ઘાનાનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | ૧૯૫૭ |
રચના | લાલ, સોનેરી અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં કાળા રંગનો તારો |
રચનાકાર | થિઓડોસિઆ ઓકોહ |
ઘાનાનો રાષ્ટ્રધ્વજ ઈસ ૧૯૫૭માં અપનાવાયો અને બાદમાં ઈસ ૧૯૬૬માં ફરીથી અપનાવાયો. ધ બ્લેક સ્ટાર્સ એ હુલામણું નામ ઘાનાની ફુટબોલ ટીમને ધ્વજમાં રહેલા કાળા તારા પરથી જ મળેલું છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]લાલ રંગ યુનાઇટેડ કિંગડમની ગુલામીમાંથી મુક્ત થવા ક્રાંતિકારોએ વહાવેલ રક્તનું, સોનેરી રંગ દેશની ખનિજ સંપત્તિનું, લીલો રંગ દેશની વિપુલ જંગલ અને વનસ્પતિ સંપત્તિનું અને કાળો તારો એ આફ્રિકાની પ્રજાની મુક્તિનો અને તેને બળવાન બનાવવાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |