એસ્સાર ગ્રુપ

વિકિપીડિયામાંથી
એસ્સાર ગ્રુપ


એસ્સાર ગ્રુપ (BSE: 500630, BSE: 500134) એ સ્ટીલ, ઊર્જા, વીજળી, સંદેશાવ્યવહાર, શિપિંગ બંદરો અને પરિવહન તેમ જ બાંધકામ જેવાં ક્ષેત્રોમાં કામગીરી ધરાવતું બહુરાષ્ટ્રીય સંગઠન નિગમ છે, જેનું મુખ્ય મથક ભારતના મુંબઇ ખાતે આવેલું છે. નાણાકીય વર્ષ 2008-09માં ગ્રુપની વાર્ષિક કમાણી 15 બિલિયન ડોલર હતી.

એસ્સાર હાઉસ, એસ્સારનું મુખ્યમથક, મુંબઇ

એસ્સારની સ્થાપના 1969માં એક બાંધકામ કંપની તરીકે થઇ હતી અને પાછળથી તેણે ઉત્પાદન, સેવા અને રિટેલ ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો. એસ્સારનું સંચાલન શ્રી શશી રૂઇયા, ચેરમેન – એસ્સાર ગ્રુપ અને શ્રી રવિ રૂઇયા, વાઇસ ચેરમેન એસ્સાર ગ્રુપ કરે છે.[૧]

સ્ટીલ[ફેરફાર કરો]

એસ્સાર સ્ટીલ એ એશિયા અને ઉત્તર અમેરિકામાં સ્ટીલનો વધુ વપરાશ ધરાવતા બજારોમાં મજબૂત હાજરી ધરાવતી વૈશ્વિક કંપની છે. તે 8.6 એમટીપીએ(MTPA)(મિલિયન ટન પ્રતિ વર્ષ)ની ક્ષમતા સાથે ફ્લેટ સ્ટીલની ભારતની સૌથી મોટી નિકાસકર્તા છે. ઢાંચો:Http://www.essar.com/section level1.aspx?cont id=eLiVfqUiZks= એસ્સાર સ્ટીલ ખાણકામથી માંડીને વેચાણ સુધીની સંપૂર્ણ કામગીરી કરે છે અને 3 એમટીપીએ(MTPA)થી વધારે વૈશ્વિક રિટેલ ક્ષમતા સાથે મજબૂત ડાઉનસ્ટ્રીમ ક્ષમતા ધરાવે છે.

વૈશ્વિક કામગીરી[ફેરફાર કરો]

2007માં, એસ્સાર સ્ટીલે કેનેડામાં એલ્ગોમા સ્ટીલને હસ્તગત કરી, જે હાલમાં 4 એમટીપીએ(MTPA)ની ક્ષમતા ધરાવે છે અને તેની પાસે 1.4 બિલિયન ટનથી વધુ આયર્ન ઓરની અનામત છે. કંપની મિનેસોટામાં 6 એમટીપીએ(MTPA)નો પેલેટ પ્લાન્ટ, એક કોન્સન્ટ્રેશન પ્લાન્ટ અને એક ડાયરેક્ટ રિડ્યૂસ્ડ આયર્ન પ્લાન્ટની સ્થાપના કરી રહી છે. ઇન્ડોનેશિયામાં તે 150,000 ટીપીએ(TPA)ની ગેલ્વેનાઇઝીંગ લાઇન સાથે 400,000 ટીપીએ(TPA)ના કોલ્ડ રોલિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરે છે જેને પગલે તે દેશની તે સૌથી મોટી ખાનગી સ્ટીલ કંપની બની ગઇ છે.[સંદર્ભ આપો]

મે 2010ના રોજ સુધી, એસ્સાર ગ્લોબલ લિમિટેડ કે જે રૂઇયા ભાઈઓની હોલ્ડીંગ કંપની છે તેણે લંડન સ્ટોક એક્સચેન્જ પર એસ્સાર એનર્જી પીએલસી(Plc)ના શેર મૂકીને 1.3 બિલિયન પાઉન્ડ એકઠા કર્યા હતા. એસ્સાર એનર્જી પીએલસી(Plc) એ એફટીએસઇ(FTSE) 50 કંપની છે. એસ્સારે શેરના લિસ્ટીંગ માટે જેપીમોર્ગન કેઝેનોવ અને ડ્યૂશ બેન્કને કામગીરી સોંપી હતી. એસ્સાર ગ્લોબલ લિમિટેડના બોર્ડના વરિષ્ઠ સભ્ય સંજય મહેતા નું નામ ઇકોનોમિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયા*માં આ વ્યવહારમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર વ્યક્તિ તરીકે આવ્યું હતું. 7મી માર્ચ, 2010ના રોજ એસ્સારે જાહેરાત કરી કે તેણે યુએસ(US)ના પ્રાઇવેટ ઇક્વિટી ગ્રુપ દેન્હામ કેપિટલ પાસેથી યુએસ(US)ના કોલસા ઉત્પાદક ટ્રિનીટી કોલ પાર્ટનર્સને 600 મિલિયન ડોલરમાં ખરીદી લીધી છે.[૨][૩]

ભારતમાં કામગીરી[ફેરફાર કરો]

એસ્સાર સ્ટીલ એ પશ્ચિમ ભારતની[સંદર્ભ આપો] સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક છે, જે ગુજરાતના હજીરા ખાતે 10 એમટીપીએ(MTPA)ની ક્ષમતાનો પ્લાન્ટ ધરાવે છે. ભારતના ગુજરાત[સંદર્ભ આપો] રાજ્યના હજીરા ખાતે આવેલું એસ્સાર સ્ટીલ કોમ્પ્લેક્સ સંપૂર્ણ માળખાકીય સવલત ધરાવે છે, જેમાં સ્વવપરાશ માટેનું બંદર, ચૂના પ્લાન્ટ અને ઓક્સિજન પ્લાન્ટનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો] કંપની હજીરા ખાતે 1.5 એમટીપીએ (MTPA)ની પ્લેટ મિલ અને 0.6 એમટીપીએ (MTPA)ની પાઇપ મિલનું બાંધકામ કરી રહી છે.[સંદર્ભ આપો]

ભારતીય કારોબારમાં છત્તીસગઢના બૈલાદિલા ખાતે 8 એમટીપીએ(MTPA)નો ધાતુ-શોધન પ્લાન્ટ,[સંદર્ભ આપો] વિશાખાપટ્ટનમ ખાતે 8 એમટીપીએ(MTPA)નું પેલેટ કોમ્પ્લેક્સ,[સંદર્ભ આપો] હજીરામાં 5.5 એમટીપીએ(MTPA)નો હોટ બ્રિકેટેડ આયર્ન પ્લાન્ટ[સંદર્ભ આપો] અને 1.4 એમટીપીએ(MTPA)ના કોલ્ડ રોલિંગ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો] આ ઉપરાંત, એસ્સાર ઓરિસ્સાના પેરાદિપ ખાતે 12 એમટીપીએ(MTPA)ના પ્લાન્ટની સ્થાપના કરી રહી છે.[સંદર્ભ આપો]

ઉત્પાદનો અને સેવાઓ[ફેરફાર કરો]

એસ્સાર સ્ટીલ વિવિધ પ્રોડક્ટ સેગમેન્ટને લગતા સમાવેશી ઉત્પાદનો બનાવે છે અને તે યુએસ(US) અને યુરોપિયન બજારો,[સંદર્ભ આપો] તથા દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય-પૂર્વમાં ફ્લેટ પ્રોડક્ટ્સની સૌથી મોટી ભારતીય નિકાસકાર છે.[સંદર્ભ આપો]

ઊર્જા[ફેરફાર કરો]

એસ્સાર ઓઇલએ આંતરરાષ્ટ્રીય સ્તરની સંપૂર્ણ સંકલિત ઓઇલ અને ગેસ કંપની છે, સાથે સંશોધન અને ઉત્પાદનથી લઇને છૂટક ઓઇલમાં હાઇડ્રોકાર્બન મૂલ્ય શૃંખલામાં મજબૂત હાજરી ધરાવે છે.[સંદર્ભ આપો] તે વિશ્વભરમાં તટવર્તી અને તટથી દૂર ઓઇલ અને ગેસ બ્લોક્સનો પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં આશરે 70,000 કિ.મી.2 શોધ માટે ઉપલબ્ધ છે.[સંદર્ભ આપો]

શોધખોળ અને ઉત્પાદન[ફેરફાર કરો]

કંપનીનો એક્સપ્લોરેશન એન્ડ પ્રોડ્ક્શન (શોધખોળ અને ઉત્પાદન) કારોબાર ઓઇલ અને ગેસની શોધખોળ અને ઉત્પાદન માટે વિવિધ હાઇડ્રોકાર્બન બ્લોક્સમાં વૈવિધ્યસભર હિતસ્વાર્થ ધરાવે છે. તેમાં રત્ના અને આર-સિરીઝ ક્ષેત્રો અને એક છીછરા પાણીનો એક્સપ્લોરેશન બ્લોકનો સમાવેશ થાય છે, જે બન્ને મુંબઇ તટથી દૂરના પ્રદેશમાં મુંબઇ હાઇ ક્ષેત્રની નજીકમાં આવેલા છે. આ કારોબાર મહેસાણા, ગુજરાતના શોધખોળ બ્લોકમાં પણ હિત ધરાવે છે, જે હાલમાં વ્યાપારી ઉત્પાદન હેઠળ છે. વધુમાં તે પશ્ચિમબંગાળમાં કોલ બેડ મિથેન (સીબીએમ) બ્લોકની માલિકી ધરાવે છે અને આસામ, ભારતમાં બે વધુ સંશોધન બ્લોક્સ ધરાવે છે. વિદેશી સંશોધન મિલકતોમાં મડાગાસ્કર-આફ્રિકામાં બે ઓનશોર ઓઇલ એન્ડ ગેસ બ્લોક્સ, ઇન્ડોનેશિયામાં એક તટવર્તી બ્લોક, ઓસ્ટ્રેલિયામાં એક અપતટીય બ્લોક્સ અને વિયેતનામ અને નાઇજિરીયામાં એક અપતટીય બ્લોક ધરાવે છે.[સંદર્ભ આપો]

એસ્સાર મોમ્બાસા, કેન્યામાં કેન્યા પેટ્રોલિયમ રિફાઇનરીઝ લિમિટેડ દ્વારા સંચાલિત 88,000-બીપીડી(bpd) રિફાઇનરીમાં 50 ટકા હિસ્સાની માલિકી ધરાવે છે.[સંદર્ભ આપો]

વીજળી[ફેરફાર કરો]

એસ્સાર એનર્જી, જેમાં એસ્સાર જૂથ આશરે 76 ટકાની માલિકી ધરાવે છે, તે આજે ભારતમાં તાતા પાવર, લાન્કો પાવર, અદાણી પાવર અને જેએસડબ્લ્યુ(JSW) એનર્જી બાદ ખાનગી ક્ષેત્રમાં પાંચમી સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે.[સંદર્ભ આપો] તેની 1,200 મેગાવૉટની પ્રવર્તમાન ઉત્પાદન ક્ષમતાને 6,000 મેગાવૉટ સુધી વિસ્તારવામાં આવી રહી છે.[સંદર્ભ આપો] ગેસ, કોલસો અને પ્રવાહી ઇંધણ આધારિત વીજ પ્લાન્ટોના પોર્ટફોલિયા સાથે એસ્સાર એનર્જી નીચા ઉત્પાદન ખર્ચવાળા વીજ ઉત્પાદકોમાંની એક છે. કંપનીએ ભારતમાં પ્રસારણ અને વિતરણ ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે, જ્યાં તેણે ઝડપથી મજબૂત હાજરી બનાવી છે.[સંદર્ભ આપો]પશ્ચિમ ભારતમાં તે બજાર અગ્રણી છે. એસ્સાર એનર્જી એસ્સાર ઓઇલમાં અંકુશાત્મક હિસ્સો ધરાવે છે.

