કીર્તિ આઝાદ
દેખાવ
કીર્તિ આઝાદ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તેઓ ધીમી ગતિના દડાબાજ હોવા ઉપરાંત પાછલા ક્રમે આવી જોરદાર બેટીંગ પણ કરતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચૂક્યા છે.
તેઓ ૧૯૮૩ના વિશ્વકપમાં કપિલ દેવનાં સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.