એસ. ટી. માસિક પાસ યોજના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

એસ. ટી. માસિક પાસ યોજના ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના ઉપક્રમે ચાલુ બસ સેવાનો રોજિંદો લાભ લેતા મુસાફરો માટેની ખાસ યોજના છે. જેમાં ધારકને મુસાફરી ભાડામાં રાહત મળે છે.

આ યોજનાના નિયમાનુસાર[૧] બેસવાનું અને ઉતરવાનું સ્થળ ચોક્કસ નક્કી કરી ભાડું અગાઉથી ભરી આ યોજનાનો પાસ લઈ શકાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અલાયદો ખર્ચ આપી પોતાની સહીવાળું ઓળખપત્ર કઢાવવું પડે છે. ઓળખપત્રની મુદત સાત (૭) વર્ષની હોય છે, પણ જો ખરાબ થઈ જાય તો નવું કઢાવવાનું રહે છે. આ ઓળખપત્ર મુસાફરી દરમિયાન તેમ જ પાસ કઢાવતી વખતે સાથે રાખવાનું હોય છે. આ યોજનાનો પાસ માત્ર એક જ વ્યક્તિ વાપરી શકે છે, જેમાં નામ તબદીલ કરી શકાય તેવી વ્યવસ્થા નથી. આ પાસ કઢાવ્યા બાદ એને પાછો પરત કરી રિફંડ મેળવવાની સગવડ નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://portal.gujarat.gov.in/St_Bus/Daily_Passenger_pass.pdf અરજીપત્રક અને નિયમો