લખાણ પર જાઓ

કઝાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કઝાકિસ્તાન
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૪ જૂન ૧૯૯૨
રચનાઆછા ભૂરા પશ્ચાદભૂમાં ગરુડ અને તેની ઉપર સૂર્ય જેમાંથી ૩૨ કિરણો નીકળે છે, ધ્વજદંડ તરફની કિનાર પર સોનેરી રંગના નર ઘેટાંના શિંગડાની કલાકૃતિ

કઝાકિસ્તાનનો હાલનો રાષ્ટ્રધ્વજ ૪ જૂન ૧૯૯૨ના રોજ અપનાવાયો. તે કઝાક સોવિયેત ગણતંત્રના ધ્વજના સ્થાને અપનાવાયો. હાલનો ધ્વજ શાકેન નિયાઝબેકોવ દ્વારા આલેખિત કરાયો છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં સ્ટેપ પ્રદેશના ગરુડની ઉપર ૩૨ કિરણો ધરાવતા સૂર્યનું ચિહ્ન છે. બંને ભૂરા રંગની પશ્ચાદભૂ પર કેન્દ્રમાં આવેલ છે. ધ્વજદંડ તરફની કિનારી પર સોનેરી રંગમાં નર ઘેટાંના શિંગડાની ડિઝાઈન મુકેલી છે. ધ્વજમાં ભૂરો રંગ ટર્કિસ જાતિના લોકો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અને તેને કારણે તે પરંપરા અને પ્રજાતિઓની દૃષ્ટિએ દેશની એકતાનું પ્રતિક છે. તે અફાટ આકાશ અને પાણીનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય જેને જીવન અને ઉર્જાનું પ્રતિક મનાય છે તેને સંપત્તિ અને વિપુલ સંપદાનું પણ પ્રતિક મનાય છે. સુર્યના કિરણોને અનાજના દાણા જેવો આકાર અપાયો છે, જે દેશની સમૃદ્ધિ બતાવે છે. ગરૂડ કઝાક જનજાતિઓના ધ્વજ પર પ્રાચીન સમયથી દર્શાવાતું રહ્યું છે અને તે આઝાદી, સત્તા અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્વજનો આકાર ૧:૨નો રાખવામાં આવે છે.[]

અર્થઘટન

[ફેરફાર કરો]

ધ્વજ પ્રાચીન કઝાક સામ્રાજ્યની કલા અને સંસ્કૃતિના પ્રતિક છે. પશ્ચાદભૂનો આછો ભૂરો રંગ વિવિધ તુર્કિક પ્રજાતિઓનું પ્રતિક છે, તેમાં કઝાક, તાતાર, ઉયઘુર, ઉઝબેક જેવી રાષ્ટ્રમાં વસતી પ્રજાઓ છે. આછો ભૂરો રંગ શાંતિ, આઝાદી, સાંસ્કૃતિક અને વંશીય એકતા સૂચવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "CIA – The World Fact Book". મૂળ માંથી 2010-08-09 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-01.
  2. Kazakhstan national flag

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]