કોંગોનું ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કોંગોનું ગણતંત્ર
Flag of the Republic of the Congo.svg
પ્રમાણમાપ ૨:૩
અપનાવ્યો સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯
જૂન ૧૦, ૧૯૯૧ના રોજ ફરીથી માન્યતા મળી(Re-adopted on June 10, 1991)
ડિઝાઈન પીળા રંગનો વિકર્ણ જેના ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે લાલ રંગ

કોંગોનો હાલનો ધ્વજ ફ્રાન્સ પાસેથી આઝાદી મળ્યા બાદ ઈ.સ. ૧૯૫૯માં લાગુ કરાયો હતો જે ઈ.સ. ૧૯૭૦ સુધી માન્ય રહ્યો હતો ત્યારબાદ સરકાર બદલાતાં તેણે ધ્વજ બદલી નાખેલ. ઈ.સ. ૧૯૯૧માં ફરીથી લોકશાહી સ્થપાતાં ફરીથી મૂળ ધ્વજ માન્ય કરાયો હતો.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

સત્તાવાર રીતે લીલો રંગ દેશની ખેતી અને જંગલોનું, પીળો રંગ કોંગોના લોકોની મિત્રતા અને ખાનદાનીનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ રંગની કોઈ સત્તાવાર મતલબ નથી અપાયો. લીલો, પીળો અને લાલ એ આફ્રિકા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે.