કેન્યાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કેન્યા
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોડિસેમ્બર ૧૨, ૧૯૬૩
રચનાકાળો, સફેદ, લાલ અને લીલા રંગના આડા પટ્ટા તથા કેન્દ્રમાં મસાઈ ઢાલ અને બે ભાલા

કેન્યાનો રાષ્ટ્રધ્વજ સત્તાવાર રીતે ડિસેમ્બર ૧૨, ૧૯૬૩ના રોજ અપનાવાયો હતો.

પ્રતિક[ફેરફાર કરો]

કેન્યાનો ધ્વજ કેન્યા આફ્રિકાના દેશોના સંગઠન પર આધારિત છે. કાળો રંગ કેન્યાની પ્રજાનું પ્રતિક છે, લાલ રંગ આઝાદીની લડાઈમાં વહેલા રક્તનું અને લીલો રંગ દેશના કુદરતી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ પટ્ટીઓ પાછળથી ઉમેરવામાં આવી અને તે શાંતિ અને પ્રમાણિકતાનું પ્રતિક છે. સાંસ્કૃતિક કાળી, સફેદ અને લાલ મસાઈ ઢાલ અને બે ભાલા અગાઉ ઉલ્લેખિત તમામ વસ્તુઓના રક્ષણનું પ્રતિક છે.

આકૃતિ[ફેરફાર કરો]

ધ્વજની ડિઝાઈન

કેન્યાના રાષ્ટ્રિય દફતરે ધ્વજના રંગો નક્કી કર્યા છે.

કાળો લાલ લીલો
British Standard Colours Post office red 0-006 0-010

ઈતિહાસ[ફેરફાર કરો]

કેન્યાનો ધ્વજ કેન્યા આફ્રિકન નેશનલ યુનિયન નામના રાજકીય પક્ષના ધ્વજ પરથી બનેલ છે. તે પક્ષે કેન્યાના આઝાદીના જંગમાં સિંહફાળો આપેલ છે. કેન્યાના ધ્વજના રંગો જેના પ્રતિક ગણાય છે તે સમગ્ર આફ્રિકાના રંગોના ભાવાર્થ સાથે મળતા આવે છે. જે રંગો ૧૯૨૦ની તમામા આફ્રિકી રાષ્ટ્રોની પરિષદમાં નક્કી કરાયા હતા.[૧]

અન્ય ધ્વજો સાથે સરખામણી[ફેરફાર કરો]

માલાવીનો રાષ્ટ્રધ્વજ પણ સરખામણી કરી શકાય તેવો છે.

સુદાનનો રાષ્ટ્રધ્વજ કેન્યાના રાષ્ટ્રધ્વજ સાથે મળતો આવે છે. તેના રંગોના આડા પટ્ટા મળતા આવે છે અને તેની જેમ સમગ્ર આફ્રિકાના રંગોના પ્રતિકાત્મ સરખામણી પણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

Source: Kenyan Flag સંગ્રહિત ૨૦૦૭-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન at Get Kenya Online. Accessed 6 August 2006.
Source: Flag Specifications સંગ્રહિત ૨૦૦૬-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન at Kenya National Archives. Accessed 16 Feb 2006.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]