પ્રવર્તમાન અને આગામી પ્લાન્ટ્સ[ફેરફાર કરો]

એસ્સાર પાવર ભારતમાં ત્રણ સ્થળોએ 1,200 મેગાવૉટની ક્ષમતા સાથેના પાંચ વીજ પ્લાન્ટોનું સંચાલન કરે છે. બે ગેસ આધારિત પ્લાન્ટ અને હજીરામાં એક પ્રવાહી ઇંધણ આધારિત પ્લાન્ટ સહિત વાડીનારમાં સહ-ઉત્પાદન પ્લાન્ટ અને વિશાખાપટ્ટનમાં કોલસા આધારિત પ્લાન્ટ ધરાવે છે.[૪]

સંચાર વ્યવસ્થા (કમ્યુનિકેશન્સ)[ફેરફાર કરો]

એસ્સાર કમ્યુનિકેશન્સ સંચાર વ્યવસ્થા ક્ષેત્રે પણ ટેલિકોમ સેવા, ટેલિકોમ રિટેઇલ, ટેલિકોમ ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં હાજરી ધરાવે છે. વધુ માહિતી

વોડાફોન એસ્સાર[ફેરફાર કરો]

વોડાફોન-એસ્સાર એ એસ્સાર કમ્યુનિકેશન હોલ્ડિંગ્સ લિમિટેડ અને ઇંગ્લૅન્ડ સ્થિત વોડાફોન ગ્રુપનું સંયુક્ત સાહસ છે. તે 90 મિલયનથી વધુ ગ્રાહક વર્ગ સાથે ભારતમાં સૌથી મોટી સેલ્યુલર સર્વિસ પૂરી પાડતીં કંપનીઓમાંની એક છે. એસ્સાર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવાં વિકસતાં બજારોમાં પણ સાહસ કરી રહ્યું છે. કેન્યામાં, એસ્સાર કમ્યુનિકેશન્સે નવી સેલ્યુલર સર્વિસ બ્રાન્ડનો પ્રારંભ કર્યો છે, જે "Yu"(યૂ)ના નામે ઓળખાય છે, જે દેશની ચતુર્થ ટેલિકોમ ઓપરેટર છે.[સંદર્ભ આપો]

શિપિંગ પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ (જહાજી બંદરો અને પ્રચાલનતંત્ર)[ફેરફાર કરો]

એસ્સાર શિપિંગનો પ્રાંરભ 1945માં થયો હતો.તેની પોર્ટસ એન્ડ લોજિસ્ટિક્સ કંપની એ વ્યાપક દરિયાઇ પ્રચાલન કંપની છે, જે દરિયાઇ પરિવહન, બંદરો અને ટર્મિનલો, પ્રચાલન અને ઓઇલક્ષેત્ર સેવાઓમાં હાજરી ધરાવે છે. તે 26 શિપિંગ જહાજોનો કાફલો ધરાવે છે અને 12 નવા જહાજો માટે ઓર્ડર મૂક્યો છે.[સંદર્ભ આપો] તે બંદરો(પોર્ટ્સ)નું સંચાલન કરતા ભારતના મોટા ઓપરેટરોમાંની એક છે અને 150 એમટીપીએ(MTPA)થી વધુ કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા ઊભી કરી રહી છે[સંદર્ભ આપો].

દરિયાઇ પરિવહન[ફેરફાર કરો]

દરિયાઇ પરિવહન કારોબાર કાચું તેલ અને પેટ્રોલિયમ પેદાશો માટે વાહનવ્યવહાર સંચાલન સેવાઓ પૂરી પાડે છે, અને વૈશ્વિક ઊર્જા, સ્ટીલ અને વીજ ઉદ્યોગો માટે ડ્રાય બલ્ક કાર્ગો પૂરો પાડે છે. કંપની 25 જહાજોનો વૈવિધ્યકૃત્ત કાફલો ધરાવે છે, જેમાં અત્યંત મહાકાય કેરિયર્સ, પ્રોડ્ક્ટ ટેન્કરો અને કેપ-સાઇઝ ધરાવે છે. તે કાચા તેલ અને પેટ્રોલિયમ પેદાશોનો વાહનવ્યવહાર, પરિવહન વ્યવસ્થાપન સેવાઓ અને સંકલિત ડ્રાય બલ્ક પરિવહન સેવાઓ પૂરી પાડે છે.[સંદર્ભ આપો]

બંદરો અને ટર્મિનલો[ફેરફાર કરો]

પોર્ટસ એન્ડ ટર્મિનલ્સ (બંદરો અને ટર્મિનલ) કારોબાર ભારતના પોર્ટ અને ટર્મિનલ સવલતોના સૌથી મોટા માલિકો અને ઓપરેટરોના કારોબારોમાંનો એક છે. આ કામગીરીઓમાં વાડીનારમાં ઓઇલ ટર્મિનલ અને આગામી સમયમાં હજીરા અને સલાયા ખાતે બનનારા બલ્ક ટર્મિનલનો સમાવેશ થાય છે, આ તમામ ગુજરાત રાજ્યમાં છે. તમામ-મોસમી (દરેક ઋતુમાં કામ કરી શકનાર), ડીપ ડ્રાફ્ટ બંદર એવું વાડીનાર મોટી ઓઇલ રિફાઇનરીઓ અને તે પ્રદેશમાં આવેલા સ્વતંત્ર કાર્ગો ટ્રેડર્સને સેવા પૂરી પાડે છે. આ ટર્મિનલ 32 એમટીપીએ(MTPA) (જેને 50 એમટીપીએ(MTPA) સુધી વિસ્તારવામાં આવી રહી છે) ક્રૂડ મેળવવાની ક્ષમતા અને દરિયાઇ આધારિત પેદાશોની 14 એમટીપીએ(MTPA)ની રવાનગી કરવાની ક્ષમતા ધરાવે છે. હજીરા ખાતેનું પોર્ટ 8 એમટીપીએ(MTPA) બલ્ક કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. તેને શિપિંગ ચેનલ બાંધીને 30 એમટીપીએ(MTPA) સુધીની કરાશે, જેથી મોટા જહાજો લાંગરી શકે. વિસ્તરિત ક્ષમતા હજીરાના સ્ટીલ પ્લાન્ટને સેવા પૂરી પાડશે એટલું જ નહી પરંતુ આગામી એસ્સાર એસઇઝેડ એકમોને પણ સવલત પૂરી પાડશે. કંપનીનો સલાયા 20 એમટીપીએ(MTPA)ની ક્ષમતાવાળા પોર્ટ ઊભા કરવાનો પણ કારોબાર છે, જેમાં કન્ટેઇનર હેન્ડલીંગ સવલતો સાથે જથ્થાબંધ માલ અને પ્રવાહી ટર્મિનલનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો]

પ્રચાલન (લોજિસ્ટિક્સ)[ફેરફાર કરો]

લોજિસ્ટિક્સ કારોબાર જહાજથી પોર્ટ સુધી, માલ બોટભાડું સેવાઓ, આંતરિક પ્લાન્ટ હેરફેર અને અંતિમ પેદાશોની રવાનગી સુધીની એક છેડાથી બીજા છેડા સુધીની સંપૂર્ણ પ્રચાલન સેવાઓ પૂરી પાડે છે. કંપની માલ બોટભાડું સહાય સેવાઓ અને તટવર્તી તેમ જ અપતટીય હેરફેર સેવાઓ પૂરી પાડવા ટ્રાન્સ શિપમેન્ટ મિલકતો ધરાવે છે. વધુમાં કંપની સ્ટીલ અને પેટ્રોલિયમ પેદાશોના જમીન પરના વહન માટે 4,200 ટ્રકોનો કાફલો પણ ધરાવે છે.[સંદર્ભ આપો]

સ્રોત http://www.referenceforbusiness.com/history2/44/Essar-Group-Ltd.html એસ્સાર ગ્રુપ લિમિટેડ ભારતીય ખાનગી માલિકીનાં, વિવિધ કંપનીઓનાં અગ્રણી સંગઠનોમાંનું એક છે, જે 5 અબજ ડોલરથી વધુની મિલકતો ધરાવે છે અને વાર્ષિક રૂ. 100 અબજ(2.2 અબજ ડોલર)ની આવક ધરાવે છે. એસ્સાર જૂથનું નિયમન તેના સ્થાપક રુઇયા પરિવાર દ્વારા કરવામાં આવે છે, અને કંપનીની મોટા ભાગની વૈવિધ્યકૃત્ત હોલ્ડિંગ્સ તેની જાહેર સૂચિબદ્ધ પેટાકંપનીઓ હેઠળ છે. કંપનીની પેટાકંપનીઓમાં ભારતમાં બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની સ્ટીલ કંપની એસ્સાર સ્ટીલ, સંપૂર્ણપણે સંકલિત અને 1990ના ઉદારીકરણથી બજારમાં પ્રવેશનાર સૌ પ્રથમ ખાનગી ક્ષેત્રની ભારતીય કંપની; ઓઇલ અને ગેસ ઉત્પાદક એવી એસ્સાર ઓઇલ, હજીરા ખાતે 515 મેગાવૉટ(એમડબ્લ્યુ)ના કુદરતી ગેસ વીજ પ્લાન્ટનું સંચાલન કરતી અને 2000ના અંત સુધીમાં કુલ ઉત્પાદન ક્ષમતાને 2,500 મેગાવૉટ સુધી લઇ જવાની વિચારણા કરતી એસ્સાર પાવર; 30 જહાજો સાથેનું ભારતનું અગ્રણી શિપિંગ જૂથ કે જેમાં ભારતના અત્યંત મોટાં ક્રૂડ કેરિયર(વીએલસીસી) ટેન્કરનો સમાવેશ થાય છે અને દેશના કુલ જહાજોમાંથી 14 ટકા હિસ્સો દર્શાવતી એસ્સાર શિપિંગ; એસ્સાર ટેલિહોલ્ડિંગ, જે તેના હચીસન એસ્સારના સંયુક્ત સાહસ તરીકે ભારતમાં સૌથી મોટી સેલ્યુલર ટેલિફોન પ્રોવાઇડર છે; અને ભારતમાં બાંધકામ ક્ષેત્રેની અગ્રણી કંપની એસ્સાર કંસ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. અન્ય એસ્સાર હોલ્ડિંગ્સમાં સામયિક પ્રકાશન, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, ઇન્ફર્મેશન ટૅકનોલોજી તથા ફૂલ અને શાકભાજી ઉત્પાદન સાથે સંકળાયેલી પેટાકંપનીઓનો સમાવેશ થાય છે. એસ્સાર ગ્રુપનું નેતૃત્ત્વ કંપનીના સ્થાપકના પુત્રો શસી રુઇયા અને રવિ રુઇયા દ્વારા કરવામાં આવે છે. 19મી સદીના આરંભના વેપારીથી લઇને 20મી સદીના વિવિધ કંપનીઓના સંગઠન સુધી રુઇયા પરિવાર ઉત્તર-પશ્ચિમ ભારતના રાજસ્થાન પ્રદેશનો છે. જેણે બિરલા અને મિત્તલ જેવા ભારતીય નાણાકીય રાજવંશોને પણ જન્મ આપ્યો છે, તેવા શક્તિશાળી મારવાડી વેપારી સમાજના સભ્યો તરીકે રુઇયા પરિવારની વેપારમાં પાશ્ચાદભૂમિકા 19મી સદીના આરંભ સુધી પાછળ લઈ જાય છે. આધુનિક એસ્સાર ગ્રુપનો વિકાસ 1950માં શરૂ થયો હતો, જ્યારે નંદ કિશોર રુઇયાએ તામિલનાડુમાં ચેન્નઇ(મદ્રાસ તરીકે પણ ઓળખાય છે)માં પોતાનો કારોબાર સ્થાપિત કરવા માટે રાજસ્થાન છોડ્યું હતું. રુઇયાએ પ્રદેશના કાચા લોખંડના ખાણકામ ઉદ્યોગ માટે નિકાસ કારોબારની સ્થાપના કરીને તેમના વેપારના મૂળ નાખ્યા હતા. 1966 સુધીમાં જૂથે માલ પર ચડાવવા ઉતારવાની સેવા, તેમ જ પ્રદેશનાં બંદરો સુધી કાચા લોખંડની ખાણમાંથી કાચા લોખંડનું વહન કરવાની સેવાનો ઉમેરો કર્યો હતો. દાયકાના અંત સુધીમાં રુઇયા પરિવારે બાંધકામ કરાર બજારમાં પણ પ્રવેશ કર્યો. એસ્સાર જૂથના પ્રથમ બાંધકામ કરારમાં મહાકાય ટેન્કરોને સહાય કરવાના ઉદ્દેશથી મદ્રાસ બંદર પર આઉટર બ્રેકવોટરના બાંધકામનો સમાવેશ થતો હતો, જે 1971માં પૂરો થયો હતો અને તૂતીકોરીન બંદર ખાતે ડક્કા અને બર્થના બાંધકામનો સમાવેશ થાય છે જે 1972માં પૂર્ણ થયું હતું. ત્યારથી, જો કે 1969માં પિતાનું અચાનક મૃત્યુ થતા, પારિવારિક કારોબારને શશી રુઇયા અને રવિ રુઇયાના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યો હતો. 