કનકલતા બરુઆ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કનકલતા બરુઆ

કનકલતા બરુઆ (૨૨ ડિસેમ્બર ૧૯૨૪ - ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૨), જેમને બિરબાલા અને શહીદ પણ કહેવામાં આવે છે, તે એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને એઆઈએસએફ નેતા હતા.[૧] તેમને ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન વખતે તિરંગો લઈને સરઘસ કાઢવા બદલ ઠાર મારવામાં આવ્યાં હતાં.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

આસામના તેજપુર ખાતે કનકલાતા ઉદ્યાન અથવા રોક ગાર્ડન ખાતેનું એક શિલ્પ, જે આ ઘટનાનું વર્ણન કરે છે.

કનકલતાનો જન્મ અવિભાજીત દારાંગ જિલ્લાના બોરંગબારી ગામમાં થયો હતો. કૃષ્ણ કાંતા અને કર્ણેશ્વરી બારુઆના ત્યાં થયો હતો. તેમના દાદા દારંગના પ્રખ્યાત શિકારી હતા. તેમના પૂર્વજો અગાઉના અહોમ રાજ્યના હતા જેમણે દોલાખાઘરીયા પદવી છોડી દીધી અને બરુઆ પદને જાળવી રાખ્યું હતું. જ્યારે તેઓ પાંચ વર્ષના હતાં ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું અને તેમનાં તેર વર્ષની પહોંચતા જ તેના પિતાએ ફરીથી લગ્ન કર્યાં હતાં. તેઓ ત્રીજા ધોરણ સુધી સ્કૂલમાં ગયાં પણ પછી નાના ભાઈ-બહેનની સંભાળ રાખવા બહાર નીકળી ગયાં. [૨]

આઝાદીની લડત[ફેરફાર કરો]

ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ આસામના ગોહપુર સબ ડિવિઝનના યુવાનોના જૂથોનો સમાવેશ કરતી મૃત્યુ બાહિનીમાં જોડાયાં. ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૨ ના રોજ બહિનીએ નક્કી કર્યું કે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આવું કરવા બરુઆના નેતૃત્વમાં નિઃશસ્ત્ર ગ્રામજનોનું એક સરઘસ કાઢ્યું હતું. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી રેબતી મહાન સોમ હેઠળની પોલીસે તેમને રોકાઈ જવા અને ન રોકાય તો ભયંકર પરિણામોની ચેતવણી આપી હતી. પોલીસ દ્વારા અજાણતાં સરઘસ આગળ નીકળી રહ્યું હતું ત્યારે સરઘસ પર ગોળીબાર કરાયો હતો. બરુઆને ગોળી વાગી હતી અને તે ધ્વજ તેણી સાથે લઈ રહ્યાં હતાં તે મુકુંડા કાકોટી દ્વારા લેવામાં આવ્યો હતો, જેને પણ ગોળી વાગી હતી. પોલીસ કાર્યવાહીમાં બરુઆ અને કાકોટી બંને શહીદ થયા હતા. શહાદત વખતે તેમની ઉંમર માત્ર ૧૭ વર્ષ જ હતી. [૩]

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

તેમની વાર્તા ડિરેક્ટર ચંદ્ર મુડોઇની ફિલ્મ, એપાહ ફૂલીલ એપાહ ક્ષોરીલ માં કહેવામાં આવી હતી. આ ફિલ્મનું હિન્દી વર્ઝન પૂરબ કી અવાજ પણ વિશાળ દર્શકો સુધી પહોંચવા માટે રજૂ કરાયું હતું. [૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Pathak, Guptajit (2008). Assamese Women in Indian Independence Movement: With a Special Emphasis on Kanaklata Barua. New Delhi: Mittal Publications. p. 52. ISBN 9788183242332. Check date values in: |year= (મદદ)
  2. "KANAKLATA BARUA (1924-1942)". Stree Shakti. Retrieved 6 February 2013. Check date values in: |accessdate= (મદદ)
  3. "Due recognition for Kanaklata, Mukunda sought". The Assam Tribune. 14 March 2012. Retrieved 6 February 2013. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "Kanaklata story in Hindi". The Telegraph. Retrieved 19 August 2017. Check date values in: |access-date= (મદદ)