કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય
कामेश्वर सिंह दरभंगा संस्कृत विश्वविद्यालय | |
પ્રકાર | સાર્વજનિક |
---|---|
સ્થાપના | 1961 |
કુલપતિ | શ્રી રામનાથ કોવિન્દ |
ઉપકુલપતિ | શ્રી દેવ નારાયણ ઝા |
સ્થાન | દરભંગા બિહાર, ભારત, ભારત |
કેમ્પસ | શહેરી વિસ્તાર |
જોડાણો | યુજીસી |
વેબસાઇટ | ksdsu |
કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય બિહાર ખાતે આવેલ એક વિશ્વવિદ્યાલય છે. તેની સ્થાપના ૨૬મી જાન્યુઆરી ૧૯૬૧ના રોજ કરવામાં આવી હતી. દરભંગાના દાનવ્ગીર રાજા કામેશ્વરસિંહની યાદને તાજી રાખવા માટે આ વિશ્વવિદ્યાલયનું નામ તેમની સાથે જોડવામાં આવ્યું છે. આ યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત એક્ વિશ્વવિદ્યાલય છે અને ઍસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીની સદસ્યતા ધરાવે છે. આ બિહાર રાજ્યમાં સૌપ્રથમ અને ભારતમાં દ્રિતિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં સ્નાતકોત્તર (આચાર્ય)ના અધ્યયનની સાથે-સાથે સંસ્કૃત વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં શોધ કાર્યની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં શિક્ષાશાસ્ત્રી (B. Ed.)ના અધ્યયનની પણ વ્યવસ્થા છે. આ વિશ્વવિદ્યાલયની સાથે ૩૧ શાસ્ત્રી સ્તરના મહાવિદ્યાલય અને ૧૫ ઉપશાસ્ત્રીસ્તરના મહાવિદ્યાલય સંકળાયેલા છે. આ ઉપરાંત કેટલાક નોનગ્રાન્ટેડ સંસ્કૃત વિદ્યાલય પણ આની સાથે જોડાયેલા છે.
શૈક્ષણિક વિભાગો
[ફેરફાર કરો]વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં શૈક્ષણિક વિભાગોના નામ નીચે મુજબ છે:-
- - સ્નાતકોત્તર વ્યાકરણ વિભાગ
- - સ્નાતકોત્તર સાહિત્ય વિભાગ
- - સ્નાતકોત્તર જ્યોતિષ વિભાગ
- - સ્નાતકોત્તર વેદ વિભાગ
- - સ્નાતકોત્તર દર્શન વિભાગ
- - સ્નાતકોત્તર ધર્મશાસ્ત્ર વિભાગ
- - શિક્ષાશાસ્ત્ર વિભાગ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |