કાકા ચાલે વાંકા

વિકિપીડિયામાંથી

કાકા ચાલે વાંકા અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારિત કરવામાં આવેલી ગુજરાતી ધારાવાહિક શ્રેણી હતી. આ હાસ્યરસપ્રચુર ગુજરાતી ધારાવાહિક ખુબ જ લોકપ્રિય બની હતી. આ ધારાવાહિકની મુખ્ય ભુમિકા એટલે કે કાકા તરીકેના પાત્ર માટે દિનેશ શુક્લ નામના કલાકારે અદા કરી હતી. આ ઉપરાંત રાજસ્થાની ફિલ્મોના લોકપ્રિય અભિનેતા શનિ અગ્રવાલે પોતાની અભિનય કારકિર્દીની શરુઆત આ ધારાવાહિકથી જ કરી હતી.[૧] શ્રેણીનું નિર્માણ હસમુખ ભાવસારે કર્યું હતું.

આ ધારાવાહિકની લોકપ્રિયતાને કારણે આ નામનું એક નાટક પણ પ્રદર્શિત થઇ ચુક્યું છે. આ નાટક પણ હાસ્યપ્રધાન વિષયવસ્તુ ધરાવે છે.

પાત્રો અને કલાકારો[ફેરફાર કરો]

  • કાકા: દિનેશ શુક્લ[૨]
  • સુંદર માસ્તર: શનિ અગ્રવાલ
  • કાકી: ભાવિની જાની
  • દિગ્દર્શક: હર્ષ્જીત ઠક્કર
  • ગીતકાર: રાહી ઓધારિયા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-08.
  2. http://bollywood.divyabhaskar.co.in/article/MGUJ-lifetime-achievement-award-win-dinesh-shukla-1570243.html[હંમેશ માટે મૃત કડી]