20મી સદીના પ્રારંભમાં રુઇયા ભાઈઓએ પરિવારના કારોબારને વિસ્તારવાનું નક્કી કર્યું અને તેનો ભારતના અત્યંત સફળ અને અત્યંત વૈવિધ્યસભર જૂથમાં વિકાસ કર્યો હતો. 1960ના દાયકાના અંતમાં, ભાઈઓએ શિપિંગ ઉદ્યોગને પોતાનો લક્ષ્યાંક બનાવ્યો હતો અને 1969માં એસ્સાર બલ્ક કાર્ગોને શરૂ કરીને તેનો પ્રારંભ કર્યો હતો. આ કામગીરી મૂળભૂત રીતે જૂથને કાચા લોખંડની નિકાસમાં મદદ કરતી હતી; તેમ જ 1970ના મધ્યમાં જો કે, કંપનીએ જાહજને ભાડે આપવાનું અને વાહનવ્યવહાર સેવાઓની વિશાળ હારમાળાનો પ્રારંભ કર્યો હતો. શિપિંગ કંપનીએ 1980ના દાયકામાં વિકાસ સાધ્યો હતો, જેમાં કર્ણાટક શિપિંગ કોર્પોરેશનના 1983માં નોંધપાત્ર હસ્તાંતરણનો સમાવેશ થાય છે. વિસ્તરીત કામગીરીને 1984માં એસ્સાર શિપિંગ લિમિટેડ(ઇએસએલ) એવું નવું નામ અપાયું હતું. શિપિંગ કંપનીનો તેના પછીનો વિકાસનો તબક્કો 1992માં આવ્યો હતો, જ્યારે ઇએસએલે(ESL) સાઉથ ઇન્ડિયા શિપિંગ કોર્પોરેશન(SISCO-સિસકો) ખરીદી હતી, તેના ઉમેરાથી કંપનીમાં 14 જહાજોનો ઉમેરો થયો હતો. બે કંપનીઓને ધીમે ધીમે ભેળવી દેવામાં આવી હતી, આ પ્રક્રિયા 1996 સુધીમાં પૂર્ણ થઇ હતી. પોતાની સફળતાના સર્વોચ્ચ શિખરે, એસ્સાર શિપિંગ કોર્પોરેશને આશરે 60 જહાજો એકત્ર કર્યાં હતાં; 1990ના અંતમાં કંપનીએ જો કે તેના જહાજ કાફલામાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું, જેના લીધે દાયકાના અંતમાં ફરીથી ઘટીને 42 જહાજો થઇ ગયા હતા. એસ્સાર કંસ્ટ્રક્શને આ ગાળા દરમિયાન મજબૂત રીતે સતત વિકાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. કંપનીએ 1980ના દાયકા દરમિયાન અને 1990ના દાયકામાં અનેક નવા મોટા પ્રોજેક્ટો પૂર્ણ કર્યા હતા. તેમાં મોરમુગાઓ બંદર ખાતે 1977માં પૂરા થયેલા વિવિધ નવા ઓઇલ અને કાચી ધાતુ બર્થસ; 1983માં બોમ્બે બંદર નજીક બે 7.2 કિલોમીટરની પાઇપલાઇનનું બાંધકામ; 1985માં ગુજરાતમાં હજીરા પ્લાન્ટને બોમ્બે અપતટીય સુવિધા સાથે જોડતી 18 કિલોમીટરની પાઇપલાઇન સવલત; અને 1986માં મેઝગાંવ ડોક્સના ખોદકામનો સમાવેશ થાય છે. કંપનીએ 1989માં પૂર્ણ થયેલા ઓઇલ અને કુદરતી ગેસ કમિશન માટે બોમ્બેમાં 12 સબમરીન પાઇપલાઇનનો ઓર્ડર, અને 1990માં પૂરા થયેલા પોલ્યોલેફિન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે બોમ્બેમાં પનવેલ ખાડીને વટાવતી એક કિલોમીટરની ઇથેલીન પાઇપલાઇન જેવા પ્રોજેક્ટો સાથે 1990ના દાયકામાં અનેક નવા પ્રોજેક્ટો પૂરા કર્યા હોવાથી પાઇપલાઇન અને તેના સંબંધિત બાંધકામ એ કંપની માટેના ખાસ કામકાજ બની ગયા હતા. તેના પછીના વર્ષે એસ્સાર કંસ્ટ્રક્શને બરોડામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ. માટે નવી પાઇપલાઇનનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. એસ્સારે નવી ગેસ પાઇપલાઇનનો લાભ ઉઠાવવા માટે રાજસ્થાન નજીક ગુજરાત પ્રદેશમાં એસ્સાર ગુજરાતની સ્થાપના કરીને સ્ટીલ ઉદ્યોગમાં પણ પ્રવેશ કર્યો હતો. કંપનીએ 1970ના દાયકામાં અને 1980ના દાયકામાં સ્પોન્જ આયર્નનું ઉત્પાદન કરીને સફળ કારોબાર ઊભો કર્યો હતો. તે દાયકના અંતે, કંપનીએ 1989માં જર્મનીથી બે નવા સ્પોન્જ આયર્ન પ્રોડક્શન મોડ્યૂલ્સના ઇન્સ્ટોલેશન સાથે હોટ બ્રિક્વેટ્ટીંગ ક્ષમતાનો ઉમેરો કર્યો હતો. આ મોડ્યૂલોએ 1990માં વ્યાપારી ધોરણે ઉત્પાદનનો પ્રારંભ કર્યો હતો. તે પછીના વર્ષે ત્રીજા મોડ્યૂલનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને 1993માં તેના વ્યાપારી ઉત્પાદનનો પ્રારંભ કર્યો હતો. ________________________________________ ત્યાં સુધીમાં, જો કે, એસ્સારે ભારત સરકારના પ્રોત્સાહનને કારણે વૈશ્વિક સ્ટીલ કારોબારમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને સહજ રીતે જ સંકલિત સ્ટીલ ઉત્પાદક તરીકે ઉભરી આવી. 