ગૂચી

વિકિપીડિયામાંથી
The House of Gucci
પ્રકારSubsidiary of PPR (Euronext: PP)
ઉદ્યોગConsumer Goods
સ્થાપના૧૯૨૧
મુખ્યાલયફ્લોરેન્સ, ઈટલી
મુખ્ય લોકોGuccio Gucci, Founder
Patrizio di Marco, President & CEO,
Frida Giannini, Creative director
ઉત્પાદનોકપડાં, ઘડિયાળો, ઘરેણાં, જોડાં અને ચર્મ ઉત્પાદનો
આવકIncrease2.2 billion euro, at 31 December 2009
પિતૃPPR
વેબસાઇટwww.gucci.com


ગૂચી ઇટાલિયન ફેશન અને ચામડાની વસ્તુઓના ઉત્પાદનમાં ખ્યાતનામ કંપની છે,(ઢાંચો:IPA-it) જે ધ હાઉસ ઓફ ગૂચી તરીકે પ્રખ્યાત છે, ગૂચી જૂથની તમામ શાખાઓ ફ્રેન્ચ કંપની પીનલ્ટ પ્રીન્ટેમ્પ્સ-રીડાઉટ(પીપીઆર- PPR)ની માલિકીની છે. 1921 માં ફ્લોરન્સમાં ગૂચીઓ ગૂચી દ્વારા ગૂચીની સ્થાપના કરાઇ હતી.[૧]

બિઝનેસ વિક સામયિક મુજબ વર્ષ 2008 માં ગૂચીને સમગ્ર દુનિયામાંથી લગભગ 2.2 અરબ બ્યૂરોની કમાણી થઇ હતી, અને સામયિકના 2009 વાર્ષિક અંકમાં ઇન્ટરબ્રાન્ડ દ્વારા તૈયાર કરાયેલ ચાર્ટ - "ટોપ ગ્લોબલ 100 બ્રાન્ડ્સ" માં તેનું સ્થાન 41 માં નંબર પર પહોંચી ગયું.[૨] ગૂચી એ વિશ્વમાં સૌથી વધુ વેચાતી ઇટાલિયન બ્રાન્ડ પણ છે.[૨] વિશ્વભરમાં ગૂચીના લગભગ 278 પ્રત્યક્ષ રીતે સંચાલિત સ્ટોર્સનું(સપ્ટેમ્બર 2009 માં) સંચાલન કરે છે અને તે વિવિધ શાખાઓ(ચેઇન) દ્વારા તેમજ સારા ગણાતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પોતાની વસ્તુઓનું જથ્થાબંધ વેચાણ કરે છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

1921 માં ગૂચીઓ ગૂચી દ્વારા ગૂચી કંપનીની સ્થાપના થઇ હતી. 1938 માં ગૂચીનો ફેલાવો વધ્યો અને રોમમાં બૂટીકની શરૂઆત કરી. કંપનીના ઘણા ઉત્પાદનો તૈયાર કરવામાં ગૂચીયોનું પ્રદાન હતું. 1947માં, ગૂચીએ વાંસના હાથાવાળી હેન્ડબેગની રજુઆત કરી, જે આજે પણ કંપનીની અગ્રણી પ્રોડક્ટ છે. 1950ના દાયકા દરમિયાન, ગૂચીએ પાતળી સળીઓથી પ્રેરણા લઇ, પાતળી ધારવાળી વણાટદાર કિનારીઓ અને ધાતુ જડિત સુડ મોક્કેસિન (પકવેલ ખાસ પ્રકારના ચામડાના બનેલ જૂતા) બનાવ્યા, જે તેમની ખાસ શાખ(ટ્રેડમાર્ક) બની ગઇ.

તેમની પત્ની આઇડા કેલવેલ્લી મોટો પરિવાર ધરાવતા હતા, જેમાં માત્ર પુત્રોનો સમાવેશ થતો- વાસ્કો, એલ્ડો ઉગો અને રોડોલ્ફો જેઓ કંપનીને આગળ લઇ જવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. 1953 માં ગૂચીના દેહાંત બાદ, એલ્ડોએ કંપનીને આતંરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખ સ્થાન અપાવવામાં મદદ કરીને ન્યૂ યોર્કમાં કંપનીનું સૌ પ્રથમ બુટીક શરૂ કર્યું. શરૂઆતના તબક્કામાં રોડોલ્ફોએ નાટકને આદર્શ માનીને પોતાનું કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંપનીને મદદ કરવા તે ઝડપથી પાછા વળી ગયા. ગૂચીના અનુભવ રહિત વર્ષો દરમિયાન પણ પરિવારજનો પારિવારીક કલહ-કંકાસ માટે કુખ્યાત હતા.

