કપિલ દેવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કપિલ દેવ
Kapil Dev at Equation sports auction.jpg
જન્મ૬ જાન્યુઆરી ૧૯૫૯ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, અભિનેતા&Nbsp;Edit this on Wikidata

કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઇ વિશ્વવિજેતા બનેલ હતી.

કપિલ દેવ રામલાલ નિખંજ[૧] (હિન્દી ભાષા:कपिल देव) (About this sound pronunciation ) (જન્મ જાન્યુઆરી ૬ ૧૯૫૯, ચંડીગઢ), જે વધુ જાણીતા નામ કપિલ દેવ તરીકે ઓળખાય છે, તે ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ ખેલાડી છે અને મહાન 'ઓલરાઉન્ડરો' પૈકીના એક છે. જ્યારે ઇ. સ. ૧૯૮૩ માં ભારતીય ટીમ 'ક્રિકેટ વિશ્વ કપ' વિજેતા બની ત્યારે તેઓ ભારતીય ટીમનાં સુકાની હતા. આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. ઇ. સ. ૨૦૦૨ માં વિઝ્ડને તેઓને "સદીનાં ભારતીય ક્રિકેટર" (Indian Cricketer of the Century) તરીકે ઓળખાવ્યા. [૨]. ઓક્ટોબર ૧૯૯૯ થી ઓગસ્ટ ૨૦૦૦ સુધી, ૧૦ માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશિક્ષક તરીકે રહ્યા.

કપિલ દેવે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્ષેત્રે ૪૩૪ વિકેટો અને એકદિવસીય મુકાબલાઓમાં ૨૫૩ વિકેટ ખેરવી, એ સમયના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.

આંતરરાષ્ટ્રીય દેખાવ[ફેરફાર કરો]

ટેસ્ટક્ષેત્રે દેખાવ[ફેરફાર કરો]

ટેસ્ટ ૧૩૧, દાવ ૧૮૪, નૉટ-આઉટ ૧૫, ઉચ્ચતમ સ્કોર ૧૬૩, રન ૫૨૪૮, બેટિંગ સરેરાશ ૩૧.૦૫ , શતક ૮ , અર્ધશતક ૨૭ , કેચ 64 , દડા ૨૭૭૪૦, રન ૧૨૮૬૭, વિકેટ ૪૩૪, બોલીંગ સરેરાશ ૨૯.૬૪ , સર્વશ્રેષ્ઠ ગેંદબાજી ૯/૮૩ , ૫ વિકેટ એક દાવમાં ૨૩ વાર.

એકદિવસીય રિકૉર્ડ[ફેરફાર કરો]

એકદિવસીય મેચ ૨૨૫, દાવ ૧૯૮, નૉટઆઉટ ૩૯, ઉચ્‍ચતમ સ્‍કોર ૧૭૫*, રન ૩૭૮૩, બેટિંગ સરેરાશ ૨૩.૭૯, શતક ૧, અર્ધશતક ૧૪, કેચ ૭૧, ગેંદે ૧૧૨૦૨, વિકેટ ૨૫૩, બોલીંગ સરેરાશ ૨૭.૪૫, સર્વશ્રેષ્‍ઠ ગેંદબાજી ૫/૪૩, ૫ વિકેટ એક દાવમાં ૧ વાર.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કપિલ દેવ - ખેલાડી વેબપાનું". Cricinfo. Cite has empty unknown parameter: |1= (મદદ)
  2. "મારો ઉત્તમ સમય: કપિલ દેવ". ધ સ્પોર્ટસ્ટાર ભાગ.૨૫ નં.૩૧. ૮-૩-૨૦૦૨. મૂળ માંથી 2007-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-18. Cite has empty unknown parameter: |5= (મદદ); Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]