લખાણ પર જાઓ

કોલોસીયમ

વિકિપીડિયામાંથી
કોલોસીયમ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

કોલોસીયમ કે રોમન કોલીસીયમ, જેને શરૂઆતમાં ફ્લેવીયન ઍમ્ફીથિએટર (Latin: Amphitheatrum Flavium, Italian Anfiteatro Flavio or Colosseo), કહેવાતું તે ઇટાલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમિ કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે.

રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચાલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં.[] તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.

૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા,[] ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર (યુદ્ધબાજીઓ) અને જનપ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધો, પ્રાણીઓનો યુદ્ધો, ફાંસીની સજા, પ્રસિદ્ધ યુદ્ધોની પુન:પ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્યયુગ સુધી આનો ઉપયોગ મનોરંજન માટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેઠાણ, કાર્યશાળા, કારખાના, ધર્મશાળા, કિલ્લો, ખાણ અને ખ્રિસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો. એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટલાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.[][]

ધરતીકંપ અને પત્થર ચોરોને લીધે આજે ૨૧મી સદીમાં આ એક અર્ધખંડેર અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે રોમના સામ્રાજ્યવાદ અને ધરતીકંપ વિરોધી બાંધકામમાં તેમની મહારતનું ચિહ્ન બની રહ્યો છે. આજે રોમનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે અને રોમન કેથોલિક ચર્ચ સાથે નજીકથી સંકળાયેલ છે. દર ગુડ ફ્રાઈડેના પોપની આગેવાનીમાં એક સ્ટેશન ઓફ ધ ક્રોસ કે વે ઓફ ધ ક્રોસ નામનું મશાલ સરઘસ કોલોસીયમ સુધી કાઢવામાં આવે છે.[]

કોલોસીયમ ઈટલી દ્વારા કાઢવામાં આવેલ ૫ સેંટના સિક્કાઓ પર પણ જોઈ શકાય છે.

કોલોસીયમનું મૂળ લેટીન નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ હતું પણ તેનું અંગ્રેજીકરણ થઈ તે ફ્લેવીયન એમ્ફીથીએટર બની ગયું. તેનું બાંધકામ ફ્લેવિયન વંશના રાજાઓ દ્વારા કરાવાયું આથી સમ્રાટ નીરોના નામ પરથી તેનું નામ પડ્યું.[]

આ નામ આધુનિક અંગ્રેજીમાં સારું એવું વપરાય છે પણ સામાન્ય રીતે તે અજાણ્યું છે. પુરાતનકાળમાં રોમન લોકો આને તેના બિનકાયદેસરના નામ એમ્ફીથિએટ્રમ સીઝેરીયમ તરીકે બોલાવતાં હોયૢ જે એક સંપૂર્ણ રીતે કાવ્યાતીત જ હોય.[][] માત્ર આ કોલોસીયમનું જ તે નામ હોય તે જરૂરી નથી. કોલોસીયમ ના નિર્માતા વૅવૅસ્પેસિઅન અને ટાઈટસે આજ નામનું એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ પુઝોલીમાં પણ બનાવડાવ્યું હતું. []

લાંબા સમયથી એમ મનાય છે કે કોલોસીયમ આ નામ તેની બાજુમાં આવેલાં કોલોસસ ઓફ નીરો એટલેકે નીરોના મોટું પુતળું પરથી પડ્યું છે (કોલોસલ અર્થાત મોટું પુતળું)[] નીરોના અનુગામીઓ દ્વારા આ પુતળાને ફરીથી ઓગાળીને તેને હીલીઓસ (સોલ) કે અપોલો (ગ્રીક પુરાણોના સૂર્યદેવ) ના રૂપે પાછળ સૂર્ય મુગટ સહિત સ્થપાયો. નીરોનું માથું ત્યાર બાદ તેના અનુગામી રાજા ઓના માથા સાથે બદલાતું રહ્યું. તેની નાસ્તિકતા સંબંધી બદનામી છતાં આ પુતળું મધ્યયુગમાં ટકી રહ્યું અને તેમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું રહ્યું. રોમના અમર અસ્તિત્વનો પુરાવો આપ્તું તે ચિન્હ બની રહ્યું.

૮મી સદીમાં વેનેરેબલ બીડીએ (ઈ.સ. ૬૭૨-૭૩૫) આ પુતળાના મહત્ત્વની ગાથા વર્ણવતી એક ટચુકડી કવિતા રચી. ક્વોંડીયુ સ્ટાબીટ કોલીસીયસ, સ્ટાબીટ એટ રોમા; ક્વોંડો કેડિટ કોલીસિયસ, કેડેટ એટ રોમા; ક્વોંડો કેડિટ રોમા ,કેડેટ એટ મુંડુસ ("જ્યાં સુધી કોલોસસ રહેશે ત્યાં સુધી રોઅમ રહેશે, જ્યારે કોલોસસ પડશે, પડશે રોમ ત્યારે;જ્યારે પડશે રોમ પડશે દુનિયા ત્યારે").[૧૦] હમેંશા આનું ખોટું ભાષાંતર કોલોસિયસ ને બદલે કોલોસિયમના સંદર્ભમાં થાય છે (જેમકે, દા.ત., જ્યોર્જ બાયરોનଓ]ની કવિતા ચાઈલ્ડ હૅરોલ્ડૅસ્ પિલિગ્રીમેજ બાળ હેરોલ્ડની જાત્રા). તદુપરાંત, જે સમયે બીડીએ લખ્યું ધ નરજાતિઅક નામ ફ્લેવીઅન ઍમ્ફીથિએટર ને બદલે કોલીસીયસ ના પુતળાને અપાયું.

છેવટ કોલોસીયસ પડ્યો મોટે ભાગે તેમાં વપરાયેલા કાંસાને ગાળીને ફરી ઉપયોગમાં લેવા માટે. ઈ.સ. ૧૦૦૦ દરમ્યાન "કોલોસીયમ" આ નામ એમ્ફી થીએટર માટે નાન્યતર જાતિમાં લેવાનુ પ્રચલિત થઈ ગયું. લોકમાનસ પરથી તે પૂતળું તો ભૂલાઈ ગયું હતું કોલોસીયમ અને ટેમ્પલ ઑફ વિનસ એન્ડ રોમા (વિનસ (શુક્ર) અને રોમાનું મંદિર)ની વચ્ચે તેનો આધારનો ઓટલો જ હવે રહ્યો છે. [૧૧]

મધ્યયુગમાં આ નામનું ફરી વધુ અપભ્રંશ થઈ કોલીસિયમ થી ગયું. ઈટલીમાં હજી પણ તે ઈલ કોલોસીઓ અને અન્ય રોમની ભાષાઓમાં તે તેવા જ કઈંક રૂપે લે કોલેસી(French), એલ કોલીસીઓ el Coliseo (Spanish) and ઓ કોલીસીઉ o Coliseu (Portuguese) ઓળખાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રાચીન

