કાંચીપુરમ

વિકિપીડિયામાંથી

કાંચીપુરમ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા કાંચીપુરમ જિલ્લામાં આવેલું નગર છે. કાંચીપુરમમાં કાંચીપુરમ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. કાંચીપુરમ એક હિન્દુ ધર્મ નુ આસ્થા નુ ધામ છે. કાંચીપુરમમા વૈકુષ્ઠ પેરૂમલ મંદિર, એકામ્બરેશ્વર મંદિર, કૈલાશનાથન મંદિર, દેવરાજ સ્વામિ મંદિર અને કામાક્ષી અમ્માન મંદિર આવેલ છે. તેમજ કામકોટીમઠ પણ કાંચીપુરમમાં જ આવેલ છે.