ઉત્તરાધિકારી, હિસ્સેદારી અને રોજ-બરોજ સ્ટોર ચલાવવાની બાબતોને લઇને હંમેશા વિખવાદ ઉભા થતાં, જેનાથી પરિવારના સભ્યો છૂટા પડતા અને ફરી સંગઠીત થતા.  ગૂચીએ દેશ-વિદેશમાં ધંધો વિકસાવ્યો હતો, હંમેશા કંપનીના ભવિષ્ય સંબંધી મિટીંગ, વાદ-વિવાદ અને એક બીજા પર પર્સ તેમજ અન્ય સામાન ફેંકવા સાથે પૂરી થઇ જતી.   1960ના દાયકાના અંતિમ વર્ષોમાં ગૂચીનો હેતુ ફાર ઇસ્ટના દેશો સુધી પોતાનો ધંધો ફેલાવવાનો હતો, જેની પહેલ હોંગકોંગ અને ટોકયોમાં સ્ટોર શરૂ કરવાથી થઈ.  તે સમયે કંપનીએ પોતાનો પ્રસિધ્ધ પ્રતિક(લોગો) જીજી(GG  -ગૂચીયો ગૂચીના હસ્તાક્ષર)બનાવ્યો, સાથોસાથ તેણે ફૂલવાળા રેશમી સ્કાર્ફ(પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી ગ્રેસ કેલીએ પહેરેલ) અને યુ.એસ. પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પત્નિ જેકી કેનેડી દ્વારા પ્રખ્યાત બનાવેલ જેકી ઓ શોલ્ડર બેગ પણ તૈયાર કર્યા. 


1970ના દાયકાના અંત સુધી, ગૂચી વિશ્વભરમાં એક વૈભવી ચીજ-વસ્તુઓના ઉત્પાદનકર્તા તરીકે અગ્ર સ્થાન પર રહી, પરંતુ વ્યાપાર સંબંધી લેવાયેલ કેટલાક વિનાશકારી નિર્ણય અને પરિવારના ઝઘડાના કારણે કંપની નાદારીના આરે આવી ગઇ. તે સમયે, કંપનીના શેરમાં એલ્ડો અને રોડોલ્ફો ભાઈઓની 50 ટકાની એકસમાન ભાગીદારી હતી, આમ છતાં એલ્ડો અને તેના પુત્ર કરતાં કંપનીમાં રોડોલ્ફોનું યોગદન ઓછું હતું. આ સમયે એલ્ડોએ તેના પૌત્ર ઉબેર્ટો ગૂચીને પરિવારની કંપનીમાં જોડીને પહેલ કરી, 1984માં, તે ગૂચીની પ્રફ્યુમ બ્રાન્ચના ઉપ પ્રમુખ તરીકે નિમાયા. 1979, માં એલ્ડોએ ગૂચી એસેસરીઝ કલેક્શન અથવા જીએસી(GAC)નો વિકાસ કર્યો, તેમનો ઇરાદો ગૂચી પર્ફ્યુમ સેક્ટરના વેચાણને ટેકો આપવાનો હતો, જેના પર તેમના દિકરાનું નિયંત્રણ હતું. જીએસીમાં નાના સંસાધનો જેવા કે, કોસ્મેટિક(સૌંદર્ય પ્રસાધન) બેગ્સ, લાઇટર્સ અને પેન, જેની કિંમત કંપનીના સાધનોની સૂચીમાં અન્ય વસ્તુઓની સંરખામણીમાં ઘણી ઓછી રાખવામાં આવી હતી. કંપનીના સંપૂર્ણ સંચાલનમાં રોડોલ્ફોનું નિયંત્રણ નબળું દર્શાવવા માટે એલ્ડોએ પર્ફ્યુમ વિભાગનું સંપૂર્ણ દાયિત્વ પોતાના પુત્ર રોબર્ટોને સોંપી દીધું.

