કાઠિયાવાડી ઘોડા
કાઠિયાવાડી ઘોડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કાઠિયાવાડ પ્રદેશના જાણીતા અશ્વની એક પ્રજાતિ છે. હાલમાં કાઠિયાવાડી ઘોડા વિશ્વ વિખ્યાત બન્યા છે. કાઠિયાવાડમાં વસતા કાઠી લોકોનો મુખ્ય શોખ ઘોડેસવારી રહ્યો છે, જે આજના વિજ્ઞાન યુગમાં પણ જળવાઇ રહ્યો છે. કાઠી દરબાર કોમ કાઠિયાવાડી ઘોડા વિશે સારી એવી માહિતી પણ ધરાવે છે.
કાઠી ઘોડાની ઉત્પત્તિ
[ફેરફાર કરો]દુનિયામાં ૩૦૦-૩૫૦ જાતના અશ્વો જોવા માળે છે. તેમાં અરબી અશ્વ, થ્રુબ્રીડ અશ્વ જેવી જાતો વિશ્વ વિખ્યાત છે. કાઠી અશ્વની ઉત્પત્તિ હજી સુધી એક રહસ્ય છે. લોક માન્યતા મુજબ એક કાઠી દરબારની વછેરી અને દરયાપીરના ઘોડામાંથી કાઠી અશ્વની ઉત્પત્તિ થઇ, બીજી એવી પણ માન્યતા છે કે કાઠી દરબારના કપરા કાળમાં જ્યારે અવારનવારના યુધ્ધો થી અસ્તિત્વનો જ પ્રશ્ન આવી ગયો હતો, ત્યારે ભગવાન સુર્યદેવ તેમની પ્રત્યક્ષ સહાય કરી કાઠી ક્ષત્રીયોને આ અશ્વો પ્રસાદી રૂપે આપેલા. કાઠી અશ્વમાં જોવા મળતા જીબ્રા ના પટ્ટા (zebra marking) એ સાબીત કરે છે કાઠી અશ્વો એક પ્રાચિન જાત છે. "ફારસનામા એ રંગીન" નામના ગ્રંથ પ્રમાણે ભીરમથાલી અને કાઠીયાવાડી સિવાયના ઘોડા તો ગધા બરાબર છે.[૧] Bombay Gazetteer અને બીજા અંગ્રેજી દસ્તાવેજો પ્રમાણે એક અરબી ઘોડાથી ભરેલુ વહાણ ગુજરાતના દરિયાકાંઠે ડુબી ગયુ હતું, તે અરબી અશ્વો સાથે કાઠી ક્ષત્રિયો એ પોતાની ઘોડીયું બતાવી એટલે તેમાથી કાઠી અશ્વોની ઉત્પત્તિ થઇ. પણ આ વાત માની શકાય તેમ નથી કે કાઠી ઘોડાની ઉત્પત્તિ અરબી ઘોડામાંથી થઇ, કારણ કે Friends of Marwadi and Kathiyawadi Society દ્વારા કરેલ એક વેજ્ઞાનિક સંસોધનમાં એવુ જાણવા મળે છે કે કાઠી ઘોડાના DNA અરબી ઘોડાના DNA કરતા ઘણા દુર છે અને સરખા નથી. જોકે મુઘલકાલમાં ભારતમાં અરબી ઘોડા લવાતા પણ કાઠી ઘોડા અને અરબી ઘોડાનુ લોહી કોઇ દીવસ એક નથી થયું, એનુ કારણ છે સીલેકટીવ બ્રીડીંગ (selective breeding). ખાસ કરીને કાઠી ક્ષત્રિયોએ પોતાના ઘોડા કોઇ દીવસ અશુદ્ધતા આવવા નથી દીધી. આર. ડી. ઝાલા પ્રમાણે કાઠી દરબાર પોતાના ઘોડાની શુદ્ધતા અને વિકાસ માટે એટલા જાગૃત હતા કે તેમને કાઠી અશ્વોની ૨૪ પેટા શાખાઓ વિક્સાવી, અરબી અશ્વ જે દુનિયામાં પ્રાચીન અને શુદ્ધ જાત માનવામાં આવે છે તેમા પણ માત્ર ૨ પેટા શાખાઓ છે. આ સાબિત કરે છે કે કાઠી દરબાર પોતાના અશ્વની શુદ્ધતા અને વિકાસ માટે અત્યંત જાગૃત હતા.[૨][૩]
યુદ્ધ તાલીમ