1989માં એસ્સાર ગુજરાતે પાછળથી તેનુ નામ બદલીને એસ્સાર સ્ટીલ ગુજરાત કરી નાખ્યું હતું અને નવી 90 મિલિયન કોલ્ડ રોલ્ડ સ્ટીલ મિલના બાંધકામનો પ્રારંભ કર્યો હતો. મૂળભૂત રીતે, 1992માં પૂરા થવા જોઈતા નવા પ્લાન્ટનો પ્રારંભ વિલંબમાં પડ્યો હતો, કેમ કે જૂથે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનું નક્કી કર્યું હતું. અંતે 1997માં આ પ્લાન્ટ ખાતે વ્યાપારી ઉત્પાદનનો પ્રારંભ થયો હતો; ત્યાં સુધીમાં જો કે, સ્ટીલના ભાવમાં વૈશ્વિક ધોરણે તીવ્ર ઘટાડો થયો હતો, અને એશિયાઈ પ્રદેશોમાં આર્થિક મંદી ચાલતી હોવાથી કંપનીને પોતાને પણ આર્થિક મુશ્કેલીઓ પડતું હોવાનું જણાયું હતું. 1999માં, જ્યારે ગ્રુપ યૂરોબોન્ડ લોનમાં 250 ડોલર મિલિયન પાછા વાળવામાં નિષ્ફળ રહ્યું હતું ત્યારે તે હેડલાઇનમાં ચમક્યું હતું. 21મી સદીમાં નવીન વૃદ્ધિ એસ્સાર જૂથની મુશ્કેલીઓનું કારણ અમુક અંશે તેનું ઝડપી વૈવિધ્યકરણ હતું. રવિ રુઇયાએ 1994માં પત્રકારો સમક્ષ કંપનીની વ્યૂરચનાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, "અમને વધુ નાણા અપાવે તેવા કોઈ પણ નવા કારોબારમાં પ્રવેશીશું. ... આજે સઢ પૂરેપૂરો ખુલ્લો છે. આપણે ખુલ્લુ મગજ ધરાવવું જોઇએ. આપણે જે કંઇ કરીએ છીએ તેની સાથે મૂળભૂત એકરૂપતા હોવી જોઇએ, પરંતુ માત્ર આપણી મૂળ કામગીરીઓની સાથે મેળ ખાતી ન હોવાથી આપણે કોઈ મોટી તક ગુમાવવી જોઇએ નહીં." 1980ના દાયકાના અંતમાં અને 1990ના પ્રારંભમાં એસ્સારે નાણાં બજારમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. 1989માં, કંપનીએ નવી પેટાકંપનીની સ્થાપના કરી હતી, જેણે વિવિધ નાણાં સેવાઓ પૂરી પાડવાનો પ્રારંભ કર્યો હતો, જેમાં ભાડાપટ્ટાનું ધિરાણ, બિલ ડિસ્કાઉન્ટીંગ, મૂડી સંચાલન અને મની માર્કેટ સેવાઓનો સમાવેશ થતો હતો. એસ્સારે બેન્કિંગ બજારમાં પણ પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેણે તૂતીકોરીન સ્થિત અને તે પ્રદેશમાં આવેલા નાદર સમાજને બહોળા પાયે સેવા પૂરી પાડતી તામિલનાડુ મર્કેન્ટાઇલ બેન્કને ખરીદવા માટે બોલી કહી હતી. 1994 સુધીમાં, એસ્સારે બેન્ક પર 70 ટકાથી વધુના હિસ્સા પર અંકુશ પ્રાપ્ત કરી લીધો હતો, પરંતુ બેન્કના નાદાર ગ્રાહકોના વિરોધોને કારણે અંતે તેને શેરહોલ્ડિંગને વેચવાની ફરજ પડી હતી. એસ્સારે 1991માં હાથ ધરાયેલા ભારતીય અર્થતંત્રના ઉદારીકરણનો ઓઇલ અને ગેસ માર્કેટમાં પ્રવેશીને લાભ ઉઠાવ્યો હતો. કંપનીએ ત્રણ વિસ્તારો જેમ કે ઊર્જા ઉત્પાદન, અપતટીય શોધખોળ અને પેટ્રોલિયમ રિફાઇનીંગના ઉદ્દેશ સાથે 1989માં એસ્સાર ઓઇલ અને એક્સપ્લોરેશનની સ્થાપના કરી હતી. 1993માં, કંપની દેશમાં પ્રથમ શોધખોળ કરારોમાં બીડ કરતી ખાનગી ધોરણની અનેક કંપનીઓમાંની એક કંપની બની હતી. કંપનીએ રાજસ્થાનમાં બે તટવર્તી બ્લોક્સ તેમ જ મુંબઇ નજીક અપતટીય ક્ષેત્ર માટેની બોલી જીતી હતી. તે વર્ષમાં એસ્સારે તેના વીજ ઉત્પાદન વિભાગ, એસ્સાર પાવરની ગુજરાત પ્રદેશમાં હજીરા ખાતે 510 મેગાવૉટના બાંધકામ સાથે સ્થાપના કરી હતી. 1990ના દાયકા દરમિયાનમાં એસ્સાર ભારતીય સંદેશાવ્યવહાર ક્ષેત્રને ઝડપી લેવા માટેની સ્પર્ધામાં જોડાઇ હતી, જેને 1994માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એસ્સારે 1995માં સેલ્યુલર પરવાનાઓ માટે બીડ કરવા બેલ એટલાન્ટિક સાથે બીડીંગ ભાગીદારી કરી હતી. તે જ સમયે, એસ્સાર ગુજરાતે દિલ્હીમાં એસ્સાર સેલફોન સર્વિસનો પ્રારંભ કરવા સ્ટર્લિંગ સેલ્યુલર લિમિટેડ સાથે ભાગીદારીની રચના કરી હતી. એસ્સાર સેલફોન બ્રાન્ડને પાછળથી રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વિસ્તારવામાં આવી હતી. કંપનીએ પંજાબ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક પ્રદેશોમાં જેટી(JT) મોબાઇલ ટેલિકોમ લિમિટેડ સાથે જોડાણ કરીને સેલ્યુલર હિસ્સામાં ઉમેરો કર્યો હતો; કંપનીએ 1990ના મધ્યમાં પંજાબમાં ફિક્સ્ડ લાઇન પરવાના પણ જીત્યા હતા. 