ગૂચી સંસાધન સામગ્રીઓને સારી માન્યતા મળી, અને આ જ બાબત ગૂચી વંશની બરબાદીનું કારણ સિધ્ધ થઇ. થોડા વર્ષોમાં જ, પર્ફ્યુમ વિભાગની કમાણી સંસાધન વિભાગની કમાણી કરતાં ઘણી વધારે થવા લાગી. નવો શરૂ કરવામાં આવેલો જથ્થાબંધ વેચાણનો આ ધંધો એક વિશિષ્ટ બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યો, જે અમેરિકાના હજારો સ્ટોર્સમાં જીએસી શાખ સાથે બજારમાં છવાઈ ગઈ. વેનિટી ફેરના તંત્રી ગ્રેડન કાર્ટરે લખ્યું છે, "1960 અને 1970ના દાયકામાં ગૂચી ચીજ-વસ્તુઓની માંગ ખૂબ જ વધારે હતી, જેનો યશ ઓડ્રેય હેપ્બર્ન, ગ્રેસ કેલી અને જેક્વેલિન ઓનેસિસને ફાળે જાય છે. પરંતુ 1980ના દાયકા સુધીમાં, ગૂચીએ તેની અસર ગુમાવી દીધી, અને તે ટેકી એરપોર્ટ બ્રાન્ડ બની ગઇ."

ઝડપથી, ગૂચીના નામથી નકલી અને સસ્તો માલ બજારમાં દેખાવા લાગ્યો, જેનાથી ગૂચીની પ્રતિષ્ઠાને આંચકો લાગ્યો. આ દરમિયાન, ઇટાલિમાં આંતરિક ઝઘડાને કારણે કંપનીના કારોબાર પર ખરાબ અસર પડી રહી હતી : રોડોલ્ફો અને એલ્ડો વચ્ચે પર્ફ્યુમ વિભાગને લઇને નજીવી બાબતમાં તકરાર થવા લાગી, જેમાં રોડોલ્ફોનો ભાગ માત્ર 20 ટકા હતો. જ્યારે એલ્ડોનો પુત્ર પાઓલો ગૂચીને ‘ગૂચી પ્લસ’ના નામથી રૂપાંતરિત એક સસ્તી ચીજ-વસ્તુને રજૂ કરી અને 1983 માં તે પરિવારથી જૂદા થયા. બોર્ડરૂમમાં પણ ઝઘડા થયા અને તે મુક્કાબાજી સુધી પહોંચી ગયા અને પાઓલો તેના જ ભાઈના હાથે ટેલીફોન આંસરિંગ મશીનથી માર ખાઇને બેહોશ થઇને પડ્યા તેવા અહેવાલ હતા.

બદલામાં તેમણે અમેરિકાના કર વિભાગમાં પોતાના પિતા વિરુધ્ધ કરચોરીની ફરિયાદ કરી. પોતાના જ પુત્રની જુબાની ઉપર એલ્ડો અપરાધી સાબિત થયા અને તેમને જેલની સજા થઇ.  હવે આ પરિસ્થિતીનો ગેરફાયદો ગોસિપ(પંચાત) કરનાર સામયિકોએ ઉઠાવ્યો, જેવો પહેલા તે ગૂચીના ડિઝાઇન માટે પ્રચાર કરતા હતા, એ જ રીતે હવે ગૂચીના ડિઝાઇનનો દુષ્પ્રચાર કરવા લાગ્યા. 

1983માં રોડોલ્ફોના નિધનથી કંપનીને એક મોટો આંચકો લાગ્યો, જ્યારે તે મૃત્યુ પામ્યો તેણે પોતાના ભાગના 50 ટકા શેર પોતાના પુત્ર માઉરીઝીઓ ગૂચીના નામે કરી દીધા હતા. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને પોતાના કાબૂમાં કરવા માટે માઉરીઝીઓએ એલ્ડોના પુત્ર પાઓલો સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો, પોતાનો હેતુ સાકાર થવાથી નેધરલેન્ડમાં ગૂચીના અધિકૃત વિભાગની સ્થાપના કરી. આ નિર્ણય બાદ, એલ્ડો અને તેનો પૌત્ર ઉબર્ટો સિવાય પરિવારના બીજા સભ્યોએ કંપની છોડી દીધી, તે એક માત્ર યુવા ગૂચી પેઢી પારિવારીક ધંધા સાથે સંકળાયેલી હતી. માઉરીઝીઓ કંપનીનો વિનાશ કરનાર અને પરિવારને અલગ કરનાર લડાઇ-ઝઘડાને ભૂલાવી દઇ, ગૂચીના ભવિષ્ય માટે બહારથી કાબેલ લોકોને લાવવા તરફ વળ્યા.

