ના રોજ Blabbermouth.netએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે નવા આલ્બમને “બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ ” નામ અપાશે અને તેની રિલીઝની તારીખ 29 સપ્ટેમ્બર, 2009 નક્કી કરવામાં આવી હતી.[૧] 30 જૂન, 2009ના રોજ આલ્બમનું એક ગીત “અ લૂકિંગ ઇન વ્યૂ” આલ્બમના પ્રથમ ગીત તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું. જુલાઈના પ્રારંભમાં એલિસ ઇન ચેઇન્સની અધિકૃત વેબસાઇટ પરથી મર્યાદિત સમય માટે આ ગીત ફ્રી ડાઉનલોડ કરી શકાતું હતું. “એ લૂકિંગ ઇન વ્યૂ” માટેનો મ્યુઝિક વિડીયો 7 જુલાઈ, 2009ના રોજ એલિસ ઇન ચેઇન્સની અધિકૃત વેબસાઇટ દ્વારા રજૂ કર્યું.[૫૪] બીજું ગીત “ચેક માય બ્રેઇન” 14 ઓગસ્ટ, 2009ના રોજ રેડિયો સ્ટેશનોમાં રિલીઝ કરવામાં આવ્યું અને 17 ઓગસ્ટથી તે બજારમાં મૂકાયું.[૫૫] વધુમાં, એલ્ટન જ્હોન આલ્બમના ટાઇટલ ટ્રેકમાં ચમકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી.[૫૬]

સપ્ટેમ્બર 2008માં એવી જાહેરાત થઈ હતી કે એલિસ ઇન ચેઇન્સ નાઇન ઇન્ચ નેઇલ્સ અને લેમ્બ ઓફ ગોડ સાથે મળીને ઓસ્ટ્રેલિયાના સાઉન્ડવેવ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે.[૫૭] ફેબ્રુઆરી 2009માં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, એલિસ ઇન ચેઇન્સ ત્રીજા વાર્ષિક રોક ઓન ધ રેન્જ ફેસ્ટિવલમાં કાર્યક્રમ આપશે.[૫૮] 1 ઓગસ્ટ, 2009ના રોજ એલિસ ઇન ચેઇન્સે મેસ્ટોડોન, એવેન્જ્ડ સેવનફોલ્ડ અને ગ્લાઇડર સાથે મળીને માર્લે પાર્ક, ડબ્લિન ખાતે મેટાલિકાને ટેકો આપવા માટે પરફોર્મ કર્યું. 10 નવેમ્બર, 2009ના રોજ બેન્ડ લેટર લાઇવ...માં પણ પણ જૂલ્સ હોલેન્ડ સાથે એપિસોડના આખરી પરફોર્મન્સરુપે 'લેસન લર્નેડ', 'બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ' અને 'ચેક માઈ બ્રેઇન' જેવા ગીતો પરફોર્મ કરતું દેખાયું.

બેન્ડની યુરોપિયન ટૂરની સાથે એલિસ ઇન ચેઇન્સે તેનું આગામી ગીત “યોર ડિસિઝન” 16મી નવેમ્બરે યુકેમાં રિલીઝ કર્યું અને પહેલી ડિસેમ્બરે તેઓ અમેરિકામાં હતા.[૫૯][૬૦] આલ્બમનું ચોથું ગીત “લેસન લર્નેડ” જૂનના મધ્ય ભાગમાં રિલીઝ થયું.[૬૧] તેની 5,00,000થી વધુ કોપીઓ વેચાણ અર્થે રવાના કરવામાં આવી હોવાથી 26 મે, 2010ના રોજ બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ ને આરઆઇએએ દ્વારા ગોલ્ડથી પ્રમાણિત કરવામાં આવ્યું.

મેસ્ટોડોન અને ડેફ્ટોન્સની સાથે એલિસ ઇન ચેઇન્સ 2010ના અંતમાં બ્લેકડાયમન્ડસ્કાઇ ટૂરના ભાગરુપે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં પર્ફોર્મન્સ આપશે. બ્લેકડાયમન્ડસ્કાઇ એ ત્રણેય બેન્ડના લેટેસ્ટ આલ્બમ ટાઇટલ બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ , ડાયમન્ડ આઇઝ અને ક્રેક ધ સ્કાઇ એ તમામના એક-એક શબ્દના ઉપયોગથી પાડવામાં આવેલું નામ છે.

