કલાપીનો કેકારવ

વિકિપીડિયામાંથી
કલાપીનો કેકારવ
લેખકકલાપી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારકાવ્યસંગ્રહ
પ્રકાશકમણિશંકર રત્નજી ભટ્ટ
પ્રકાશન તારીખ
૧૯૦૩

કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

અવલોકન[ફેરફાર કરો]

ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીએ ઇ.સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધી લખેલી બધી કાવ્યરચનાઓનો સંગ્રહ કલાપીનો કેકારવમાં કરવામાં આવ્યો છે. ૧૯૦૩માં તેમના મૃત્યુ પછી આ ગ્રંથને મણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"એ પ્રકાશિત કર્યો હતો.[૧]

આવકાર[ફેરફાર કરો]

કેકારવની પૂર્વવાણી પુસ્તકમાં આ પુસ્તકની પ્રશંસા કરતાં કવિ ન્હાનાલાલ લખે છે, 'કલાપીનાં અંતરોદગારની ગીતાવલી, કેકારવ એટલે એ યુગની ગુજરાતી કાવ્યપ્રતિભાનાં વરસતા મેઘ. કલાપી એટલે ઘૂઘવતો દરિયો.'[૨] ઈન્દ્રવદન દવે કલાપીનો કેકારવની સંવર્ધિત આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવે છે કે 'રસનિરૂપણની શક્તિ, પ્રકૃતિવર્ણનની ચિત્રાત્મક કળા અને વસ્તુઆલેખનની આ છટાના લીધે કલાપીનાં ખંડકાવ્યો કાન્તથી બીજે નંબરે આવી શકે તેમ છે.'[૩]

ગુજરાતી વિવેચક અને સંપાદક નવલરામ ત્રિવેદીના મતે આ પુસ્તક મોડું પ્રકાશિત થયું હતું કારણકે જેઓ કલાપીને જાણતા હતા તેઓ તેમના નજીકના લોકોનાં મૃત્યુ પામવાની રાહ જોઈ રહ્યા હતા.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gujarat (India) (1969). Gujarat State Gazetteers: Bhavnagar (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State.
  2. કવિ, ન્હાનાલાલ. કેકારવની પૂર્વવાણી. પૃષ્ઠ ૯-૧૦.
  3. ગોહિલ, સુરસિંહજી તખ્તસિંહજી (૨૦૦૪). કલાપીનો કેકારવ. ગુજરાતી સાહિત્ય અકાદમી, અમદાવાદ. પૃષ્ઠ ૩૬.
  4. ત્રિવેદી, નવલરામ. કલાપી- આંતરજીવનનું રેખાદર્શન. પૃષ્ઠ ૮૦.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]