કોર્પોરેટ[ફેરફાર કરો]

રાત્રે ગૂચી સ્ટોર

1980 ના અંત સુધીમાં આવેલા પરિવર્તનોથી ગૂચીની દુનિયાની એકમાત્ર પ્રભાવશાળી ફેશન કંપનીઓમાં[સંદર્ભ આપો] ગણના થવા લાગી અને ખૂબ નફો રળનારી કંપની બની ગઇ[સંદર્ભ આપો]. 1995 ના ઓક્ટોબરમાં ગૂચીએ સામાન્ય લોકોને પોતાની કંપનીમાં હિસ્સેદારી માટે આમંત્રિત કર્યા, અને પોતાના સૌ પ્રથમ શેર એએમઇએક્ષ (AMEX) તેમજ એનવાયએસઇ (NYSE) પર એક શેર માટે 22 ડોલર કિમત સાથએ પ્રારંભિક જાહેર ભરણું બહાર પાડ્યું. 1997 ના નવેમ્બરમાં ગૂચીએ સેવરીન મોટ્રેસ નામની ઘડિયાળ માટે અધિકૃતતા(લાઇસન્સ) મેળવી, અને તે ઘડિયાળનું નામ બદલીને ગૂચી ટાઇમ પિસીસ રાખ્યું, જેનાથી તે વર્ષ વધુ સફળ સિધ્ધ થયું. યુરોપિયન બિઝનેસ પ્રેસ ફેડરેશન દ્વારા કંપનીને તેના અર્થતંત્ર, નાણાં વ્યવસ્થા, વ્યૂહરચના અને કુશળ સંચાલન માટે "યુરોપિયન કંપની ઓફ ધ યર 1998" તરીકે બિરદાવવામાં આવી. ગૂચીની વૈશ્વિક ઓફિસો અને મુખ્યાલયો ફ્લોરન્સ, મિલાન, પેરીસ, લંડન, હોંગકોંગ, જાપાન અને ન્યૂ યોર્કમાં છે. પેરીસમાં તેનું પીપીઆર(PPR) મુખ્ય કાર્યાલય છે.


યૂનાઇટેડ સ્ટેટ્સમાં ગુચીના પ્રમુખ સ્ટોર્સ[ફેરફાર કરો]

ન્યૂ ઝીલેન્ડ[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયા[ફેરફાર કરો]

કેનેડા[ફેરફાર કરો]

બ્રાઝિલ[ફેરફાર કરો]

મલેશિયા[ફેરફાર કરો]

મેક્સિકો[ફેરફાર કરો]

નવુ સંચાલનમંડળ[ફેરફાર કરો]

2002માં લિન્ડ્સે લોહાન દ્વારા પહેરવામાં આવેલી ગૂચી કેપ
ચિત્ર:Gucci metallic horsebit clutch.jpg
ટોમ ફોર્ડના સર્જનાત્મક નિર્દેશન હેઠળ ડિઝાઇન કરવામાં આવેલી ગૂચી ક્લચ

1970ના દાયકામાં ન્યૂ યોર્કમાં બર્ગડોર્ફ ગુડમેન કંપનીનું પુનર્ગઠન કરનાર અને છૂટક ધંધામાં ખ્યાતિ મેળવનાર, ડોન મેલોને માઉરીઝીઓએ 1989 માં પોતાના નવીન રચિત ગૂચી ગ્રૃપમાં કાર્યકારી ઉપ પ્રમુખ અને સમગ્ર શાખાના સર્જનાત્મક નિયામકના હોદ્દાને સ્વીકારવા સમજવવામાં સફળ થયા. તે સમયે ગૂચી અમેરિકાનું સુકાન ભૂતપૂર્વ વકિલ ડોમેનિકો ડિ સોલેના હાથમા હતું, જેમણે 1987 અને 1989માં માઉરીઝીઓને દસ કંપનીઓને હસ્તગત કરવામાં મદદ કરી હતી. કંપનીના સર્જનાત્મક જૂથના યુવા રચનાકાર(ડિઝાઇનર), જેમાં જીઓફ્રે બીની અને કેલ્વીન ક્લેઇનની રચનાઓ પહેલેથી જ સમાવિષ્ટ હતા, ટોમ ફોર્ડ છેલ્લાં સભ્ય હતાં.