સંભવિત ભાવિ આલ્બમ[ફેરફાર કરો]

એપ્રિલ 2010માં ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલએ એમટીવી ન્યૂઝમાં જણાવ્યું હતું કે એલિસ ઇન ચેઇન્સ આગામી ભવિષ્યમાં પાંચમું સ્ટુડિયો આલ્બમ તૈયાર કરવાની વિચારણા કરી રહ્યું છે. તેણે જણાવ્યું હતું કે, “બધું હાલ વિચારણા હેઠળ છે. વિચારણા ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહે છે. વર્તમાનમાં જીવવું એ જીવન જીવવાનો ઉત્તમ માર્ગ છે અને અમને આશા છે કે આવું થશે. આવું ન થવાનું મને કોઈ કારણ નથી જણાતું.”[૬૨] ફ્રન્ટમેન વિલિયમ ડૂવોલએ પણ આગામી આલ્બમ અને એલિસ ઇન ચેઇન્સના ભાવિ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “ઘણાં કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. આગળ ઘણા કાર્યક્રમો છે. પણ હા, ભવિષ્ય અંગે અમે રોમાંચિત છીએ. મને નથી લાગતું કે લાંબા ગાળા સુધી બેન્ડ વિખૂટું પડે.”[૬૩]

સંગીતની શૈલી[ફેરફાર કરો]

એલિસ ઇન ચેઇન્સને ગ્રન્જ, ઓલ્ટરનેટિવ રોક અને હાર્ડ રોક જેવા ઉપનામ મળ્યા હોવા છતાં જેરી કેન્ટ્રેલ બેન્ડને મુખ્યત્વે હેવી મેટલ તરીકે ઓળખાવે છે. 1996માં તેણે ગિટાર વર્લ્ડ ને કહ્યું હતું કે, “અમારામાં ઘણું વૈવિધ્ય છે... તે મિશ્રણ કેવા પ્રકારનું છે તે હું જાણતો નથી, પરંતુ તેમાં મેટલ, બ્લ્યુઝ, રોક એન્ડ રોલ અને કદાચ નિરર્થકતાનો અંશ છે. તેમાંથી મેટલનો ભાગ કદી દૂર નહીં થાય, અને હું કદી નથી ઈચ્છતો કે તે દૂર થાય.”[૬૪]

જેરી કેન્ટ્રેલની ગિટાર વગાડવાની શૈલી ઓલમ્યુઝિકના સ્ટિફન અર્લવાઇન કહે છે તેમ “પમેલિંગ રિફ્ટ્સ એન્ડ એક્સપેન્સિવ ગિટાર ટેક્સ્ચર્સ” જે “સ્લો, બ્રૂડિંગ માઇનર-કી ગ્રાઇન્ડ્ઝ” સર્જે છે.[૬૫] સ્ટેલીના અનોખા "સ્નેર્લ-ટુ-એ-સ્ક્રીમ"[૧૦]ની સાથે ડાઉન ટ્યૂન્ડ ડિસ્ટોર્ટેડ ગિટાર સાથે લોકોએ હેવી મેટલના પ્રસંશકોને અપિલ કરી હતી, બેન્ડ પણ મેલોડીની ક્યારેય ન જોઇ હોય તેવી સમજ ધરાવતું હતું, જેને પગલે એલિસ ઇન ચેઇન્સ હેવી મેટલના કાર્યવિસ્તારથી બહાર જંગી પોપ દર્શકો સામે પ્રદર્શિત થયું હતું.[૧૨][૨૪]

વિવેચકો બેન્ડ વિશે જણાવે છે કે “મેટલના પ્રશંસકો માટે આ બેન્ડ થોડું મુશ્કેલ છે, છતાં તેના ગમગીન વિષયો અને નિરર્થકતા તેમને સિએટલ સ્થિત ગ્રન્જ બેન્ડની યાદીની આગલી હરોળમાં સ્થાન અપાવે છે.”[૪૦] બેન્ડની ત્રણ રિલીઝમાં તમામ એકોસ્ટિક સંગીતનો સમાવેશ થાય છે, અને પ્રારંભમાં બેન્ડે આ ત્રણેયને જુદા-જુદા સમયના અંતરે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. એલિસ ઇન ચેઇન્સનું સેલ્ફ ટાઇટલ્ડ આલ્બમ “તદ્દન ઠંડુ, શૂન્યવાદ પ્રકારની શૈલીનું હતું, જે હાર્ડ રોકની સાથે એકોસ્ટિક શૈલીને અનુસરે તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું હતું.”[૪૦]

