કમાલ મુસ્તફા અતાતુર્ક
કમાલ મુસ્તફા અતાતુર્ક | |
---|---|
![]() | |
માતા | Zübeyde Hanım |
પિતા | Ali Rıza Efendi |
જન્મ | Ali Rıza oğlu Mustafa ![]() ૧૮૮૧ ![]() થેસાલોનિકી (Ottoman Empire) ![]() |
મૃત્યુ | ૧૦ નવેમ્બર ૧૯૩૮ ![]() Dolmabahçe Palace (તુર્કસ્તાન) ![]() |
અભ્યાસનું સ્થળ | Turkish Military Academy, Ottoman Military College, Monastir Military High School ![]() |
જીવનસાથી | Latife Uşaki ![]() |
કુટુંબ | Makbule Atadan ![]() |
સહી | |
![]() |
કમાલ મુસ્તફા (અતાતુર્ક) (જન્મ: ૧૮૮૧, મૃત્યુ: નવેમ્બર ૧૦, ૧૯૩૮) ૧૯૨૩થી તેમનાં મૃત્યુ સુધી તુર્કીના પ્રથમ પ્રમુખ હતા. તેઓ તુર્કીને બીજાં દેશોથી મુક્ત કરાવનાર, તેમજ બાદમાં તુર્કીમાં સુધારા લાવી તેને પશ્ચિમી સંસ્કૃતિ - મોટાં ભાગે, યુરોપ અને અમેરિકાની સમકક્ષ અને આધુનિક બનાવનાર તરીકે જાણીતાં છે.
વન[ફેરફાર કરો]
મુસ્તફા કમાલનો જન્મ ૧૮૮૧માં થયો હતો. તેમનું જન્મ સ્થળ સાલોનિકા, ગ્રીસ (હવે, થેસ્સલોનીકી) હતું. સાલોનિકા ત્યારે ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતું. તેઓએ તેમનું નામ કમાલ શાળાજીવન અને દરમિયાન અતાતુર્ક (એટલે કે બધાં તુર્કોના પિતા) નામ પછીથી અપનાવ્યું. દરમિયાન અપનાવ્યું. તેમનાં માતા-પિતાનું નામ ઝુબેયદે હનિમ અને અલી રિઝા ઇફેન્દી હતું. તેમની બહેનનું નામ માકબુલે (અતાદાન) હતું. તેઓ સૈન્યમાં અફસર બન્યા અને પહેલાં વિશ્વયુદ્ધમાં સૌથી સફળ જનરલ નીવડ્યાં.
જ્યારે યુદ્દ પછી ઓટોમન સામ્રાજ્યનો નાશ થયો, ત્યારે અતાતુર્કે ધર્મનિરપેક્ષ તુર્કી ગણતંત્રની સ્થાપના માટે રાષ્ટ્રીય ચળવળની શરૂઆત કરી. એનો અર્થ એ કે તુર્કીની સરકાર ધાર્મિક નેતાઓ વડે ચલાવવામાં આવતી નથી. તુર્કીની મુલાકાત લેનાર લોકો અતાતુર્કને અપાતા મહત્વથી મોટાભાગે નવાઇ પામી જાય છે.
તેઓ સફળ લશ્કરી નેતા હતાં અને ત્યારબાદ લોકશાહી બંધારણ અમલમાં મૂક્યું અને તુર્કીને નવાં અને વિકસિત દેશ બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. તેમણે ઘણાં નેતાઓને પ્રેરણા આપી.
તેમનાં છ સિદ્દાંતો આજે પણ લોકશાહી સરકાર માટે પ્રેરણારૂપ બની રહ્યા છે:
- લોકશાહી: વારસાગત રાજાશાહીને ચૂંટેલ સંસદમાં ફેરવવી.
- રાષ્ટ્રવાદ: સમાન ધ્યેય સાથે લોકોએ સાથે કામ કરવું.
- ધર્મનિરપેક્ષતા: સરકારથી ધર્મને જુદો પાડવો.
- સમાનતા: બધાં નાગરિકો કાયદા માટે સમાન.
- સુધારાઓ: વિકાસ અને આધુનિકતા માટેનો સતત પ્રયાસ
- જોડાણ: મોટાં ઉદ્યોગો માટે સરકાર અને ખાનગી સાહસો સાથેનું જોડાણ.
તેમનું મૃત્યુ સિરોસિસથી થયું.