ટેક્સાસ અને ન્યૂ મેક્સિકોમાં મોટા થયેલ ફોર્ડ પોતાની કિશોરાવસ્થાથી જ ફેશનમાં રસ ધરાવતા હતા, પરંતુ 1986 માં પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ છોડ્યા બાદ તેમણે રચનાત્મક્તા(ડિઝાઇનર)ને કારકિર્દી તરીકે લેવાનો નિર્ણય લીધો. 1990 માં ડાઉન મેલ્લોએ પોતાના સાથી, લેખક અને તંત્રી રિચર્ડ બકલેના આગ્રહથી ફોર્ડને કંપનીમાં નિયુક્ત કર્યો.

1990ના દાયકની શરૂઆતમાં, ગૂચી જે સમયમાંથી પસાર થઇ તે સમયને કંપનીના ઇતિહાસમાં ખૂબ ખરાબ સમય માનવામાં આવે છે. માઉરીઝીઓ પોતાના વિતરકો, ઇન્વેસ્ટકોર્પના શેરહોલ્ડરો, હિસ્સેદારો અને કાર્યકારીઓથી ખૂબ નારાજ થયો, તેણે ગૂચી અમેરિકામાં ગૂચી એસેસરીઝ કલેક્શનને વેચાણ સમયે નિરંકુશ રીતે આંચકી લીધું, જેનું વેચાણ દર વર્ષે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ 110 મિલિયન ડોલરથી પણ વધુ હતુ. મંદીના સમયમાં કંપનીના નવા સંસાધન નિષ્ફળ નિવડ્યા, અને પછીના ત્રણ વર્ષમાં કંપનીને એટલું ભારે નુકસાન વેઠવું પડ્યું કે તે નાદાર બનવાની અણી પર આવી પહોંચી. માઉરીઝીઓ આકર્ષિત વ્યક્તિ હતો, તે પોતાના પારિવારીક ધંધાને ખૂબ જ ચાહતો હતો, પરંતુ ચાર વર્ષ પછી કંપનીના મોટાભાગના અનુભવી સંચાલકોએ સંમતિ દાખવી કે, તે કંપનીને ચલાવવા અસમર્થ છે. તેના સંચાલનથી કંપનીના માલની ગુણવત્તા, વિતરણ નિયંત્રણ પર પ્રતિકૂળ અસર પડી હતી. ઓગસ્ટ 1993માં કંપનીના શેર ઇન્વેસ્ટકોર્પને વેચી દેવાની ફરજ પાડવામાં આવી. માઉરીઝીઓ ગયાના એક વર્ષમાં ડાઉન મેલ્લો પોતાની બર્ગડોર્ફ ગુડમેન નોકરીમાં પરત ફર્યા, અને ત્યારે સર્જનાત્મક રચનાકાર ટોમ ફોર્ડને મળ્યા, જે તે સમયે માત્ર 32 વર્ષના હતા. ફોર્ડે એક વર્ષ માટે માઉરીઝીઓ અને મેલ્લો જેવા નિરુત્સાહી લોકોના વડપણ હેઠળ કામ કર્યું અને તેઓ કંપનીની શાખને નવા આયામ પર પહોંચાડવા માંગતા હતા. ડી સોલે, જે ગૂચી ગ્રૃપ એનવી(NV)ના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી બની ચૂક્યા હતા, તેમને સમજાઇ ગયું કે, જો ગૂચીને નફાકારક બનાવવી હશે તો, તેને નવા રૂપની જરૂર પડશે, અને આ માટે જ તેમણે ફોર્ડના વિચારોને સંમતિ આપી.

1999ની શરૂઆતમાં બર્નાન્ડ ઓર્નોલ્ટની માલિકીની વૈભવી વસ્તુઓ બનાવતી અગ્રણી કંપની, એલવીએમએચે ગૂચીને ટેકઓવર કરવાના ઇરાદાથી તેમાં હિસ્સેદારી વધારી. ડોમેનીકો ડી સોલે આ સમાચારથી ગુસ્સે થયા અને તેમણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ઓર્નોલ્ટના હોદ્દાની માંગને અસ્વીકૃતિ આપી, કેમકે, ત્યાં તેની નજર ગૂચીના ખાનગી આવક અહેવાલ, મીટિંગની વ્યૂહ રચના અને (રચના)ડિઝાઇનના માળખા સુધી પહોંચી શકી હોત. ડે સોલે ઓર્નોલ્ટના હિસ્સાના મૂલ્યમાં ઘટાડો કરવા માટે નવા શેર બહાર પાડી દીધા. તેમણે જોડાણના માળખાની સંભાવના ઘડતા ફ્રેન્ચ માલિકી કંપની પીનલ્ટ પ્રિન્ટેમ્પ્સ-રિડઆઉટ(પીપીઆર- PPR)નો સંપર્ક કર્યો. કંપનીના સ્થાપક ફ્રેન્કોઇસ પીનલ્ટે આ વિચારને સહમતી આપી અને કંપનીના 37 મિલિયન શેર અથવા 40 ટકા હિસ્સાની ખરીદી કરી. આ રીતે આર્નોલ્ટના શેર ઓછા થઇને ફક્ત 20 ટકા થયા, અને ગૂચી તેમજ પીપીઆરની ભાગીદારીથી એક નવી કંપની સામે પડકાર ઉભા થતા કાયદાકીય યુદ્ધ શરૂ થઇ ગયું, જેમાં સ્કેડન,આર્પ્સ, સ્લેટ, મેઘર અને ફ્લોમ જેવી કાયદાની કંપનીઓએ ગૂચીનું પ્રતિનિધીત્વ કર્યું. નેધરલેન્ડની કોર્ટે અંતે પીપીઆર સોદાને સમર્થન આપ્યું, કેમકે તે સોદો દેશના ઔદ્યોગિક કાયદાનો ભંગ કરતો ન હતો. 11 ટકા સાથે ક્રેડિટ લ્યોનેઇસ બીજા ક્રમના સૌથી મોટા શેરહોલ્ડર હતા.

2001 સપ્ટેમ્બરમાં ગૂચી ગ્રૃપ, એલવીએમએચ(LVMH) તેમજ પીપીઆર(PPR) વચ્ચે કરારનામું થયું. 

ફોર્ડે કંપની છોડ્યા બાદ, ગૂચી ગ્રુપે કંપનીના મુખ્ય લેબલની સફળતાને ટકાવી રાખવા માટે ત્રણ ડિઝાઇનરો, જોહ્ન રે, એલેસેન્ડ્રા ફેચિનેટી અને ફ્રિડા ગિયાનિનીને કંપનીમાં જાળવી રાખ્યા,[૪] જે ત્રણેય ફોર્ડની રચનાત્મક નેતાગીરી હેઠળ કામ કરતા હતા. ફેચિનેટીને 2004માં વુમન્સવેરના ક્રિએટીવ ડિરેક્ટર તરીકેને હવાલો સોંપવામાં આવ્યો અને કંપની છોડી તે પહેલા તેમણે મે મોસમ સુધી આ કામગીરી સંભાળી હતી. ત્રણ વર્ષ સુધી જ્હોન રેને પુરુષોના પરિધાન વિભાગમાં ‘સર્જનાત્મક અધિકારી’ તરીકે કામગીરી સંભાળી. 32 વર્ષના જીઆનીની પુરુષો અને મહિલાઓના સંસાધનોની રચના(ડિઝાઇન) માટે જવાબદાર બન્યા, આજે પણ તે લોકો કંપનીના ‘સર્જનાત્મક અધિકારી’ના પદ પર કામ કરી રહ્યા છે.

2006 માં, ફ્રીડા ગિયાનિનીને કે, સમગ્ર કંપની માટે ક્રિએટીવ ડિરેક્ટર બનાવી દેવાયા, તેઓ પહેલા માત્ર સંસાધનોના ક્રિએટીવ ડિરેક્ટર હતા. 2009માં, ગૂચીના સીઇઓ તરીકે માર્ક લીને સ્થાને પેટ્રિઝીયો દી માર્કો આવ્યા.

બાળકોના પોષાક[ફેરફાર કરો]

