સેવ

વિકિપીડિયામાંથી
બેસનની સેવ

સેવ એ ચણાના કે ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનતી લાંબી સળી જેવી એક વાનગી છે. સેવ એ નામે ફરસાણ અને મિષ્ટાન બન્ને બનાવવામાં આવે છે. એ હિસાબે તેને ખારી સેવ કે મીઠી સેવ એમ ઓળખાય છે. મીઠી સેવને રાંધેલી સેવ પણ કહે છે.

તળેલી સેવ (ફરસાણ)[ફેરફાર કરો]

તળેલી સેવ ચણાના લોટમાંથી બનતી સળી જેવી વાનગી છે. સેવની જાડાઈ અનુસાર સેવને જાડી સેવ કે નાયલોન સેવ કહે છે.

વિવિધરૂપ[ફેરફાર કરો]

સેવ

આજ કાલ વિવિધ પ્રકારના પદાર્થો વાપરીને ઘણી વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. આ બધીજ સેવો નાસ્તામાં વપરાય છે, અને ખારી કે મસાલેદાર હોય છે, પરંતુ જરૂરી નથી કે તે બધીજ સેવો ચણાના લોટમાંથી બનાવવામાં આવી હોય.

  • તીખી સેવ
  • મોળી સેવ
  • નાયલોન સેવ
  • રતલામી સેવ
  • બિકાનેરી સેવ
  • પાલકની સેવ
  • બટાકાની સેવ
  • ટામેટાની સેવ

સેવ વાપરીને બનતા અન્ય પદાર્થો[ફેરફાર કરો]

ઘઉંની સેવ[ફેરફાર કરો]

ઘઉંના લોટમાંથી બનાવી સૂકવણી કરેલી સેવને ઘઉંની સેવ કહે છે, જે મોળી હોય છે. આ સેવને ઘી, પાણી, દૂધ આદિ મેળવી રાંધીને ખાવામાં આવે છે. બજારમાં મળતી વર્મીસેલી આ પ્રકારની સેવ છે. જોકે તે ઘઉં સિવાય અન્ય અનાજમાંથી પણ બનેલી હોઈ શકે. બજારમાં જે સેવ કાચી અને શેકેલી (રોસ્ટેડ) એમ બે પ્રકારની મળે છે તેને સેવૈંયા પણ કહે છે. સેવૈયા મેંદામાંથી બને છે. સેવૈંયા એ દૂધમાં તરતી હોય છે, આમ તે પ્રવાહી મીઠાઈ છે, અથવા કહોતો એક પ્રકારની ખીર છે. મુસ્લિમ પરંપરામાં સેવૈયાં રમઝાન ઈદના દિવસે રાંધીને ખવાય છે. આ સિવાય હિંદુ ઘરોમાં શિરાની જેમજ રાંધીને થોડી કડક એવી રાંધેલી સેવ પણ બનાવાય છે. ઘઉંની સેવમાંથી સેવની ઉપમા જેવો તાજો નાસ્તો પણ બને છે.