એલિસ ઇન ચેઇન્સ સ્ટેલી અને કેન્ટ્રેલની અદ્વિતિય કંઠ્ય જુગલબંદી માટે પણ જાણીતું છે, જેમાં ઓવરલેપિંગ પેસેજ અને ડ્યૂઅલ લિડ વોકલ્સનો પણ સમાવેશ થાય છે.[૪૦] એલિસા બર્રોસે જણાવ્યા પ્રમાણે બેન્ડનો વિશિષ્ટ ધ્વનિ “સ્ટેલીના અંગત સંઘર્ષ અને વ્યસનને વ્યક્ત કરતા ગાયનશૈલી અને ગીતોમાંથી સર્જાતો હતો.”[૬૬] સ્ટેલીનાં ગીતો ઘણી વખત “ગમગીન” ગણાતા હતા,[૪૦] તેમાં ઘણી વખત નશીલા દ્રવ્યનું સેવન, હતાશા અને આત્મહત્યાની થીમ રહેતી હતી,[૨૧] જ્યારે કેન્ટ્રેલનાં ગીતો અંગત સંબંધો ઉપર વધુ ભાર મૂકે છે.

વારસો[ફેરફાર કરો]

એલિસ ઇન ચેઇન્સનો હાલનો ગાયક વિલિયમ ડૂવોલ હાલ બેન્ડ સાથે પર્ફોર્મ કરી રહ્યો છે.સ્ટેલીના મૃત્યુ બાદ એલિસ ઇન ચેઇન્સનું પુનર્ગઠન થયું તે સમયે સ્ટેલીને સ્થાને મુખ્ય ગાયક તરીકે ડૂવોલને લેવામાં આવ્યો હતો.

એલિસ ઇન ચેઇન્સના અમેરિકામાં 1.4 કરોડ આલ્બમ અને વિશ્વભરમાં 3.5 કરોડ આલ્બમનું વેચાણ થયું છે, બે નંબર-વન આલ્બમ અને 21 ટોપ 40માં સમાવિષ્ટ ગીતો રિલીઝ કર્યા છે તથા ગ્રેમીનાં સાત નામાંકન્સ મેળવ્યાં છે. વીએચ1ના 100 ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ્સ ઓફ હાર્ડ રોક પર બેન્ડનો ક્રમ 34મો હતો.[૬૭] હિટ પરેડર દ્વારા એલિસ ઇન ચેઇન્સને 15મા ગ્રેટેસ્ટ લાઇવ બેન્ડ તરીકે નામાંકિત કરવામાં આવ્યું હતું[૬૮] અને ગાયક લેન સ્ટેલીને અત્યાર સુધીના શ્રેષ્ઠ ગાયકોમાં 27મું સ્થાન મળ્યું હતું.[૬૯] બેન્ડના બીજા આલ્બમ ડર્ટ ને ક્લોઝ-અપ મેગેઝિને છેલ્લા બે દાયકાનાં શ્રેષ્ઠ આલ્બમોની યાદીમાં પાંચમા સ્થાને મૂક્યું હતું.[૭૦] ઓગસ્ટ 2009માં એલિસ ઇન ચેઇન્સે કેરાંગ્ઝ! આઇકોન એવોર્ડ જીત્યો હતો.[૭૧]

