કિરિબાતીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કિરિબાતી
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોજુલાઈ ૧૨, ૧૯૭૯
રચનાલાલ અને ભૂરા આડા પટ્ટા જેમાં લાલ પટ્ટા પર સોનેરી રંગનું ફ્રિગેટ પક્ષી અને સૂર્ય જ્યારે ભૂરા પટ્ટા પર ત્રણ સફેદ પટ્ટીઓ

કિરિબાતીનો રાષ્ટ્રધ્વજ ઉપરના ભાગમાં લાલ છે અને તેમાં સોનેરી રંગનું ફ્રિગેટબર્ડ સૂર્ય પરથી ઉડતું દેખાય છે. નીચેનો ભાગ ભૂરા રંગનો છે અને તેમાં સફેદ રંગની ત્રણ પટ્ટીઓ આવેલી છે જે મહાસાગર અને ત્રણ ટાપુસમુહોનું પ્રતિક છે. સૂર્યમાંથી નીકળતા ૧૭ કિરણો ૧૬ ગિલબર્ટ ટાપુઓ અને એક બાનાબા ટાપુનું પ્રતિક છે.

૧૯૭૯માં આઝાદી મળવાના ટૂંક સમય પહેલાં જ રાષ્ટ્રધ્વજને પસંદ કરવા માટે એક હરિફાઈ યોજવામાં આવી હતી. શરૂઆતમાં નક્કી કરાયેલ આકૃતિમાં થોડો ફેરફાર કરી અને પક્ષી તેમજ સૂર્યનું કદ વધારવામાં આવ્યું. ભૂરા રંગ અને મોજાં આકારની પટ્ટીઓની પહોળાઈ ઘટાડવામાં આવી. જોકે સ્થાનિક લોકો મૂળ આકૃતિને જ પ્રાધાન્ય આપવા માગણી કરવા લાગ્યા જેમાં ઉપર અને નીચેના ભાગ સમાન કદના હતા. નવો ધ્વજ પાટનગર તારાવા ખાતે આઝાદ દિન જુલાઈ ૧૨, ૧૯૭૯ના રોજ ફરકાવવામાં આવ્યો.

ફ્રિગેટ પક્ષી સમુદ્ર, સત્તા, આઝાદી અને કિરિબાતીના સાંસ્કૃતિક નૃત્યનું પ્રતિક ગણાય છે. સૂર્ય કિરિબાતીની વિષુવવૃત્ત નજીકનું સ્થાન દર્શાવે છે.