[ફેરફાર કરો]
રોમન શાસન દરમ્યાન રોમનો નક્શો, કોલોસીયમ ઉપર તરફ જમણી બાજુએ

કોલોસીયમ નું બાંધકામ ઈ.સ. ૭૦-૭૨ની આજુબાજુ સમ્રાટૅ વેસ્પાસિયનના શાસનામાં શરૂ થયું. આ માટે સીલીયન ટેકરી એસ્ક્વીલાઈન ટેકરી અને પૅલાટાઈન ટેકરી વચ્ચે આવેલી નીચાણ વાળી સપાટ ભૂમિની પસંદગી કરાઈ જેની વચ્ચેથી ઝરણા રૂપે નહેર વહેતી હતી. બીજી સદી સુધી આ ક્ષેત્રમાં ગીચ વસ્તી વસી ગઈ હતી. ઈ.સ. ૬૪ની રોમના મહા દવાનળમાં આ ક્ષેત્ર સપાટ થી ગયં અને ત્યાર બદ નીરોએ ત્યાંના ઘણાં મોટા ક્ષેત્ર પર પોતાના નિજી ઉપયોગ માટે કબજો જમાવી લીધો. ત્યાં તેણે વૈભવી ડોમસ ઑરીઆ(સુવર્ણ નિવાસ) બનાવડાવ્યું જેની સામે તેણે એક માનવ સર્જીત તળાવ બનાવડાવ્યું જે કલાત્મક મંડપ બગીચાઓ અને છત્તેડીઓથી ઘેરાયેલ હતું. જેએક્વા ક્લૉવ્ડીયા (નીચી નહેર) હતી તેને આગળ લંબાવીને આખા ક્ષેત્રને પાણી પહોંચાડાયું અને ડોમસ ઑરીયાના પ્રવેશ દ્વાર આગળ નીરોનું એક મોટું પુતળું મૂકવામાં આવ્યું.[૧૧]

ભલે કોલોસસને સાચવી રખાયો પણે ડોમસ ઑરીયાને પાડી દેવાયો. તળાવની ભરણી કરી દેવાઈ અને તે જમીન પર એક નવા ફ્લેવીઅન એમ્ફીથિયેટરની યોજના બનાવાઈ. ગ્લેડીએટરી શાળાઓ અને અન્ય સહાયક ઈમારતો પ્રાચીન ડોમસ ઑરીયાની ભૂમિ પર ઊભી કરાઈ. તે ભૂમિ પર મળે આવેલ શિલાલેખ પ્રમાણે “સમ્રાટ વેસ્પાસિયને તેના જનરલ (સેનાપતિ)ના ભાગે આવેલ લૂંટ વાપરીને આ નવી રંગભૂમિ નિર્માણ કરવાનો આદેશ આપ્યો.” આ ઉલ્લેખ ઈ.સ. ૭૦ના યહૂદી વિગ્રહ સામે રોમનોની જીત અને તેમણે તે દરમ્યાન લૂંટેલ વિપુલ સંપત્તિના સંદર્ભે થયો હોવો જોઈએ. આમૢ કોલોસીયમને જીત ઉજવવાની શાનદાર રોમન પરંપરાના એક વિજય સ્મારક તરીકે માની શકાય.[૧૧] નીરોના તળાવના સ્થાને જ કોલોસીયમ બાંધવાનો વેસ્પાસિયનનો નિર્ણય નીરોએ છીનવી લીધેલ શહેરની જનતાની વસ્તુ જનતાને પરત કરી શહેરના લોકોમાં પ્રિય બનવા માટેનો પણ ઉદ્દેશ્ય હોઈ શકે. અન્ય કોલોસીયમ જે સામાન્ય રીતે શહેરથી બહાર બાંધવામાં આવતાં તેથી વિપરીત આ કોલોસીયમ શહેરની મધ્યમાં બનેલું હતું. આમ તે અક્ષરસ૰ અને સાંકેતિક એમ બનેં રીતે રોમનું હૃદય બની ગયું.

કોલોસીયમ ના ૩ માળ સુધીનુ બાંધકામ વેસ્પાસિયનના મૃત્યુ ઈ.સ. ૭૯ સુધી થઈ ચૂક્યું હતું. ટોચનો ભાગ અને તેનું ઉદ્દઘાટન તેના પુત્ર ટાઈટસ દ્વારા ૮૦ની સાલમાં કરાયું.[] ડીઓ કૅસીયસ યાદ કરી લખે છે કે ફ્લેવીયન એમ્ફીથીએટરના ઉદ્દઘાટન સમારંભ દરમ્યાન યોજાયેલી રમતમાં જ એકલા ૯૦૦૦ પ્રાણીઓ માર્યા ગયાં હતાં.

આ ઈમારતને નવા સમ્રાટ ડોમિશિયન વેસ્પાસિયનના નાના પુત્રની અગવાઈમાં ફરી નવો ઘાટ આપ્યો. તેણે તેમાં હાયપોજીયમૢ એટલે કે ભૂગર્ભ ભોંયરાઓની હારમાળા બનાવી જેમાં પ્રાણીઓ અને ગુલામોને રાખી શકાય. કોલોસીયમમાં દર્શકોની ક્ષમતા વધારવા માટે તેણે તેમાં ટોચ પર એક ઝરોખો ઉમેરાવ્યો. ડીઓ કૅસીયસના મતે ઈ.પૂ. ૨૧૭માં એક ભયંકર વીજળી પડતાં લગેલી આગમાં કોલોસીયમના ઉપરના સ્તરોમાં આવેલ લાકડાની આંતરીક રચનાઓને ઘણું નુકશાન થયું. તેનું સમારકામ ઈ.પૂ. ૨૪૦ સુધી ન થયું. ત્યાર બાદ ઈ.પૂ. ૨૪૦ૢ ઈ.પૂ. ૨૫૨ અને ફરી ઈ.પૂ. ૩૨૦માં કરવામાં આવ્યું. એક શિલાલેખમાં થીઓડોસીયસ-૨ અને વેલેંટીનીયન-૩ (ઈ.પૂ.૪૨૫-૪૫૦) દ્વારા હાથે ધરાયેલ સમારકામનો ઉલ્લેખ છે. મોટે ભાગે આ સમારકામ ઈ.પૂ. ૪૪૩માં આવેલ મહા ધરતીકંપ પછી થયું હશે. ત્યાર બાદ પણ ઈ.પૂ. ૪૮૪ૢ અને ઈ.પૂ. ૫૦૮માં સમારકામ હાથ ધરાયું. આ રંગભૂમિનો ઉપયોગ છઠ્ઠી સદી સુધી બાજીઓમાટે થતો રહ્યો. ગ્લેડીએટર સ્પર્ધાનો અંતિમ ઉલ્લેખ લગભગ ૪૩૫ની આસપાસ મળે છે. પ્રાણીઓના આખેટ લગભગ ૫૨૩ સુધી ચાલુ રહ્યાં હતાં.[૧૧]

મધ્યયુગ

[ફેરફાર કરો]
મધ્યયુગિન કાળ દરમ્યાન રોમ , કેન્દ્રમાં કોલોસીયમ

મધ્યયુગમાં કોલોસીયમમાં જડમૂળથી ફેરફાર થયો. છઠ્ઠી સદીના અંત સુધીમાં આ ઈમારતમાં એક નાનકડું દેવળ (ચર્ચ) બનાવી દેવાયું હતું. જોકે તેને લીધે આ ઈમારતના ઉપયોગ પર કોઈ ધાર્મિક ઓછાયો પડ્યો ન હતો. રંગભૂમિને દફનભૂમિ બનાવી દેવાઈ હતી. બેસવાની જગ્યા નીચેનું બાંધકામ રહેણાંક કે કાર્યશાળાઓ તરીકે નોંધાયા પ્રમાણે હજી ૧૨મી સદી સુધી ભાડે અપાતું હતું. ઈ.પૂ. ૧૨૦૦ની આજુબાજુ ફ્રૅંગીપૅની કુટુંબે કોલોસીયમ તાબે કરી તેની આજુબાજુ દીવાલ ચણી દીધી અને તે કિલ્લો (મહેલ) તરીકે વપરાવા લાગ્યો.

