લખાણ પર જાઓ

ગાંધી બિફોર ઇન્ડિયા

વિકિપીડિયામાંથી
ગાંધી બિફોર ઇન્ડિયા
લેખકરામચંદ્ર ગુહા
દેશભારત
વિષયજીવનચરિત્ર
પ્રકાશિત૨ ઓક્ટોબર ૨૦૧૩, (પેંગ્વિન ઇન્ડિયા)
પાનાં૬૮૮
ISBN9780670083879

ગાંધી બિફોર ઇન્ડિયા કે ભારત પહેલાંના ગાંધી એ ભારતીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહા વડે લખાયેલું અને ૨૦૧૩માં પૅંગ્વિન રૅન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક છે. આ પુસ્તક મહાત્મા ગાંધીના બે ભાગના જીવનચરિત્રનો પહેલો ભાગ છે. આ પુસ્તકમાં લેખક ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી ભારત પાછાં ફર્યા પહેલાંના ૨૧ વર્ષની કારકિર્દી, જેમાં વકીલાત અને ચળવળનો સમાવેશ થાય છે, અને બાળપણની વાત કરે છે. બાપુને દક્ષિણ આફ્રિકાનાં વર્ષો દરમિયાન રંગભેદનો તથા ભેદભાવનો અનુભવ થયો હતો અને સરકારની તે નીતિઓની વિરુદ્ધ લડવા માટે તેમણે સત્યાગ્રહનો વિચાર અને વિકાસ કર્યો હતો.[૧]

પુસ્તકને ૨ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પેંગ્વિન ઇન્ડિયા દ્વારા ગાંધીજીની જન્મજયંતિ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું શીર્ષક ગુહાના ઇન્ડિયા આફ્ટર ગાંધી (૨૦૦૭) કે ગાંધી પછીનું ભારત સાથે સામ્યતા દર્શાવે છે. પુસ્તકને ટીકાકારો દ્વારા અને જર્નલમાં વખાણવામાં આવ્યું છે.[૨] ઇંગ્લેન્ડના વર્તમાનપત્ર ધી ગાર્ડિયનએ લખ્યું કે, "આ પુસ્તક ભારતના રાષ્ટ્રીય નાયકનાં સાચાં ઉદ્ગ્મ સ્થાનો બતાવે છે."[૩] ભારતના વર્તમાનપત્ર ધી હિંદુએ પુસ્તકને "ગાંધીજીના પ્રારંભિક જીવનની દુર્લભ આંતરદ્રષ્ટિ" ગણાવ્યું હતું.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Guha, Ramchandra (5 April 2014). Gandhi before India. Knopf; F. ISBN 9780385532297.
  2. "About the author - books written". www.ramachandraguha.in. Ramchandra Guha (official website). મેળવેલ 16 November 2018.
  3. "Gandhi Before India by Ramachandra Guha – review". the Guardian (અંગ્રેજીમાં). 2013-10-20. મેળવેલ 2020-10-02.
  4. Rehman, Shaikh Mujibur (2013-11-26). "Rare insight into the Gandhi of the early years". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-10-02.