ખંડગિરિ (ઑડિશા)
ઉદયગિરિ અને ખંડગીરિની ગુફાઓ | |
---|---|
ઉદયગિરિ ગુફાઓ | |
સ્થાન | ભુવનેશ્વર, ઑડિશા, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°15′46″N 85°47′10″E / 20.2628312°N 85.7860297°E |
ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં ભુવનેશ્વર શહેરથી સાત માઇલ દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉદયગિરિ નજીકની ટેકરીને ખંડગિરિ કહેવામાં આવે છે. ખંડગિરિની ટોચ ૧૨૩ ફૂટ ઊંચી છે, જે આસપાસની ટેકરીઓમાં સૌથી વધુ ઊંચી છે. કલિંગના રાજા ખારવેલની પ્રસિદ્ધ હાથી ગુફા ખંડગિરિથી થોડા જ અંતરે આવેલ છે.
ખંડગીરિની ગુફાઓ જૈન સમુદાય સાથે સંબંધિત છે. આ ગુફાઓનું લગભગ પ્રથમ સદી ઈસ્વીસન પૂર્વે નિર્માણ થયું હોય તેમ જણાય છે.
ખંડગિરિ અને તેની સાથે સંલગ્ન ઉદયગિરિ ખાતે ઉત્ખનન જૈન લયણ (ગુફાઓ) છે. ખડગિરિ સ્થિત લયણોની સંખ્યા ૧૯ છે. એ જ રીતે ઉદયગિરિ ખાતે ૪૪ અને નીલગિરિ ખાતે ૩ ગુફાઓ છે. આ બધી ઈસ્વીસન પૂર્વેની બીજી-પ્રથમ સદીની જણાય છે. તેના ઘણા ભાગોમાં મૂર્તિઓનું ઉચ્ચિત્રણ કરવામાં આવેલ છે. આ ગુફાઓમાં સૌથી પ્રસિદ્ધ હાથી ગુફાઓ છે, જેની ઉપર મહામેઘવાહન ખારવેલ માટે પ્રશસ્તિ અંકિત છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે.
ખંડગિરિની ગુફાઓ
[ફેરફાર કરો]- તલોવા ગુફા નંબર-૧
- તલોવા ગુફા નંબર-૨
- શાશ્વત ગુફા
- તેન્તુલી ગુફા
- ખંડગિરિ ગુફા
- ધ્યાન ગુફા
- નવમુનિ ગુફા
- બડભૂજી ગુફા
- ત્રિશૂળ ગુફા
- અંબિકા ગુફા
- લાલતેંદુ કેસરી ગુફા
- અનામ
- અનામ
- એકાદશી ગુફા
- અનામ