અન્ય ઘણાં બેન્ડ ઉપર એલિસ ઇન ચેઇન્સનો ઘણો મોટો પ્રભાવ રહ્યો છે, જેમ કે ગોડ્ઝમેક. એમટીવીના જોન વિડરહોર્ન ના મતે ગોડ્ઝમેક “તેની પોતાની વિશિષ્ટ શૈલીમાં એલિસ ઇન ચેઇન્સની શૈલીનો ઉમેરો કરીને તેને અનુસરે છે.” ગોડ્ઝમેકનો ગાયક અને સ્થાપક સલી અર્ના પણ તેના પર લેન સ્ટેનીનો પ્રભાવ હોવાનું કબૂલે છે.[૭૨] સ્ટેઇન્ડએ એલિસ ઇન ચેઇન્સનું ગીત “નટશેલ” લાઇવ કવર કર્યું છે, જે કમ્પાઇલેશનમાં જોવા મળે છે.The Singles: 1996-2006 ઉપરાંત, સ્ટેઇન્ડે તેના “14 શેડ્ઝ ઓફ ગ્રે ” આલ્બમમાં “લેન” નામનું એક ગીત પણ રાખ્યું હતું, જે સ્ટેલીને સમર્પિત કરવામાં આવ્યું હતું.[૭૩] થ્રી ડેઝ ગ્રેસ પણ “રુસ્ટર”નું કવર પર્ફોર્મ કરે છે, જે લાઇવ એટ ધ પેલેસ ની ડીવીડી પર જોવા મળે છે. એલિસ ઇન ચેઇન્સથી પ્રેરણા મેળવનારા અન્ય બેન્ડમાં ક્રીડ[૭૪], નિકલબેક[૭૫], ટેપરુટ, પડલ ઓફ મડ[૭૬], ગોડ્ઝમેક[૭૭], સ્માઇલ એમ્પ્ટી સોલ, કોલ્ડ, ડેઝ ઓફ ધ ન્યૂ[૭૮] અને ટેન્ટ્રિકનો સમાવેશ થાય છે.[૨૧] મેટાલિકાના જણાવ્યા પ્રમાણે 2008 માટેની તેમની રિલીઝ “ડેથ મેગ્નેટિક ” માટે એલિસ ઇન ચેઇન્સ મહત્વની પ્રેરણા હોવાથી તેઓ હંમેશા આ બેન્ડ સાથે ટૂર કરવા માંગતા હતા.[૭૯] મેટાલિકાએ લેન સ્ટેલીને અંજલી આપવા માટે "શાઇન" રેકોર્ડ કર્યું હતું, પરંતુ ઉત્પાદના પ્રતિબંધોને કારણે ગીતને ડેથ મેગ્નેટિક રાખવામાં આવ્યું હતું.

બેન્ડના સભ્યો[ફેરફાર કરો]

 • વિલિયમ ડૂવોલ – મુખ્ય અને બેકિંગ ગાયક, રિધમ ગિટાર (2006-અત્યાર સુધી)
 • જેરી કેન્ટ્રેલ – મુખ્ય અને બેકિંગ ગાયક, મુખ્ય ગિટાર (1987-2002, 2005-અત્યાર સુધી)
 • માઇક ઇનેઝ – બાસ, બેકિંગ ગાયક (1993-2002, 2005- હાલ કાર્યરત)
 • સિન કિની – ડ્રમ્સ, પર્કશન (1987-2002, 2005-હાલ કાર્યરત)

ભૂતપૂર્વ સભ્યો[ફેરફાર કરો]

 • લેન સ્ટેલી – મુખ્ય ગાયક, કેટલીક વખત રિધમ ગિટાર (1987-2002)
 • માઇક સ્ટાર – બાસ, બેકિંગ અવાજ (1987-1993)
ટૂરિંગ સંગીતકારો
 • સ્કોટ ઓલ્સન – એકોસ્ટિક ગિટાર (1996,અનપ્લગ્ડ ફક્ત પર્ફોર્મન્સ)
 • પેટ્રિક લેચમેન – મુખ્ય ગાયક (2005-2006)
 • ડફ મેકકેગન – રિધમ ગિટાર (2005-2006)

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

 • ફેસલિફ્ટ (૧૯૯૦)
 • ડર્ટ (૧૯૯૨)
 • એલિસ ઇન ચેઇન્સ (૧૯૯૫)
 • બ્લેક ગિવ્ઝ વે ટુ બ્લ્યુ (૨૦૦૯)