ઈ.પૂ.૧૩૪૯ના વિનાશી ધરતીકંપમાં કોલોસીયમને મોટું નુકશાન થયું હોવાનું નોંધાયું છેૢ જેમાં તેનો દક્ષિણ તરફનો બહારનો ભાગ તૂટી ગયો. મોટા ભાગના ગબડી પડેલા પથ્થરોનો ઉપયોગ મહેલોૢ રુગ્ણાલયોૢ દેવળો અને રોમની અન્ય ઈમારતો બાંધવા માટે થયો. ૧૪મી સદીના મધ્ય ભાગમાં તેમાંના ધાર્મિક આલયને ઉત્તરી ભાગના ત્રીજા સ્તરે ખસેડાયો અને ૧૯મી સદીની શરૂઆત સુધી તે ત્યાંજ હતો. અન્ય બાંધકામ માટે એમ્ફીથીએટરના આંતરીક ભાગના પથ્થરોને કાઢીને (ચોરીને) તેને ખૂબ નુકશાન પહોંચાડવામાં આવ્યું. આરસના કઠોડાંને બાળીને કળી ચૂનો બનાવવામાં આવતો. [૧૧] પથ્થરના બાંધકામને જકળી રાખતાં કાંસાના ચીપીયાઓને દીવાલમાંથી ખેંચી કઢાયા જેના ચિન્હો ખાડાના અને તિરાડોના રૂપે દેખાય છે.

આધુનિક

[ફેરફાર કરો]
કોલોસીયમનું અંતરિયાળ,રોમ. થોમસ કોલ, ૧૮૩૨. રંગભૂમિની આસપાસ સ્ટેશન ઓફ ક્રોસ અને વનસ્પતિઓ જુઓ આ બંનેને ૧૯મી સદીમાં કાઢી નખાયા.

૧૬મી અને ૧૭મી સદી દરમ્યાન ચર્ચના કારભારીઓએ કોલોસીયમના વેરાન તોતિંગ માળખાનો એક કામનો ઉપયોગ શોધ્યો. પોપ સીક્સટસ-૫ (૧૫૮૫-૧૫૯૦)એ રોમની વેશ્યાઓને કામ મલે તે હેતુથી એક ઊનના કારખાનામાં ફેરવાની યોજના ઘડી. પણ તેનો અકાળે જ અંત આવ્યો. [૧૨] ૧૬૭૧માં કાર્ડિનલ અલ્ટીરીએ તેનો ઉપયોગ સાંઢની લડાઈમાટે કરવા છૂટ આપી. લોકો દ્વારા મોટઓ ઉહાપોહ મચાવાતા આ વિચારને તાબડતોબ પડતો મૂકાયો.

કોલોસીયમ ૧૭૫૭માં, ગીઓવાની બૅતીસ્તા દ્વારા કોતરણી

૧૭૪૯માં પોપ બેનેડીક્ટ ૧૪મા એ જાહેરનામા એવી નીતી અપનાવી કે કોલોસીયમ એ એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જ્યાં શરૂઆતના ખ્રીસ્તીઓ શહીદ થયાં હતાં. તેને કોલોસીયમનો એક પથ્થરની ખાણ તરીકે થતો ઉપયોગ રોક્યો અને તેનો પૅશન ક્રિશ્ચિયાનીટી અભિષેક કરાવી તેમાં સ્ટેશન્સ ઓફ ક્રોસ બેસાડ્યો. આમ તેને રોમનોના અત્યાચાર દ્વારા શહીદ થયેલ ખ્રીસ્તીઓના લોહીથી પવિત્ર થયેલી જાહેર કરાઈ. ત્યાર બાદના પોપોએ કોલોસીયમના સ્થિરીકરણ અને પુન૰નિર્માણનું કામ હાથમાં લીધું. ઈમારતમાં ઊગી નીકળેલ વનસ્પતિ જે તેને વધુ નુકશાન પાડી શકે તેમ હતી તેને ઉખેડી નખાઈ.

ત્રિકોણાકાર ઈંટોના ખૂંટા વાપરીને બાહરી પથ્થરોને ૧૮૦૭ અને ૧૮૨૭માં મજબુતાઈ આપવામાં આવી. ૧૮૩૧ૢ૧૮૪૬ અને ૧૯૩૦માં આંતરીક સમારકામ હાથ ધરાયું. ૧૯૩૦માં બેંટીઓ મુસોલીની ની અગવાઈમાં આ ક્ષેત્રની સંપૂર્ણ ખોદકામ કરી તેના ભૂમિગત ભાગને ખૂલ્લો કરાયો હતો.[૧૧]

૧૯૯૩ અને ૨૦૦૦ની વચ્ચે, બહારની દીવાલના અમુક ભાગની સફાઈ અને સમારકામ હાથ ધરાયું હતું કેમકે વાહન વ્યવહારના આવાગમનને પરિણામે ખૂબ નુકશાન પહોંચ્યું હતું(જમણે

આજે કોલોસીયમ રોમનું સૌથી પ્રખ્યાત ફરવાનું સ્થળ છે અને દર વર્ષે લાખો લોકો તેની મુલકાતે આવે છે. વસ્તી વધારો અને સામાન્ય ઘસારાને લીધે થયેલા નુકશાનને સમારવા ૪૦૦ લાખ ઈટાલીયન લીરા (પૈસા)ના ખર્ચે ૧૯૯૩ અને ૨૦૦૦ની વચ્ચે મોટી યોજના હાથ ધરાઈ હતી. કોલોસીયમ હાલના વર્ષોમાં ફાંસીની સજાની વિરુદ્ધમાં ચાલતી ઝુંબેશનુ પ્રતીક બની ગઈ છે જેને ઈટાલીમાં ૧૯૪૮માં સમાપ્ત કરી દેવાઈ હતી. ૨૦૦૦ની સાલમાં ફાંસીની સજા વિરુદ્ધ કોલોસીયમની સામે એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ત્યાર બાદૢ ફાંસીની સજાના વિરોધના સહયોગના નિશાની રુપેૢ જ્યારે કોઈ ફાઁસીની સજા પામેલાને જીવન દાન અપાય છે ત્યારે કે કોઈ દેશ ફાંસીની સજા સમાપ્ત કરે ત્યારે સામાન્ય રીતે સફેદ રોશની થી પ્રકાશિત કોલોસીયમને સોનેરી રોશનીથી સજાવાય છે,[૧૩] હાલમાં જ્યારે અમેરિકના ન્યુ જર્સી રાજ્યએ ડિસેંબર ૨૦૦૭માં ફાંસીની સજા સમાપ્ત કરી ત્યારે તેને સોનેરી રોશની વડે ચમકાવવામાં આવ્યો હતો. [૧]

Today, the Colosseum is a background to the busy metropolis that is modern Rome.

આંતરીક ભાગની કથડી ગયેલી સ્થિતી અને નબળા ઢાંચાને લીધે તેમાં કોઈ મોટા આયોજનો કરવાનું શક્ય નથી. હંગામી રચના કરીને માત્ર અમુક સો જેટલા માણસોની જ બેઠક વ્યવસ્થા કરી શકાય છે. જોકે કોલોસીયમની બહાર તેને પાર્શ્વભૂમિ તરીકે વાપરા ઘણાં જલસા અને સંગીત સંધ્યાઓ યોજાઈ છે. હાલના વર્ષોમાં જે કલાકારોએ પ્રદર્શન આપ્યું તેમાં રૅ ચાર્લ્સ (મેૢ૨૦૦૦),[૧૪] પૉલ મેક એર્ટની (મે ૨૦૦૩),[૧૫] અને એલ્ટન જ્હોન (સપ્ટેમ્બર ૨૦૦૫).[૧૬]

જુલાઈ ૭, ૨૦૦૭ના દિવસે કોલોસીયમને ન્યૂ ઓપન વર્લ્ડ કોર્પોરેશનના વિશ્વની નવી સાત અજાયબીમાંની એક તરીકે ચૂંટી કઢાયો.

