ગ્રેગોર જોન મેન્ડેલ
ગ્રેગોર જોન મેન્ડેલ | |
|---|---|
| Gregor Mendel | |
| જન્મ | ૨૦ જુલાઇ ૧૮૨૨ Hynčice (ઓસ્ટ્રિય સામ્રાજ્ય) |
| દિક્ષા | ૨૨ જુલાઇ ૧૮૨૨ |
| મૃત્યુ | ૬ જાન્યુઆરી ૧૮૮૪ બ્રનો (ઓસ્ટ્રીયા-હંગેરી) |
| અંતિમ સ્થાન | Brno Central Cemetery |
| અન્ય નામો | Father of the Modern Genetics |
| અભ્યાસ સંસ્થા | |
| વ્યવસાય | જીવવિજ્ઞાની, geneticist, મધમાખી પાલક, ગણિતશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, કેથોલિક પાદરી, પ્રકૃત્તિવિદ્દ, scientific collector, botanical collector |
| સંસ્થા | |
| વેબસાઇટ | http://www.mendelweb.org/ |
| પદની વિગત | Q132812958 (૧૮૬૮–૧૮૮૪) |
ગ્રેગોર જોન મેન્ડેલ અથવા ગ્રેગોર મેન્ડેલ એક જર્મન વૈજ્ઞાનિક તથા પાદરી હતા. તેમનો જન્મ ઑસ્ટ્રિયા (હાલમાં ઝેક રિપબ્લિક)માં ઈ.સ. ૧૮૨૨માં ૨૦ જુલાઈએ થયો હતો.[૧]
બાળપણમાં મેન્ડેલે ખેતર અને બગીચાની સારસંભાળ રાખવાનું કામ પણ કર્યું હતું. તેમણે ફિલોસોફી અને ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ)ના વિષયોનું ઉચ્ચ શિક્ષણ ઓલોમુક યુનિવર્સિટી ખાતેથી પ્રાપ્ત કરીને કારકિર્દીની શરુઆત કરી હતી. તેમણે આ યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી વિભાગ ખાતે જીવવિજ્ઞાન વિષયક વનસ્પતિના વંશવેલા અંગે થતાં સંશોધન કાર્યોમાં અભ્યાસ કર્યો. સાથે સાથે મેન્ડેલ પાદરી પણ બન્યો અને ત્યારબાદ તેમનું નામ ગ્રેગોર રાખવામાં આવ્યું હતું. આ પછી તેઓ વિયેનામાં ચર્ચમાં પાદરી તરીકે જોડાયા હતા. અહીં સેન્ટ થોમસ ચર્ચમાં રહીને તેણે મધમાખી અને વનસ્પતિનો ઉછેર કરી સંશોધનો કરવામાં ઊંડો રસ લીધો. તેમણે ૨૯,૦૦૦ જેટલા વટાણાના છોડ ઉછેરી અને આ વનસ્પતિ વારસા (જિનેટિક્સ)ના ચોક્કસ નિયમો જાળવી રાખે છે તે શોધી કાઢ્યું અને આ વિશે અભ્યાસ નિબંધ લખ્યો.
આ સંશોધનની શરુઆતમાં તેની ટીકા કરવામાં આવી તથા તેનો કોઈએ સ્વીકાર કર્યો નહીં. ૬ જાન્યુઆરી, ૧૮૮૪ના રોજ તેમનું અવસાન થયું હતું. ૧૯૦૦ના વર્ષ પછી જીવવિજ્ઞાન ક્ષેત્રે અનેક સંશોધનો થયાં, જેમાં મેન્ડેલે કરેલા સંશોધનો સાચાં હોવાનું સાબિત થયું અને તેમના વારસાના સિદ્ધાંતનો જગતભરમાં સ્વીકાર કરવામાં આવ્યો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "જિનેટિક વિજ્ઞાાનનો પ્રણેતા : ગ્રેગોર મેન્ડેલ". ઝગમગ, ગુજરાત સમાચાર. ૩૦ એપ્રિલ ૨૦૨૨. મેળવેલ ૨ મે ૨૦૨૨.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)