ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી

ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ દિવસના સમય દરમ્યાનની જન શતાબ્દી શ્રેણીની ટ્રેન છે, જે પ્રસ્થાનના દિવસે જ પોતાના અંતિમ સ્ટેશન પર પાછી આવી જાય છે. આ ટ્રેન ઐતિહાસિક નગર ઔરંગાબાદને મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઈ સાથે જોડે છે. જન શતાબ્દી એક્સપ્રેસ ઔરંગાબાદથી મુંબઈ માટે સૌથી વધારે ઝડપી અને સર્વાધિક સુવિધાઓ વાળો વિકલ્પ છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

જન એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે 'લોકો'. એટલા માટે જન શતાબ્દીની સેવાઓ ખાસ કરીને લોકોના હિત માટે કરવામાં આવેલી છે. જન શતાબ્દી એક આંતર-શહેર સુપર ફાસ્ટ ટ્રેન છે, જે ટ્રેન મુખ્યત્વે ભારતના બે મહાનગરોને જોડે છે. આ ટ્રેન મારફતે મુસાફરી કરવા માટેનું ભાડું ઓછું અને હકીકતલક્ષી છે. પૂરી પાડવામાં આવતી સગવડો તથા ઓછાં ભાડાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને શતાબ્દી ટ્રેનોનાં એક સૌથી નીચા સ્તરના પ્રકારની ટ્રેન કહી શકાય છે. [૧]

ઔરંગાબાદ જન શતાબ્દી (સમય પત્રક)[ફેરફાર કરો]

૧૨૦૭૧ / ૧૨૦૭૨ ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન તથા ઔરંગાબાદ વચ્ચે ચાલે છે. એક સમયે આ ટ્રેનના પરિપથમાં વધારો કરીને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ સુધી તેને લંબાવવામાં આવી હતી, પણ જૂલાઈ ૨૦૧૩થી અમલમાં આવેલી સમયસારણી મુજબ આ ટ્રેન પુનઃ દાદર સુધી કરી દેવામાં આવી ગઈ છે તથા હવે આ પોતાની રેક ૧૨૦૫૧ ૫૨ મડગાવ જન શતાબ્દી એક્સપ્રેસની સાથે શેર કરે છે.

ટ્રેન ૧૨૦૭૧[૨]

ક્રમાંક સ્ટેશન (નામ / કોડ) આગમન પ્રસ્થાન થોભવાનો સમય નિર્ધારિત કરવામાં આવેલું અંતર
દાદર (ડી – આર) પ્રારંભિક ૧૪:૦૦ ૦ કિમી
થાણે (ટી – એન – એ) ૧૪:૨૩ ૧૪:૨૫ ૨ મિનિટ ૨૫ કિમી.
કલ્યાણ જંક્શન (કે – વાય – એન) ૧૪:૪૪ ૧૪:૪૭ ૩ મિનિટ ૪૫ કિમી.
નાસિક રોડ (એન – કે) ૧૭:૦૫ ૧૭:૧૦ ૫ મિનિટ ૧૭૯ કિમી
મનમાડ જંક્શન (એમ – એમ –આર) ૧૮:૧૦ ૧૮:૧૫ ૫ મિનિટ ૨૫૨ કિમી
ઔરંગાબાદ (એ – ડબલ્યુ – બી) ૨૦:૩૫ સમાપ્ત ૩૬૫ કિમી

ટ્રેન ૧૨૦૭૨[૩]

ક્રમાંક સ્ટેશન (નામ / કોડ) આગમન પ્રસ્થાન થોભવાનો સમય નિર્ધારિત કરવામાં આવેલું અંતર
ઔરંગાબાદ (એ – ડબલ્યુ – બી) પ્રારંભ ૦૬:૦૦ ૦ કિમી
મનમાડ જંક્શન (એમ – એમ – આર) ૦૭:૫૦ ૦૭:૫૫ ૫ મિનિટ ૧૧૪ કિમી
નાસિક રોડ (એન – કે ) ૦૮:૫૦ ૦૮:૫૫ ૫ મિનિટ ૧૮૭ કિમી
કલ્યાણ જંક્શન (કે – વાય – એન) ૧૧:૨૫ ૧૧:૩૦ ૫ મિનિટ ૧૭૯ કિમી
થાણે (ટી – એન – એ ) ૧૧:૪૮ ૧૧:૫૦ ૨ મિનિટ ૩૪૧ કિમી
દાદર (ડી – આર ) ૧૨:૩૦ સમાપ્ત ૩૬૫ કિમી

સામાન્ય જાણકારી[ફેરફાર કરો]

જયારે આ ટ્રેન ઔરંગાબાદથી પ્રસ્થાન કરે છે ત્યારે આ ટ્રેનનો ક્રમાંક ૧૨૦૭૨ હોય છે. આ ૦૬:૦૦ વાગ્યે પ્રસ્થાન કરે છે તથા દાદર ૧૨:૩૦ વાગ્યે પહોંચી જાય છે. આ રીતે જોવા જઈએ તો આ ટ્રેન ૬.૫ (સાડા છ) કલાકનો સમય લે છે અને ૩૭૪ કિમી લાંબી મુસાફરી પૂર્ણ કરે છે. મુસાફરી દરમ્યાન આ ટ્રેન મનમાડ, નાસિક, કલ્યાણ, થાણે અને દાદર સ્ટેશને થોભે છે, એનો મતલબ કે આ ટ્રેન માત્ર ૫ આંતરિક સ્ટેશનો પર જ થોભે છે. પરંતુ આ ટ્રેન ઓપરેટિંગ સ્ટોપ્સના રૂપમાં અન્ય બે સ્ટેશન કસારા અને લાગતપુરીમાં પણ ઉભી રહે છે.[૩][૪] પાછા ફરતી વખતે આ ટ્રેનનો ક્રમાંક ૧૨૦૭૧ થઇ જાય છે તથા આ ટ્રેન દાદર સ્ટેશનથી ૧૪:૦૦ વાગ્યે નીકળે છે. આ સમયે આ ટ્રેન રાતના ૮:૩૫ વાગ્યે ઔરંગાબાદ સ્ટેશન પર પહોંચે છે.

કોચ[ફેરફાર કરો]

ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસમાં કુલ ૯ ડબ્બા (કોચ) હોય છે. આમાંથી ૬ ડબ્બા જન શતાબ્દી ક્લાસની ચેર કાર હોય છે, એક વાતાનુકુલીન ચેર કાર હોય છે તથા બે સામાન સહ બ્રેક વેન્સ હોય છે જે આની બનાવટનો એક ભાગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જન શતાબ્દી". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.
  2. "ઔરંગાબાદ જન શતાબ્દી". ક્લિઅરટ્રીપ.કોમ. મૂળ માંથી 2014-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-22.
  3. ૩.૦ ૩.૧ "દાદરથી ઔરંગાબાદ પ્રસ્થાન કરતી સ્ટેશનસ". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.
  4. "ઔરંગાબાદથી દાદર પ્રસ્થાન કરતી સ્ટેશનસ". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.