લખાણ પર જાઓ

કૃષિ ઈજનેરી

વિકિપીડિયામાંથી
આધુનિક ટ્રેક્ટર

કૃષિ ઉત્પાદન તેમ જ પ્રસંસ્કરણના માટે પ્રયુક્ત ઇજનેરીને કૃષિ ઈજનેરી કહેવામાં આવે છે. આ માટે પશુ જીવવિજ્ઞાન, વનસ્પતિ જીવવિજ્ઞાન , યાંત્રિક ઈજનેરી, બાંધકામ ઈજનેરી, જનીન ઈજનેરી તથા રસાયણ ઈજનેરી વગેરે શાખાઓ મળીને કામ કરે છે.

પહેલાંના જમાનામાં હળ, દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, ગાડું, ધારિયું, કુહાડી, ત્રિકમ, પરાઈ જેવાં ટાંચા અને સીધાસાદાં સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું, પરંતુ હવે એમાં આધુનિક ઉપકરણોએ પગપેસારો કર્યો છે. જે પૈકી ટ્રેક્ટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવાં અત્યાધુનિક ઉપકરણો પણ દેખાવા લાગ્યાં છે.આ સિવાય રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો, સીડલેસ ફળો, જંતુનાશક દવાઓ, ગ્રીન હાઉસ વગેરે પણ કૃષિ ઈજનેરીને જ આભારી છે.

કેટલીક આધુનીક કૃષિ ઈજનેરી પધ્ધતીઓ

[ફેરફાર કરો]
ગ્રીન હાઉસ
[ફેરફાર કરો]
ગ્રીનહાઉસ

ગ્રીન હાઉસ એ કાચ અથવા પ્લાષ્ટીક થી બનાવેલુ એક ઘર જેવું માળખું હોય છે જેમાં નિયંત્રીત તાપમાનં અનેં વાતાવરણ માં ખેતી કરવામાં આવે છે. જેવીકે મશરૂમ નીં ખેતી, વિવિધ ફુલોનીં ખેતી વગેરે.

ડ્રિપ એરીગેશન
[ફેરફાર કરો]

ડ્રિપ એરીગેશન ની પધ્ધતીનો ઉપયોગ ખાસ કરીને સુકા અથવા અર્ધસુકા વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં ખેતરમા ઉગાડેલા પાકોના ચાસ ને સમાંતર પાણીનાં નાના ફુવારા અથવા કાણાવાળી પાઇપ ગોઠવવામાં આવે છે. જેમાં થી પાણીનેં નીંયત્રીત માત્રામાં છોડવામાં આવે છે. જેથી પાકમાં યોગ્ય માત્રામાં ભેજ મળે છે. તથા પાણીંની પણ બચત થાય છે. આ આધુનીક ખેત પધ્ધતી થી આજે સુકા રેતાળ પ્રદેશોમાં પણ હરીયાળી ક્રાંતી આવી છે.
આધુનીક સમયમાં ડ્રિપ એરીગેશન ની શરુવાત અફઘાનીસ્તાન માં ઇ.સ્.૧૮૬૬ થી થઇ હતી.શરુઆતમાં તો ધાતુ ની પાઇપો નો ઉપયોગ થતો હતો જે પ્રમાણમાં ખર્ચાળ અને અગવળ ભર્યુ હતું, પણ પછીથી પ્લાષ્ટીક ની શોધ થતા ફ્કેક્સીબલ પાઇપ અને ફુવારાનોં ઉપયોગ થવા લાગ્યો છે. દુનીયાના અન્ય દેશોની જેમ હવે ભારતમાં પણ તેનું ચલણ વધ્યુ છે. કારણકે તેમાં મજુરી નહીવત છે અને ખેતી માટે ઓછા પાણીં થી પણ બારેમાસ ખેતી કરી શકાય છે.

બાહય કડીઓ

[ફેરફાર કરો]