કૃત્રિમ વરસાદ

વિકિપીડિયામાંથી

કુત્રિમ વરસાદ એ માનવ દ્વારા ચોક્કસ પ્રક્રિયાઓ કરી પાડવામાં આવતો વરસાદ. વર્તમાન પ્રદુષિત વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવાં પરિબળોને કારણે વરસાદ પડતો નથી અથવા ઓછો પડે છે, પરિણામે દુકાળની પરિસ્થિતિ ઉભી થાય છે. આ કારણસર હાલના વૈજ્ઞાનિકોએ અનેક સંશોધન કરી આ રસ્તો કાઢ્યો છે.

આ પ્રક્રિયામાં આકાશમાં થોડા વાદળનું હોવું જરૂરી છે. આ વાદળ પર સૂકો બરફ (Dry ice) અથવા સિલ્વર આયોડાઈડ (Silver iodide) અથવા સિલ્વર નાઈટ્રેટનો છંટકાવ કરવામાં આવે છે, આથી ઠરી ગયેલા વાદળનું વિભાજન થઈ અને વરસાદ પડે છે. આ પ્રક્રિયાની સરળ રીત પણ શોધી કાઢવામાં આવી છે, તે મુજબ સિલ્વર નાઈટ્રેટને વાયુ સ્વરૂપમાં ફેરવી, તેને આકાશમાં વાદળ ઉપર મુક્ત કરવાથી તે વાદળનું વિઘટન થાય છે અને વરસાદ પડે છે.

સૌપ્રથમ વાર સંશોધન કરી ખેતીને ઉપયોગી એવો આ સફળ પ્રયોગ અમેરિકાના વિન્સેન્ટ શેફર (Vincent Joseph Schaefer) નામના વૈજ્ઞાનિકે કર્યો હતો.