કમલાબાઈ ગોખલે
કમલાબાઈ ગોખલે | |
---|---|
જન્મની વિગત | ૧૯૦૦ બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 17 May 1998[૧] પૂણે, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 97–98)
વ્યવસાય | અભિનેત્રી |
જીવનસાથી | રઘુનાથરાવ ગોખલે |
સંતાનો | ૩ |
માતા-પિતા | આનંદ નાનોસ્કર (પિતા) દુર્ગાબાઈ કામત (માતા) |
કમલાબાઈ ગોખલે (જન્મે કમલાબાઈ કામત, ૧૯૦૦ – ૧૭ મે ૧૯૯૮) તેમની માતા દુર્ગાબાઈ કામત સાથે ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રીઓમાંના એક હતા.[૨][૩]
અંગત જીવન
[ફેરફાર કરો]તેઓ દુર્ગાબાઈ કામત અને જેજે સ્કૂલ ઓફ આર્ટમાં ઈતિહાસના પ્રોફેસર આનંદ નાનોસ્કરની પુત્રી હતા. તેણીએ રઘુનાથરાવ ગોખલે સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો હતા, ચંદ્રકાંત ગોખલે, લાલજી ગોખલે અને સૂર્યકાંત ગોખલે. ચંદ્રકાંત ગોખલે જાણીતા ભારતીય ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા વિક્રમ ગોખલેના પિતા છે. લાલજી ગોખલે અને સૂર્યકાંત ગોખલે તબલા ઉસ્તાદ હતા. કમલાબાઈ ૨૫ વર્ષના હતા ત્યારે તેઓ તેમના ત્રીજા બાળક સાથે ગર્ભવતી હતા અને એ જ સમયે તેમના પતિનું અવસાન થયું હતું.
કારકિર્દી
[ફેરફાર કરો]તેણીનું પ્રથમ સ્ટેજ પ્રદર્શન ચાર વર્ષની ઉંમરે થયું હતું.
ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકે, ૧૯૧૨-૧૯૧૩ ની આસપાસ તેમની ફિલ્મ મોહિની ભસ્માસુર માટે પાત્રપસંદગી કરી રહ્યા હતા અને તેમણે મુખ્ય ભૂમિકા માટે કમલાબાઈની પસંદગી કરી હતી.[૪] કમલાબાઈની માતાએ પાર્વતીની ભૂમિકા ભજવી હતી. ફાળકેને અભિનેત્રીના અભાવે તેમની અગાઉની ફિલ્મ રાજા હરિશ્ચંદ્રમાં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવવા માટે એક યુવાન પુરૂષ રસોઈયા સાળુંકેનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
કમલાબાઈ ૧૫ વર્ષની ઉંમરે ફિલ્મ અભિનેત્રી તરીકે ખાસા લોકપ્રિય બની ગયા હતા.
પછીના વર્ષે તેણીએ રઘુનાથરાવ ગોખલે સાથે લગ્ન કર્યા. રઘુનાથરાવ કિર્લોસ્કર નાટક કંપની સાથે જોડાયેલા હતા જ્યાં તેઓ સામાન્ય રીતે સ્ત્રી ભૂમિકાઓ ભજવતા હતા. પરંતુ તેમનો અવાજ તૂટી રહ્યો હતો અને તેથી તેઓ તેમના ભાઈની કંપનીમાં ગયા હતા. આ એ જ કંપની હતી જ્યાં કમલાબાઈ અને તેમની માતા નોકરી કરતા હતા. યુવાન દંપતીને કંપનીની નવી મુખ્ય જોડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
૧૯૩૦ના દાયકામાં, કમલાબાઈએ હરિજનોની દુર્દશા પર કેન્દ્રિત નાટક ઉષાપમા વીર સાવરકરની નીચે કામ કર્યું હતું.[૫] કમલાબાઈએ લગભગ ૩૫ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ગેહરાઈ (૧૯૮૦) હતી.
ચલચિત્રોની યાદી (આંશિક)
[ફેરફાર કરો]- ૧૯૧૩: મોહિની ભસ્માસુર
- ૧૯૩૧: દેવી દેવયાની શર્મિષ્ઠા
- ૧૯૩૨: શૈલ બાલા
- ૧૯૩૨: નીતિ વિજય
- ૧૯૩૩: રાજારાણી મીરાં
- ૧૯૩૩: મિર્ઝા સાહિબાન
- ૧૯૩૩: લાલ-એ-યમન
- ૧૯૩૩: કૃષ્ણ સુદામા
- ૧૯૩૩: ચંદ્રહાસ
- ૧૯૩૩: ભૂલભુલૈયા
- ૧૯૩૩: ઔરત કા દિલ
- ૧૯૩૪: ગુણસુંદરી
- ૧૯૩૪: અંબરીષ
- ૧૯૩૫: બિખરે મોતી
- ૧૯૩૫: બેરિસ્ટર્સ વાઈફ
- ૧૯૩૬: પ્રભુ કા પ્યારા
- ૧૯૩૬: બે ખરાબ જણ
- ૧૯૩૬: આખરી ગલતી
- ૧૯૩૮: સ્ટ્રીટ સિંગર
- ૧૯૩૮: ચાબુકવાલી
- ૧૯૩૯: ગરીબ કા લાલ
- ૧૯૪૨: બસંત
- ૧૯૪૪: સ્ટંટ કિંગ
- ૧૯૪૬: સોના ચાંદી
- ૧૯૪૬: હકદાર
- ૧૯૪૯: નવજીવનમ્
- ૧૯૫૨: અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ
- ૧૯૫૪: નાસ્તિક
- ૧૯૬૨: પ્રાઈવેટ ડિટેક્ટીવ
- ૧૯૬૭: બાલ્યકાલસાક્ષી
- ૧૯૭૧: હલચલ
- ૧૯૭૨: એક નઝર
- ૧૯૮૦: ગહેરાઈ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "1st screen actress dead". The Times of India. Press Trust of India. મૂળ માંથી 14 February 2008 પર સંગ્રહિત. મેળવેલ 30 November 2021.
- ↑ "Entertainment Bureau | Kamala Bai Gokhale | First Indian actress". Entertainmentbureau.in. 2012-06-07. મૂળ માંથી 22 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-30.
- ↑ "Kamlabai Gokhale". veethi.com. મેળવેલ 2021-08-11.
- ↑ "History of Indian Cinema". Cinemaofmalayalam.net. 1913-04-21. મૂળ માંથી 28 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-30.
- ↑ "First Lady Of The Silver Screen-Struggle, Survival And Success". Indiaprofile.com. મેળવેલ 2012-08-20.