યથાસ્થાન વર્ણન

[ફેરફાર કરો]

બાહ્ય ભાગ

[ફેરફાર કરો]
કોલોસીયમનો બાહરી દેખાવ, ડાબી તરફ બાહરી દિવાલનો અખંડિત ભાગ, જમણી તરફ આંતરીક દિવાલનો અખંડિત ભાગ
કોલોસીયમની અસલની રવેશ
કોલોસીયમ પ્રવેશ દ્વાર ૫૨ , જેના પર રોમન આંકડા હજી પણ દેખાય છે.
લેક્સીકોન દેર ગેસમ્ટેન ટેકનીક (૧૯૦૪)

અન્ય ગ્રીક રંગભૂમિઓ જે ટેકરીની એક બાજુ પર બનાવાતી તેનાથી વિપરીત કોલોસીયમ એક મુક્ત ઈમારત છે. તેનો બાહ્ય આકાર અને આંતરીક આકાર પ્રાચીન સમયની બે રોમન બે રંગભૂમિને પાછળથી જોડીને બનતા આકારની છે તે નક્શામાં ઈંડા આકારની છે જે ૧૮૯મી લાંબી અને ૧૫૬મી પહોળી છે. તેનો આકાર ૬ એકર6 acres (24,000 m2)નો છે. બાહ્ય દિવાલને ઊંચાઈ ૪૮મી છે. તેનો પરિઘ અસલમાં ૫૪૫મી હતો. તેનો કેન્દ્રના મેદાનનો આકાર દીર્ઘ વર્તુળાકાર કે ઈંડાકાર(ઓવલ) છે તે ૨૮૭ ફીટ લાંબો અને ૧૮૦ ફીટ પહોળો છે. જેના પરિઘમાં ૧૫ ફીટ ઊંચી દિવાલ છે જેની ઉપરથી બેઠક શરૂ થાય છે. તેની બહારની દીવાલના ચણતર માટે એક અઁદાજ પ્રમાણે ૧ લાખ ઘન મી. ટ્રાવર્ટાઈન (ચૂનાનો એક પ્રકારનો ખડક જે ગુફાઓ અને ગરમ પાણી ના કુંડ આગળ મળે છેૢ જે સુંદર દેખય છે અને તેનો ઉપયોગ ઈમારતના બાહ્ય ભાગમાં થાય છે.) પથ્થર વપરાયો છે. આ ટ્રાવર્ટાઈન પથ્થરોને ગારો વાપર્યા વગર લોખંડની ચાપો વડે પકડી રખાયાં હતાં આ ચાપનું જ ૩૦ ટન જેટલું થાય. [૧૧] સદીઓના સમયની માર થી તેને ઘનું નુકશાન થયું છે અને ધરતી કંપને કારણે તેનો ઘણો ભાગ તૂટી ગયો છે. ઉત્તર તરહના પરિઘનો ભાગ હજી પણ ઉભો છે; તેમાં વપરાયેલ ત્રિકોણાકાર ઈંટો હમણાં એટલેકે ૧૯મી સદીમાં દીવાલોને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશ્યથી ઉમેરાઈ હતી. આજે આપણને દેખાતી કોલોસીયમ ખરેખર તો કોલોસીયમની આંતરીક દીવાલ છે. બાહ્ય દીવાલનો જે ભાગ આજે હયાત છે તેમાં એકબીજીને ઉપર ત્રણ સ્તરોમાં ગોઠવાયેલ કમાનો છે. જેની ઉપર એક પોડીયમ (ભીંત) છે જેની ઉપર ઉંચી એટીક (ઈમારતનો સૌથી ઉપરનો ભાગૢ છાપરાની સીધો નીચેનો ભાગ) છે. આ બનેંમાં સમાન અંતર પર ભીંતો બનેલ જોવા મળે છે. કમાનકારી ડોરીક ઓર્ડરૢ આયકોનીક ઓર્ડર અને કોરીંથીયન ઓર્ડરના અર્ધ થાંભલાથી બનેલી છે જ્યારે એટીકને કોરીંથીયન પીલાસ્ટર (દીવાલમાંથી ઉપસીને દેખાતો ચોરસ થાંભલો)થી સજાવાઈ છે. [૧૭] બીજા અને ત્રીજા સ્તરની દરેક કમાનમાં પૂતળાં હતાંૢ મોટે ભાગે પુરાતન દંતકથા કે અન્ય દૈવી પ્રતિભાના સન્માનના ઉદ્દેશ્યથી તે મૂકાયેલા હોય.

એટીકની ઉપરના થાંભલાઓ પર કુલ્લે ૨૪૦ કોરબેલ પથ્થર બેસાડેલ હતાં. જેઓ શરૂઆતમાં સંકોચી લેવાય તેવા વેલૅરીયમ તરીકે ઓળખાતા શામિયાણાને આધાર આપતાં. આને લીધે પ્રક્ષકોને તડકોૢ વર્ષાથી રાહત મળતી. આ શામિયાણું દોરડાંથી બનેલ જાળી અને માદરપાટના વસ્ત્રથી બનેલ હતું. જેના કેંદ્રમાં મોટું છીદ્ર હતું. આ શામિયાણું કોલોસીયમના ૨/૩ ભાગને ઢાંકી શક્તું. પ્રેક્ષકોને હવાની અવરજવર રહે માટે તેનો ઢોળાવ કેંન્દ્ર તરફ રહેતો. ખલાસીઓૢ ખાસ કરીને રોમન નૌસેનાના ખલાસીઓ જેમની વડી કચેરી બાજુના મીસેનમમાં આવેલ કાસ્ત્રા મિસેંટીયમમાં હતી તેઓ આ વેલેરીયમના ઉત્ચાલનનું કાર્ય કરતાં.[૧૮]

કોલોસીયમની ઘણી મોટી દર્શક ક્ષમતાને લીધે આટલા મોટા માનવ મહેરામણને ઝડપથી ભરી શકે કે ખાલી કરી શકાય તે આવશ્યક હતું. તે માટે આજના આધુનીક સ્ટેડીયમમાં વપરાતી પ્રણાલીનો જ વાસ્તુકારોએ ઉપયોગ કર્યો હતો. જમીનના સ્તરે કોલોસીયમમં ૮૦ પ્રવેશિકા હતી જેમાંની ૭૬ સામાન્ય જનતા માટે વપરાતી[] દરેક પ્રવેશિકાૢ નિર્ગમ અને દાદરાને ક્રમ અપાયો હતો. ઉત્તરી મુખ્ય પ્રવેશ દ્વાર રોમન સમ્રાટ અને તેના સનદીઓ માટે અનામત રખાયો હતો. અન્ય ત્રણ અક્ષીય દ્વાર ખાસ મહાનુભાવો દ્વારા વપરાતા. તેના ચારે મુખ્ય પ્રવેશ દ્વાર ખૂબ સુંદર રીતે રંગીન સ્ટુકો રીલીફ (ઉપસેલી નક્શી)થી સજેલા હતાં તેના અમુક અવશેષો આજે પણ જોઈ શકાય છે. બાહરની પરિઘની દીવાલ ઢળી પડવાથી મોટા ભાગના બાહ્ય પ્રેવેશ દ્વાર નષ્ટ થઈ ગયાં છે પણ પ્રવેશ દ્વાર XXIII (૨૩)થી LIV (૫૪) હજી પણ છે.[૧૧]

માટીની છીપરના રૂપમાં દર્શકોને ટિકિટ અપાતી હતી જે તેમને બેઠક ક્યાં છે ખંડ અને હરોળની માહીતી આપતું. તેઓ વોમીટોરીયા નામે ઓળખાતા ગલિયારામાં થઈ નીચેથી કે પાછળથી પોતાની બેઠક સુધી પહોંચતા. આ આયોજનને લીધે લોકો કટોકટીના સમયે કે એક અથવા વધુ કાર્યક્રમોના સમયે લોકોને અમુક મિનિટોના સમયમાં જ ત્યાંથી હટાવી શકાતાં. વોમિટોરીયા શભ લેટીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે શીઘ્ર ઉત્સર્જન. અને તેજ શબ્દ પરથી અંગ્રેજીનો ઊલટી માટેનો વોમીટ શબ્દ ઉતરી આવ્યો છે