ગૂચીના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટરિઝિઓ ડિ માર્કોએ જૂન 2010માં બાળકો માટેની શાખા શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ વિભાગની શરૂઆત ઈટાલીમાં કરાશે અને વિશ્વભરમાં તેના 40 જેટલા સ્ટોર ખોલવામાં આવશે. ફ્રિડા ગિયાનિની આ વિભાગના ક્રિએટીવ ડિરેક્ટરની કામગીરી નિભાવશે. ગિયાનિની એ સ્ત્રીઓને લગતી નવી અને આધુનિક ફેશન ડિઝાઇનીંગ માટે વખણાય છે. તેમનો જન્મ 1972માં રોમમાં આર્કિટેક પિતા અને ઇતિહાસવિદ શિક્ષીકા માતાને ત્યાં થયો હતો. તેમણે રોમની ફેશન અકાદમીમાં ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ એક નાના ફેશન હાઉસમાં એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું. 1997માં ગિયાનિનીએ ફેશન હાઉસ ફેન્ડીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં તૈયાર કાપડના માત્ર ત્રણ સેશન બાદ જ તેમને ચામડાની વસ્તુઓના ડિઝાઈનર તરીકે નિમવામાં આવ્યા. 2002માં તેઓ ગૂચીમાં હેન્ડબેગ્ઝના ડિરેક્ટર તરીકે જોડાયા અને 2004માં બધા જ સંસાધનોના ડિઝાઇનર બનાવી દેવામાં આવ્યા. એક વર્ષ બાદ ડિઝાઈનરમાંથી ગૂચીમાં મહિલાઓ માટેના તૈયાર વસ્ત્રોની શાખના પ્રમુખ તરીકે બઢતી થઈ, સાથે સાથે તેઓ તમામ વસ્તુઓના ડિઝાઈનર તરીકેની ભૂમિકા તો નિભાવતા જ હતા. પુરુષોના વસ્ત્રોના ડિઝાઈનર તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ વર્ષ 2006માં તેમને કંપનીના ક્રિએટીવ ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા. વસ્ત્રોની ડિઝાઈન કરવાની સાથે ગૂચીના રિટેલ વિચારો અને સ્ટોર માટેની સમગ્ર યોજના પણ તેમણે તૈયાર કરી, અને જાહેરાત પર સર્જનાત્મક નિયંત્રણ મેળવ્યું.

ઓટોમોબાઇલ કલ્ચર[ફેરફાર કરો]

ગૂચી પેકેજ સાથે એએમસી હોર્નેટ સ્પોર્ટ્સએબાઉટનું આંતરિક સુશોભન

અમેરિકન મોટર્સ કોર્પોરેશન[ફેરફાર કરો]

એલ્ડો ગૂચીએ અમેરિકન મોટર્સ કોર્પોરેશન (એએમસી) સાથેના કરાર સહિત નવા બજારોમાં પણ વિસ્તરણ કર્યું. 1972 અને 1973માં એએમસી હોર્નેટ કોમ્પેક્ટ "સ્પોર્ટઅબાઉટ" સ્ટેશન વેગન એ પ્રથમ અમેરિકન કાર હતી, કે જે એક જાણીતા ડિઝાઇનર દ્વારા તૈયાર કરાયેલી ખાસ વૈભવી સુવિધાઓ પૂરી પાડતી હતી. ગૂચી કારમાં સુંદર અને આકર્ષક રીતે લીલા, લાલ અને પીળા રંગનું આવરણ ગાદી તેમજ દરવાજાના ભાગે લગાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે ડિઝાઇનરનું પ્રતિક અને ગાડીની બહારના ભાગ માટે રંગ પસંદગી પણ આવા જ પ્રકારની કરાઇ હતી. અમેરિકન મોટર્સ કોર્પોરેશને તેની જેવેલીન ઓટોમોબાઇલની પીએરા કાર્ડિન શ્રેણી પણ રજૂ કરી હતી.

જનરલ મોટર્સ[ફેરફાર કરો]

1979 અને 1980માં, મિયામીસ્થિત આફ્ટરમાર્કેટ કંપનીએ ગૂચી આવૃત્તિની કેડિલેક સેવિલ્લેની રજૂઆત કરી. ગૂચીના પ્રતિક(લોગો)માં બહારના ભાગમાં "બેવડા જી" મૂકવામાં આવ્યા તેમજ સી-પીલરને ખાસ પ્રકારની વિનાઇલ રૂફથી ઢાંકવામાં આવ્યું. આ સુશોભનમાં લોગોનું હેડલાઇનર હતું અને હેડરેસ્ટ પર લોગો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ડેશબોર્ડ પર ઘાટ્ટા અક્ષરોમાં "ગૂચી સ્ક્રિપ્ટ" લોગો હતો. ગાડીની ડિકીમાં ગૂચી લગેજ માટે પૂરતી જગ્યા રાખવામાં આવી હતી.