[ફેરફાર કરો]5000 વર્ષથી અશ્વનો ઉપયોગ યુદ્ધ માટે થાય છે. યુરેશીયામાં ૪૦૦૦ ઇ.સ. પુર્વમાં અશ્વનો ઉપયોગ યુદ્ધ માટે થતો. પ્રાચીન સમયમાં કાઠીયાવાડી અશ્વનો ઉપયોગ કાઠી ક્ષત્રિયો યુદ્ધ માટે કરતા.[૪] યુદ્ધ માટે અશ્વને ખાસ તાલીમ આપવામા આવતી. અશ્વ ની કનોટી (કાન) પાસે કાઠો ક્ષત્રિયો એક ટુંકીવાઘ (લગામ) રાખતા જેને “શંખવાઘ” કહેવાય. આ વાઘ નો ઉપયોગ ભાગ્યે જ કરાતો. જ્યારે દુશ્મન આગળ ભાગતો હોય પોતાના અશ્વ સાથે ત્યારે તેનો ભેટો કરવા માટે આ શંખવાઘ નો ઉપયોગ થતો. શંખવાઘ પકડીએ એટલે સવારને અશ્વની ડોક સાથે થઇ જવુ પડે જેથી અશ્વને વેગ પકડવામાં અનુકુળતા રહે. આ શંખવાઘના ઇશારાથી ઘોડી તોપ ના ગોળાની જેમ છુટે. કાઠીઓ લગામના ઇશારાથી ઘોડાને બે પગે જાડ (ઉભા થવુ) થવાની તાલીમ આપતા. લગામ ના ઇશારા થી ઘોડો બે પગે જાડ થઇ ને પાંચસાત ડગલા આગળ ચાલે જાણે હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડવા હોય તેમ બે પગે જાડ થાય. આ તાલીમ કારણે મહારાણા પ્રતાપના ચેતકે હાથીના કુંભાથળ ઉપર ડાબા માંડયા હતા, અને આજ તાલીમ ના કારણે કાઠી હાદા ખુમાણના બાવળાએ વજેસીંહજીના હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડયા હતા.[૫] પાછળ દુશ્મન આવતા હોય તેને સામે લેવા માટે લગામનો ઇશારો કરે એટલે ઘોડી બે પગે જાડ થઇને પાછલા એક પગે અડધું ચક્કર ફરે એટલે ઘોડી પાછળ આવતા દુશ્મનની સામે થય જાય. વાંદરી જેમ ચારે પગે ઉછળતી ચાલે તેમજ ઘોડી ને ચારે પગે કુદાવતી ચલાવી હોય તો ઘોડીની બન્ને વાઘ પકડી ને ઇશારો કરતાં ઘોડી ચારે પગે કુદતા વાંદરાની જેમ કુદતી કુદતી ઠેકડા મારે આને “લંગુરી” લેવડાવી કહેવાય.[૬] લગામ ખેંચતા અને પછી લગામ પોચી મુકીને એડી મારતા ઘોડી બે પગે જાડ થાય અને જાણે પાંખ આવી હોઇ તેમ ઉછળે છે, આને “ઘોડી ની ઉડાન” કહેવાય. યુદ્ધમાં જ્યારે દુશ્મન તલવાર કે ભાલાનો ઘા કરે ત્યારે એ ઘા ચુકવવો હોય તો ઘોડી ના ગોઢણ ઉપર જરા એડી મારતા ઘોડી ગોઢણભેર થય જાય અને દુશ્મન ઘા ચુકી જાય. જ્યારે વજેસીંહજીએ હાથીની અંબાડી ઉપરથી કાઠી દરબાર હાદા ખુમાણ ઉપર સાંગનો ઘા કરયો હતો ત્યારે હાદા ખુમાણે પોતાના બાવળા ના આગલા પગે ભાલા ની બુટીથી ઇશારો કર્યો ત્યારે બાવળો ઘોડો ગોઢણભેર થઇ ગયો અને વજેસીંહનુ નીશાન ખાલી ગયું અને સાંગ જમીન માં ખુંપી ગઇ.પાછળ.[૫] આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી ના પેટમાં બે ય પગની એડી અડાડતાં ઘોડી પાછલા પગે કુદીને પુરા જોરથી આવતા અસવાર ને જુડ(પાટુ) મારે છે. આને “ટીટોડ” કહેવાય. ટીટોડ વખતે મોળા અસવાર પડી પણ જાય.[૭][૬][૮]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Sa'adat Yar Khan (૧૯૧૧). Faras-nama-e Rangin.
- ↑ ગુજરાત ના કાઠીયાવાડી અશ્વો.
- ↑ Bombay Gazetteer, Kathiyawad. ૧૮૮૦.
- ↑ "૬". OUTLAWS OF KATHIAWAR. પૃષ્ઠ ૫૫-૬૧. ISBN 9781314298505.
- ↑ ૫.૦ ૫.૧ સુરગભાઇ વરૂ. ભલ ઘોડા વલ વંકડા; જયમલ્લ પરમાર. પૃષ્ઠ ૨૯-૩૪.
- ↑ ૬.૦ ૬.૧ ડૉ. પ્રફુલ્લબેન રાવલ. ગુજરાતના કાઠીયાવાડી અશ્વ. પૃષ્ઠ ૧૪૯-૧૬૧. ISBN 978-93-5108-450-1.
- ↑ સુરગભાઇ વરૂ. ભલ ઘોડા વલ વંકડા; જયમલ્લ પરમાર. પૃષ્ઠ ૭૮-૮૧.
- ↑ https://www.facebook.com/kathiyawadihorse/posts/584171775088868:0
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |