લખાણ પર જાઓ

સેવ ખમણી

વિકિપીડિયામાંથી
સેવ ખમણી

સેવ ખમણી કે અમીરી ખમણી એક ગુજરાતી વાનગી છે. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે.

કૃતિ[ફેરફાર કરો]

  • ચણાની દાળને પલાળી થોડી જાડી વાટવી અને તેમાંથીખમણ બનાવવા.
  • ખમણ ઠંડા પડે એટલે તેનો ભૂકો કરી દેવો.
  • પેણીમાં તેલ લઈ રાઈ-હિંગનો વઘાર કરવો. (લસણ પણ ભાવે તો નાખી શકો)
  • તેમાં ખમણનો ભૂકો ઉમેરો અને સાથે થોડી ખાંડ.
  • બહુ કોરું લાગે તો થોડું પાણી કે છાશ ઉમેરો.
  • પીરસેલી પ્લેટમાં ચણાના લોટ અને કોથમીર-મરચાંની વિશિષ્ટ ચટણી રેડો
  • ઝીણી સેવ તેના પર ભભરાવો
  • પીરસતી વખતે તેના પર ખમણેલું કોપરું, કોથમીર, દાડમના દાણા પણ નાખી શકાય.
  • બધું મેળવીને ખાવું.