આંતરીક બેઠક રચના

[ફેરફાર કરો]

આંતરીક બેઠક રચના

[ફેરફાર કરો]
કોલોસીયમની બેઠક રચનાનો આડ છેદ

ભલે આજના અનુમાનો કોલોસિયમની ક્ષમતા ૫૦૦૦૦ આંકતો હોય પણ ૩૫૪ના કોડેક્સ કેલેંડરના હિસાબે કોલોસિયમ ૮૭૦૦૦ પ્રેક્ષકોને સમાવી શકતો હતો. પ્રેક્ષકોને સ્તરીય રચના અનુસાર બેસાડવામાં આવતા હતાં જે રોમન સમાજની જડ વર્ણ વ્યવસ્થા બતાવે છે. કોલોસીયમના ઉત્તર અને દક્ષિણ છેડે ખાસ ઝરુખા હતા જ્યાંથી મેદાનનો સર્વોત્તમ અવલોકન થતું તેમાં રાજા અને વેસ્ટલ વર્જીન બેસતી. તેજ સ્તર પર તેમની આજુબાજુમાં એક પહોળો મંચ હતો તે રોમન સાંસદ વર્ગ માટે હતો. તેમને પોતાની ખુરસી લઈ આવવાની પણ છૂટ હતી. ૫મી સદીના અમુક સાંસદોના નામ આ સ્તરના પથ્થરોમાં કોતરેલા જોવા મળે છે. જે કદાચ તેમના સ્થાન અનામત કરવા માટે હોય.

સાંસદોના સ્તરની ઉપરનો સ્તર ‘’માએનીયમ પ્રાઈમમ’’ તરીકે ઓળખાતો હતો. તે ઉમરાવ વર્ગ માટે હતો. તેની ઉપરના સ્તર પર માએનીયમ સેકંડમ તરીકે ઓળખાતો શરૂઆતમાં તે સામાન્ય રોમ વાસીઓ માટે અનામત હતો.(પ્લેબીયંસ) તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. નીચેનો ભાગ “ઈમમ૝ ધનાઢ્ય લોકો માટે હતો અને તેની ઉપરનો ભાગ ગરીબ લોકોમાટે હતો. અમુક ભાગ અમુક ખાસ જૂથ માટે અનામત હતો જેમકે શિક્ષકો સથેના બાળકો માટે. રજા પરના સૈનિકો માટે. વિદેશી આગંતુકો માટે. લેખકો. સંદેશ વાહકો. સંતો આદિ. પથ્થર (અને પાછળથી આરસની) બેઠકો નાગરિકો અને ઉમરાવ માટે બનેલ હતી. તેઓ મોટે ભાગે પોતાનો તકિયો સાથે લઈ આવતાં. પથ્થર પરની કોતરની પરથી અનામત રખાયેલ જગ્યા ઓળખી શકાતી.

એક અન્ય સ્તર મએનીયમ સેકંડમ ઈન લેગ્નીઈસને ડોમિશનના શાસન કાળ દરમ્યાન સૌથી ઉપર ઉમેરવામાં આવ્યો. આ ભાગ સામાન્ય ગરીબો. ગુલામો અને સ્ત્રીઓ માટે હતો. તેમા યાતો માત્ર ઉભા રહેવાની જ સવલત હતી યાતો ઘણી તીવ્ર ઢાળ પર બાંકડા ગોઠવેલ હતા. અમુક જૂથને કોલોસીયમાં સરવથા પ્રવેશ નિષેધ હતો. જેમાં કબર ખોદનારા. નટ અને પૂર્વના ગ્લેડીયેટર (જેમના દ્વારા મેદાનમાં જબરદસ્તીથી ખતરનાક ખેલો કરાવાતા) શામેલ હતા.[૧૧]

દરેક સ્તરને એક વક્ર માર્ગિકા અને નીચી દિવાલ (પ્રેસીંકશન કે બાલ્ટેઈ)દ્વારા જુદો પડાતો હતો. તેને વળી ક્યુનેઈમાં દાદર અને વોમિટોરીયામાંથી આવતી માર્ગિકા દ્વારા વિભાજીત કરાતા. દરેક બેઠકની હરોળ (૝ગ્રૅડસ૝)ને ક્રમ અપાયેલો હતો. આને લીધે લોકોને તેમની માટે ઠરવાયેલ ચોક્કસ ગ્રૅડસ. ક્યુનીયસ અને ક્રમ પર બેસવામાં મદદ મળતી. [૧૯]

રંગમંચ અને સુરંગીકા

[ફેરફાર કરો]
કોલોસીયમની રંગભૂમિ, અને હાયપોજીયમ. લાકડાની માર્ગિકાએ આધુનિક માળખું છે.
હાયપોજીયમની રચના

રંગભૂમિ પોતે ૮૩મીટર લાંબી અને ૪૮મી પહોળી હતી. [૧૧] તે લાકડાની ફરશ પર રેતી પાથરીને બનાવવામાં આવ્યો હતો.(રેતી માટેનો લેટીન શબ્દ હેરીના કે એરીના છે) જે એક મોટા ભૂગર્ભ ક્ષેત્રની છત હતી. તેને હાયપોજીયમ કહેવાતું (જેનો લેટીનમાં અક્ષરસ૰ અર્થ ભૂગર્ભ થાય). હવે તો કોલોસીયમના રંગભૂમિના મંચના જૂજ અવશેષ બચ્યા છે પણ હાયપોજીયમને આજે પણ પૂર્ણ રીતે જોઈ શકાય છે. રંગ ભૂમિના અખાડાની નીચે બે સ્તરોમાં ગલિયારાની અને બોગદાની અટપટી રચનામાં પ્રાણીઓ અને ગ્લેડીએટરોને મુકાબલા પહેલાં રાખવમાં આવતાં. તેમના અને પાર્શ્વ ભૂમિ નાદેખાવના અખાડામાં શીઘ્ર ઉચ્ચાલન માટે જુદી જુદી આઠ ભૂંગળાઓ બનાવવામાં આવી હતી. હાથી જેવા મહા કાયને ઉપાડવાની રચનાને હેગ્માટા(hegmata) કહેવાતી. તેનીમા તે અલગ વ્યવસ્થા હતી. ઘણાં અવસરે તેનું પુન:નિર્માણ કરાયું હતું. તેના બાર ટપ્પા આસાની થી જોઈ શકાય છે.[૧૧]

હાયપોજીયમ એવી ઘણી સુરંગો સાથે જોડાયેલ હતો જે સીધી કોલોસીયમની બહાર સાથે જોડાયેલ હતી. પ્રાણીઓ અને કલાકારોને આ સુરંગો દ્વારા લાવવામાં આવતાં. પ્રાણીઓ આસપાસના તબેલા થી આવતાં જ્યારે ગ્લેડીએટરોને પૂર્વમાં આવેલા લુડસ મેગ્નસમાં આવેલા તેમના બેરેકમાંથી લવાતાં. રાજા અને વેસ્ટલ વર્જીનને ભીડમાંથી પસારન થવું પડે એ માટે તેમને સારુ અલગ સુરંગો હતી.[૧૧]

ઘણાં યંત્રો પણ હાયપોજીયમામાં ગોઠવેલા હતાં. લીફ્ટ અને ગરગડીઓને રચના પ્રાણીઓના પાંજરા અને પાર્શ્વ ભૂમિ ના દેખાવને ઉપર ખેંચી જતાં. એક દ્રવ ચલીત યંત્રણાના અસ્તીત્વના પુરાવા પણ મળી આવ્યાં છે.[૧૧] અને પ્રાચીન ચિતાર અનુસાર અખાડાને ખૂબ થોડા સ્મયમાં પાણીથી ભરી દેવાની વ્યવસ્થા હતી. કદાચ બાજુમાં આવેલા ઝરણાંથી તે શક્ય હતું.

