ગોંડલ સ્ટેટ રેલ્વે
ગોંડલ સ્ટેટ રેલ્વે (જી. એસ. આર) એ ગોંડલ રાજ્યની માલિકીની એક મીટર ગેજ રેલ્વે હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ લાઈન ૧૮૮૧ માં ખુલેલી ભાવનગર – ગોંડલ – જુનાગઢ – પોરબંદર રેલ્વે શ્રેણીનો ભાગ હતી. ઈ. સ. ૧૯૧૧ માં નવી લાઈન પ્રણાલી વાપરી પોરબંદર સ્ટેટ રેલ્વે (P S R) સાથે સંયુક્ત રીતે કામ કરીને નવી પદ્ધતિનું માળખું બનાવાઈ અમે ગોંડલ-પોરબંદર રેલ્વેની રચના થઈ. ૧૯૧૯માં જી એસ આર એ પીએસઆરની કામગીરી હસ્તગત કરી લીધી. ૧૯૧૩ માં ખુલેલી ખિજડિયા - ધારી રેલ્વે નામની મીટર ગેજ રેલ્વે હતી જી. એસ. આરનો એક ભાગ હતી અને ગોંડલ રાજ્યની માલિકીની હતી. ઈ. સ. ૧૯૪૮માં જી એસ આર સૌરાષ્ટ્ર રેલ્વેનો એક ભાગ બની.
કર્મચારી
[ફેરફાર કરો]અહીંના કોઈ કર્મચારી સૂચિઓ મળી નથી. નીચેના કર્મચારીઓ જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) તરફથી 'લોન સ્વરૂપે' તરીકે નોંધાયેલા છે.
- રિચાર્ડ ગાર્ડિનર લ્યુટન્ટ કોલેનલ.આર. ઇ. પી ડબ્લ્યુ ડી, ૧૮૮૭ થી ૧૮૯૩ માં નિવૃત્તિ સુધી 'ભાવનગર-ગોંડલ રેલ્વે'ના મેનેજર અને એન્જીનીયર-ઇન-ચીફ. [૧]
- વિલોગ્ફ્બી વર્નર કોન્સ્ટેબલ, ૧૮૮૭, 'ભાવનગર અને ગોંડલ સ્ટેટ્સ રેલ્વે' ના વ્યવસ્થાપક . [૨]
- અર્નેસ્ટ ઇફિલ શાડબોલ્ટ, પી ડબ્લ્યુ ડી સહાયક ઇજનેર ૧૮૭૪ થી ૧૮૮૪ - ભાવનગર અને ગોંડલ સ્ટેટ્સ' રેલ્વે[૩]
- હોરેસ ચેલોનર નોક્સ, ૧૮૯૦, કાર્યકારી ઇજનેર, 'ભાવનગર-ગોંડલ-જુનાગઢ-પોરબંદર રેલ્વે' સાથે કાર્યરત [૪]
બ્રોડગેજમાં રૂપાંતર
[ફેરફાર કરો]આ રેલ્વેને ૨૦૧૦માં ૧,૬૭૬ mm (5 ft 6 in) માં બ્રોડગેજ રૂપાંતરિત કરવામાં આવી.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Google Books " India List and India Office List, 1905" page 499 (pdf page 462) Retrieved on 30 May 2016
- ↑ Google Books " India List and India Office List, 1905" page 466 (pdf page 429) Retrieved on 17 May 2016
- ↑ "Indian Biographical Dictionary" 1915 page 390; Retrieved on 30 May 2016
- ↑ India Civil List 1890, page 41
- ↑ "Western Railways new lines" (PDF). મેળવેલ 2018-04-30.