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

ઢાંચો:Infobox Musician Awards એલિસ ઇન ચેઇન્સે સાત ગ્રેમી નામાંકનો મેળવ્યા હતા. 1992માં “મેન ઇન ધ બોક્સ”ને બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ માટે નામાંકન મળ્યું તે બેન્ડને ગ્રેમી એવોર્ડસમાં મળેલું પ્રથમ નામાંકન હતું. એલિસ ઇન ચેઇન્સે બેન્ડના 1992ના આલ્બમ ડર્ટ માટે, 1994ના જાર ઓફ ફ્લાઇઝ ના “આઇ સ્ટે અવે” માટે 1995ના સેલ્ફ-ટાઇટલ્ડ આલ્બમના “ગ્રાઇન્ડ” અને “અગેઇન” અને 1999ના ટ્રેક “ગેટ બોર્ન અગેઇન” માટે બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ કેટેગરીમાં ગ્રેમી નામાંકનો મેળવ્યાં હતાં. “વૂડ?” ગીતના મ્યુઝિક વિડીયો માટે 1992ની ફિલ્મ “સિંગલ્સ ”માં એલિસ ઇન ચેઇન્સના પ્રદાન બદલ બેન્ડે 1993ના એમટીવી વિડીયો મ્યુઝિક એવોર્ડસમાં બેસ્ટ વિડીયો ફ્રોમ એ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

અમેરિકન મ્યુઝિક એવોર્ડસ

ધ અમેરિકન મ્યુઝિક એવોર્ડસ એ ડિક ક્લર્ક દ્વારા 1973માં શરુ કરવામાં આવેલો વાર્ષિક એવોર્ડ સમારંભ છે.[૮૦]

ઢાંચો:Awards table |- | align="center"| ઢાંચો:Ama || એલિસ ઇન ચેઇન્સ || ફેવરિટ ન્યૂ હેવી મેટલ/હાર્ડ રોક આર્ટિસ્ટ ||style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |-

|}

ગ્રેમી પુરસ્કારો

નેશનલ એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સિઝ દ્વારા દર વર્ષે ગ્રેમી એવોર્ડ એનાયત કરાય છે.[૧૫][૮૧][૮૨][૮૩][૮૪][૮૫]

ઢાંચો:Awards table |- | align="center"| 1992 || "મેન ઇન ધ બોક્સ" || બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 1993 || ડર્ટ || બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 1995 || "આઇ સ્ટે અવે" || બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 1996 || "ગ્રાઇન્ડ" || Best બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 1997 || "અગેઇન" || Best બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 2000 || "'ગેટ બોર્ન અગેઇન" || બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| 2010 || "ચેક માય બ્રેઇન" || બેસ્ટ હાર્ડ રોક પર્ફોર્મન્સ || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |}

એમટીવી વિડીયો મ્યુઝિક એવોર્ડસ

ધ એમટીવી વિડીયો મ્યુઝિક એવોર્ડસ એ વાર્ષિક એવોર્ડ સમારોહ છે, જેની શરુઆત 1984માં એમટીવી દ્વારા કરવામાં આવી હતી.[૧૮][૮૬][૮૭]

ઢાંચો:Awards table |- | align="center"| ઢાંચો:Mtvvma || "મેન ઇન ધ બોક્સ" || બેસ્ટ હેવી મેટલ હાર્ડ રોક વિડીયો || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |- | align="center"| ઢાંચો:Mtvvma || સિંગલ્સનું "વૂડ?" from Singles || બેસ્ટ વિડીયો ફ્રોમ અ ફિલ્મ || style="background: #99FF99; color: black; vertical-align: middle; text-align: center; " class="yes table-yes2"|Won |- | align="center"| ઢાંચો:Mtvvma || "અગેઇન" || બેસ્ટ હાર્ડ રોક વિડીયો || style="background: #FDD; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2"|નામાંકન |-