સહાયક ઈમારતો

[ફેરફાર કરો]
The Colosseum - a view from Colle Oppio

કોલોસીયમ અને તેમાંના કાર્યક્રમોને લીધે આસપાસના ક્ષેત્રોમાં ઘણાં ઉધમોને ફલ્યા ફૂલ્યાં હતાં. આ રંગભૂમિ સિવાય અન્ય ઘણી ઈમારતો અહીંની રમતો ને સહાયક હતી. પૂર્વ તરફ તરતજ લુડસ મેગ્નસના અવશેષ મળે આવે છે જે ગ્લેડીએટરો ની તાલીમશાળા હતી. જે ભૂગર્ભ સુરંગ સાથે કોલોસીયમ સાથે જોડાયેલ હતી. લુડસ મેગ્નસની પોતાની જ એક નાની રંગભૂમિ કે અખાડો હતો જે પણ રોમવાસીઓ માટ એક આકર્ષણ હતું. લુડસ મૅટુટીનસ (સવારની શાળા) જ્યાં પ્રાણીઓ સામે લડનારાને તાલિમ અપાતી. ડેસીયન અને ગૅલીક શાળા પણ આ વિસ્તારમાં જ આવેલી હતી.

તે સિવાય નજીકમાં જ આર્મામેનટ્રીયમ હતી જેમાં શસ્ત્રો સાચવીને રખાતા. સમમ કોરેગીયમ હતી જેમાં યંત્રો સાચવાતા. સેનીટૅરીયમ હતી જેમાં ઈજાગ્રસ્ત ગ્લેડીયેટરને રખાતા.. સ્પોલીઆરીયમ હતી જેમાં મૃત ગ્લેડીએટરોને તેમના સરંજામ કાઢીને ઠેકાણે પાડી દેવાતાં.

કોલોસીયમના પરિઘ પર ૧૮મીટરના અંતરે થાંભલાઓની હરોળ હતી જેમાંના પાંચ પૂર્વમાં હજી જોઈ શકાય છે. તેમના ઉપયોગ વિષે વિવિધ અટકળો કરાય છે. તે કદાચ કોલોસીયમની ધાર્મિક સીમા હોઈ શકે. કે ટિકિટ તપાસની માટે ની બાહરી સીમા હોઈ શકે કે પછી વેલેરીયમ માટેના ટેકા હોઈ શકે.[૧૧]

કોલોસીયમની બાજુમાંજ કોંસંટાઈનની કમાન છે

પોલીસ વર્સો ("થમ્સ ડાઉન ") by જીન-લેઓન ગેરૉમ, ૧૮૭૨

કોલોસીયમનો ઉપયોગ ગ્લેડીએટૅરીય મુકાબલાઓ અને અન્ય મુકાબલાઓના આયોજન માટે થતો હતો. આ ખેલોને ૝મુનેરા” કહેવાતા અને તે મોટે ભાગે સરકાર દ્વારા નહી પણ નીજી વ્યક્તિઓ દ્વારા કરાવાતા. તેની સાથે મજબુત ધાર્મિક અંશ તો જોડાયેલ હતો જ પણ તે પારિવારીક શાનના પ્રદર્શનનું સાધન પણ હતું. ટે સમયની જનતામાં તે ખૂબ પ્રિય પણ હતાં. એક અન્ય પ્રકારનો લોકપ્રિય ખેલ હતો પ્રાણી શિકાર - આખેટ. જેને વેનાટીઓ કહેવાતો. આમાં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનો ઉપયોગ થતો. તેમને ખાસ કરીને આફ્રીકા અને મધ્ય પૂર્વમાંથી આયાત કરાતાં. ગેંડા. જળઘોડા. હાથી. જીરાફ. નામશેષ થયેલ આઓરક્સ. નીલ ગાય. (જંગલી બળદ જેવું પ્રાણી). સિંહ. ચિત્તા. દીપડા. રીંછ. અલીગેટર (ઘડિયાલ). મગર. શહામૃગ આદિ પ્રાણીઓ વાપરવામાં આવતાં. યુદ્ધો અને આખેત પ્રાય૰ ચલિત વૃક્ષો અને એમારતોની પાર્શ્વ ભૂમિ પર ખેલાતાં. ક્યારેક આ ખેલો ઘણા મોટા સ્તરે આયોજવામાં આવતાં. કહેવાય છે કે ત્રાજન નામના રાજા એ ડાસિયા પરની વિજયનો ઉત્સવ મનાવવા જે ખેલ રચ્યો જતેમાં ૧૦૦૦૦ પ્રાણીઓ અને ૧૧૦૦૦ ગ્લેડીએટરોએ ભાગ લીધો હતો. તે ખેલ ૧૨૩ દિવસ ચાલ્યો હતો.

કોલોસીયમના શરુઆતના સમયે પ્રાચીન લેખકોની નોંધ અનુસાર કોલોસીયમ નો ઉપયોગ નૌકાયુદ્ધો માટે પણ થતોજેને નૌમશીયા કે નૅવાલીયા પ્રોએલીયા કહેવાતા. ઈ.સ ૮૦માં ટાઈટસ દ્વારા આયોજેત ઉદ્ઘાટન રમતોમાં કોલોસીયમને પાણીથી ભરીને તેમાં તરવાની ખાસ તાલીમ પામેલા ઘોડા અને બળદોની બતાવ્યાનો ઉલ્લેખ મળે છે. કોરફુ ગ્રીક અને કોર્નીથીયનોની વચ્ચે થયેલ યુદ્ધની પુનર્-રચનાનો ખેલ ખેલાયાનો પણ ઉલ્લેખ મળી આવે છે. જો કે ઇતિહાસકારો વચ્ચે આ એક વિવદનો વિષય છે. ભલે કોલોસીયમમાં પાણીનો પુરવઠો કરવો મુશ્કેલ ન હતો પણ કોલોસીયમ પાણીચુસ્ત કેમ બનાવાયુ હશે. વળી યુદ્ધ નૌકાઓના આવાગમનને સાબિત કરે તેવા કોઈ પુરાવા મળ્યાઁ નથી. કદાચ એમ મનાય છે કે આ લખાણમાં સ્થાન સંબધે કોઈ ચૂક રહી હોય. તેમ લણ મનાય છે કે કોલોસીયમની નીચે શરુઆતમાં એક કેંદ્રીય પાણી ભરતી નહેર હોય (જેને પાછળથી હાયપોજીયમમાં ફેરવી નખાઈ હોય).[૧૧]

સીલ્વી કે પ્રાકૃતિક દ્રશ્યોની પાર્શ્વ ભૂમિ પણ રંગભૂમિ માં રચાતી. કલાકાર અને કારીગરો સાચુકલા ઝાડ આદિને રંગભૂમિની જમીનમાં રોપીને પાર્શ્વ ભૂમિ તૈયાર કરતાં. પ્રેક્ષકોની રુચિમાટે તેમાં પ્રાણીઓ પણ વપરાતાં. શહેરી જનતાને શિકાર વખતના જંગલના વાતાવરણનો ચિતાર આપવા કે પૌરાણીક નાટકમાં ઉપયોગમાં લેવાથી ઝૂંપડીઓ આદિની પાર્શ્વ ભૂમિ તરીકે પણ તે વપરાતાં. આપાર્શ્વ ભૂમિનો ઉપયોગ ક્યારેક મૃત્યૂ દંડની સજામાટે થતો જંગલી પ્રાણીઓ ઘસરડી જવું કે જીવતા બળી અરવા જેવી ભલે બિહામણી હોય પ્ણ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ યોગ્ય એવા ખેલમાટે પણ થતો.

આજે કોલોસીયમ રોમનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે. જેમાં યુરોપીયન યુનિયનના પ્રવાસીને સસ્તાદરે અને ૧૮થી નીચે અને ૬૫થી વધુ વય ધરાવતાં યુરોપીયન યુનિયનનના નાગરિકોને મફત પ્રવાસ મળે છે. [૨૦] હવે ત્યાં એરોસને સમ્ર્પિત એક સઁગ્રહાલય છે જે તેના બીજા માળે છે . રઁગભૂમિના અમુક ભગની ફર્શ ફરી બનાવાઈ છે.

કોલોસીયમ ૨૦મી અને ૨૧મી સદીઓની રોમન કેથોલીક સમાજની અમુક ધાર્મિક વિધિઓનું કેંદ્ર છે. દા.ત. પોપ બેનેડીક્ટ ૧૬મા એ અહીં થી ક્રોસનો આધ્યાત્મીક પથ એટલેકે સ્ટેશન્સ ઑફ ધ ક્રોસ તરીકે ઓળખાતી વિધિ શરૂ કરી. [૨૧][૨૨] ગુડ ફ્રાયડે ના દિવસે.[]

ખ્રીસ્તીઓ અને કોલોસીયમ

[ફેરફાર કરો]
ધ ક્રિસ્ચિયન માર્તીયર્સ લાસ્ટ પ્રેયર્સ, જીન-લેઓન ગેરૉમ (૧૮૮૩).

મધ્ય યુગમાં કોલોસીયમ ચોક્કસ રીતે કોઈ પવિત્ર સ્થાન મનાતું ન હતું. શરુઆતમાં કિલ્લેબંદી અને પાછળથી ખાણ તરીકે તેનો ઉપયોગ બતાવે છે કે તેનું આધ્યાત્મીક મહત્ત્વ કેટલુંક હશે જ્યારે માત્ર શહીદો સાથે જોડાયેલ સ્થળોને જ માન પૂર્વક જોવાતાં. લગભગ ૧૨મી સદી સુધી તેને જાત્રાના સ્થળોની યાદી કે ૧૨મી સદીમાં લખાયેલ રોમના રોચક સ્થળોની યાદી(મિરાબિલિઆ અર્બિસ રોમ) માં તેનું નામ ન હતું. મિરાબિલિઆ અર્બિસ રોમ મુજબ સર્કસ ફ્લેમિનિયસ શહીદોની સમાધિ હતી કોલોસીયમ નહી. આ ઈમારતનો અમુક ભાગમાં ખ્રિસ્તી ધાર્મિક સમુહ પોતાનું કાર્ય કરતી પણ તેની સાથે કોઈ ઐતિહાસિક ધાર્મિક સઁલગ્ન ન હતું.

એમ જણાઈ આવે છે કે ૧૬મી અને ૧૩મી સદીમાં જ કોલોસીયમ એક ખ્રિસ્તી સ્થાન તરીકે ઉપસી આવ્યું. પોપ પિયસ-૫મા(૧૬૫૫-૧૫૭૨)એ એવી સિફારીસ કરી કે જાત્રાળુઓએ સ્મરણ ચિન્હ તરીકે કોલોસીયમની માટી સાથે લઈ જવી કેમેકે તે માટી શહીદોના રક્ત થી રંજીત છે. અમુક સમય સુધી આ વાતની અલ્પ સમર્થકોનું સમર્થન પ્રાપ્ત હતું. આની એક સદી પછી જ્યારે ફીઓરવેંટ માર્ટીનેલીએ ૧૬૫૩માં તેમના પુસ્તક રોમા એક્સ એથ્નીકા સૅક્રામાં શહીદોના સ્મારકના સ્થળોની યાદીમાં કોલોસીયમને સૌથી ઉપર મૂક્યું ત્યારથી તે ઘણું પ્રખ્યાત થયું.

માર્ટીનેલીના પુસ્તકથી લોકઅભિપ્રાય માં દેખીતો ફરક આવ્યો. અમુક સમય પછી કાર્ડીનલ અલ્ટેરીના કોલોસીયમને બળદ લડાઈના અખાડામાં ફેરવવાના સુચન સામે કર્લો ટોમાસ્સીએ ફરફરીયા છપાવીને આ કૃત્યને અપવિત્ર કરનારુ અને વિદ્વંસક ઘણાવ્યું. આ વિવાદના ચલતા પોપ ક્લેમેંટ-૧૦મા એ કોલોસીયમની બહારના વરંડાને બંધ કરાવ્યું અને તેને સ્મારક ઘોષિત કરાવ્યું. જોકે તેમાં આવનારા હજી અમુક સમય માટે ખિદકામ ચાલુ રહ્યું

સેંટ લીઓનાર્દ ઑફ પોર્ટ મૉરિસ ના અનુરોધ પર. પોપ બેનેડિક્ટ ૧૪(૧૭૪૦-૧૭૫૮)માએ કોલોસીયમમાં ચલતા ખોદકામ પર પ્રતિબંધ મુકાવ્યો. અને આ સ્થળની ફરતે સ્ટેશન્સ ઑફ ધ ક્રોસની સ્થાપના કરાવડાવી જે ફેબ્રુઆરી ૧૮૭૪ સુધી રહ્યાં. ૧૭૮૩માં પોતાના મૃત્યુ પહેલાં સેંટ બેનેડિક્ટે જીવનના અમુક અંતિમ વર્ષો ભિક્ષા પર નિર્વાહ કરી કોલોસીયમની દીવાલો વચ્ચે ગાળ્યાં. ૧૯મી સદીના અમુક પોપોએ કોલોસીયમના સમારકામ અને પુનરુત્થાન માટે ભંડોળ આપ્યું. આ રંગભૂમી ને ફરતે અમુક સ્થળોએ ક્રોસ અવેલા છે અને દર ગુડ ફ્રાય ડે ના દિવસે પોપની આગેવાનીમાં વાયા ક્રુસિયસ સરઘસ આ ખુલ્ઈ રઁગ ભૂમી તરફ દોરાય છે.

હરિયાળી

[ફેરફાર કરો]
કોલોસીયમની અંદરની દિવાલ પર ઉગી નીકળેલા છોડવા

કોલોસીયમની એક વિસ્તૃત લેખન બદ્ધ કરેલ વનસ્પતિ શાસ્ત્રનો ઇતિહાસ છે જ્યારથી ડોમેનિકો પૅનારોલીએ પ્રથમ વખત ૧૬૪૩માં તેની વનસ્પતિની યાદી બનાવી. ત્યાર પછી ૬૮૪ પ્રજાતિઓને ત્યાં ઓળખી કાઢવામાં આવી છે. તેની ચરમસીમા ૧૮૭૧માં હતી જ્યારે ૪૨૦ પ્રજાતિ ઓળખી કઢાઈ. ૧૮૭૧માં વનસ્પતિને લીધે ચણતરને થતાં નુકશાન ને કારણે તેને હટાવવાનું સૂચન કરાયું પણ તેને પાચે લવાઈ. [૧૧] અત્યારે ૨૪૨પ્રજાતિ જોઈ શકાય છે અને પૅનારોલીએ પ્રથમ વખત ઓળખેલી વનસ્પતિમાંથી ૨૦૦ બચેલી છે.

વનસ્પતિમાં થયેલી આ વિવિધતા ઘણાં કારકોને આભારી છે જેમકે સદીઓમાં થયેલ વાતાવરણ પરિવર્તન. પક્ષીઓના સ્થળાંતર. ખેલો માટે પ્રાણીઓનું સ્થાનાંતરણ. અને કોલોસીયમ જે પહેલાં શહેરની સીમમાં હતું તેનું શહેરનો મધ્ય ભાગ બની જવું.

મિડિયામાં હાજરી

[ફેરફાર કરો]

પ્રખ્યાત ચિન્હ સ્વરોપ કોલોસીયમનો ઉલ્લેખ ઘણે સ્થળે મળે છે

  • કોલ પોર્ટરના ગીત “ યુ આર ધ ટોપ” એક સંગીત ચિત્રપટ “એનીથીંગ ગોસ”(૧૯૩૪)ની એક કળી “ યુ આર ધ ટોપ. યુ આર ધ કોલોસીયમ”
  • ૧૯૫૩ની ફીલ્મ “રોમન હોલીડે”માં ઘણાં દ્રશ્યોની પાર્શ્વ ભૂમિમાં કોલોસીયમ દેખાય છે.
  • ૧૯૫૪ની ફીલ્મ “ડેમેટ્રીયસ ઍંડ ધ ગ્લેડીએટર્સ”માં સમ્રાટ કૅલીગુલા એક સમયગાળાની ચૂક જેમ ખ્રિસ્તી ડેમેટ્રીયસને કોલોસીયમમાં લડવા કહે છે.
  • ૧૯૭૨ની ફીલ્મ “વે ઑફ ધ ડ્રેગન૝ માં બ્રુસ લી ચક નોરીસ સાથે કોલોસીયમ માં લડે છે.
  • ૨૦૦૦ની રીડલી સ્કોટની ફીલ્મ “ગ્લેડીયેટર”માં કોમ્પ્યુટર ઈમેજીનરીનો ઉપયોગ કરી આખા કોલોસીયમને પુનર્-રચના કરાઈ હતી જેમાં તેની બીજી શતાબ્દીની જાહોજલાલીને જીવીત કરાઈ હતી. ઈમારતની સામાન્ય રજુઆત સામાન્ય રીતે ચોકસાઈ પૂર્વકની છે અને તે હાયપોજીયમની રચનાનો પૂરો ચિતાર આપે છે.
  • ૨૦૦૩ની કાલ્પનીક વિગ્યાનીક ફીલ્મ “ધ કોર” માં રોમની અન્ય ઈમારતો સાથે કોલોસીયમનો એક મહા વિજળીના તોઅફાનથી નાશ થતો દેખાડ્યો છે.
  • ૨૦૦૪માં “અમેરિકાસ્ નેક્સ્ટ ટોપ મોડેલ . સાયકલ ૨” .માં કોલોસીયમમાં સોલસ્ટાઈસ સન ગ્લાસેસ માટે ફોટો શૂટ કર્યું.
  • ૨૦૦૮ની ફીલ્મ “ જમ્પર”માં જમ્પર અને પૅલૅડીયન્સ વચ્ચેનું એક યુદ્ધ કોલોસીયમ પાસે લડાયું હતું.

મનોરંજનના સ્થાન તરીકે પ્રાચીન કાળથી પ્રખ્યાત હોવાથી. ધણી આધુનિક મનોરંજન સ્થળોએ પણ (ખાસ કરીને યુ એસમાં) તે નામ અપનાવ્યું છે.[૨૩]

ઓપ્ટીકલ ડીસ્ક ઑથરીંગ સોફ્ટવેર પ્રોગ્રામ નીરો બર્નિંગ રોમ બળતા કોલોસીયમના ચિત્રને તેના આઈકોન (ચિન્હ) તરીકે વાપરે છે. ભલે સમ્રાટ નીરોની રોમની મહા દવાનળ કોલોસીયમના બાંધકામ પહેલા થઈ હતી.

કોલી ઓપ્પેઓ ગાર્ડનમાંથી દેખાતું કોલોસીયમ
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Roth, Leland M. (1993). Understanding Architecture: Its Elements, History and Meaning (First આવૃત્તિ). Boulder, CO: Westview Press. ISBN 0-06-430158-3.
  2. William H. Byrnes IV (Spring 2005) "Ancient Roman Munificence: The Development of the Practice and Law of Charity". Rutgers Law Review vol.57, issue 3, pp.1043–1110
  3. "COLOSSEUM". મૂળ માંથી 2009-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-23.
  4. Colosseum Rome 72-80 A.D.[હંમેશ માટે મૃત કડી], Department of Architecture, King Fahd University of Petroleum and Minerals
  5. ૫.૦ ૫.૧ "Frommer's Events - Event Guide: Good Friday Procession in Rome (Palatine Hill, Italy)". Frommer's. મેળવેલ 2008-04-08.
  6. Willy Logan. "The Flavian Dynasty". મૂળ માંથી 2011-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-25.
  7. J. C. Edmondson (2005). Flavius Josephus and Flavian Rome. Oxford University Press. પૃષ્ઠ 114. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); |access-date= requires |url= (મદદ)
  8. "The Colosseum - History 1". મેળવેલ 2008-01-26.
  9. Mairui, Amedeo. Studi e ricerche sull'Anfiteatro Flavio Puteolano. Napoli : G. Macchiaroli, 1955. (OCLC 2078742)
  10. "The Coliseum". The Catholic Encyclopedia. New Advent. મેળવેલ August 2 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  11. ૧૧.૦૦ ૧૧.૦૧ ૧૧.૦૨ ૧૧.૦૩ ૧૧.૦૪ ૧૧.૦૫ ૧૧.૦૬ ૧૧.૦૭ ૧૧.૦૮ ૧૧.૦૯ ૧૧.૧૦ ૧૧.૧૧ ૧૧.૧૨ ૧૧.૧૩ ૧૧.૧૪ ૧૧.૧૫ Claridge, Amanda (1998). Rome: An Oxford Archaeological Guide (First આવૃત્તિ). Oxford, UK: Oxford University Press, 1998. પૃષ્ઠ 276–282. ISBN 0-19-288003-9.
  12. "Rome." Encyclopædia Britannica. 2006.
  13. Young, Gayle (2000-02-24). "On Italy's passionate opposition to death penalty". CNN.com. CNN. મેળવેલ 2006-08-02.
  14. Colosseum stages peace concert, બી.બી.સી. ન્યૂઝ ઑનલાઈન, ૧૨ મે ૨૦૦૨.
  15. McCartney rocks the Colosseum, બી.બી.સી. ન્યૂઝ ઑનલાઈન, ૧૨ મે ૨૦૦૩
  16. Sir Elton's free gig thrills Rome, બી.બી.સી. ન્યૂઝ ઑનલાઈન, ૪ સપ્ટેમ્બર ૨૦૦૫,
  17. Ian Archibald Richmond, Donald Emrys Strong, Janet DeLaine. "Colosseum", The Oxford Companion to Classical Civilization. Ed. Simon Hornblower and Antony Spawforth. Oxford University Press, 1998
  18. Downey, Charles T. (February 9, 2005). "The Colosseum Was a Skydome?". મેળવેલ August 2 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  19. Samuel Ball Platner (as completed and revised by Thomas Ashby), A Topographical Dictionary of Ancient Rome. Oxford University Press, 1929
  20. The Colosseum.net : The resourceful site on the Colosseum
  21. Joseph M Champlin, The Stations of the Cross With Pope John Paul II Liguori Publications, 1994, ISBN 0-89243-679-4
  22. Vatican Description of the Stations of the Cross at the Colosseum: http://www.pcf.va/holy_father/john_paul_ii/speeches/documents/hf_jp-ii_spe_20000421_via-crucis_en.html સંગ્રહિત ૨૦૧૩-૦૬-૦૩ ના રોજ વેબેક મશિન
  23. "Coliseum". Pocket Fowler's Modern English Usage. Ed. Robert Allen. Oxford University Press, 1999

બાહ્ય ક્ડીઓ

[ફેરફાર કરો]