2000ના પ્રારંભમાં એસ્સારે નવા ભાગીદાર તરીકે હોંગકોંગના હચીસન વામપોઆ શોધી કાઢી હતી, અને 2002માં બન્ને કંપનીઓએ નવા સંયુક્ત સાહસ હચીસન એસ્સારમાં તેમના સેલ્યુલર કારોબારને ભેળવી દેવા અંગે સંમતિ સાધી હતી. 2 અબજ ડોલરથી વધુની આવક ધરાવતી તે કંપની, ભારતના અગ્રણી મોબાઇલ ટેલિકમ્યુનિકેશન્સ જૂથોમાંની એક બની, જે દેશનાં મુખ્ય બજારોમાંથી 26માં કામગીરીઓ ધરાવતી હતી. 2005માં, હચીસન એસ્સારે બીપીએલ(BPL) મોબાઇલની વાયરલસ કામગીરીઓને ખરીદવા માટે 1 અબજ ચૂકવીને ફરીથી વિકાસ સાધ્યો હતો. દરમિયાનમાં, એસ્સારે ગ્રુપ દાયકાના પ્રારંભમાં તેની નાણાંકીય કટોકટીમાંથી બહાર આવ્યું હતું. કંપનીની પ્રતિષ્ઠા પર થોડા ઘણા અંશે લાંછન લાગ્યું હોવા છતાં, કંપનીના પાયા નાણાંકીય રીતે મજબૂત સાબિત થયા હતા. દાયકાના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપની વધુ ગાઢ રીતે તેની વૈવિધ્યકૃત્ત કામગીરીઓ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવા આગળ ધપી હતી, જેમાં સ્ટીલ, ઓઇલ, ઉર્જા, ઉત્પાદન, શિપિંગ અને બાંધકામ જેવા અગત્યના કારોબારોનો સમાવેશ થાય છે. કંપનીએ 2001માં તેના પ્રથમ સર્વિસ સ્ટેશનોનો પ્રારંભ કરીને તેના ઓઇલ કારોબારનું વિસ્તરણ કર્યું હતું. કંપનીએ તેબજારમાં મોટા ખેલાડી તરીકે ઊભરી આવવાની આશા વ્યક્ત હતી અને ભારતમાં 2,000 જેટલા સર્વિસ સ્ટેશોન ખોલવાનો હેતુ ધરાવે છે તેવી જાહેરાત કરી હતી. તે જ સમયે, કંપનીએ રાજસ્થાન પ્રદેશમાં ધ્યાન કેન્દ્રિત કરતી તેની શોધખોળ કામગીરીઓને વિસ્તારી હતી. કંપનીની બાંધકામ પાંખે પણ સતત વિકાસ સાધવાનું ચાલુ રાખ્યું હતું. ઉદાહરણ તરીકે 2003માં એસ્સારે રાજસ્થાન પ્રદેશમાં પાણી પુરવઠા વ્યવસ્થા બાંધવા માટેનો 29 મિલિયન ડોલરનો કરાર જીત્યો હતો. ત્યારથી, એસ્સારે તેના પ્રથમ વિદેશી કામકાજનો પ્રારંભ કર્યો હતો, જેમાં સંયુક્ત સાહસના ભાગરૂપે ઇન્ડોનેશિયામાં 35 મિલિયન ડોલરની કોલ્ડ રોલીંગ મિલ ઊભી કરી હતી. 2003માં પૂર્ણ થયેલી નવી સવલતની, સંપૂર્ણ માત્રાની ક્ષમતા દર વર્ષે 400,000 ટન સુધી જવાની શક્યતા સેવાતી હતી. ઘરની નજીક, એસ્સારે દાયકાના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૃદ્ધિ માટે તેના વીજ ઉત્પાદનને લક્ષ્યાંક બનાવ્યો હતો. 2006ના પ્રારંભમાં, એસ્સાર જૂથે તેની વીજ ઉત્પાદન ક્ષમતાને 2010 સુધીમાં 2,500 મેગાવૉટ સુધી લઇ જવાના ઇરાદાની જાહેરાત કરી હતી. વધુમાં કંપની ભારતના શિપિંગ ઉદ્યોગમાં પણ નોંધપાત્ર ખેલાડી તરીકે રહી હતી; 2006માં કંપનીએ ખાનગી ક્ષેત્રના અગ્રણી જહાજોના ઓપરેટર તરીકે જૂથને મજબૂત બનાવતા નવી વીએલસીસી(VLCC) ખરીદી રહી હોવાની જાહેરાત કરી હતી. કુલ 5 અબજ ડોલરની કુલ મિલકતો અને વાર્ષિક 2.2 અબજ ડોલરની આવક સાથે એસ્સાર ગ્રુપ ભારતનું અગ્રણી અને અત્યંત વૈવિધ્યકૃત્ત ખાનગી ક્ષેત્રનાં જૂથોમાંના એક તરીકે ઊભરી આવ્યું હતું. મુખ્ય પેટાકંપનીઓ એસ્સાર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ; એસ્સાર ઓઇલ લિમિટેડ; એસ્સાર પાવર લિમિટેડ; એસ્સાર શિપિંગ લિમિટેડ; એસ્સાર સ્ટીલ લિમિટેડ; એસ્સાર ટેલિહોલ્ડિંગ્સ લિમિટેડ; પીટી એસ્સાર ધનંજયા (ઇન્ડોનેશિયા). તામિલનાડુ આયર્ન માઇનીંગ કંપની લિમિટેડ (અગાઉની સાઉથ ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ્સ કંપની લિમિટેડ]

મુખ્ય સ્પર્ધકો આરપીજી એન્ટરપ્રાઇસિસ; તાતા સન્સ લિમિટેડ; મુરુગુપ્પા ગ્રુપ; જેપી(JP) ગ્રુપ; એસકેજી(SKG) સોલ્વેક્સ લિમિટેડ; એમાલ્ગામેશન્સ લિમિટેડ; ડાબર ઇન્ડિયા લિમિટેડ; બાલમેર લૌરી એન્ડ કંપની લિમિટેડ; એસ્કોર્ટસ લિમિટેડ; એચએમટી(HMT); ગ્રીવ્સ કોટન લિમિટેડ; બોમ્બે બર્માહ ટ્રેડિંગ કોર્પોરેશન. સાલવારી • મહત્ત્વની તારીખો • 1956 નંદ કિશોર રુઇયા ચેન્નઇ ગયા અને એસ્સાર ગ્રુપની ટ્રેડિંગ કંપની તરીકે સ્થાપના કરી હતી. • 1966 કંપની પ્રદેશના કાચા લોખંડ ખાણકામ ઉદ્યોગ માટે સ્ટીવડોરીંગ બજારમાં પ્રવેશ કરે છે. • 1969 રુઇયાના મૃત્યુ બાદ, તેમના પુત્રો શશી અને રવિ રુઇયા કપનીના વડા બન્યા અને લાંબી વૈવિધ્યકરણની ઝુંબેશનો પ્રારંભ કર્યો, જેમાં એસ્સાર કંસ્ટ્રક્શન મારફતે બાંધકામ બજારમાં પ્રવેશના પ્રારંભથી લઇને એસ્સાર બલ્ક કાર્ગો કેરિયર્સ મારફતે શિપિંગ ઉદ્યોગમાં પ્રવેશવાનો સમાવેશ થાય છે. • 1975 કંપનીએ સ્પોન્જ આયર્ન ઓરનું ઉત્પાદન કરવા માટે એસ્સાર ગુજરાત(બાદમાં એસ્સાર સ્ટીલ)ની સ્થાપના કરી. • 1976 કંપનીએ રુઇયા પરિવારના વૈવિધ્યકૃત્ત રોકાણો માટે હોલ્ડિંગ તરીકે એસ્સાર ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના કરી. • 1983 કંપનીએ કર્ણાટક શિપિંગ કોર્પોરેશનને હસ્તગત કરી. • 1984 એસ્સાર બલ્ક ડ્રગ કાર્ગો કેરિયર્સનું 1984માં એસ્સાર શિપિંગ લિમિટેડ (ઇએસએલ) એવું ફરીથી નામ અપાયું. • 1989 કંપનીએ એસ્સાર ઓઇલ એન્ડ એક્સપ્લોરેશનની ઇન્ટીગ્રેટેડ ઓઇલ સર્વિસીસ વિકસાવવાની યોજનાઓ સાથે સ્થાપના કરી. • 1992 ધ સાઉથ ઇન્ડિયા શિપિંગ કોર્પોરેશનને હસ્તગત કર્યું. • 1993 કંપનીએ રાજસ્થાન અને અપતટીય બોમ્બેમાં ક્ષેત્રો માટે સંશોધન બીડ મેળવ્યા; હજીરામાં શરૂ કરાયેલા 510 મેગાવૉટના વીજ પ્લાન્ટનું બાંધકામ. • 1995 કંપનીએ મોબાઇલ ટેલિકમ્યુનિકેશન્સ બજારમાં પ્રવેશ કર્યો. • 1996 કંપનીએ સ્ટર્લીંગ સેલ્યુલર લિમિટેડ સાથે જોડાણ કર્યું અને એસ્સાર સેલફોન બ્રાન્ડનો પ્રારંભ કર્યો. • 1999 એસ્સાર ગ્રુપને લોનની ચૂકવણીઓમાં નાદાર થવાની ફરજ પડી. • 2001 એસ્સાર ઓઇલે પોતાના સર્વિસ સ્ટેશનોના નેટવર્કને વિકસાવવાનું શરૂ કર્યું; એસ્સાર સ્ટીલે ઇન્ડોનેશિયામાં કોલ્ડ રોલ્ડ સ્ટીલ પ્લાન્ટ ઊભો કરવા માટે ભાગીદારીનું સર્જન કર્યું. • 2002 કંપનીએ સેલફોન કામગીરીઓને હચીસન એસ્સાર સંયુક્ત સાહસમાં ભેળવી દીધી. • 2005 હચીસન એસ્સારે ભારતમાં બીપીએલ(BPL) સેલ્યુલર ફોન કામગીરીઓને ખરીદી લીધી. • 2006 એસ્સારે નવા અત્યંત વિશાળ ક્રૂડ કેરિયર (વીએલસીસી) ટેન્કરની ખરીદી કરી હતી. વધારાની વિગતો • ખાનગી કંપની • સ્થાપના : 1956 • કર્મચારીઓ: 5,000 • વેચાણ: રૂ. 100 અબજ (2.2 અબજ ડોલર) (2005) • એનએઆઇસી(NAIC): 331111 લોખંડ અને સ્ટીલ મિલો; 213111 ડ્રીલીંગ ઓઇલ અને ગેસ કૂવાઓ; 211111 ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એક્સટ્રેક્શન; 213112 ઓઇલ અને ગેસ ફિલ્ડ શોધખોળ માટે સહાયક પ્રવૃત્તિઓ; 334220 રેડિયો અને ટેલિવીઝન બ્રોડકાસ્ટીંગ વાયરલેસ ઇક્વીપમેન્ટ ઉત્પાદન; 532412 બાંધકામ, માઇનીંગ અને ફોરેસ્ટ્રી મશિનરી અને ઇક્વીપમેન્ટ રેન્ટલ એન્ડ લિઝીંગ; 483113 કોસ્ટલ અને ગ્રેટ લેક્સ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન; 483111 ડીપ સી ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન

વધુ વાંચો: એસ્સાર ગ્રુપ લિમિટેડ - કંપની પરિચય, માહિતી, કારોબાર વર્ણન, ઇતિહાસ, એસ્સાર ગ્રુપ લિમિટેડ પર પશ્ચાદભૂમિકાની માહિતી. http://www.referenceforbusiness.com/history2/44/Essar-Group-Ltd.html#ixzz1C2oKkn9h

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શશી અને રવિ રૂઇયા પર ફોર્બ્સના ટોપિક પેજીસ સંગ્રહિત ૨૦૧૧-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન Forbes.com. એપ્રિલ 2010ના જોયેલું.
  2. ઇન્ડિયાસ એસ્સાર પ્લાનીંગ યુકે(ઉક) શેર લિસ્ટીંગ'
  3. 2 Apr, 2010, 04.41AM IST,ET Bureau (2010-04-02). "Essar's Ravi Ruia relocates to London; to raise $3bn - The Economic Times". Economictimes.indiatimes.com. મેળવેલ 2010-10-01.CS1 maint: multiple names: authors list (link)
  4. "Essar Group plans power plants in Jharkhand". Business Standard. 21 August 2007. મેળવેલ 25 February 2010.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Essar Group