ખેચરી મુદ્રા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ખેચરી મુદ્રા એ યોગસાધનાની એક મુદ્રા છે. આ મુદ્રામાં મન અને જીભ બંનેને આકાશ તરફ કેન્દ્રિત કરવામાં આવે છે, આથી તેનું નામ છે 'ખેચરી મુદ્રા' પડ્યું છે (ખ = આકાશ, ચરી = ચરવું, લઈ જવું, વિચરણ કરવું). આ મુદ્રાની સાધના કરવા માટે પદ્માસનમાં બેસી દૃષ્ટિને બંને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને પછી જીભને ઉલટાવીને તાળવા સાથે ટેકવી રાખી પાછળ રંધ્ર પાસે મૂકવા પ્રયાસ કરવામાં આવે છે. તે માટે જીભ લંબાવવી આવશ્યક છે. જિહ્વાને લોખંડની સળી વડે દબાવીને વધારવાનું ચલણ જોવા મળે છે. કૌલ માર્ગમાં ખેચરી મુદ્રાને પ્રતિકાત્મક રૂપે 'ગોમાંસ ભક્ષણ' કહે છે. 'ગૌ'નો અર્થ ઈન્દ્રિય અથવા જિહ્‌વા થાય છે અને એને ઉલટાવીને તાળવા પર મુકવાને 'ભક્ષણ' કહે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]