ખમણ
ખમણ ચણાના લોટમાંથી બનતી એક વાનગી છે.
ચણાના ઝીણા દળેલા લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી, થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ તૈયાર થાય છે. ત્યાર પછી તેના પર તલ, લીલા મરચા, ટોપરાની છીણનો વઘાર કરવામા આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનાવેલા ખમણને 'નાયલોન ખમણ' કહેવામાં આવે છે.
આ ઉપરાંત ખમણનો એક અન્ય પ્રકાર 'વાટી દાળના ખમણ' છે જે અમદાવાદમાં "દાસ"ના ખમણ તરિકે પ્રખ્યાત છે. આને માટે ચણાની દાળને ઓછામાં ઓછા ૩-૪ કલાક પલાળીને વાટી લેવામાં આવે છે. આમ વાટીને તૈયાર થયેલા ખીરામાંથી વરાળ ઉપર બાફીને તૈયાર કરવામાં આવે છે.
બંને પ્રકારના ખમણને ચણાના લોટમાંથી બનાવેલી જાડી કઢી (ખીચડી સાથે ખવાતી કઢી નહી) સાથે ખાવામાં આવે છે. ક્યારેક ખમણની ઉપર ઝીણી સેવ ભભરાવીને તેની ઉપર કઢી નાંખીને પણ ખવાય છે, આને સેવ-ખમણ કહેવામાં આવે છે.
ખમણ વાપરતી અન્ય વાનગી[ફેરફાર કરો]

વિકિમીડિયા કોમન્સ પર Khaman સંબંધિત માધ્યમો છે.
- અમીરી ખમણી/સેવ ખમણી
- ખમણની ચટણી
- દહીંવાળા ખમણ
- રસવાળા ખમણ