લખાણ પર જાઓ

કુંભલગઢ

વિકિપીડિયામાંથી
કુંભલગઢ
કુંભલગઢ
પ્રકારFortress
સ્થાનરાજસમંદ જિલ્લો, રાજસ્થાન, ભારત
અક્ષાંસ-રેખાંશCoordinates: 25°8′56″N 73°34′49″E / 25.14889°N 73.58028°E / 25.14889; 73.58028
વિસ્તાર268 ha (1.03 sq mi)
બંધાયેલ૧૫મી સદી
પ્રકારસાંસ્કૃતિક
માપદંડii, iii
યાદીમાં ઉમેરેલ૨૦૧૩(૩૬મું સત્ર))
ભાગ છેપર્વતીય કિલ્લો
સંદર્ભ ક્રમાંક247
દેશ ભારત
વિસ્તારદક્ષિણ એશિયા
કુંભલગઢ is located in રાજસ્થાન
કુંભલગઢ
Location of કુંભલગઢ in રાજસ્થાન
કુંભલગઢ is located in India
કુંભલગઢ
કુંભલગઢ (India)
કુંભલગઢ કિલ્લો

કુંભલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં આવેલો છે.

આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભાએ આ ગઢનું બાંધકામ ઇ.સ. ૧૪૪૩ માં શરૂ કરી અને ઇ.સ.૧૪૫૮ માં પૂર્ણ કર્યું હતું.[] આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢનો દુર્ગ માઇલો દૂરથી દેખાય છે. આ કિલ્લાની આસપાસ (ચોપાસ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ ૩૬ કિ.મી. જેટલી થાય છે. આ દિવાલની પહોળાઇ આશરે ૧૫ ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદલમહેલ, કુંભમહેલ, આશરે ૩૬૦ જેટલા મંદિરો (જેમાં ૩૦૦ જેટલા જૈનમંદિરો છે), બાગબગીચા અને પાણીપૂરવઠાની વ્યવસ્થા છે.

રાજસ્થાન રાજ્યના રાજસ્થાન પ્રવાસન વિભાગ તરફથી ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ (લાઇટ એન્ડ સાઉન્ડ શૉ) તૈયાર કરવામાં આવ્યો છે, જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Incredible India | Kumbhalgarh". www.incredibleindia.org. મેળવેલ 2021-10-29.