કાકરાપાર અણુશક્તિ મથક
Appearance
કાકરાપાર અણુશક્તિ મથક | |
---|---|
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°14′19″N 73°21′00″E / 21.23861°N 73.35000°E |
સ્થિતિ | Operational |
બાંધકામની શરૂઆત | ૧૯૮૪ |
પ્રકલ્પ શરૂઆત | ૬ મે ૧૯૯૩ |
સંચાલકો | ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ |
પાવર ઉત્પાદન | |
Units operational | ૨ × ૨૨૦ મેગાવોટ |
Units under const. | ૨ × ૭૦૦ મેગાવોટ |
ક્ષમતા |
|
કુલ વાર્ષિક ક્ષમતા | ૩.૭૨ અબજ એકમ |
બાહ્ય કડીઓ | |
વેબસાઇટ | ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા |
કોમન્સ | Related media on Commons |
કાકરાપાર અણુશક્તિ મથક ભારતમાં આવેલું અણુશક્તિ મથક છે, જે ગુજરાતમાં વ્યારા શહેરની નજીક ઉંચામાળા ગામ ખાતે આવેલું છે. તે ૨૨૦ મેગાવોટના બે ભારે પાણી નિયામક ધરાવતા રિએક્ટર (PHWR) ધરાવે છે. KAPS-1 ૩ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ સક્રિય બન્યું અને વ્યાપારી ધોરણ વીજઉત્પાદન થોડા મહિના પછી ૬ મે ૧૯૯૩ના રોજ શરૂ કરવામાં આવ્યું. KAPS-2 ૮ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ સક્રિય બન્યું અને ૧ સપ્ટેમ્બર ૧૯૯૫ના રોજ વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ KAPSને ઉત્તમ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારે પાણીના રીએક્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.[૧]
બાંધકામની અંદાજીત કિંમત શરૂઆતમાં ₹ ૩૮૨.૫૨ કરોડ આંકવામાં આવી હતી, જ્યારે આ મથક પૂર્ણ થયું ત્યારે તેનો કુલ ખર્ચ ₹ ૧,૩૩૫ કરોડ થયો હતો. એકમ ૩ અને ૪ નું બાંધકામ નવેમ્બર ૨૦૧૦માં શરૂ કરવામાં આવ્યું હતું.[૨]
ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૯૫ - KAPS-1ને કૂલિંગમાં ગળતરને કારણે ૬૬ દિવસો સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.
- ૧૦ માર્ચ ૨૦૦૪ - સમારકામ દરમિયાન નિયંત્રણ સળિયાઓ સમારી ન કરી શકાય તે હદે નુકશાન પામ્યા હતા. પરિણામે, રિએક્ટરમાં ઝેરી અસરો ફેલાતા તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.
- ૨૨ ઓગસ્ટ ૨૦૦૬ - અણુ મથકના વિસ્તારમાં ઘૂસણખોરી થઇ હોવાનો અહેવાલ આજુ-બાજુના ગામલોકોએ આપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન કંઇ મળ્યું ન હતું.
- ૧૧ માર્ચ ૨૦૧૬ - કૂલન્ટ પાણીના ગળતરથી એક એકમ બંધ કરી દેવામાં આવ્યું હતું.[૩] AERBના ભૂતપૂર્વ વડા ડો. એ ગોપાલક્રિષ્નનના મત મુજબ આ નાનું ગળતર નહોતું પરંતુ પ્રમાણમાં મોટું ગળતર હતું.[૪]
એકમો
[ફેરફાર કરો]એકમ | પ્રકાર | કુલ મેગાવોટ | બાંધકામ શરૂઆત | સક્રિય | નોંધ |
---|---|---|---|---|---|
તબક્કો ૧ | |||||
કાકરાપાર ૧ | PHWR | ૨૨૦ | ૧ ડિસેમ્બર ૧૯૮૪ | ૬ મે ૧૯૯૩ | [૫] |
કાકરાપાર ૨ | PHWR | ૨૨૦ | ૧ એપ્રિલ ૧૯૮૫ | ૧ સપ્ટેમ્બર ૧૯૯૫ | [૬] |
તબક્કો ૨ | |||||
કાકરાપાર ૩ | PHWR | ૭૦૦ | ૨૨ નવેમ્બર ૨૦૧૦ | ૨૦૧૬ | [૨] |
કાકરાપાર ૪ | PHWR | ૭૦૦ | ૨૨ નવેમ્બર ૨૦૧૦ | ૨૦૧૬ | [૨] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Kurian, Vinson (૨૬ માર્ચ ૨૦૦૩). "Indian N-reactors set new global benchmark". The Hindu Business Line. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "First concrete for Kakrapar 3 and 4". World Nuclear News. World Nuclear Association (WNA). ૨૨ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૦.
- ↑ http://www.aerb.gov.in/AERBPortal/pages/English/prsrel/p11032016.pdf
- ↑ "More than 100 hours later, Kakrapar nuclear leak not fixed". ૧૬ માર્ચ ૨૦૧૬. મેળવેલ ૧૮ એપ્રિલ ૨૦૧૬ – Rediff.com વડે.
- ↑ "Nuclear Power Reactor Details - KAKRAPAR-1". Power Reactor Information System. International Atomic Energy Agency (IAEA). ૨૩ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Nuclear Power Reactor Details - KAKRAPAR-2". PRIS. (IAEA). ૨૩ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૦.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- "Nuclear Power in India". Country Briefings. World Nuclear Association (WNA). નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૦.