ફોર્ડ મોટર કંપની[ફેરફાર કરો]

1989 ગૂચી શ્રેણીની લિન્કન ટાઉન કાર પ્રદર્શીત કરવાનું આયોજન કરાયું હતું જોકે તે યોજના ફળીભૂત થઈ નહીં. લિન્કન દ્વારા 1970થી 1980ના દસકામાં એમિલીઓ પુચી, બીલ બ્લાસ, ગિઆન્ની વેર્સકે, હર્બટ દી ગિવેન્ચેય અને વેલેન્ટિનો ડિઝાઈનર શ્રેણીઓ પણ રજૂ કરી.

ભાગીદારીઓ[ફેરફાર કરો]

વર્ષ 2005થી ગૂચી યુનિસેફ (UNICEF) સાથે ભાગીદારી ધરાવે છે. ગૂચીના વિશ્વભરના સ્ટોર્સમાં યુનિસેફ માટે ખાસ પ્રકારનું કલેક્શન તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી થતી કમાણી યુનિસેફ (UNICEF)ને દાનમાં આપવામાં આવે છે, જે યુનાઇટેડ નેશન્સ ચીલ્ડ્રન્સ ફંડ માટે ફાળવવામાં આવે છે. ગૂચીના વાર્ષિક અભિયાનથી આફ્રિકાના સહારાના વિસ્તારોમાં એચઆઈવી એઇડ્સને કારણે અનાથ બનેલા લોકો તેમજ બાળકો માટે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને પાણી સ્વચ્છતા જેવા યુનિસેફ (UNICEF)ના કાર્યક્રમોમાં ખૂબ મદદરૂપ બને છે. વર્ષ 2009ના અભિયાન માટે મિશેલ રોબર્ટ્સે એક બાળ પુસ્તક "સ્નોમેન ઈન આફ્રિકા" રજૂ કર્યું જેનાથી થતી આવક યુનિસેફ (UNICEF)ને જાય છે. પાંચ વર્ષોમાં ગૂચીએ યુનિસેફ (UNICEF)ને સાત મિલિયન ડોલર કરતા પણ વધુ દાન કર્યું છે. યુનિસેફના કાર્યક્રમ ‘સ્કુલ ઓફ આફ્રિકા’ માટે ગૂચીએ સૌથી મોટું કોર્પોરેટ જૂથ છે. યુનિસેફ (UNICEF), નેલ્શન મંડેલા ફાઉન્ડેશન અને હેમ્બર્ગ સોસાયટી દ્વારા 2004માં આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મૂળ હેતુ બધા જ બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનો હતો. એચઆઈવી/એઇડ્સને કારણે અનાથ બનેલા તેમજ ખૂબ જ ગરીબીમાં જીવતા બાળકોનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે.

વિક્રમ[ફેરફાર કરો]

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ગૂચી દ્વારા બનાવેલ "જીનિયસ જિન્સ"ને દુનિયાના સૌથી મોંઘા જિન્સ તરીકે નોંધ્યું છે. ગૂચી જીન્સની એક જોડ કે અત્યંત સુંદર, ક્ષીણ ન થાય તેવી અને આફ્રિકન મોતીઓથી જડેલી હતી. 1998માં તે પ્રથમવાર મિલાન શહેરમાં પ્રદર્શિત કરાઈ હતી, તેની કિંમત 3,134 યુએસ ડોલર હતી. સીડી (CD)[૫]

આ પણ જોશો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ગૂચી ગ્રુપ કોર્પોરેટ હિસ્ટરી વેબ પેજીસ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન, પુન:પ્રાપ્તિ 16 જૂન, 2007ના રોજ.
  2. ૨.૦ ૨.૧ "The 100 Top Brands: Gucci". Business Week. 2008. મૂળ માંથી 6 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 28 જુલાઈ 2010. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. ગૂચી ગ્રુપની હૂવર પ્રોફાઇલ from Answers.com
  4. ગૂચી ઓફિશ્યલ પેજ ફોર ઇટ્સ ક્રિએટીવ ડિરેક્ટર સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન, પુન:પ્રાપ્તિ 16 જૂન, 2007ના રોજ.
  5. "યારા, સુઝાન, "ધી મોસ્ટ એક્સ્પેન્સિવ જીન્સ" ફોર્બ્સ મેગેઝિન, 30 નવેમ્બર 2005, પુન:પ્રાપ્તિ 16 જૂન, 2007ના રોજ". મૂળ માંથી 15 ડિસેમ્બર 2005 પર સંગ્રહિત. મેળવેલ 28 જુલાઈ 2010. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:PPR (company)