|}

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "ALICE IN CHAINS Interviewed By VOICE OF AMERICA". Blabbermouth.net. 2010-05-28. Retrieved 2010-06-15. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. http://www.riaa.com/goldandplatinumdata.php?resultpage=3&table=tblTopArt&action=
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ઢાંચો:Cite album-notes
 4. Lip Lock Rock: The Alice 'N Chainz Story
 5. Sweet Alice
 6. ૭.૦ ૭.૧ "Discography – Dirt". Aliceinchains.com. the original માંથી 2006-07-03 પર સંગ્રહિત. Retrieved 2008-02-09. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 7. ૮.૦ ૮.૧ Moses, Michael (1991). "Alice in Chains: Who is Alice and Why is She in Chains?". Rockbeat magazine. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
 8. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ ૯.૫ "Alice in Chains – Artist chart History". Billboard.com. the original માંથી 2007-12-03 પર સંગ્રહિત. Retrieved 2007-11-09. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 9. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ ૧૦.૬ ૧૦.૭ ગિલ, ક્રિસ (સપ્ટેમ્બર 1999). ડર્ટ. ગિટાર વર્લ્ડ
 10. ૧૧.૦ ૧૧.૧ "Singles". Billboard.com. the original માંથી 2007-12-24 પર સંગ્રહિત. Retrieved 2007-12-20. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 11. ૧૨.૦ ૧૨.૧ Huey, Steve. "Facelift". Allmusic. Retrieved 2008-01-01. Check date values in: |accessdate= (મદદ)
 12. ૧૩.૦ ૧૩.૧ Glickman, Simon. "Enotes – Alice in Chains". Enotes.com. Retrieved 2007-12-28. Check date values in: |accessdate= (મદદ)
 13. "Alice in Chains Guitarist Discusses 1990 Clash of the Titans tour, Touring With Ozzy". Blabbermouth.net. 2007-10-07. Retrieved 2008-02-09. Check date values in: |accessdate=, |date= (મદદ)
 14. ૧૫.૦ ૧૫.૧ "34th Grammy Awards – 1992". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 15. ઢાંચો:Cite album-notes
 16. "Singles – Soundtracks and music scores". Aliceinchains.com. the original માંથી 2006-11-25 પર સંગ્રહિત. Retrieved 2007-12-28. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 17. ૧૮.૦ ૧૮.૧ "1993 MTV Video Music Awards". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 18. ૧૯.૦ ૧૯.૧ Turman, Katherine (1993). "Digging Dirt". RIP magazine. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
 19. Huey, Steve. "Dirt". Allmusic. Retrieved 2008-01-01. Check date values in: |accessdate= (મદદ)
 20. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ ૨૧.૪ Wiederhorn, Jon (2004-04-06). "Remembering Layne Staley: The Other Great Seattle Musician To Die On April 5". VH1. Retrieved 2007-12-22. Check date values in: |accessdate=, |date= (મદદ)
 21. "2006 band bio – Aliceinchains.com". Aliceinchains.com. the original માંથી 2006-07-19 પર સંગ્રહિત. Retrieved 2007-12-14. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 22. "Last Action Hero – Soundtracks and music scores". Aliceinchains.com. the original માંથી 2007-03-08 પર સંગ્રહિત. Retrieved 2007-11-24. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 23. ૨૪.૦ ૨૪.૧ D'Angelo, Joe (2002-04-20). "Layne Staley, Alice In Chains Singer, Dead At 34". VH1. Retrieved 2007-11-25. Check date values in: |accessdate=, |date= (મદદ)
 24. ૨૫.૦ ૨૫.૧ Andrews, Rob (1994). "A Step Beyond Layne's World". Hit Parader. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
 25. "Jar of Flies – Discography". Aliceinchains.com. the original માંથી 2006-12-08 પર સંગ્રહિત. Retrieved 2007-12-28. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 26. Evans, Paul. "Jar of Flies". Rolling Stone. the original માંથી 2007-02-02 પર સંગ્રહિત. Retrieved 2008-01-29. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 27. Huey, Steve. "Jar of Flies". Allmusic. Retrieved 2008-01-01. Check date values in: |accessdate= (મદદ)
