લખાણ પર જાઓ

ચંદેરીનો કિલ્લો, ગુના

વિકિપીડિયામાંથી

ચંદેરીનો કિલ્લો મધ્ય પ્રદેશ રાજ્યના ઇ. સ. પહેલાંના ગુના જિલ્લામાં અને વર્તમાન સમયના અશોકનગર જિલ્લામાં ચંદેરી નગરમાં આવેલો એક કિલ્લો છે. આજના સમયમાં ચંદેરી નગર કશીદાકારીના કામ માટે તેમ જ સાડીઓ માટે ખુબ જ જાણીતું સ્થળ છે. પ્રસિદ્ધ સંગીતકાર બૈજૂ બાવરાની કબર, કટા પહાડ અને રાજપૂત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક આત્મદાહ (જૌહર) અહીં આવતા પ્રવાસીઓ માટેનાં મુખ્ય આકર્ષણ છે.


ઇતિહાસ

[ફેરફાર કરો]

બાબર દ્વારા કરવામાં આવેલા આક્રમણને કારણે આ કિલ્લો લગભગ તબાહ થઇ ગયો હતો. કહેવાય છે કે આ કિલ્લો બાબરને માટે ખુબ જ મહત્વનો કિલ્લો હતો. આ કારણે બાબરે ચંદેરી નગરના તત્કાલીન રાજપૂત રાજા પાસે આ કિલ્લાની માંગણી કરી અને એના બદલામાં એણે પોતાના જીત મેળવી કબજો કરેલા કિલ્લાઓમાંથી કોઈ પણ કિલ્લો રાજાને આપી દેવાની તજવીજ પણ કરી હતી. પરંતુ ચંદેરીના રાજા ચંદેરીનો કિલ્લો આપી દેવા માટે કોઇ રીતે રાજી ના થયા. ત્યારબાદ બાબરે કિલ્લો યુદ્ધ કરી જીતી લેવાની ચેતાવણી આપી. ચંદેરીનો કિલ્લો આસપાસ આવેલી પહાડીઓ વડે ઘેરાયેલો હોવાને કારણે ચંદેરીના રાજા આશ્વસ્ત અને નિશ્ચિંત હતા. ગૌરીની સેનામાં હાથીઓ, તોપો અને ભારી હથિયારો હતાં જેને લઇને આ પહાડીઓની પાર જવું દુષ્કર હતું અને પહાડીઓ પરથી નીચે ઉતરતાંની સાથે જ ચંદેરીના રાજાની ફોજનો સામનો કરવો પડતો હતો. કહેવાય છે કે બાબર પોતાના નિશ્ચયને દૃઢતાથી વળગી રહ્યો અને એણે એક જ રાતના સમયમાં પોતાની સેના પાસે પહાડી કાપી ત્યાંથી રસ્તો તૈયાર કરવાનું અવિશ્વસનીય કાર્ય કરી બતાવ્યું. તેની સેનાએ એક જ રાતમાં એક પહાડીને છેક ઊપરથી નીચે સુધી કાપીને એટલે કે ખોદીને એક એવી દરાર બનાવી નાખી જેમાં થઇને એની પૂરી સેના અને સાજો-સામાન ઠીક કિલ્લાની સામે સુધી પહોંચી ગઇ. સવારે ચંદેરીનો રાજા પોતાના કિલ્લાની બરાબર સામે પૂરી સેનાને જોઇ આશ્ચર્ચચકિત રહી ગયો. પરંતુ રાજપૂત રાજાએ જરાપણ ગભરાયા વગર પોતાના કેટલાક સિપાહીઓની સાથે ગૌરીની વિશાળ સેનાનો સામનો કરવાનો નિર્ણય લઇ લીધો અને પોતાની રાજપુતાણીઓને અંતિમ વિદાય આપી આત્મઘાતી યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. યુદ્ધમાં સ્વાભાવિકપણે સમસ્ત રાજપૂત સેનાનો ખાત્મા થઇ ગયો. ત્યારબાદ કિલ્લામાં સુરક્ષિત રાજ્પૂતાણીઓએ એમની જાતને આક્રમણકારી સેના દ્વારા અપમાનિત થવા કરતાં સ્વયંને જ ખત્મ કરવાનો નિર્ણય કર્યો, અને તેઓએ એક વિશાળ ચિતાનું નિર્માણ કર્યું અને બધી જ સ્ત્રીઓએ સુહાગણોનો શ્રૃંગાર ધારણ કરી સ્વયંને આ ચિતાને હવાલે કરી દિધી. જ્યારે ગૌરી અને તેની સેના કિલ્લાની અંદર પહોંચી તો એમના હાથમાં કશું જ ના આવ્યું. રાજપૂતોનું શૌર્ય અને રાજ્પૂતાણીઓના જૌહરના આઇ અવિશ્વસનીય કૃત્યથી તે એટલો બોખલાયો કે એણે ખુદના માટે આટલા મહત્ત્વપૂર્ણ કિલ્લાનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી દિધો તથા ક્યારેય તેનો ઉપયોગ નહીં કર્યો. આજે પણ આ રસ્તો ટૂટેલા કિલ્લાના બુર્જો પરથી દેખાય છે, જેને ગૌરીએ એક જ રાતના સમયમાં પહાડીને ખોદાવીને તૈયાર કરાવ્યો હતો તથા એને સ્થાનીક ભાષામાં "કટા પહાડ" અથવા "કટી ઘાટી"ના નામથી ઓળખવામાં આવે છે. એમના પછીના સમયકાળમાં એક રાજાએ આ જગ્યા પર એક પત્થરનો દરવાજા લગાવડાવ્યો હતો. દરવાજાની ઊપર આજે પણ બાબરની સેના દ્વારા ચલાવવામાં આવેલી છેનિયોનાં નિશાનો જોઈ શકાય છે.