 28. ૨૯.૦ ૨૯.૧ Wiederhorn, Jon (1996-02-08). "To Hell and Back". Rolling Stone. the original માંથી 2007-05-18 પર સંગ્રહિત. Retrieved 2008-01-30. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 29. Rothman, Robin (2002-04-22). "Layne Staley Found Dead". Rolling Stone. the original માંથી 2007-11-14 પર સંગ્રહિત. Retrieved 2007-11-24. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 30. ૩૧.૦ ૩૧.૧ "Meldrum Working With Producer Toby Wright". Blabbermouth.net. 2006-04-26. Retrieved 2007-12-20. Check date values in: |accessdate=, |date= (મદદ)
 31. "Alice in Chains timeline". Sonymusic.com. Retrieved 2008-02-01. Check date values in: |accessdate= (મદદ)
 32. Wiederhorn, Jon (1995-11-30). "Alice in Chains: Alice in Chains review". Rolling Stone. Retrieved 2008-01-01. Check date values in: |accessdate=, |date= (મદદ)
 33. "Clerks – Soundtracks and movie scores". Aliceinchains.com. the original માંથી 2006-11-16 પર સંગ્રહિત. Retrieved 2007-12-28. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 34. Rothman, Robin A. "Layne Staley Found Dead". Rolling Stone. the original માંથી 2007-11-14 પર સંગ્રહિત. Retrieved 2008-01-30. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 35. ૩૬.૦ ૩૬.૧ Fischer, Blair R. "Malice in Chains". Rolling Stone. the original માંથી 2007-11-14 પર સંગ્રહિત. Retrieved 2008-01-30. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 36. ૩૭.૦ ૩૭.૧ Perota, Joe (Director) (1996-04-15). Unplugged – Alice in Chains (Television production). New York City: MTV. Check date values in: |date= (મદદ)
 37. "Alice in Chains Concert Chronology: MTV Unplugged Session". John Bacus. Retrieved 2007-12-12. Check date values in: |accessdate= (મદદ)
 38. "Alice in Chains – Sold Out". Hampton Beach Casino Ballroom. Retrieved 2007-11-25. Check date values in: |accessdate= (મદદ)
 39. ૪૦.૦ ૪૦.૧ ૪૦.૨ ૪૦.૩ ૪૦.૪ Erlewine, Thomas; Prato, Greg. "Alice in Chains Biography". Allmusic. Retrieved 2007-11-28. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
 40. "Alice in Chains.com – Discography". Aliceinchains.com. the original માંથી 2006-06-28 પર સંગ્રહિત. Retrieved 2007-12-28. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 41. વિડરહોર્ન, જોન Jerry Cantrell Conjures Ghost Of Alice In Chains On New LP MTV.com (March 20, 2002). 01-09-2009ના રોજ મેળવવામાં આવેલું
 42. ૪૩.૦ ૪૩.૧ Cross, Charles R (June 6, 2002). ""The last days of Layne Staley; Alice in Chains singer dies at thirty-four after long battle with heroin."". ROLLING STONE no. 897. Check date values in: |accessdate=, |date= (મદદ); |access-date= requires |url= (મદદ)
 43. Wiederhorn, Jon (2003-02-25). "Late Alice In Chains Singer Layne Staley's Last Interview Revealed In New Book". MTV. Retrieved 2007-12-22. Check date values in: |accessdate=, |date= (મદદ)
 44. "Well Worth The Trip". Roadrunner Records UK. 2002-12-24. the original માંથી 2008-01-19 પર સંગ્રહિત. Retrieved 2007-12-07. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 45. ૪૬.૦ ૪૬.૧ Hay, Travis (2005-02-21). "Alice in Chains owns stage in tsunami-relief show full of surprises". Seattlepi.nwsource.com. Retrieved 2007-11-25. Check date values in: |accessdate=, |date= (મદદ)
 46. ૪૭.૦ ૪૭.૧ ૪૭.૨ "Metallica man joins Alice in Chains". Rolling Stone. 2006-06-09. Retrieved 2007-11-25. Check date values in: |accessdate=, |date= (મદદ)
 47. "The Essential Alice in Chains". Aliceinchains.com. the original માંથી 2007-10-11 પર સંગ્રહિત. Retrieved 2007-12-28. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 48. Harris, Chris (2006-02-23). "Remaining Alice In Chains Members Reuniting For Summer Gigs". MTV.com. Retrieved 2007-11-24. Check date values in: |accessdate=, |date= (મદદ)
 49. "Alice in Chains To Enter Studio In October". Blabbermouth.net. 2008-09-05. Retrieved 2008-09-05. Check date values in: |accessdate=, |date= (મદદ)
 50. "Alice in Chains Working With Rush/Foo Fighters Producer". Blabbermouth.net. 2008-10-23. Retrieved 2008-10-23. Check date values in: |accessdate=, |date= (મદદ)
 51. "Alice In Chains Set To Release First Album In 14 Years". Ultimate-Guitar.com. 2009-04-09. Retrieved 2009-04-09. Check date values in: |accessdate=, |date= (મદદ)
 52. "Alice In Chains Signs With Virgin/EMI". Blabbermouth.net. 2009-04-25. Retrieved 2009-04-25. Check date values in: |accessdate=, |date= (મદદ)
 53. "Alice In Chains: 'A Looking In View' video available". idiomag. 2009-07-08. Retrieved 2009-07-27. Check date values in: |accessdate=, |date= (મદદ)
 54. "Alice In Chains: New Single, Video On The Way". Blabbermouth.net. 2009-06-26. Retrieved 2009-06-26. Check date values in: |accessdate=, |date= (મદદ)
 55. મૂડી, નેકેસા મુમ્બી "Alice In Chains Scores Elton John for Tribute Track". બિલબોર્ડ . ઓગસ્ટ 6, 1998.
 56. "NIN, Alice in Chains, Scars on Broadway, Lamb of God Confirmed For Australia's Soundwave". Blabbermouth.net. 2008-09-23. Retrieved 2008-10-23. Check date values in: |accessdate=, |date= (મદદ)
 57. "Rock on the Range". AliceInChains.com. 2009-02-13. Retrieved 2009-02-16. Check date values in: |accessdate=, |date= (મદદ)
 58. "Alice In Chains To Release 'Your Decision' Single". Blabbermouth.net. 2009-10-12. Retrieved 2009-10-16. Check date values in: |accessdate=, |date= (મદદ)
 59. http://www.allaccess.com/alternative/future-releases
 60. http://fmqb.com/Article.asp?id=16697
 61. "Alice in Chains Guitarist Says 'There Are Thoughts' Of A New Album". Blabbermouth.net. 2010-04-13. Retrieved 2010-04-13. Check date values in: |accessdate=, |date= (મદદ)
 62. "Alice In Chains finds its voice". Theweekender.com. 2010-04-13. Retrieved 2010-04-17. Check date values in: |accessdate=, |date= (મદદ)
 63. ગિલ્બર્ટ, જેફ (જાન્યુઆરી 1996). "ગો આસ્ક એલિસ". ગિટાર વર્લ્ડ .
 64. Erlewine, Stephen Thomas. "Degradation Trip Review". Allmusic. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 65. Burrows, Alyssa (2002-05-17). "Alice in Chains singer Layne Staley dies on April 5, 2002". Historylink.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 66. "VH1: 100 Greatest Hard Rock Artists". Rockonthenet.com. 2000. Retrieved 2008-01-08. Check date values in: |accessdate=, |year= (મદદ)
 67. હાર્ડ રોકના ઓલટાઇમ 100 લાઇવ બેન્ડ્સ હિટ પરેડર ફેબ્રુઆરી 2008.
 68. "હેવી મેટલ્સનાં ઓલટાઇમ ટોપ 100 ગાયકો". હિટ પરેડર . નવેમ્બર 1999
 69. "Metallica, Pantera: Top Albums Of Last 17 Years". ultimate-guitar.com. 9 એપ્રિલ, 2008
 70. "News – The 2009 Kerrang! એવોર્ડ વિજેતા કેરાંગ્સ! ઓગસ્ટ 6, 1998.
 71. D'Angelo, Joe; Vineyard, Jennifer; Wiederhorn, Jon (2002-04-22). "MTV.com – "'He Got Me To Start Singing': Artists Remember Layne Staley"". MTV.com. Retrieved 2007-11-08. Check date values in: |accessdate=, |date= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
 72. Snierson, Dan (2004-05-07). "Layne Staley gets Born Again". Entertainment Weekly. Retrieved 2007-01-06. Check date values in: |accessdate=, |date= (મદદ)
 73. http://www.billboard.com/#/artist/alice-in-chains/bio/3943
 74. http://www.billboard.com/#/artist/alice-in-chains/bio/3943
 75. http://www.billboard.com/#/artist/alice-in-chains/bio/3943
 76. http://www.billboard.com/#/artist/alice-in-chains/bio/3943
 77. http://www.billboard.com/#/artist/alice-in-chains/bio/3943
 78. Metallica: Metal Machines (Louder Faster Stronger). Rolling Stone. October 2008. pp. 58–67.
 79. "19th American Music Awards". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 80. "35th Grammy Awards – 1993". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 81. "37th Grammy Awards – 1995". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 82. "38th Grammy Awards – 1996". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 83. "39th Grammy Awards – 1997". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 84. "42nd Grammy Awards – 2000". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 85. "1991 MTV Video Music awards". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)
 86. "1996 MTV Video Music Awards". Rockonthenet.com. Retrieved 2007-12-08. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Wikipedia-Books